સત્ય ઘટના... Nisha Sindha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય ઘટના...

        
         વેકેશનમાં રહેવા અમે ગામ જતા મજા આવતી ત્યાં બધા ભેગા થતા.
    
          આજે આ કાકીનું મોં એમ લાલચોળ કેમ થયું હશે એ બધા જોઈ રહ્યા.

         ને કાકાની આંખો પણ લાલચોળ લાગતી હતી. કઈ થયું જ હશે એમ બધાએ તર્ક લગાવ્યો.

        હાંફળી ફાંફળી કાકી રસોડામાં જઈ ચા બનાવી લાવી કાકાને આપી.ને પોતે પીધી.

      હજી કોઈ પૂછસે એ પહેલા સુઈ ગયાં ને આ બાજુ કાકા પણ જ્યાં બેઠાં હતાં ત્યાં જ સુઈ ગયાં.
   
     ઘરના બધા ઉઠે ત્યારે વાત કરશે એમ વિચાર્યું કદાચ થાકી ગયાં હશે એટલે સુઈ ગયાં.

       સમી સાંજની વેળા હતી.શિયાળામાં એમેય રાત વહેલી થાય. 
   
       કાકી ને બહાર ગામ જવુ હોય જલ્દી જલ્દી તૈયાર થવા મંડ્યા.
     
     "એય સાંભળો છો કેટલું છાપું વાંચશો જાણે મોઢે કરતાં હોય 9 વાગ્યે પહોંચવાનું હતું 10 વગાડ્યા" કાકી એ કાકા ને છણકા થી કહ્યું,
     
     હા ખબર છે... પિયર જવુ છે એટલે સમજ્યો..હા ચાલો બહાર ઊભી છું અંધારું તો જુવો.

       "તું જો આ બસ આવ્યો" બોલતા કાકાએ બાઈક ચલાવી. પાછળ કાકી બેઠાં અંધારું વધુ હતું ને ગામડે થી બીજા ગામડા નું અંતર સાઈઠેક કિલોમીટર હશે.

        કાકી એ બોલવાનું ચાલુ કર્યું કેટલું અંધારું છે હું તો ક્યારની કેહતી હતી ઉતાવળ કરે એ બીજા. હા તું બોલ્યા જ કર તારે વરી આંખે દેખાતું તું તો છે નઈ. સવાર નું પેપર સવારે કેમ ના વાચ્યું ને જવાનાં ટાઈમે લઈ ને બેસી ગયાં.કાકી એ વાતો ચાલુ જ રાખી.

       રસ્તામાં એક બે સ્મશાન આવતા હોય.કાકી બોલ્યા "ગાડી જરાક ચલાવજો સ્મશાન આવે છે.  તો  શું થયું કાકાએ કહ્યું તુંય એક દિવસ અહીં જ આવાની છો"

    "  તો એની તૈયારી આજ થી કરું? "

      ને કાકી એ મડદું બરતું જોય ડરવા લાગ્યા."ઓ સાંભળો છો પેલપા મોઢું ના કરતાં"કાકી ના અવાજ માં ડર દેખાતો હતો.હા ખબર છે.

     અંધારું વધતુ હતું બળતી આગ સિવાય કાંઈ દેખાતું નોતું.  રસ્તો સુમસામ હતો. આગની જ્વાળા ઉપરને ઉપર જતી હતી.ને ધુમાડા ના ગોટે ગોટા ઉડતા હતાં.

    પિયર લઈ જવા માટે કાકીએ ટોસ્ટ બિસ્કિટનું પેકેટ રસ્તે આવતી ચા ની લારીએ થી લીધું હતું.કાપડની થેલી માં મૂકેલું હતું.

     કાકા ગાડીની ઝડપ જેમ વધારે તેમ ગાડી ધીમી જાય.કાકી એ હાથનો ઠોહો મારતા કહ્યું. "સુ કરો છો જોતા નથી પેલું બરે છે." 

     પણ ગાડી આપોઆપ ધીમી થાય છે હું કઈ નથી કરતો.
કાકા પણ જાણે ડરવા લાગ્યા હોય એમ લાગ્યું.

    કાકીએ હનુમાન ચાલીશા બોલવા માંડી પણ એ ય ભૂલતા હોય એમ લાગવા માંડ્યું.

