Premni paribhasha - 9 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - ૯. ગરવો ગીરનાર


    “ ખુબ નસીબદાર લોકો ને જ આવો મીત્ર મળે . ડી નુ હૃદય શાંત થાય તે માટે તે પોતાના હૃદય પર વજ્રપાત કરવા જઈ રહ્યો હતો . ડી તો કદાચ ભવીષ્ય મા એ જાણી પણ લે કે તે માત્ર વહેમ પાળી રહ્યો હતો , તો પછી તેના માટે રુદ્ર એ તેના સૌથી મોટા ભય તરફ અગ્રસર થવાની શી જરુર હતી ? મારી સમજ મા નથી આવતુ કે આટલા સમય સુધી અંદર સંઘરી રાખેલી અને વારંવાર સામે આવેલી એ કડવી યાદ નો એકાએક ત્યા જઈને સામનો કરવો શુ યોગ્ય હતો ? તેના બે પરીણામો આવી શકે , રુદ્ર તેના પર રહેલા કાયમી બોઝ થી મુક્ત થાય અથવા સંપુર્ણ પણે ભાંગી પડે . મારા માનવા મુજબ તેને શાંતી મળવા ની સંભાવના ખુબ ઓછી હતી , અને તેના ઘાવ પર આગ લાગવાની સંભાવના ખુબ વધારે હતી . તમારે તેને રોકવો જોઇએ . તમે કોઈએ પ્રયાસ કર્યો ? “ કાવ્યા ના શબ્દો મા વ્યાકુળતા સ્પષ્ટ જણાઈ આવતી હતી

    “ રુદ્ર નો જવાબ સાંભળતા ની સાથે જ ડી એ કહ્યુ કે તે જ ક્ષણે તે પ્રીયા ને ભુલી ચુક્યો છે હવે તેના માટે જુનાગઢ જવાની કોઈ જરુરીયાત નથી . હુ તેની સામે ખુબ કરગર્યો કે જુનાગઢ જવાની કોઈ જરુર નથી , બાડા એ તો ચોખ્ખી ના જ કહી કે ડી ને સમજવુ હશે કે નહી  આપણે જુનાગઢ જવાની જરુર નથી . અમારૂ ઘણુ સમજાવ્યા છતા હવે રૂદ્ર માનવા તૈયાર ન હતો . તેણે સ્પષ્ટ શબ્દો મા કહ્યુ કે આજે નહી તો કાલે જુનાગઢ તો જવાનુ જ છે તો પછી હાલ શા માટે નહી ? ડી એ કહ્યુ કે ભાઇ પછી જજે તેને બલી નો બકરો શા માટે બનાવી રહ્યો છે ? પણ રુદ્ર હવે કોઈ ની વાત સાંભળવા તૈયાર ન હતો . તેણે અમને સંભળાવી દીધુ કે આપણે જુનાગઢ જઈ રહ્યા છીએ અને અમે કોઈ નહી આવીએ તો તે એકલો જશે . તેણે એકવાર નક્કી કરી લીધુ પછી તેને રોકવો એ ખુબ કઠીન કાર્ય હતુ .

    શરુઆત મા મને એમ લાગ્યુ કે તે તેની જાત ને સંભાળી શકશે ? પણ પછી વીચાર્યુ કે એ માણસ તો તેને એ અપરાધ ની સજા કાયમી આપી જ રહ્યો હતો . પળેપળે એ અપરાધભાવ સાથે જીવી જ રહ્યો હતો . તે એ ઘટના ને પોતાની નજર સમક્ષ જ રાખતો . એ સામનો કરી જ રહ્યો હતો તો જુનાગઢ મા પણ તે તેની જાત ને સાચવી જ લેશે . વિષ પીવાની આદત તો તે અપનાવી જ ચુક્યો હ્તો . હવે તો માત્ર માત્રા મા વધારો કરવાનો હતો . પણ વળી મન કહેતુ કે ઘટના ને યાદ કરવી અને એ સ્થળે જવુ કે જ્યા ખરેખર ઘટના બની હતી આ બન્ને બાબતો મા ખાસ્સુ અંતર છે . પરંતુ હવે બીજો કોઈ વિકલ્પ ન હતો , તે એકલો જાય તેનાથી તો અમે બધા તેની સાથે જઈએ તે વધારે સારુ હતુ .

    બે દીવસ કોલેજ મા રહી ને અમારુ વેકેશન પડતુ હતુ . માટે વેકેશન શરુ થતા જ અમે રુદ્ર ની ગાડી લઈ ને જુનાગઢ જવા માટે નીકળ્યા . ડી , બાડો અને કરણ પાછળ ની સીટ મા બેઠા હતા . હુ ગાડી ચલાવતો હતો અને પુજા મારી બાજુ મા બેસેલી હતી . મે તેને રોકવા ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેની જીદ સામે મારુ ચાલ્યુ નહી અને અમે તેને સાથે લીધી . પુજા મારી સાથે હોવાથી હુ પાછળ વધુ ધ્યાન આપુ તેમ ન હતો  , પરંતુ સમયાંતરે જોઈ લેતો હતો કે પાછળ શુ બની રહ્યુ છે . ડી ધીરે ધીરે પ્રીયા ના વીચારો થી દુર થઈ ને વર્તમાન મા આવી રહ્યો હતો . તે તેના મુળભુત સ્વભાવ મા આવીરહ્યો હતો અન્યથા મારે પાછળ જવુ પડે તેવો મારો વીચાર હતો કારણ કે બાડો એકલો એ બન્ને ને સંભાળી શકે નહી તે હુ જાણતો હતો . પણ ડી ને મોજ મા આવતો જોઈ ને મારી અડધી ચીંતા હળવી બની હતી . મુખ્ય ચીંતા રુદ્ર ની હતી પુરા રસ્તા મા તેણે એક શબ્દ ઉચ્ચાર્યો ન હતો , બસ બારી બહાર જોઈ રહ્યો હતો . તેના મુખમંડળ પર થી તેની ચીંતા નો તાગ કાઢવો અઘરો હતો .

