હવસ :-IT CAUSE DEATH ભાગ-21 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવસ :-IT CAUSE DEATH ભાગ-21

હવસ :-IT CAUSE DEATH-ભાગ 21

પ્રભાતની હત્યાનાં આરોપમાં અલગ-અલગ સબુતોનાં આધારે અર્જુન ચાર લોકોની ધરપકડ પણ કરે છે પણ હજુ પ્રભાતને ઝેર કોને આપ્યું હતું એ વિષયમાં એ કોઈ નિષ્કર્ષ પર આવી શકતો નથી..કેમકે ધરપકડ થયેલ ચારેય ગુનેગાર પોતાનો ગુનો તો કબુલે છે પણ પ્રભાતની ઝેર આપીને કરાયેલી હત્યા વિશે એમને કંઈપણ ખબર નથી એ વાત પોતાનાં યોગ્ય કારણો સાથે રજુ કરે છે એટલે અર્જુન તપાસ ને તોડી મરોડીને આરંભવાનું નક્કી કરે છે.આ માટે એ પ્રભાતનાં સિમ કાર્ડ અને ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરી અમુક ફોટો શોધી કાઢે છે.

"હા સાહેબ તો પછી આ ફોટો નાં આધારે આપણે આપણી આગળની તપાસ શરૂ કરીએ.."ફોટો જોતાં નાયક બોલી રહ્યો હતો.

"પણ પ્રભાતની સાથે જાનકી ઠક્કરને અફેયર હશે એનો તો મને સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો.."કોમ્પ્યુટર સ્ક્રીન પર પ્રભાત અને અનિકેતની પત્ની જાણકીનાં અશ્લીલ ફોટો હતાં.. જે શાયદ જાનકી ની જાણ બહાર લેવાયાં હોવાનું એનાં એંગલ પરથી સમજી શકાતું હતું.

"આ મોટાં ઘરનાં લોકો ક્યાં શું કરે એનું જ નક્કી નહીં..પ્રભાત પોતાનાં જ ખાસ દોસ્તની પત્ની જોડે કામલીલા કરે અને એની પત્ની અનિતા એનાં વર્ષો જુનાં પ્રેમી જોડે..બધું જ અસ્ત વ્યસ્ત ચાલે.."નાયક અકળામણમાં બોલતો હોય એમ બોલ્યો.

"નાયક આને જ કહેવાય હાઈ સોસાયટીનાં લોકો..કહેવાતાં મોટાં લોકો પણ કામ સાવ છેલ્લી કક્ષાનાં"અર્જુન કટાક્ષ કરતાં બોલ્યો.

"તો સાહેબ હવે શું કરીશું..જાનકી ઠક્કર ને અહીં બોલાવીએ કે પછી આપણે જઈએ એમનાં ઘરે..?"નાયકે કહ્યું.

"નાયક હું આ ફોટો મારાં મોબાઈલમાં લઈ લઉં.. પછી mrs. ઠક્કર ને મળવા જઈએ.."અર્જુન આટલું કહી પ્રભાત અને જાનકીની કામલીલાનાં ફોટો પોતાનાં મોબાઈલમાં મેઈલ કરવાનું શરૂ કરે છે.

"સાહેબ આ કેસ હવે દિવા જેવો સાફ છે..પ્રભાત આ ફોટો બતાવી જાનકી ઠક્કર ને બ્લેકમેઈલ કરતો હશે એટલે જાનકી એનાં ઘરે જઈ એને ઝેર આપ્યું અને પ્રભાતની હત્યા કરી લીધી..ત્યારબાદ પ્રભાતનાં મોબાઈલનો બધો ડેટા કાઢી નાંખ્યો અને મોબાઈલને નીચે પછાડીને તોડી નાંખ્યો..આટલું કર્યાં બાદ એ પ્રભાત પર ગોળી ચલાવવાની ઘટના પહેલાં ત્યાંથી નીકળી ગઈ."અર્જુન પોતાનું કામ કરી રહ્યો હતો એ દરમિયાન નાયક પોતાની બુદ્ધિ દ્વારા શોધેલું તારણ રજૂ કરતાં બોલ્યો.

