કાવ્યો..... - કાવ્યો મનની... Nisha Sindha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાવ્યો..... - કાવ્યો મનની...

      ******

    પ્રેમનો પડછાયો ક્યાંક ઘવાયો ક્યાંક અહીં ત્યાં છુપાયો...
    જાદુગર બની ક્યાંક લપાયો તો ક્યાંક સંતાયો...
   
    ચાહત બની મહેક્યો તો ક્યાંક રાહત બની એ ચહેકયો...
   રાતના એ અંધારે તો સાંજનાં આછા પ્રકાશે ઓલવાણો...

   ઘાયલ પક્ષીની જેમ એ તરફડ્યો તો ક્યાંક પટકાયો...
   વધુ વેદનાથી એ પાછો ક્યાંક આશાહીન થયો...

  ******
    સરળ અને આ અતિ ગહન તારી આ અદા 

     વિચારોમાં ક્યાંક ખોવી દેતી મુજ...

    કેદી તો કયારેક આઝાદ બનાવી દેતી તારી અદા...
    જુકેલી તારી આ આંખોમાં સમાવતી...

    કયારેક ચંચળ તો કયારેક નટખટ સી અદા...
    ભોલી બનાવી  ક્યારેક સઘળું ભુલવતી...

    કયારેક ઠરેલ તો ક્યારેક કઠોર તારી અદા...
     મોજ કરાવે તો ક્યારેક શાંત કરી દેતી...
   

     ******

    સોનેરી આ સપનાઓને આજે સવારી દીધા..

     રૂપકેરી રૂપનાં અંબાર સમા એ કરી દીધા..

     સંજોયેલ એ સપનાં આજ પુરા કરી દીધા..
     શાંત મન ખુશીની ચહેકથી મહેકાવી દીધું...

    તૃપ્તિ એની આજ ચારચાંદ લગાવી દીધા..
    ખ્યાલોમાં ખોવયેલ મનને શાતા મળી ગઈ..

    ખુશીઓથી તૃપ્ત મન નૃત્ય સમુ બનાવી દીધું..
    તનબદન તરોતાજા ખુશ્બુ સમ બનાવી દીધું.

  ******

  તારી આ બાહોમાં હું આજે સમાય ગઈ...
   ને અહીં ની અહીં જ રહી ગઈ...

   મેં તને મારામાં સમાવી દીધી...
   ને હદયે તને અતિ જોરે જકડી દીધી...

    તને હું મારી નજરો માં કેદ કરી લઈશ...
    ને કોઈ પણ હાલે તને મુક્તિ નહીં આપું ...

    તારી નજરોનો કેદી હું બસ બની રહુ...
    આંખનો પલકારો હું બસ બની રહું....
   
    મીઠી મીઠી આપણી આ વાતો...
    પ્રેમને જગાવી રાખતી...

  ******

કાલ થશે જેમ રોજ થાય...

મિનિટો વધશે ધબકારા ની જેમ..

નીકળશે મનને ખૂણે થી એ વાતો....

ધરા ને સાક્ષી બનાવશું..

વ્હાલરૂપી બનીશું એ હું સમજાવું...

લખી છે તારે માટે આ એક વાત એ હું તને બતાવું....

  ******

    ખુશીઓને સંકેલવામાં ક્યાંક હું સંકેલાય...
    તૂટ્યું વળીને ક્યાંક રખાય...
    ઢગલો બની ક્યાંક એકઠી કરાય...
    સમેટાય ક્યાંક તો ઉલેચાય ને ક્યાંક ફેંકાય...
    સંભરાય ક્યાંક ભુલાય....
    વર્ષાનાં અતિ જોરે ક્યાંક રેલાય...
    ધોમધખતા તાપે અંતે સુકાય...

  ******

       ખળ ખળ વહેતુ આ ઝરણું....

       લાવ્યું તું કઈ મેં દીઠું...

       એની આગોશમાં દીઠું તું એક સપનું..

       જે મેં જોયું તું! એ કઈ નીરખતા...

       એ પડબિડયું ખોલતા દીઠું....

       પ્રેમની વર્ષા નું જ કઈ લખ્યું તું....

       સવારનો સંદેશો કઈ લાવ્યું તું.....

    ******
   વકત કો આજે મેને યહી રોક દિયા...
    તુજે મેને યહી રોક લિયા...

    તેરી સાંસે તેજ હોતી ગયી...
    તેરે બદન કી વહી ખુશ્બૂ આજ ભી છું ગઈ...

     હવા ને ભી આજ રુખસદ કી...
     મિલન કી ઘડી મેં જાન લગા દિ...

     તેરે સુલજે બાલ ઉલજને લગે...
     ઔર સાંસે  ઔર તેજ હોને લગી...
 
     ધડકન ઔર તેજી સે જેસે બઢને લગી...
     હોઠ કાપ ઉઠે ઔર બદન ઠંડા હોને લગા...

     મેરે બદનસે તેરી વહી ખુશબૂ આને લગી...
     યુંહી હમ મિલતે રહે મિલન કી ઘડી આતી રહે...

  ******

     સાથ તને મારો અને મને તારો મળતો રહે...
     રેશમ માં રંગ ઘુલતો રહે તેમ...
     ગાતા રહીયે એમ આપણે આંખો મળે જેમ...
     માલા મોતીની શોભે એમ...
     પાગલ પ્રેમી જેમ પ્રેમ માં ડૂબે એમ...
     સારેગામાપા...પાધરેગામાં
     ગારે મન મુજમેં સમા જા તું...

    ******
     ગુનાહ તું આજે એક કરી જ લે....
     મન ભરી તું જીવી જ લે...

     ડર ને તું આજ છોડી દે..
     એક વાર બસ એક વાર મળી જ લે...

     પ્રેમિકાનું એ ઓઢણ તું ઓઢી જ લે...
     આ સપનું તું આજે જીવી લે...

     ઘડી ને તું આજ ભૂલી જા...
     સાંજ ને તું બસ માણી જ લે...
 
     રોકવાની તું મન ને એમ કોશિશ નાં કર...
     મન ભરી તું આજ વર્ષી જ લે...

     ગુનાહ તું આજે એક કરી જ લે..

                    ******

દામ્પત્ય જીવનનો આપણો આજનો  મધુર દિવસ...
મિલનનાં આપણા એ દિવસની સમી સાંજે...
નીલગગનમાં તારા ટમકી રહ્યા હતાં....
પ્રણવનો નાદ થઈ રહ્યો હતો....
       શરણાઈનાં સુર અને તાલનાં અવાજ ની સાથે આપણે
       પ્રભુતામાં પગલાં પડ્યા હતાં આજનો આ મંગલકારી
        દિનને શુભ બનાવનાર એ દાતારને હું મસ્તક નમાવું છું. આ જન્મે ને સાત જન્મોનો સાથ બની રહે...  

      ******

પરોઢિયે દીઠુ એક સપનું..
માર્ગે તસવીરો દેખાણી...
સવારની એ તસ્વીરમાં હું પહોંચી ગઈ...
નદી કિનારે જઈ ચઢી....
ખજૂરીનાં એ થડો માંથી દેખાયો એ ચંદ્રમાં...
રૂપથી એના આંખો અનજાણી...
કેમ કરી શબ્દોમાં એ સમજાવું...
એ વાત મને સમજાણી...
આંખોની એ રમણીયતા એ એહસાસ થી બસ કહેવાની..
શુભ પ્રભાત....

******