    જુનાગઢ પહોંચતા જ મારી દ્રષ્ટિ રુદ્ર નો તાગ કાઢવા મથી રહી . તેના મુખમંડળ ની શોભા સમાન સ્મીત જતુ રહ્યુ હતુ . તેની આંખો એ પલકવા નુ ઓછુ કરી નાખ્યુ હતુ . તેના પગલા મા તેના હૈયા પર રહેલા વજન ના કારણે આલસ્ય આવ્યુ હતુ . સ્મીત કરવા માટે પણ તેણે ખુબ પ્રયત્નો કરવા પડતા હતા . છતા એવુ લાગી રહ્યુ હતુ કે તે તેની જાત ને સંભાળી લેશે . જુનાગઢ મા અમે એક ગેસ્ટહાઉસ મા ત્રણ રૂમ બૂક કરાવ્યા હતા . રુદ્ર એકલો રહેવા માગતો હતો , અને પુજા મારી સાથે રહેવા માગતી હતી ઘણી મથામણ છતા તે વાત માનવા તૈયાર ન હતી એટલે અમે એક રૂમ , કરણ અને ડી માટે એક તથા રુદ્ર માટે એક રૂમ એમ વ્યવસ્થા કરી . અમને ત્રણેય ને તેને એકલા છોડવાની ઇચ્છા ન હતી પરંતુ તેને સમય આપવો પણ અનીવાર્ય હતો . બાડા એ તેના રૂમ મા એક કેમેરો ગોઠવી દીધો કે જેનાથી અમારે જરુર હોય તો તેને જોઈ શકીએ . તે સાંજે અમે જુનાગઢ દર્શન કરવા માટે નીકળ્યા . તુ ક્યારેય જુનાગઢ જઈ આવી છો ? “
    “ ના જુનાગઢ જવાનુ ક્યારેય બન્યુ નથી . “ અચાનક પુછાયેલા પ્રશ્ન નો કાવ્યા એ ત્વરીત ઉત્તર આપ્યો ..

    “ શુ અદ્ભુત શહેર છે ! તમારા આત્માને શાંતી પહોંચાડે છે અને આંખો ને ઠંડક બક્ષે છે . વૃક્ષો અને પર્વતો ના આડંબર ઓઢી ને પોઢી રહેલી એ નગરી ને જોવા નો આનંદ જ અનેરો હતો . તમને સર્વત્ર  હરીયાળી નુ જ સામ્રાજ્ય જોવા મળે , અને તેમાએ ઉત્તુંગ શીખરો પર તમારી નજર ઠરે અને એ રમણીયતા તમારા આંખો ને પલકાર કરવાનુ ચુકવી દે . કુદરતે જુનાગઢ ને અપ્રતીમ સૌન્દર્ય બક્ષ્યુ છે . અને તેથી પણ વિશેષ ત્યા ના માનવો એ સાહસ અને શૌર્ય થી એ ભુમી ને પાવન કરી છે તેમણે રક્ત ના સીંચન થી જુઆગઢ ને ઉભુ કર્યુ હતુ . એ શૌર્યકથાઓ પણ ગીરનાર ના પર્વત સમાન ઇતીહાસ મા અમર બની ચુકી છે . એ રસ્તાઓ પર ક્યારેક નવઘણ અને ખેંગાર ચાલ્યા હશે . એ રસ્તાઓ મા રાણકદેવડી ની ચરણરજ પણ ક્યાંક સમાયેલી હશે . જયસિંહ ના સૈન્ય સામે ઝુંકાવતા ખેંગાર ના યોદ્ધા ઓ નુ રક્ત એ જમીન પર પડ્યુ હશે અને સીધ્ધરાજ જીત મેળવી ને એ જ જમીન પર વિજયકુંચ કરી હશે . સંતો એ પાવન કરેલી એ રજે રજ નુ મહાત્મ્ય કઈંક અનેરુ હશે . ત્યાંના પ્રત્યેક સ્થળે આસ્થા , શ્રધ્ધા , ઇતીહાસ , શૌર્ય , અને પ્રકૃતી ના અદ્વીતીય અંસો સમાયેલા છે . સાધુ ઓ ના સાથ , ઇતીહાસ ની યાદ અને આધુનીક જીવન ની સાથે પ્રક્ર્તી નો સાથ એ જુનાગઢ ની અગાધ રમણીયતા ના અંગો છે . એકવાર નીહાળ્યા પછી વાર્ંવાર એ સ્થળ તમને તેના તરફ ખેંચે છે . જુનાગઢ ને માણવુ એ એક અદ્વિતીય લ્હાવો છે ,એ લ્હાવો જીવન ના અંત સુધી યાદ રહે છે .