"શાબાશ..તું બિલકુલ એ પ્રમાણે બોલ્યો જેવું હું વિચારતો હતો..ચાલ મેં જરૂરી ફોટો લઈ લીધાં હવે નીકળીએ ઠક્કર વીલા તરફ જવા.."કોમ્પ્યુટર ને બંધ કરી ઉભાં થતાં અર્જુન નાયકને ઉદ્દેશીને બોલ્યો.

"તો ચાલો.."નાયક આટલું કહી અર્જુનની પાછળ પાછળ ચાલતો થયો..અર્જુન અને નાયકની ચાલ પરથી જ એ વાતનો અંદાજો આવી રહ્યો હતો કે એમને કોઈ મોટી સફળતા હાથ લાગી છે.અર્જુન પોતાની ફરજ આગળ પોતાનાં જમવાનું પણ ભાન નહોતો ધરાવતો એ આજે પુરવાર થઈ ગયું કેમકે ઘરેથી આવેલું ટિફિન એમને એમ ટેબલ પર પડ્યું હતું.

**********

થોડીવારમાં તો અર્જુન પોતાની પોલીસ જીપ ની સાથે ઠક્કર વિલામાં આવી પહોંચ્યો..ગેટ પર ચોકીદારે અર્જુનની જીપ ને રોકવાની કોશિશ તો કરી પણ અર્જુનનું આઇડેન્ટિટી કાર્ડ જોઈ એને અર્જુનને સલામ કરી અને જીપ ને અંદર જવા માટેનો ગેટ ખોલી આપ્યો.

અર્જુને જીપ ને પાર્કિંગ ની વ્યવસ્થા હતી ત્યાં લાવીને ઉભી રાખી અને નાયકની સાથે જીપમાંથી બહાર નીકળી વૈભવી ઠક્કર વિલાનાં મુખ્ય બિલ્ડીંગનાં ગેટની તરફ પ્રયાણ કર્યું..હજુ તો એ લોકો મુખ્ય દરવાજા જોડે પહોંચે એ પહેલાં તો પીળા કલરની સાડીમાં સુસજ્જ થઈને mrs. જાનકી ઠક્કર એમની તરફ આવતી દેખાઈ..જાનકી ની નજર હજુ અર્જુન અને નાયક પર પડી જ નહોતી એટલે જેવી જાનકી એમની નજીક પહોંચી એવીજ એ નવાઈ પામી ગઈ.

"અરે ઈન્સ્પેકટર સાહેબ તમે અહીં..?"અર્જુન અને નાયક ને જોતાં જ જાનકી એ પોતાનાં ખુલ્લાં કેશને સરખા કરતાં પુછ્યું.

"અરે અમારું તો કામ જ એવું છે કે ક્યારેક અહીં તો ક્યારેક તહીં.. આજે ઈચ્છા થઈ કે ઠક્કર વિલાની મુલાકાત લેવી છે તો અમે અહીં આવી પહોંચ્યા.."મજાકિયા અંદાજમાં અર્જુને કહ્યું.

"સાહેબ જોવો મારે મોડું થાય છે..મારે બીજાં ઘણાં કામ છે..જો તમારે કોઈ ઢંગનું કામ ના હોય તો ફરી ક્યારેક મળવા આવજો..હું અત્યારે નીકળું.."ઉતાવળમાં હોય એમ જાનકી ઉદ્ધતાઈથી બોલી.

"મેડમ મને ખબર છે કે તમારાં જેવી હાય પ્રોફાઈલ ઘરની સ્ત્રીઓને શું કામ હોય છે..બ્યુટીપાર્લર ની મુલાકાત ને તમે કામ કહેતાં હોય તો અમારી જોડે તો એવાં હજારો કામ છે."અર્જુન રોફ માં બોલ્યો.

અર્જુનનો બદલાયેલો ટોન સાંભળી જાનકી થોડી ડરી ગઈ અને એને પોતાનો સુર વ્યવસ્થિત કરતાં કહ્યું.

"ઈન્સ્પેકટર તમને ખોટું લાગ્યું હોય તો sorry.. પણ આપણે ફરી ક્યારેક મળીશું..તમે એવું હોય તો કાલે સવારે આવી જજો.."

જાનકી ની વાત સાંભળી અર્જુન અને નાયકે એકબીજાની તરફ જોયું..અને પછી નાયક ગુસ્સામાં આવી બોલ્યો.

"ઓય મેડમ..અમે તમારાં બાપ નાં નોકર નથી કે તમે બોલાવો એમ આવીએ અને તમે કહો એમ જઈએ.."