     ડર માં ઉમેરો થયો હોય એમ ગાડી ધીમે ધીમે ચાલવા લાગી એનું વીલ અચાનક ફરી ગયું.

     ઓહો ક્યાં જાવ છો તમે ઓઓઓઓ હું નથી આ ગાડી એની મેળે જ ચાલે છે.

     કાકા હવે રીતસરનું રડવા લાગ્યાં. "બસ છાના મુના રિયો ડરશો માં" જે થાય એ થવા દયો મોં બંધ રાખજો.
કાકીએ ઠાવકાઇ થી કહ્યું.

      ગાડી સીધી જ્યાં બરતું હતું ત્યાં જઈને ઊભી રહી સુ થતું હતું ને સુ થશે એ ખબર પડતી નહતી.

     પણ કારણ સુ હશે આમ અચાનક જ...

     એવામાં બિસ્કિટનું પાકીટ હાથ માંથી જાણે ખેંચાતુ હતું એમ લાગ્યું.કાકી બધું સમજી ગયાં હોય એમ જોર થી બરતું હતું તેમાં નાખ્યું ને કાકી ને હદયે ભાર હળવો થયો હોય એમ લાગ્યું કાકાની સામું જોઈ ઈશારા થી એમને ગાડી ચલાવા કહ્યું.

     આટલી વાત કરતાં કરતાં એમના હાથ કાપવા મંડ્યા આજેય કાકી જ્યારેય એ વાત યાદ કરે ત્યારે ડરનો એજ ભાવ ચહેરા પર આવી જાય...


                  અસ્તુ.....



        ( 2 )   દીકરા પાછો આવિશ ને??? 

   
      
       ધરમપુર નજીક વાંસદા ગામ નું બોર્ડ આવે.
શિરડી જતા ચાર રસ્તા પર લીલા રંગનું મોટુ બોર્ડ ત્યાં નજીક જ વાંસદા.
     લગ્ન વારુ ઘર હતું હજુ અઠવાડિયું બાકી હતું.એટલે મેહમાન આવા ના બાકી હતાં. 

     ભાઈ કોઈ  ઉતાવળ માં હતાં ક્યાંક જવાની ઉતાવળ હતી. શીલા એ રસોડા માંથી બૂમ પાડતા કહ્યું સાચવી ને જજો. વેહલા આવજો.

    હજુ ગયો નથી ને આવવાની ક્યાં કરે ભાઈએ બુટ પહેરતા પહેરતા  કહ્યું.

    "એ ય સાંભળો છો"   લે, હજુ કેટલું સંભળાવવનું બાકી છે આજના પૂરતું જ કે ને થોડું કાલ ને માટે બાકી રાખને" ભાઈએ હસતા હસતા કહ્યું.

     "જુવો અઠવાડિયા પછી ઘરમાં લગ્ન છે" માંડવા મુહર્ત ની પીઠીની, ગરબા ની, જાનની, લગ્નની સારી લેવાની છે સુરત કયારે જસુ?"બેન એક કામ તો પતવા દે ભાઈએ કહ્યું" 

     એટલામાં ટીકુ રમતા રમતા સાંભળી ગયો ને કહેવા લાગ્યો મમ્મી.... પપ્પા એ તને બહેન કીધું તો હું તને ફઈબા કહું કે પપ્પા ને મામાં..???

      હાહાહા... ત્રેણય હસ્યાં ભાઈ ટ્રાન્સપોર્ટ નું કામ કરતાં  ઘરની બહાર વધુ રહેતા માટે ક્યાં જતા કે સુ કરતાં કયારેય કોઈએ પૂછેલું નહીં...

        રોજની જેમ ભાઈ આજેય નીકળ્યાં ગાડી બહાર કાઢી મુખ પર હાસ્ય ને આંખો પત્ની તરફ કરી નજર મેળવી નીકળ્યાં...

       ગાડીમાં ફૂલ જોર માં ગીતો સાંભળતા નવસારી તરફ ગાડી હાંકી...

       પણ કયારેય ન વિચારેલું થશે એ થશે એવું કઈ મનમાં નહતું...

    ખારેલ ચોકડી આવી પાન ખાવાની આદત હોય ગાડી વડ ના ઝાડ નીચે ઉભેલ ગલ્લે ઊભી રાખી ભાઈ સોપારી વારુ એક પાન બનાવ ને એક પારસલ કરી દે...