    બીજે દીવસે સવારે વહેલા ઉઠી ને અમારો ગીરનાર ચડવાનો ઇરાદો હતો પણ મારી સિવાય કોઈ વહેલુ ઉઠવાનુ ન હતુ . બધા કુંભકર્ણ ના માસીયાઇ ભાઈ ઓ થાય અને હુ પણ પુજા સાથે હતી એટલે વહેલો ઉઠવાનો હતો . સવારે ઉઠી ને જોયુ તો રુદ્ર કદાચ આખી રાત ઉંઘ્યો નહી હોય એટલે વહેલો તૈયાર થયો હતો અને બાડો ખુબ વહેલા જ ડી ને લઈ કશાક કામ માટે જતો રહ્યો હતો . બધાથી મોડો હુ ઉઠ્યો હતો . હુ પુજા અને રૂદ્ર નાસ્તો કરવા બેસતા હતા ત્યા જ બાડો અને ડી પરત ફર્યા . પણ એ પાછા ફર્યા ત્યારે તેમની સાથે યુવતી પણ આવેલી . બાડાએ અમારો પરીચય કરાવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે અમે હજુ ઘુંટતા  શીખ્યા ન હતા ત્યાર ના ભાઈ એ તો પી.એચ.ડી. કરી નાખેલુ . તે અને અંજલી સમજણા થયા ત્યાર થી એકબીજા ના પ્રેમ મા ગળાડુબ હતા . અંજલી ખુબ જ શાંત અને સમજુ છોકરી હતી તે બાડા ને ખુબ ચાહતી હતી અને તેમની પ્રેમકહાની તો રુદ્ર થી પણ વધારે પુરાણી હતી . બાડા સાથે આટલો સમય વીતાવ્યો તે છતા અમને ખ્યાલ પણ ન આવ્યો . બાડા એ અમને કશુ કહ્યુ જ નહી . પણ હવે એક વાત ચોક્કસ હતી કે જુનાગઢ મા હવે મજા આવવાની હતી , અને અમને ગીરનાર ચડવા નો એટલો ઉત્સાહ હતો કે અમે પણ ત્યારે વધારે કઈ પુછવા ઇચ્છુક ન હતા .

    થોડા સમય બાદ અમે બધા એ ગીરનાર ના પ્રથમ પગથીયે પગ મુક્યો . એ ઉત્તુંગ શીખર સામે નજર પડતા જ માનવ ને કુદરત સામે તેની વામનતા સમજાઈ આવે . ગીરનાર ના પગથીયે પગથીયે રોમાંચ ભરેલો છે અને તમે ચોમાસા ની ઋતુ મા જ્યારે તેના પર ચઢાઇ કરો ત્યારે એ ભેજમય વાતાવરણ ના કારણે અને બાજુ મા રહેલી હરીયાળી ના કારણે ચઢાણ મા સહેજ પણ થાક ની અનુભુતી થતી નથી . ગીરનાર જાણે તમારા દાદાજી ની જેમ તમને આવકારે છે , દુર થી તમને તેની ઉત્કૃષ્ઠતા ના કારણે ડરાવે છે અને તમે જેમ નજીક  જાઓ તેમ પ્રેમ થી શીશુ ની માફક રમાડે છે . જેમ જેમ ઉપર જઈ રહ્યા હતા તેમ તેમ ઉત્સાહ મા ઘટાડો થઈ રહ્યો હતો પણ ત્યા એક પુલ સમાન પગથીયા પાસે ટાઇટેનીક વાળો પોઝ આપવાની ખુબ મજા આવી ડી એ પણ રુદ્ર ની સાથે એ પોઝ મા રહી ને વાતાવરણ મા હાસ્ય નુ મોજુ ફેરવ્યુ . થાક એટલો લાગતો હતો કે અમુક સમ્યે બેસી જવાની ઇચ્છા થઈ આઅવે પણ આગળ ગીરનારે અમારા માટે શુ અદ્ભુતતા બતાવવાની હશે એ વીચાર અમારા પગ મા જોમ પુરતુ હતુ . અંબાજી એ દર્શન કર્યા બાદ થોડો સમય ચાલ્યા પછી એમ થયુ કે હવે બસ આગળ નહી જવાય ત્યા જ ગીરનારે થોડો સમય ઉતરવા ના પગથીયા આપી ને અમને સાથ આપ્યો . અમે જીવન મા કઈ પણ પામવા માટે આટલો પરીશ્રમ કર્યો ન હતો જેટલો ગીરનાર ચઢવા મા કર્યો . પણ જ્યારે ટોચ પર પહોંચ્યા ત્યારે આ શ્રમ ની સાર્થક્તા સમજાઈ . શુ અદ્ભુત દૃશ્ય હતુ . ટોચ પર થી જગત કેવુ વામન લાગતુ હતુ . એ શિખર ની સાથે ઉભેલા બીજા શીખરો અને તેમની વચ્ચે થી ચળાઈ ને આવતા સુર્યકીરણો , માથા ઉપર જ ફરી રહેલા વાદળો અને ઉંચાઈ પર હોવા નો અહેસાસ રોમાચ અવધીઓ તોડી ને અમારા મસ્તિષ્કો ને ચકરાવો મારવા મજબુર કરી રહ્યા . ત્યા અમારા માટે સમય સ્થીર થયો હોય તેવુ લાગ્યુ . ત્યાથી નીચે ઉતરવાની પણ ઇચ્છા થઈ આવે નહી . એ આનંદ ને પાછળ છોડી અને ગુરુ દતાત્રેય ના દર્શન કરી અમે નીચે ઉતરવા તત્પર બન્યા . શરુઆત મા તો ઉતરવુ સરળ લાગ્યુ પણ ચઢાઇ સમયે જે ઉતરવાનુ આવ્યુ હતુ તે આ વખતે ચઢવાનુ થયુ અને તે પણ પુજા ને ગોદ મા તેડી ને . તે થાકી ચુકી હતી અને હવે તે ચઢાણ કરી શકે તેમ ન હતી એટલે મારે તેનો વજન પણ ઉઠાવવા નો થયો . એ પ્રેમાળ ક્ષણો નો આનંદ માણવા અંજલી એ પણ આગ્રહ ક્ર્યો અને ડી એ પણ રુદ્ર ને કહ્યુ કે હવે તેનો શુ વાંક . એ દૃશ્ય હજુ સ્મરણ મા છે . પુજા ના સ્વાસોચ્છવાસે અને એ પ્રેમાળ ક્ષણો એ મારો થાક સહેજ્વાર માટે દુર કર્યો હતો અને બાજુમા કરણ ની પણ સ્થીતી એવી જ હશે પણ હાલત રુદ્ર ની ખરાબ થઈ હશે ડી ને તેણે ગોદમા લઈ ને એ ભગીરથ કાર્ય પાર પાડવાનુ હતુ .