"એ કોન્સ્ટેબલ..how do you talk like that.. તું ઓળખતો નથી હું કોણ છું..?"નાયકની વાત સાંભળી ક્રોધમાં આવી જાનકી બરાડી ઉઠી.

"Mrs. ઠક્કર..આતો સારું છે કે નાયક ખાલી બોલ્યો..બાકી અમારાં પોલીસ સ્ટેશનથી કોઈ લેડીઝ કોન્સ્ટેબલ આવી હોત તો વાત પછી કરત અને લાત પહેલાં મારત.."જાનકી નો ગુસ્સો શાંત કરવા અર્જુને પોતાની વાત રાખી.

"હા,બોલો હું તમારી શું મદદ કરી શકું..?"અર્જુનની વાત સાંભળી જાનકી ઠક્કરની બધી ગરમી નીકળી ગઈ હોય એવું એનો અવાજ કહી આપતો હતો.

"મેડમ..વાત ઘણી ગંભીર છે એટલે ઘરમાં જઈને એ વિષયમાં વાત આગળ વધારીએ એમાં જ તમારો ફાયદો છે.."અર્જુને કહ્યું.

અર્જુનની વાત સાંભળી જાનકી કંઈ બોલવાનાં બદલે બંગલાનાં પ્રવેશ દ્વાર તરફ આગળ વધી..અને અર્જુન તથા નાયક પણ જાનકી એ અનુસરતાં એ તરફ આગળ વધ્યા.

"તમે અહીંયા બેસો..બોલો શું લેશો ચા કે કોફી..?"અર્જુન અને નાયકને સોફામાં બેસવા માટે નો આગ્રહ કરી જાનકી એ પુછ્યું.

"ના બસ ખાલી થોડું પાણી મંગાવી દો."અર્જુને કહ્યું.

જાનકી એ કિશોરકાકા ને અવાજ આપી બે ગ્લાસ પાણી મંગાવ્યું એટલે કિશોરકાકા પાણીનાં બે ગ્લાસ આપીને પાછાં રસોડામાં ચાલ્યાં ગયાં.

"હા તો બોલો ઈન્સ્પેકટર અહીં આવવાનું કોઈ સ્પેશિયલ કારણ..?"જાનકી એ વાતચીત નો દોર પોતાનાં હાથમાં લેતાં સવાલ કર્યો.

"અરે મેડમ તમને કહ્યું તો ખરું અમે એટલાં પણ નવરા નથી કે કારણ વગર તમારાં દર્શન કરવા આવીએ.."અર્જુનની જોડે રહી નાયક પણ જેવાં સાથે તેવાં જેવો વ્યવહાર કરતાં શીખી ગયો હતો.

"ચા કરતાં તો કીટલી ગરમ છે.."નાયકની વાત સાંભળી જાનકી મનોમન ગુસ્સામાં બબડી.

"Mrs. ઠક્કર થોડું જોરથી બોલો તો અમને પણ ખબર પડે કે તમે શું કહી રહ્યાં છો.."જાનકી નો બબડાટ સાંભળી અર્જુન બોલ્યો.

"અરે એ તો બસ એમજ..હવે મહેરબાની કરીને જણાવશો કે તમે કઈ ગંભીર વાત કરવા આવ્યાં છો..?"જાનકી બોલી.

"સારું તો હું જે કંઈપણ પૂછું એનાં મારે સાચા જવાબ જોઈએ..અમે અહીં પુરી તપાસ પછી જ આવ્યાં છીએ એટલે કંઈપણ ખોટું બોલવાની કોશિશ કરી તો પરિણામ ભૂંડું આવશે.."અર્જુનનો કડકાઈ ભર્યો અવાજ જાનકી ઠક્કર ને સંભળાયો.

અર્જુન નક્કી કોઈ મોટી વાત સાથે ત્યાં હાજર હતો એ એની વાત પરથી જાનકી ને સમજાઈ રહ્યું હતું..ધીરે-ધીરે કંઈક વસ્તુનો ડર એનાં દિલ અને દિમાગ પર હાવી થઈ રહ્યો હતો જેની સાક્ષી એનાં હાવભાવ પુરી રહ્યાં હતાં.

