તારા શહેરમાં..
એજ તેજસ્વી છતા ચંચળ આંખો સાથે મસ્તીભયૂૅ સ્મિત કરતો સોહામણો ચહેરો રાજવી ના સ્મૃતિપટ પર તરી આવ્યો, એના ચહેરા પર સ્મિત ફરક્યુ. જેમ જેમ ટ્રેન ની ગતિ વધતી જતી હતી , રાજવી ભુતકાળ ના સ્મરણો મા ખોવાતી જતી હતી.
રાજવી આજે બે મહિના માટે કંપની ની ટ્રેનિંગ માટે મુંબઇ જઇ રહી હતી. પહેલી વાર મુંબઇ જોવાના ઉત્સાહ કરતા, આજે એને એ વ્યકતિ ના શહેર મા જવાનો ઉત્સાહ વધારે હતો, જેને એણે કયારેક દિલ થી ખુબ ચાહયો હતો. જે એના પહેલા પ્રેમ નો અહેસાસ હતો.
હા એ જ ' સારાંશ'.. સારાંશ મહેતા.. નામ ક્યાથી ભુલાય, હોઠે ભલે ઓછુ આવેલુ પણ હૈયે કોરાઇ ગયેલુ નામ. ધબકારે ધબકારે વસી ગયેલુ નામ.
પહેલી વાર એને સ્કુલ ના વોલીબોલ ગ્રાઉંડ મા જોયો હતો.
બધા પ્લેયર કરતા વધુ હાઇટ, મધ્યમ કદ અને સહેજ ભીનો વાન મુખ પર કોઇને પણ ઘાયલ કરે એવુ સ્મિત. વોલીબોલ ગ્રાઉંડ પર એ અલગ તરી આવતો હતો. અેના કરતા પણ આકષૅક એનુ વ્યકતિત્વ હતુ. હમેશા મિત્રો થી ઘેરાયેલો રહેતો.અભ્યાસ મા તેજસ્વી અને રમતગમત મા પારંગત.
સારાંશ સાથે રાજવી નો વધુ પરિચય 10th ના ઇન્ટર સ્કુલ ક્વીઝ કોમ્પિટીશન મા થયો હતો. બંને એક જ ટીમમા હતા.
રાજવી પણ અભ્યાસ મા ખુબ તેજસ્વી હતી. બંને મુગ્ધા અવસ્થા ની વય ના ઉંબરે હતા. સારાંશ ને પણ રાજવી ગમવા લાગી હતી. એની નિદોૅષ આંખો અને સ્મિત મા સારાંશ ખોવાતો જતો હતો. બંને ને રાઉન્ડ શરુ થતા પહેલા પુછવાની આદત પડી ગઈ હતી
" બધુ યાદ છે ને?"
"હા"
"અને તને?"
"હા"
અને બંને હસી પડતા.
કવિઝ ના સવાલ -જવાબ સાથે એમના દિલના પણ સવાલ જવાબ ગુંથાતા જતા હતા. કોમ્પિટીશન તો જીતી ગયા, પણ દિલ હારી ગયા એકબીજા પર.
સમય વહેતો ગયો. એમના દિલ મા રોપાયેલા બીજ અંકુરિત થતા રહયા. પરીક્શા ઓ આવી. વષૅ પુરુ થયુ.
કહેવાય છે કે દરેક પ્રેમ ના ભાગ્ય મા જુદાઇ લખાઇ જ હોય છે. સારાંશ નુ ફેમિલિ મુંબઇ શીફ્ટ થવાનુ હતુ.બધા મિત્રો એ ભારે હૈયે એને વિદાય આપી. સારાંશ અને રાજવી છેલ્લી વાર મળ્યા પણ એકબીજા ને કઇ કહી શક્યા નહી. એમના મૂક સવાલો માત્ર એમની જુદાઇ ના સાક્સી બની રહયા.
સમય વહેતો ગયો, જીંદગી આગળ વધતી ગઇ.રાજવી એ પોસ્ગ્રેટ જયુએશન એમ બી એ સાથે પુરુ કરી, પ્રાઇવેટ કંપની મા જોબ ચાલુ કરી. સારાંશ પણ એન્જીનીયરિંગ પુરુ કરી એક નામી કંપની મા જોડાયો હતો એવુ રાજવી એ નજીક ના મિત્ર પાસે થી જાણ્યુ હતુ.રાજવી એ ક્યારેય અેને સંપક કરવાનો પ્રયત્ન નતો કયોૅ એમ સમજીને કે સારાંશ કદાચ એવુ ના પણ વિચારતો હોય. અને આટલા સમય પછી કદાચ મને ભુલી પણ ગયો હોય.
