સેલ્ફી ભાગ-28 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેલ્ફી ભાગ-28

સેલ્ફી:-the last photo

Paart-28

શુભમને બેહોશ કરી રુહી રોહનની મદદ માટે પહોંચી અને રોહનને બધી વાત જણાવી દીધી.. મેઘા અને પોતાનાં બીજાં સાથી મિત્રોનો હત્યારો શુભમ હોવાનું જાણ્યાં બાદ આશ્ચર્ય અને ગુસ્સા સાથે રોહન રુહી ની જોડે શુભમ જ્યાં બેહોશ હતો એ તરફ ચાલી નીકળ્યો.

"અહીં આ રહ્યો શુભમ.."શુભમને જ્યાં ઘાયલ અવસ્થામાં પડતો મૂકીને આવી હતી ત્યાં પહોંચી રુહી બોલી..પણ એનાં શબ્દો ત્યારે ખોટાં પડતાં લાગ્યાં જ્યારે ત્યાં શુભમ નહોતો.

"રુહી,ક્યાં છે શુભમ..?"ત્યાં કોઈ નજરે ના પડતાં રોહને અધીરાઈ સાથે રુહીને પૂછ્યું.

"રોહન એ અહીં જ હતો..જો આ માટીમાં એનું લોહી પણ છે.."માટી ની તરફ ઈશારો કરી રુહી બોલી.

રુહી ની વાત સાંભળી રોહને નીચે બેસી જોઈ લીધું કે રુહી સાચું કહી રહી હતી ત્યાં સાચેમાં લોહી નાં બિંદુઓ માટી પર મોજુદ હતાં.પણ શુભમ ત્યાં નહોતો એનો મતલબ સાફસાફ એ હતો એ હજુપણ એ બંને સુરક્ષિત નહોતાં.

"રુહી એ ક્યાંક ચાલી ગયો છે.."રોહન આટલું બોલતાં ઉભો થયો.

હજુ તો રોહન વધુ કંઈ ચર્ચા કરે એ પહેલાં અચાનક શુભમ વૃક્ષ ની પાછળથી નીકળી રોહનની સામે આવીને ઉભો રહી ગયો..રોહનનો હાથ પોતાની રિવોલ્વર સુધી પહોંચે એ પહેલાં તો શુભમે પોતાની હાથમાં રહેલાં લાકડાં નો ઘા રોહનનાં ચહેરા પર કરી દીધો જેનાં લીધે એનો ચહેરો લોહીલુહાણ થઈ ગયો અને રોહન કારમી ચીસ સાથે માટી માં જઈને પટકાયો.

રોહન બેહોશ તો નહોતો થયો પણ લગભગ એની હાલત બેહોશી જેવી જ હતી.રોહનની આ દશા અને શુભમનું આક્રમક વલણ જોઈ રુહી થરથર ધ્રુજવા લાગી.શુભમ નાં રૂપ માં એને યમરાજા નો દૂત નજરોની સામે દેખાઈ રહ્યો હતો.

રોહનને ત્યાં પડતો મૂકી શુભમ હવે રુહીની તરફ આગળ વધ્યો..એનું દરેક ડગલું રુહીને ડરાવી રહ્યું હતું.જે માણસ ને એ મનથી ખૂબ જ ચાહતી એ અત્યારે એને સૌથી મોટો દુશ્મન લાગી રહ્યો હતો.

"શુભમ..પ્લીઝ મને જવા દે..મને છોડી દે.."આજીજી નાં સુરમાં હાથ જોડી રુહી શુભમનાં પગમાં પડી કરગરવા લાગી.

રુહીને આમ કરતી જોઈ શુભમનાં ચહેરા નાં ભાવ બદલાયાં અને એને પોતાની હાથમાં રહેલું લાકડું ફેંકી દીધું અને રુહીને ખભેથી પકડી ઉભી કરતાં કહ્યું.

"રુહી હું તને કંઈ નહીં કરું..પણ પહેલાં મારી વાત સાંભળ.સાચી હકીકત જાણ્યાં બાદ શાયદ તારો વિચાર અને મારાં તરફનું વલણ બદલાઈ જાય"શુભમ બોલ્યો.

શુભમને પોતાનાથી દૂર કરી રુહી આવેશમાં આવી બોલી.