    નીચે ઉતરતા ની સાથે જ થાકે અમને સૌને ઝકડી લીધા જ્યા સુધી ગીરનાર ની ગોદ મા હતા ત્યા સુધી અમારા શરીર થાક્યા હતા હવે એ બધો થાક મગજ સુધી પહોંચ્યો હતો . રૂમ પર જઈ ને બધા સુઈ ગયા . બપોર નુ ભોજન લેવા ની પણ કોઈ ને ઇચ્છા ન હતી . આ બધા મા રુદ્ર થોડો શાંત લાગી રહ્યો હતો પણ . શાંત પાણી ખુબ ઉંડા હોય છે તેમ તેના મન નો તાગ કાઢવો અશક્ય હતુ . અને એ અમારી સમજ મા જ આવી રહ્યો ન હતો ઓ પછી તેને ખુશ કરવો કઈ રીતે શક્ય બને . હજુ અમારે જુનાગઢ મા ઘણુ જોવુ હતુ છતા અમે નક્કી કર્યુ કે બસ હવે અહીથી નીકળીએ . અંજલી એ કહ્યુ કે અહીયા થી જવા કરતા તૃષા ને જ અહી આમંત્રીત કરીએ તો કેવુ સારુ ? પણ અમારા માથી કોઈ તેને એમ કહેવાની હિંમત કરી શકીએ એમ ન હતા કે અમે રૂદ્રને જુનાગઢ લઈને આવ્યા છીએ . હવે રુદ્ર પાસે જ તેને ફોન કરાવવા નો હતો . એ જવાબદારી અંજલી એ તેના શીરે લીધી .

    રુદ્ર ને બરાબર ઉંઘ આવી ન હતી . એટલે રાતે તે જમી ને આરામ કરવા ની ઇચ્છા ધરાવતો હતો . છતા અમે તેને સભા ભરી ને તેમા બેસાર્યો . ઘણી ચર્ચા ઓ કર્યા બાદ અંજલી એ રુદ્ર ને પુછ્યુ , “ ભાઇ ! તો તમને શુ લાગી રહ્યુ છે મારા અને કરણ વિશે ? “ તેમના વચ્ચે ચર્ચા નો સેતુ અંજલી એ સર્જ્યો હતો હવે ત્યાથી ચર્ચાને તૃષા તરફ વાળવાની હતી .

    “ તમને શુ લાગે છે ? “

    “ મને તો અમારા બન્ને વચ્ચે પ્રેમ હોય તેવુ જણાય છે પરંતુ અમુક સમયે આકર્ષણ અક્કલ ને ઓગાળી નાખે છે . અને આ સમયે પોતાના થી વધારે સાચુ બીજા નુ મંતવ્ય મહત્વનુ હોય છે . અને તમે કરણ ના ખાસ મીત્ર નુ મંતવ્ય મળે તેનાથી વિશેષ બીજુ શુ હોઈ શકે ? તમારા મીત્ર ની પસંદગી તમને યોગ્ય લાગે છે ? “

    “ દરેક વસ્તુ ને જોવાની દરેક માણસ ની નજર અલગ હોય છે . જેવી રીતે તમે તમારા બન્ને વચ્ચે પ્રેમ છે તેવુ જોઈ શકો છો પણ હુ એ ન પણ જોઈ શકુ . મારો અભીપ્રાય તમારા થી અલગ હોય તો તમે શુ કરશો ? “ રુદ્ર ચર્ચા ટાળવા માગતો હતો પરંતુ અંજલી આજે તેનુ કાર્ય પુરુ કરવાની જ હતી .