"હા પૂછો જે પૂછવું હોય છે..હું જેટલું જાણતી હોઈશ એ વિશે એટલું જણાવીશ."પોતાનાં મનમાં વ્યાપ્ત ડર પર કાબુ મેળવતાં જાનકી બોલી.

"તો mrs. ઠક્કર તમે એ જણાવો કે તમે પ્રભાત પંચાલની હત્યા કેમ કરી..?"અર્જુને મુદ્દાની વાત પર આવતાં ધીમા પણ સ્પષ્ટ અવાજે સવાલ કર્યો.

"What.. મેં પ્રભાત ની હત્યા.. તમે આવી વાહિયાત વાત કઈ રીતે કરી શકો..મારી પર આવાં ગંભીર આરોપ મુકવાનું કોઈ કારણ હોય તો જ તમે આગળ વાત કરજો બાકી હું તમારી ફરિયાદ કમિશનર ને કરીશ.."જાનકી ઠક્કર જોરદાર ગુસ્સામાં આવીને બોલી.

"અમને પણ ખબર છે કોઈપણ પર આવો આરોપ મુકવા કોઈ ઠોસ સબુત જોઈએ..અને એ સબુત આ રહ્યું..આ ફોટો પ્રભાતનાં ગૂગલ એકાઉન્ટ પરથી મળ્યાં છે."અર્જુને પોતાનાં મોબાઈલ ફોનની ગેલેરી ખોલી એમાંથી જાનકીની પ્રભાત સાથેની અંતરંગ તસવીરો બતાવતાં તીખાં અવાજે કહ્યું.

અર્જુનનાં મોબાઈલની સ્ક્રીન તરફ જોતાં જાનકીનાં મોતિયા મરી ગયાં.. પોતાને કોઈ સાપ સૂંઘી ગયો હોય એમ એનો ચહેરો દર્શાવી રહ્યો હતો.

"હવે બોલો mrs. ઠક્કર આનાથી મોટો કોઈ સબુત લાવું કે પછી તમે જે કંઈપણ વાત છે એ સીધી રીતે અમારી સામે રજુ કરો છો.?"કરડાકીભર્યાં અવાજમાં અર્જુને પુછ્યું.

અર્જુનનાં ચાબખા જેવાં સવાલો આગળ જાનકી વધુ કંઈ વિચારવા સક્ષમ નહોતી..છતાં એને ગહન મનોમંથન પછી કહ્યું.

"હા માન્યું કે આ ફોટોમાં હું અને પ્રભાત છીએ..પણ આ તસવીરો પ્રભાત કે બીજાં કોઈએ કોઈ સોફ્ટવેરનો ઉપયોગ કરી ટેક્નિક વડે બનાવેલી છે..હું આ તસવીરો વિશે કંઈપણ નથી જાણતી.માટે આનાં પરથી તમે એવું તો ના કહી શકો ને કે મેં પ્રભાતની હત્યા કરી છે..?.અનિકેત નો હમણાં જ કોલ હતો કે પ્રભાતની હત્યા નાં આરોપમાં તમે અનિતા ભાભી ની સાથે અન્ય ચાર લોકોની ધરપકડ કરી છે તો એમનાં પર તપાસ કાયમ રાખો,નાહકમાં મને કેમ પરેશાન કરો છો..?"

જાનકી ની વાત સાંભળી અર્જુન પણ વિચારમાં પડી ગયો..હવે એની જોડે સામો સવાલ કરી શકવો મુશ્કેલ બની ગયો હતો..અર્જુને એકવાર નાયક તરફ જોયું કે ક્યાંક નાયક ને કોઈ એવો વિચાર સૂઝે જે જાનકી ને કસુરવાર પુરવાર કરી શકે..પણ નાયક પણ અર્જુનની માફક બાગો બની જાનકી તરફ જોઈ રહ્યો હતો.

જાનકી સમજી ચુકી હતી કે અર્જુન અને નાયક બંને જોડે બીજી કોઈ માહિતી નથી એટલે બંને ચૂપચાપ બેઠાં છે..જાનકી એક શાતીર દિમાગની સ્ત્રી હતી એટલે આવો મોકો એ હાથમાંથી જવા દેવા માંગતી નહોતી એટલે અર્જુનને ઉદ્દેશીને એ બોલી.