"શું હકીકત જણાવીશ તું મને..મેં મારી સગી આંખે જોયું છે કે તે તારાં હાથે કઈ રીતે મેઘાની હત્યા કરી એની લાશનાં ટુકડા કરી એને નદીમાં ફેંકી દીધાં.."

રુહી પોતાને મેઘાની હત્યા કરતાં નજરોનજર નિહાળી ગઈ હતી એ જાણ્યાં બાદ હવે બધું એને સાચું કહી દેવું જોઈએ એમ વિચારી શુભમે કહ્યું.

"હા મેં જ મેઘા ની હત્યા કરી છે.રોબિન,કોમલ,પૂજા અને જેડી ને પણ મેં જ મોત ને ઘાટ ઉતાર્યા હતાં."

"પણ મને એ સમજાતું નથી કે તું રાતે તો મારી જોડે જ હોતો હતો તો તું કઈ રીતે એ બધાં ની હત્યા કરી શક્યો..?"મેઘાની સાથે પોતાનાં અન્ય મિત્રો ની પણ કરપીણ હત્યા શુભમે જ કરી હોવાની વાત એનાં જ મોંઢેથી સાંભળ્યા બાદ રુહી નાં મનમાં આ સવાલ થવો લાજમી હતો.

"રુહી હું તને બધું વ્યવસ્થિત સમજાવું.."આટલું કહી શુભમે એકપછી એક બધી હત્યાઓને કઈ રીતે અંજામ આપ્યો એ વિશે કહેવાનું શરૂ કર્યું.

"જે દિવસે આપણે અહીં આવ્યાં એ દિવસે રાતે જ મેં હવેલી ની લેન્ડલાઈન નો કેબલ કટ કરી દીધો એટલે કોઈ બહાર કોઈની જોડે સંપર્ક ના સાધી શકે..તારાં પગે નદીમાં સ્નાન કરવા ગયાં ત્યારે ઈજા થઈ હતી એટલે હું તને હળદર વાળું દૂધ પીવડાવતો જેમાં ઊંઘ ની દવા ભેળવી દેતો જેથી તું પુરી રાત ઊંઘતી રહેતી."

"બધાં અલગ અલગ રૂમમાં શિફ્ટ થઈ ગયાં હતાં..મેં હવે મારો પહેલો ટાર્ગેટ નક્કી કરી લીધો જે હતો રોબિન..રોબિન નાં રૂમની લોબીમાં પડતી બારીમાંથી અંદર પ્રવેશી એનાં શરીરમાં રાયઝીન પ્રકારનું ખૂબ ઝેરી દ્રવ્ય ઈન્જેકટ કરી દીધું જેનાંથી થોડીવાર માં જ એનું મૃત્યુ થઈ ગયું..સવારે જ્યારે રોબિનની લાશ મળી ત્યારે તમને એવું જ લાગ્યું એની નેચરલ ડેથ થઈ છે."

"રોબિનની લાશ ને પણ મેં જ ફ્રીઝમાંથી નીકાળી હવેલી ની પાછળ દાટી દીધી હતી..મેં જ પછી કોમલને રોબિનનું જેકેટ પહેરી ડરાવી.જેકેટ ની સાથે મેં આંખમાં બ્લુ લેન્સ પણ પહેર્યાં એટલે કોઈને મારી સાચી ઓળખાણ ના ખબર પડે.કોમલ ની એનાં રૂમમાં પ્રવેશી મેં જ હત્યા કરી અને એનાં હાથ વડે બાથરૂમની ફર્શ પર રોબિન મેં જ લખ્યું હતું જેથી બધાં ને શક રોબિન પર જાય."

"કોમલ ની હત્યા બાદ બધાં અહીંથી નીકળી જવાનું વિચારતાં હોવાથી મેં જ ગાડી નું ટાયર પંક્ચર કર્યું જેથી રસ્તામાં ગાડી નો અકસ્માત થયો અને આપણે પાછા હવેલી આવવા મજબુર થવું પડ્યું..રોબિન અને કોમલ ની હત્યા બાદ મારો આગળનો ટાર્ગેટ હતી પૂજા પણ બધાં એ જ્યારે છોકરાઓ સાથે હોલમાં જ રહેશે એવું નક્કી કર્યું ત્યારે મેં મારાં પર હુમલાનું નાટક કર્યું જેથી બધાં પાછાં અલગ-અલગ પોતપોતાનાં રૂમમાં રહેવા ચાલ્યાં ગયાં."