    “ તો હુ વધારે પ્રેમ આપવા પ્રયત્ન કરી કરીશ . તમારુ મંતવ્ય એટલુ મહત્વ નુ નથી કે હુ અટકી જઉ પરંતુ એટલુ મહત્વનુ ચોક્કસ છે કે મારી વીચારસરણી મા થોડી તબદીલી લાવી શકુ . “

    “ પ્રેમ ક્યારેય વધારે કે ઓછો હોતો નથી . પણ ધારી લે કે કરણ બીજા કોઈ ના પ્રેમ મા છે , તો તમે શુ કરશો . “    

    “ એ શક્ય જ નથી . મે કરણ ને એટલા પ્રેમ થી તરબોળ કર્યા છે કે હવે તેઓ મારા સીવાય બીજી કોઈ કલ્પના કરી શકે તેમ નથી . અને કદાચ એવુ બને તો મારે એમ માનવુ રહ્યુ કે મારી લાગણી ઓ મા ક્યાંક કચાશ રહી હશે માટે નળ ખોલી ને લાગણી ઓ ના ધોધ ને વધારીશ . મારે તેને પ્રેમ આપવાનો છે અને તે પુષ્કળ માત્રા મા આપી રહી છુ . માટે એવો કોઈ ડર મને સતાવતો નથી . “ અંજલી ના શબ્દો મા રુદ્ર ના શબ્દો નો પડછાયો જોવા મળી રહ્યો . રુદ્ર ના જેવી વીચારસરણી ધરાવતુ પ્રથમ પાત્ર અમારી નજર સામે આવ્યુ .

    “ તમારી અને મારી વીચારસરણી ઘણા અંશે મળતી આવે છે , માટે તમારુ જે મંતવ્ય છે એ જ મારુ હશે . માફ કરજો બે વખત પ્રેમ પર પ્રતીભાવ આપવાનો પ્રયાસ કર્યો છે , હવે મારા મા હિંમત નથી .. અને આ વાતાવરણ મારા મગજ ને બહેરુ બનાવી દે છે અત્યારે હુ શુ બોલી રહ્યો છુ તેનુ હાલ મને ભાન નથી . “

    “ તમે કહી ના શકો પરંતુ મારી સામે પ્રસ્તુત તો કરી શકો ને . તમારા પ્રેમ ને જોઈ ને હુ ઘણુ શીખી શકુ . અને તેના આધારે હુ મારુ મંતવ્ય બાંધી લઈશ “

    “ તો લો હુ તમારી સામે પ્રસ્તુત છુ . “

    અંજલી એ ખુબ સરસ રીતે રુદ્ર ને પોતાની દીશા મા વાળ્યો હતો હવે બસ આખરી દાવ ખેલવા નો બાકી હતો , આ માટે તે તૈયાર જ હતી . “ તમારી પાસે થી તો કરણ શીખી જ રહ્યો છે . મારે તો તમારુ બીજુ પાસુ જોવુ છે . જેના માટે તમારુ હૃદય ધબકી રહ્યુ છે મારે એ ભાગ્યશાળી વ્યક્તી ના દર્શન કરવા છે . તમને બન્ને ને સાથે જોઈ લઈશ એટલે પ્રેમ ની પરીભાષા સમજી લઈશ “

    અંજલી જળ મા આગ લગાવે તેવી હતી . આવી રીતે રુદ્ર ની સામે વાત કરતા મે કોઈ ને જોયુ નથી . રુદ્ર વાત ની શરુઆત થી જ સમજી જતો કે ચર્ચા કઈ તરફ આગળ વધી રહી છે , પણ આ અંજલી ની આવડત હતી કે પછી જુનાગઢ નુ વાતાવરણ જે રુદ્ર ની સમજ બહાર તેને અંજલી ની વાત માનવા મજબુર કરી રહ્યુ હતુ .

    રુદ્ર સ્મીત સાથે કહ્યુ , “ આવી રીતે મને દોરનાર તૃષા સીવાય કોઈ બીજુ મળ્યુ નથી , અને તમે પણ બીજી વાર આવો પ્રયત્ન ના કરતા કારણ કે આ વાતાવરણ ને કારણે તમે મને નહી વાળી શકો . તમારા માટે હુ તૃષા ને અહિયા જ બોલાવી લઈશ .

    પુજા એ રુદ્ર ને વચ્ચે થી અટકાવતા કહ્યુ , “ એ આવી જશે , તમે આમ અચાનક કહો અને એ હાજર થઈ જશે ? અમારી સામે જ તેને ફોન કરી ને અહી બોલાવો . “

    “ ચોક્કસ અત્યારે જ બોલાવી લઉ , પરંતુ ઘણુ મોડુ થઈ ચુક્યુ છે . એ ઉંઘતી હશે . અને અત્યારે હુ તેને કહીશ કે હુ જુનાગઢ મા છુ , તો તે વ્યાકુળ થઈ ને અત્યારે જ નીકળવા પ્રયાસ કરશે . માટે સવારે જ હુ તેને બોલાવી લઈશ . “

    આટલે દુર સુધી ગાડુ ખેંચ્યા બાદ હવે અમે પાછળ વળી શકીએ તેમ ન હતા . વળી સવારે કઈ બને અને રુદ્ર તૃષા ને બોલાવે નહી તો પછી તેને મનાવવો અઘરુ બને માટે હુ તે જોખમ લેવા તૈયાર ન હતો , “ ચાલ હવે ! ગપ્પા મારવાનુ બંધ કર આટલી મોડી રાત્રે નીકળે એવી પાગલ તૃષા લાગતી નથી . માટે ઝડપ થી ફોન કર . “