"તો શું થયું ઈન્સ્પેકટર કેમ ચૂપ થઈ ગયાં..?.એક તો તમે આવાં ગંદા ફોટો લઈને મારાં ઘરે આવી મને ધમકાવો છો એ પણ કોઈ કારણ વગર..પ્રભાત જેવો રંગીન મિજાજનો માણસ પોતાનાં ગૂગલ એકાઉન્ટ પર આવી બનાવેલી નકલી તસવીરો રાખે અને એ તમને મળે પણ આ વાત ને એની હત્યા સાથે તમે કઈ રીતે જોડી શકો..?.અને પ્રભાતની હત્યા થઈ એ રાતે તો હું ગુડલક રેસ્ટોરેન્ટનાં પેન્ટ હાઉસ પર એક કીટી પાર્ટીમાં હતી તો હું કઈ રીતે પ્રભાતની હત્યા કરી શકું."

જાનકી જે કંઈપણ બોલી રહી હતી એ વાતમાં વજન હતું..એટલે એનાં જવાબમાં વગર વિચારે કંઈપણ બોલવું અર્જુન માટે હાથે કરીને પગ પર કુહાડી મારવા જેવું હતું..જાનકી ઠક્કર પૈસા ની રીતે શહેરનાં સૌથી મોટાં પરિવારની પુત્રવધુ હતી એટલે એની ઉપર કારણ વગર કંઈપણ આરોપ મુકવો એ પોતાની નોકરી માટે જોખમરૂપ હતું એ અર્જુન જાણતો હતો.

"સારું મેડમ..તમે અહીં જ બેસો હું એક કોલ કરીને આવું.."અર્જુન કંઈક વિચાર્યા બાદ ઉભો થયો અને પોતાનો મોબાઈલ ફોન લઈને થોડે દુર ગયો..અર્જુન કોની સાથે વાત કરવા ગયો હતો એ વિષયમાં વિચારી જાનકી નાં હૃદયનાં ધબકારા બમણી ગતિએ ચાલવા લાગ્યાં.. નક્કી અર્જુન કોઈ મોટી ફિરાકમાં હતો એ વિચારી જાનકીને પરસેવો છુટી રહ્યો હતો.

"ખૂબ ખૂબ આભાર.."આટલું કહી અર્જુને ફોન ડિસ્કનેક્ટ કર્યો અને પાછો પોતે જ્યાં બેઠો હતો ત્યાં નાયકની બાજુમાં અને જાનકીની સામેનાં સોફામાં આવીને ગોઠવાઈ ગયો.ફોન પર વાત કર્યાં બાદ અર્જુનનાં ચહેરા પર એક ગજબની ચમક પથરાઈ ગઈ હતી.

"તો હવે બોલો..કોની સાથે વાત થઈ..?હવે કોઈ વ્યાજબી કારણ હોય તો આગળ વાત કરીએ બાકી હું મારાં કામે નીકળું અને તમે તમારાં કામે નીકળો..અને આગળથી જ્યારે પણ મળવા આવો ત્યારે એ વાતનું ધ્યાન રાખજો કે હું એક શરીફ ખાનદાન ની સ્ત્રી છું.."ઠાવકાઈથી જાનકી બોલી.

"શરીફ ખાનદાન.."અર્જુન આટલું બોલી ખળખળાટ હસવા લાગ્યો.એની આ હરકત પર જાનકી વધુ ને વધુ ગુસ્સે થઈ રહી હતી.

અચાનક અર્જુનનું હાસ્ય અટકી ગયું અને એ કોઈ ભૂખ્યા સાવજની માફક જાનકી ની તરફ એકધ્યાન જોઈ રહ્યો..એની આંખોમાં રહેલ ક્રોધનો તાપ ના જીરવાતા જાનકીએ પોતાની નજર નીચી ઝુકાવી લીધી અને હવે અર્જુન શું કહેવાનો હતો એ સાંભળવા પોતાનાં કાન સરવાં કર્યાં..!!

★★★★★★★

વધુ આવતાં અંકે.

અર્જુને કોને ફોન કર્યો હતો..??એ ફોટો સાચાં હતાં કે બનાવટી..??જાનકી એ પ્રભાતની હત્યા કરી હશે કે કેમ..??જો મંગાજીએ પણ પ્રભાતને ઝેર નહોતું આપ્યું તો આખરે પ્રભાતને ઝેર આપનાર કોણ હતું ..??પ્રભાતની હત્યાની તપાસ આખરે કેવો નવો વળાંક લેશે..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ હવસ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)