      જી હમણાં જ બનાવું... 

    પાન ખાય ભાઈ ગાડી માં બેઠાં ચાવી મારી ગાડી શરૂ કરી. ને ગીત ચાલુ થયાં ગાડી શરૂ કરી નીકળ્યાં.

    અચાનક જ ભાઈ ની નજર ગાડી ના કાચ પર પડી.
પગ નીચે થી જમીન સરકી..
  
    ઘરડું જોડું બેઠું હતું.. ડોસી ની ઉંમર વધુ હતું ને એ કાકાની પણ એટલી જ..

    ભાઈ ચૂપ જ રહ્યા. વિચાર્યું કે આ લોકો ક્યાં થી બેઠાં હશે ને ક્યાં જવું હશે પણ કઈ પણ પૂછ્યા વગર ચુપચાપ બેસી રહ્યા...

    "ડોસીમાં એ મનની  વાત જાણે સાંભળી લીધી હોય એમ બેટા પાનના ગલ્લે અમે ઉભા હતા અહીં થોડેક જ આગળ ઉતરવું છે પુલ આવે એટલે ઊભી રાખજે.."

      ડોસીમાં એ વાત ચાલુ કરી.. " બેટા ઘરે બધું બરાબર છે ને શીલા ને ટીકુ મજામાં ને?

      આ માજી ને બધું કેવી રીતે ખબર હશે પણ ચૂપ રહ્યા પણ મનથી ડરી ગયાં એ ભાવ જરાય મુખ પર આવા ના દીધો.. 

     "પપ્પા ની તબિયત સારી છે ને?" માજી એ પૂછ્યું...ભાઈ ને મન ધ્રાસ્કો પડ્યો આ માજી બધું કેવી રીતે જાણે છે ગાડી ફૂલ ઝડપે ભાઈ એ હાંકી...

       બેટા પાછો આ ખારેલ પાસે થી જ આવજે.  અમે તને પાછા મળશું...

    બરોબર પુલ નજીક ગાડી ઊભી રાખી કાચ માં જોયું ને પેટમાં ફાળ પડી એ બન્ને ગાયબ હતાં..

    કોણ હશે?? કદાચ... 

     કઈ પણ વિચાર્યા વગર હનુમાન ચાલીસા વગાડી ગાડી કામ પતાવ્યા વગર જ બીજા કોઈ રસ્તે ડબલ ઝડપે વાંસદા બાજુ હાંકી...

      શીલા વિચારમાં પડી આટલા જલ્દી કેમ આવ્યા હશે..

ભાઈ ને પાણી આપ્યું... 

     ઓ સાંભળો છો, શીલા એ કહ્યું પણ વાત જાણે હવા માં જ ગુંજતી રહી ને ભાઈ પોતાના રૂમ માં જતા રહ્યા...

     શીલા એ વિચાર્યું કદાચ થાક્યા હશે ઉઠે એટલે વાત કરીશ...
   
      ત્રણ ચાર કલાક રૂમ માં રહ્યા બાદ લાલ ચોળ આંખે એ બહાર આવ્યા...

   શું થયું??  

     શીલા એ પૂછ્યું....

    ભાઈએ રસ્તા ની વાત કરી પોતે જરાય પણ વાત નહી કરી પણ આ અનુભવ અજીબ હતો શીલા...

    શીલા ચૂપ રહી કઈ પૂછીશ તો એ વધુ ડરશે માટે સાંજે મંદિરે લઈ જસો??? 

    મમ્મી ની કઈ માનતા હતી...
   
     સારુ.... ભાઈએ જવાબ આપ્યો...

   પરિસ્થિતિ હાલ પૂરતી બરાબર હતી...

  પણ ભાઈ હવે ક્યારેય ખારેલ રસ્તે થી નથી જતા ને ક્યારેય એ બનેલી વાત ને કોઈ ને કહેતા નથી..

      મનમાં એ વાત હંમેશા ને માટે રહી ગય...

      પણ એ જ વર્ષ થી ભાઈ ની કમાણી સારી થઈ...
હતાં...

    સવાલ એમનેમ જ રહી ગયાં....


             ....  અસ્તુ....