    જુનાગઢ આવ્યા બાદ પ્રથમ વાર રુદ્ર ના મુખ પર હાસ્ય આવ્યુ , “ આખરે તને પણ પુજા એ કામ પાર પાડતા શીખવી દીધુ . બાકી તુ સીધુ જ બોલી શકે આવુ અટપટુ બોલતા પણ તને આવડી ગયુ ? હવે બસ કર મને ચડાવવા નુ બંધ કર . હુ તારી વાતો થી આહત થઈ ને તારા માનવા મુજબ કઈ કરીશ એવુ તને લાગે છે ?

    તેની પાસે ફોન કરાવવા અમારે ઘણી મહેનત કરવી પડી , આખરે તેની પાસે ફોન કરાવી ને અમે ફોન સ્પીકર પર રખાવ્યો .

    ફોન ઉઠાવતા જ પવન ની લેરખી થી ફફડાટ કરતા પર્ણ ટુટી પડવાના ડર થી જેવો ફફડાટ કરે એવો ફફડાટ તૃષા ના અવાજ મા હતો , “ શુ થયુ ? મજા મા તો છો ને ? કઈ સમસ્યા ? તબીયત ખરાબ છે ? ઉંઘ નથી આવતી ? ખરાબ સ્વપ્ન જોયુ ? ઘરે આવો છો ? કેમ અત્યારે ફોન કર્યો ? કઈ બોલતા કેમ નથી ? “

    “ તુ બોલવા દે તો કઇંક કહુ ને . મને કઈ તકલીફ નથી બસ તને એ કહેવા માટે ફોન કર્યો કે કાલે સવારે જુનાગઢ જવાની ઇચ્છા છે ,,,,,,, “ તે વધુ કઈ બોલે એ પહેલા જ તૃષા બોલી

    “ સરસ , અત્યારે જ નીકળુ છુ , સવાર થતા ભુજ પહોંચી જઈશ . તમારા મીત્રો ને પણ મળી લેવાશે અને ત્યાંથી સાથે જ જુનાગઢ જવા નીકળીશુ . “

    “ તુ મારી વાત પુરી તો થવા દે , હુ અને મારા મીત્રો અહીયા થી નીકળવાના છીએ . તુ પણ સીધી જ જુનાગઢ આવી જજે . “

    “ નહી આપણે સાથે જ નીકળીશુ . તમે પહેલા પહોંચો એ ઝોખમ ........ એક મીનીટ . મગજ ક્યા છોડી દીધુ છે ? કેટલા દીવસ થી જુનાગઢ ગયા છો ? મને કેમ કહ્યુ નહી ? કોણે કહ્યુ ત્યા એકલા જવાનુ ? કઈ જગ્યા એ રોકાયા છો ? હુ હમણા જ નીકળુ છુ . “

    “ ના હુ અહી મીત્રો સાથે જ છુ , મારી ચીંતા કરવાની જરુર નથી હુ ઠીક છુ . કાલે સવારે જ નીકળજે “

    “ ક્યારે નીકળવુ એ તમને કોઈએ પુછ્યુ નથી . હુ હમણા જ નીકળુ છુ , તમારી ભુલ છે ત્યા જતા પહેલા મને જાણ કરવી હતી . હવે ભુલ નુ પરીણામ ભોગવો . ઝડપ થી તમે જે જગ્યા એ રોકાયા છો ત્યા નુ સરનામુ આપો . અને તમને એવી ઇચ્છા હોય કે જુનાગઢ ની સડકો પર ગાડી મા હુ સુઈ રહુ તો તમારી ઇચ્છા બાકી હુ તો હમણા નીકળવા ની જ છુ . “ એ પ્રેમભર્યા ગુસ્સા નો અનુભવ મે પહેલા ક્યારેય કર્યો ન હતો .

    “ અચ્છા એવુ છે એમને . તો એક કામ કર તુ રહેવા દે હુ જ અહીથી રાજકોટ આવવા માટે નીકળુ એટલે સમસ્યા નુ સમાધાન થઈ જાય . તારે કોઈ પ્રકાર ની ચીંતા કરવાની જરૂર નથી . “

    તેના જેવુ બંધન મે પહેલી વાર જોયુ હતુ . તેઓ એકબીજા ને કઈ રીતે સમજાવવા તે બરાબર જાણતા હતા . તેઓ એકબીજા ની ચીંતા ઓ તુરંત જ કળી જતા હતા . અને તે દુર કરવી એ તેમની પ્રાથમીક્તા રહેતી . તૃષા ને રુદ્ર જુનાગઢ મા હતો તેની ચીંતા હતી અને રુદ્ર ને તૃષા મોડી રાતે બહાર નીકળે તેની ચીંતા હતી . જેવુ રુદ્ર નુ વાક્ય પુરુ થયુ એવો જ સામેથી પ્રશ્ન આવ્યો . પરંતુ પ્રશ્ન આ વખતે મારા માટે હતો . “ સૌમ્ય ! રુદ્ર બરાબર છે ?