"રોહન અને પૂજા વચ્ચે કંઈક રંધાતુ હોવાંની ગંધ મને આવી ગઈ હતી..મેં રોહનનો એ કાગળ વાંચી લીધો હતો જેની ઉપર એને પૂજા ને એકાંત માં મળવા માટે કહ્યું હતું.એ રાતે દામુ જ્યારે ચા-કોફી બનાવતો હતો ત્યારે એને બહાર જઈને મારાં માટે તાજું દૂધ દોહવાનું કહીને મોકલ્યો.ચા ની અંદર મેં એ જ દવા મિલાવી જે હું તારાં દૂધમાં નાંખતી વખતે મિલાવતો હતો..હું ધારત તો બધાંની ચા માં ઝેર નાંખીને બધાં ની સાથે હત્યા કરી શકતો હતો પણ મારે બધાંનાં ચહેરા પર ખૌફ જોવો હતો..એ બધાં ને હું હજુ વધુ તડપાવતા માંગતો હતો.."

"મને ખબર હતી કે પૂજા ચા નથી પીતી ફક્ત કોફી પીવે છે એટલે એમાં મેં દવા નહોતી ઉમેરી..પૂજા રોહને નક્કી કર્યાં મુજબ રોબિનનાં રૂમમાં આવી પહોંચી જ્યાં હું પહેલાંથી હાજર હતો.મને જોતાં જ એ વિચારમાં પડી ગઈ અને હું ત્યાં કઈ રીતે મોજુદ હતો એ વિશે પૂછવા લાગી.પૂજા કંઈ વધુ બોલે એ પહેલાં તો મેં છુરી વડે એને ખતમ કરી દીધી.ત્યારબાદ એની લાશને ચોગાનમાં પડતી બારીમાંથી નીચે ફેંકી દીધી."

"પૂજાની લાશને બહાર ફેંક્યા બાદ હું બહાર ચોગાનમાં આવ્યો અને પૂજાની ગરદન એનાં ધડથી અલગ કરી વૃક્ષ પર લટકાવી દીધી..આ દરમિયાન મને પૂજાનાં જીન્સ નાં પોકેટમાં રહેલ વાનરરાજનાં કિંમતી આભૂષણ પણ મળી આવ્યાં.પૂજા ની હત્યા જંગલી લોકોએ કરી હોય એવું મેં દ્રશ્ય ઉભું કર્યું જેથી તમે લોકો ગુમરાહ થઈ શકો."

"પૂજાની હત્યા બાદ હું હતાશ થઈ ગયેલાં જેડી ને મારી નાંખવા માંગતો હતો પણ એ રાતે જેડી વધુ આક્રમક થઈ ગયો અને મારી જાન પર આવી બની.વધારામાં દામુ પણ ત્યાં આવી ચડ્યો.ખબર નથી પણ જેડી ની એ છુરી રોબિનની લાશ ને કઈ રીતે વાગી અને એની લાશ બહાર કઈરીતે આવી..પણ રોબિનની લાશ નું ત્યાં પહોંચવું મારાં માટે સારું થયું અને હું ત્યાંથી પાછો આપણાં રૂમની બારીમાંથી લટકાવેલી દોરી વડે ફટાફટ રૂમમાં આવી ગયો.આ ઘટના બાદ તમે બધાં સુરક્ષિત મહેસુસ કરી ગાફેલ થઈ ગયાં."

"આપણે નીકળવાનું હતું એની સવારે અચાનક દામુ નું ગાયબ થઈ જવું મારાં માટે સારાં સમાચાર લઈને આવ્યાં.એ રાતે મેં હવેલીનાં છજ્જાની મદદથી જેડીનાં રૂમમાં પ્રવેશ કર્યો અને ઝેરી કરોળિયા વડે જેડીને લકવાગ્રસ્ત કરી મારી નજરોની સામે એને તડપાવીને મરવા માટે છોડી દીધો.મેઘા જોડે જે એકપછી એક ભયાનક ઘટનાઓ બની અને રોબિનની કપાયેલી ગરદન ત્યાં કઈરીતે પહોંચી એની મને ખબર નથી."