આ બધા વિચારો સાથે રાજવી મુંબઇ પહોચી.કંપની એ રહેવાની વ્યવસયથા આપી હતી ત્યા પહોચી. ટ્રેનિંગ શરુ થઇ. દિવસો વિતવા લાગ્યા. રાજવી એની દવી બનેલી મિત્ર પ્રિયા સાથે સાંજે ફરવા નીકળી જતી એક છુપી આશ સાથે કે કદાચ સારાંશ સાથે મુલાકાત થઇ જાય.આમ કેટલાય દિવસ સુધી ચાલ્યુ, રાજવી સારાંશ ની કંપની ની આસપાસ ના સ્થળે ફરતી રહેતી. સીધા એની કંપની મા જઇ મળવાની એની હિંમત થતી નહી.
હવે ચાર જ દિવસ બાકી હતા, ટ્રેનિંગ પુરી થવાની જ હતી, રાજવી ની ધીરજ ખુટી એણે નક્કી કયુૅ કે આજે તો એ જાતે જ કંપની પર જઇ સારાંશ ને મળશે.એક મિત્ર તરીકે તો મળી શકાય. રાજવી કંપની પર પહોચી. ત્યા બેઠેલી રિશેપ્સનીસ્ટે પુછ્યુ.
" હેલો મેમ, હાવ મે આઇ હેલ્પ યુ?"
" કેન આઇ મીટ મિ. સારાંશ મહેતા પ્લીઝ?" રાજવી અવઢવ મા બોલી.
" સોરી મેમ, હી ઇઝ ઇન બેંગ્લોર ફોર સમ કંપની વકૅ"
રાજવી કઇ બોલે એ પહેલા એ રિસેપ્સનીશ્ટ ફોન પર બીઝી થઇ ગઇ, રાજવી ની બધી જ આશા ઓ પર જાણે પાણી ફરી વળ્યુ.એ નિરાશ થઇ રુમ પર પહોચી. કદાચ નસીબ મા જ નહી લખ્યુ હોય મળવાનુ એ વિચારતી રહી.
ટ્રેનિંગ પુરી થઈ. આજે નવ વાગ્યા ની ટ્રેન થી એ પાછી ફરવાની હતી. સવારે વેળાસર એ સ્ટેશન પહોચી ગઇ.મન મા થોડો ભાર હતો એક સપનુ તુટવાનો જે એણે મુંબઇ આવતા પહેલા જોયુ હતુ.ટ્રેન આવ વાને પંદર મિનિટ ની વાર હતી. રાજવી સ્ટેશન ની ચહલ પહલ જોઇ રહી.
બાજુ ના પ્લેટફૉમ પર એક ટ્રેન આવી ને ઉભી રહી. રાજવી ની સાહજીક જ નજર એ તરફ ગઇ. નીચે ઉતરવા માટે દરવાજા પાસે ભીડ જામી હતી, થોડી જ પળો મા એને એક પરિચિત વ્યકતિ નીચે ઉતરતી જોઈ.એ જ આંખો, એ જ સ્મિત , પણ પહેલા કરતા વધુ સોહામણો લાગતો ચહેરો, પળવાર માટે બધુ જ થંભી ગયુ, રાજવી એને તાકી રહી. હા એ જ હતો 'સારાંશ'
એના તુટેલા સ્વપ્ન મા ફરી રંગો પુરાવા લાગ્યા. સારાંશ ની પણ નજર પડી પોતાને તાકી રહેલી યુવતી પર, થોડી પળો સુધી બંને અેકબીજાને જોતા રહ્યા. સારાંશ અેની નજીક આવી ઉભો રહયો. રાજવી થી બોલાઇ ગયુ.
" યાદ છે ને..!"
" ના " સારાંશ બોલ્યો
રાજવી નુ ફરી સ્વપ્ન તુટયુ હોય એમ આઘાત પામી પાછી વળવા જતી જ હતી ત્યા સારાંશ બોલ્યો.
" હુ તને કદી ભુલ્યો જ નથી"
રાજવી સારાંશ તરફ વળી. બંને અશ્રુ સહ એકબીજા તરફ જોઇ રહ્યા.
અને એ ટ્રેન પસાર થઇ ગઇ જે રાજવી એ પકડવાની હતી. પણ હવે કદાચ કોઇ અફસોસ ન હતો ટ્રેન છુટવાનો.
"મારા મનરુપી રણ ને તારા સાગર ની પ્યાસ હતી,
મળીશુ આપણે જરુર, મને આશ હતી
તારા વગર આમ તો જીંદગી કઇ ખાસ ન હતી
મળીશુ આપણે જરુર, મને આશ હતી..! "