    મે આ છોકરી ને ડફોળ કહી હતી . જે દુર રહી ને પણ રુદ્ર ની આજુબાજુ બની રહેલ બધુ જાણતી હતી . તે કોઈ આ કહ્યા વીના માત્ર રુદ્ર ના અવાજ પરથી સમજી ગઈ કે તે જુનાગઢ મા છે અને હવે એ પણ જાણતી હતી કે હુ તેની બાજુ મા બેઠો છુ અને બધુ સાંભળી રહ્યો છુ .

    “ હા તે બરાબર છે , તમે આવો ત્યા સુધી તેને સંભાળવાની જવાબદારી મારી છે . “

    “ મને હતુ જ કે તમે તમારા મીત્ર ને એકલા નહી છોડો . તમે જ તેની સ્થીતી જોઈ ને એને પરાણે ફોન કરવાનુ કહ્યુ હશે . બાકી તેઓ તો મને જણાવત જ નહી . તેમને કહી દેજો કે કાલે સવારે હુ નીકળીશ . પહોંચીને તેમને ફોન કરીશ . હવે એમને સુઈ જવાનુ કહો . તેમને ઉંઘ પણ નહી આવી હોય . “ ફોન કાપતા પહેલા પણ તેનો થોડો બબડાટ સંભળાયો .

    અમે કોઈ થોડો સમય કશુ બોલી શક્યા નહી . ઘણીવાર ની શાંતી પછી અંજલી બોલી , “ ઘણા પ્રશ્નો ના ઉત્તર તો તમારી વાતચીત પર થી મળી ગયા . હવે તેને જોઈ ને બધુ સમજાઈ જશે “

    “ હવે બસ નહી . સૌમ્ય એ તમારા બધા સામે મારી ચીંતા વ્યક્ત કરી હશે . એટલે તમારા માથી કોઈ એ તૃષા ને અહી બોલાવવા નુ સુચવ્યુ હશે , બહુ સરસ રીતે તમે તમારુ આયોજન પાર પાડ્યુ . હવે પ્રશ્ન હુ પુછીશ કે તમે કહ્યુ કે તમારે એ ભાગ્યશાળી વ્યક્તિ ને જોવી છે . હવે જણાવો કે કોણ ભાગ્યશાળી છે ? “

    “ તમે બન્ને ભાગ્ય થી પર છો . તમારા જેવા જીવો ની મે કથાઓ સાંભળેલી હકીકત મા લાગણી નુ આવુ એકાત્મ્ય સર્જાઈ શકે તેની કલ્પના પણ ક્યારેય કરી ન હતી . તમારી નસેનસ મા તૃષા અને તેના કણેકણ મા રુદ્ર નો વાસ છે . તમારા શબ્દો પરથી એ સમજી જાય છે કે તમે શુ છુપાવી રહ્યા છો . તમારી પાસે ન હોવા છતા તમારી લાગણીઓ નો પડઘો તેના હૃદય મા પડતો હશે . આ જ પ્રેમ છે , જ્યારે હૃદય એકબીજા સાથે એકાત્મ સાધી લે . “

    “ આભાર ! હુ ખુશ છુ કે બાડા ના જીવન મા તમારા જેવી છોકરી છે . “ એટલુ કહી ને તે સુવા માટે જતો રહ્યો . તેની આ વર્તણુક જ મારા ગુસ્સા મા વધારો કરી રહી હતી . તે પુજા વિશે પણ ક્યારેક આવુ બોલી શકે .

    “ રુદ્ર શા માટે તમારા વિશે વાત કરવાનુ ટાળતો ? “ કાવ્યા પુજા વિશે રુદ્ર ના વીચારો જાણવા માંગતી હતી . કાવ્યા એ કથાના પ્રવાહ ને થોડો વાળવા પ્રયાસ કર્યો .

    “ પરીવર્તન કદાચ તેનુ પહેલુ કારણ હતુ . હુ મારામા પુજા જે પરીવર્તન જોવા ઇચ્છે તે વીચાર્યા વીના તાત્કાલીક કરતો . એ બદલાવ કદાચ મને પસંદ હોય કે નહી માત્ર તેના માટે હુ બદલવા તૈયાર રહેતો . ‘

    “ તો શુ થયુ ? આવી નાની બાબતો થી શો ફરક પડે ? “

    “ રુદ્ર કહેતો કે વર્તણુક મા કોઇ ના કહેવા થી કરેલુ પરીવર્તન વીસંગતતા લાવે છે . તમે વર્તન મા બદલાવ લાવી શકો પણ તમારા વીચારો મા બદલાવ કેવી રીતે લાવશો અને છેવટે વીચાર અને વર્તન વચ્ચે ઘર્ષણ ની શરુઆત થશે . અને બધા પરીવર્તન સારા નથી હોતા , માટે કોઈ ના કહેવાથી વીચાર્યા વીના પરીવર્તન કરવુ યોગ્ય નથી . અને તેણે તમારો સંપુર્ણ પરીચય અને તમારા સ્વભાવ થી પરીચીત થયા બાદ તમે જે છો તેને જ પ્રેમ કર્યો હતો , તો પછી અચાનક એવુ તે શુ થયુ કે તેની પસંદ મા પરીવર્તન આવી ગયુ . હજુ દેખાવ મા પરીવર્તન લાવે તે બાહ્ય પરીવર્તન મા કોઈ વીરોધ નથી પણ વીચારો ને શા માટે બદલવા , અને કદાચ પરીવર્તન ની આવશ્યક્તા હશે તો પરીવર્તન આપોઆપ આવી જશે . તેના માટે પ્રયત્નો કરવા નહી પડે . હુ તેની સાથે સંમત થતો પણ પુજા ની માંગણી સામે જુકી ને ફરી તેની વાત ભુલી જતો “