"જેડી ની મોત અને મેઘા બાદ જે કંઈપણ ઘટિત થયું એ પછી ત્યાંથી બધાં તાત્કાલિક નીકળી જવાનું વિચારશે એ નક્કી હતું.આજે સવારે આપણે ત્યાંથી નીકળી ગયાં એટલે રોહન અને મેઘા ને મારે રસ્તામાં મારવા પડશે એ મેં નક્કી કરી લીધું હતું."

"જમ્યાં બાદ તમે જે પાણી પીધું એમાં ઘેનની દવા હતી..તમે બધાં ઘેરી ઊંઘમાં હતાં ત્યારે હું મેઘાને લઈને દૂર આવી ગયો..મેં મેઘાની હત્યા કરી એની લાશને ગાયબ કરી દીધી.મેઘાની હત્યા બાદ હું રોહનને તડપતો જોવા માંગતો હતો,રડતો જોવા માંગતો હતો.અને સમય આવે એની પણ હત્યા કરવા ઈચ્છતો હતો..પણ ખબર નહીં મારી લાખ કોશિશો બાદ મારો આ ચહેરો તું જોઈ ગઈ."

"રુહી તારી સાથે મારે કોઈ દુશ્મની નથી..હું તને આજેપણ એટલો જ પ્રેમ કરું છું."રુહીનો હાથ પકડી રોહન બોલ્યો.રોહને જે રીતે પોતાની બુદ્ધિ દ્વારા પોતાનાં જ ખાસ મિત્રો ને મોત ને ઘાટ ઉતાર્યા હતાં એ સાંભળી રુહી છક થઈ ગઈ.રોહનનાં માસુમ ચહેરા પાછળ એક હેવાન છુપાયેલો હતો એ સાંભળ્યા અને જોયાં બાદ રુહી ને ભારે આઘાત અને સદમો લાગ્યો હતો.

"શુભમ તે આ બધું કેમ કર્યું..અને તારી આ બધાં લોકો જોડે એવી તે શું દુશ્મની હતી કે તારે પોતાનાં જ મિત્રોની કરપીણ હત્યા કરવાની નોબત આવી..?"રુહી એ પૂછ્યું.

"રુહી આ બધાં પાછળ એક લાંબી કહાની છે જે સાંભળ્યા બાદ શાયદ તું મને માફ કરી શકીશ..મેં આ લોકોની હત્યા કરી એમાંથી કોઈ નિર્દોષ નહોતું એમનાં કરેલાં કર્મોની એમને સજા મળી છે."શુભમ રુહીનો ચિંતિત ચહેરો જોતાં બોલ્યો.

"હા બોલી નાંખ તું તારી સફાઈમાં શું કહેવા માંગે છે.."રુહી જાણે શુભમ પર ઉપકાર કરતી હોય એમ બોલી.

રોહને પોતાની સફાઈમાં કંઈક કહેવા માટે જીભ ખોલી જ હતી ત્યાં રોહને મીટ કટર વડે શુભમની પીઠ પર જોરદાર ઘા કરી દીધો..જેનાં લીધે દર્દભરી ચીસ સાથે શુભમનો દેહ જમીન પર પટકાયો..!!

★★★★★★★

વધુ આવતાં ભાગમાં.

શુભમ પોતાનાં જ દોસ્તોની હત્યા કેમ કરી રહ્યો હતો..??રુહી શુભમનાં પ્રેમને ફરી સ્વીકારશે..??મેઘા અને રોહન શું સત્ય છુપાવી રહ્યાં હતાં..??જેડી અને મેઘાને બતાવેલાં ફોટો નું રહસ્ય શું હતું??દામુ સાથે શું થયું હતું..??પૂજા એ ચોરેલાં એ આભૂષણો આખરે કોની જોડે હતાં..??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ નોવેલ હવે પોતાનાં અંત ભણી આગળ વધી રહી છે..હોરર લખવાની સાથે સસ્પેન્સ નો મસાલો એડ કરવાનો આ મારો પ્રથમ અનુભવ આ હદે સફળ રહેશે એની આશા નહોતી.આવી જ અન્ય નોવેલ જેનું નામ શક્યવત Mr.shadow:ભયની દુનિયા હોઈ શકે છે.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