    “ બસ આટલા માટે જ તે તમારો વીરોધ કરતો ? “

    “ ના હજુ બે ત્રણ કારણો હતા . બીજુ એ કે પુજા ની દરેક જીદ હુ પુરી કરતો હતો . તેની ઇચ્છા ઓ ખુબ વધારે હતી અને તે ઇચ્છા ઓ પુરી કરવા ક્યારેક હુ આનાકાની કરુ તો તે મારાથી નારાજ થઈ ને કે મને ભાવનાઓ ના વહેણ મા વહાવીને તેની વાત મનાવી લેતી . રુદ્ર કહેતો કે દરેક જરુરીયાત માંગ્યા વીના પુરી થવી જોઇએ પણ જીદ ક્યારેય પુરી કરવી જોઇએ નહી . તે કહેતો એટલુ જ પણ તેને એવુ લાગતુ હતુ કે પુજા તેના શોખ પુરા કરવા માટે જ મારી સાથે પ્રેમ કરી રહી હતી પણ ખરેખર એવુ ન હતુ . કોઇક ને શોખ વધારે હોય તો તે પુરા કરવાની જવાબદારી મારી જ હોય . “

    “ હા વાત સાચી છે . જીદ ક્યારેય પુરી કરવી જોઈએ નહી . પછી જ્યારે ખોટી જીદ તમે પુરી કરી શકો નહી ત્યારે સબંધો મા તીરાડ આવે છે . “

    “ આકર્ષણ ત્રીજુ કારણ હતુ . પુજા જ્યારે હાજર હોય ત્યારે હુ બીજુ કશુ વીચારી શક્તો ન હતો . તે હોય ત્યારે તેના સીવાય બીજા ની વાત સુધ્ધા હુ સાંભળતો નહી . મારા મતે તો તે મારા પ્રેમ ની નીશાની હતી . પણ હુ શુ માનુ છુ તેનાથી રુદ્ર ને કશો ફરક પડતો નહી . અમે બન્ને અમારી ઇચ્છા ઓ ને બાંધી શકીએ તેમ ન હતા . અને એ સ્વાભાવીક હતુ . અમે એકબીને રોકી શકતા નહી , “

    “ હા તો એમા રુદ્રને શુ તકલીફ હતી . ઇચ્છા તો દરેક મન મા જન્મે છે ! “

    “ હા ઇચ્છા તો જન્મે જ છે , તેના મન મા પણ ઇચ્છા જન્મતી હતી . પરંતુ તે કહેતો કે દરેક પ્રક્રીયા માટે એક ચોક્કસ સમય હોય છે , અને તરુણ અવસ્થા મા કરેલ ભુલો ભવીષ્ય મા ખુબ નડતર રુપ થાય છે . તે કહેતો સંયમ આપે તે પ્રેમ . “

    “ તેની વાત ખોટી હતી છતા તે સાચો લાગી રહ્યો હતો પણ દરેક વાતે તે સાચો તો ન હોઈ શકે . કદાચ એ સમજાવવા માટે આવુ કહી રહ્યો હશે . તે તેના વીચારો ને મન મા ઠસાવી આપતો . શુ તેને ખોટો પાડવો શક્ય ન હતુ ? “

    “ ના તેને ખોટો પાડવો અશક્ય હતો ડી અને પ્રીયા ના પ્રકરણ મા તેની સલાહ ની ઉપર જઈ ને મે અને બાડા એ ડી ને ભડકાવ્યો હતો જેનુ પરીણામ અમારી સામે હતુ . હુ તેને હંમેશા માન ની નજરે જ નાહાળતો કારણ કે તે અમારા ત્રણ માટે કઈ પણ કરવા તૈયાર હતો . જ્યારે પ્રેમ ની વાત આવે ત્યારે જ અમે વીરોધ મા આવી જતા હતા . પ્રેમ ની સમજ મા તો હુ તેને હરાવી શક્યો નહી . એટલે તેને મારાથી નીચો સાબીત કરવા નો એક જ રસ્તો હતો કે મારી પુજા તેની તૃષા થી વધારે સુંદર હોય . રુદ્ર એ ક્યારેય તૃષા ની સુંદરતા વીશે જણાવ્યુ પણ ન હતુ . અને તેની પાસે ફોટો પણ ન હતો , સુંદર હોય તો ફોટો રાખે ને . મને તેને મળવાની અધીરતા હતી , “

    કાવ્યા તૃષા ને સમજવી માગતી હતી . તે ઉત્કંઠા તી રુદ્ર અને તૃષા ના મીલન ની રાહ જોઈ રહી ...


        નજર ની જરુર નથી મારે

                તને જોવા માટે

        શબ્દો ની જરુર નથી મારે

                તને વર્ણવા માટે

        ઘણા બધા જોયા હશે તે

                તારા આશિક

        પ્રેમવો પડશે મને લાગણી

                મા ડુબવા માટે    

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED