Prem ni paribhasha - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - ૪. મૈત્રી


    સૌમ્ય નુ કથાનક શરુ હતુ . કાવ્યા ખુબ જ ધ્યાન થી દરેકે દરેક શબ્દો સાંભળી રહી હતી .


    “ હોસ્ટેલ મા સૌ પ્રથમ હુ મારા હોસ્ટેલ રેક્ટર ને મળ્યો . તેમનુ નામ અમીતભાઇ હતુ . સ્વાભાવના ખુબ જ રમુજી માણસ . સાક્ષાત ગણપતી જ પૃથ્વી પર સજીવન થયા હોય તેવી તેમની કદકાઠી હતી . તેમને જોઈ ને જ મન એક શાતા થઈ આવતી કે કોઈ પોતીકુ અહીયા છે . તેઓ ઘણા સમય થી અહી હોવાથી કદાચ અમારા બધા ની માનસીક્તા જાણતા હશે એટલે તેમનુ વર્તન જ ખુબ પ્રેમાળ હતુ . તેઓ મોટા ભાઈ ની જેમ જ બધા છાત્રો ને સૌહાદપુર્વક તેમના રુમ મા છોડી ને  બધી પુછ-પરછ કરતા હતા . તેઓ મને મારી રુમ મા છોડવા માટે આવ્યા . મે પુછ્યુ એટલે તેમણે જણવ્યુ કે મારી સાથે બિજા ત્રણ છાત્રો રહેવાના છે . રુમ સરસ હતી . ચાર વ્યક્તીઓ ના રહેવા માટે તેમા પુરતી સગવડ હતી . હુ તેમના બધા ના આવવાની રાહ જોઈ ને બેસી રહ્યો . વધુ સમય રાહ જોવી પડી નહી . મારો પહેલો સંગાથી મારી નજર મા આવ્યો . સિધો સાદો શાંત સ્વભાવ નો , દેખાવે જ ભણેશ્રી લાગતો લાંબો , પાતળો , ચહેરે ઘઉવર્ણો છોકરો મારા ખંડમા પ્રવેશ્યો . તેને જોતા જ હુ તેની સામે પહોંચ્યો , મારા ઉમળકા નો જવાબ એકદમ ઠંડો પ્રત્યુતર મળતા હુ થોડો નીરાશ થયો .


    મે તેને કહ્યુ ,   મારુ નામ સૌમ્ય છે .

    કરણ

    હવે આપણે બે વર્ષ સાથે જ રહીશુ

    હા

    મારા માનવા મુજબ જ એ એકદમ શાંત અને મીતભાષી માણસ હતો . મારા મન મા ગુંગણામણ થવા લાગી કે હજુ કદાચ બીજા બે પણ આની જેવા જ શાંત માણસો આવે તો બે વર્ષ શુ બે દીવસ પણ વિતાવવા અઘરા થઈ પડે . હુ ખુબ વાતોડીયો અને ઉત્સાહી માણસ હતો , કરણ જેવા ઠંડા માણસ સાથે તો હુ ક્યારેય રહી શકુ નહી . મારો સ્વભાવ ત્યારે દરીયા ના મોજા જેમ કિનારે રહેનાર ની ઇચ્છા ની પરવાહ વિના જેમ આવતાની સાથે જ બધા ને ભીંજવી દે તેવો હતો . હુ મુંજાયેલો જ હતો ત્યા જ મારા મુંજવણ નો ઉત્તર મને મળ્યો .

    એક વહોળુ ધસમસતુ આવતુ હતુ અમારી તરફ , બહાર થી જ તેના આવવાનો ખળભળાટ સંભળાતો હતો . જેઓ એ ખળભળાટ મારી સમક્ષ આવ્યો એવો જ મારુ મગજ ને શાંતી થઈ . તે વહોળા ની જેમ જ જંજાવાતી હતો . એક જગ્યાએ અટકી ને ઉભા રહેવુ તેના માટે સૌથી વધુ દુર્ગમ કાર્ય હતુ . તે લહેરાતા પવન ની સમાન ચોતરફ ફરતો નજરે ચડતો હતો . તે ક્યારેક નજીક તો ક્ષણવાર મા દુર ભાસતો હતો બસ આ સીવાય તેની એક જ વધારાની ખાસીયત હતી , વાચાળતા . તે આવતા જ તેનો અનહદ બક્વાસ શરુ થયો જે બે વર્ષ સુધી ક્યારેય અટક્યો જ નહી . તે આવે ને શુ બોલ્યો તે હુ કે કરણ બે માથી એક્પણ સમજી શક્યા નહી , પરંતુ મને તેને જોઈ ને મજા આવી કે હવે આ બે વર્ષ ખુબ આનંદ થી પસાર થશે . તે બન્ને ના ફોટા જોવા છે તમારે ? કાવ્યા ના હા ના પ્રત્યુતર મા સૌમ્ય બહાર જઈ ને તેની દુર ફંગોળાયેલી યાદી ની પોટલી સમાન બેગ લાવ્યો . વર્ષો થી ધુળ ખાતી એ બેગ મા કદાચ સૌમ્ય ની સૌથી મીઠી યાદ સમાન મૈત્રી ભરેલી હશે . તેણે શાંતી થી એ બેગ મા થી બન્ને ના ફોટા બહાર કાઢી કાવ્યા ને બતાવ્યા . કાવ્યા તેમના બન્ને ના ચહેરા જોઈ રહી અદ્દલ સૌમ્ય એ કહ્યુ હતુ તેવા વ્યક્તીત્વ ના સ્વામી . કદાચ સૌમ્ય ના કથાનક થી કાવ્યા એમના વીશે અદલ એવુ જ વીચારી રહી હશે . માટે તેમના વીચાર નુ પ્રતીબીંબ કદાચ તે બન્ને ના ચહેરા ઉપર પડ્યુ હશે . તે બન્ને એક સિક્કા ની બે બાજુ સમાન કાવ્યા ને ભાસ્યા . પહેલો જાણે ચીત્ર મા પણ શરમાઈ રહ્યો હતો અને બિજો જાણે ચીત્ર મા થી જ ચીસો પાડી રહ્યો હતો . કાવ્યા એ ફોટો બાજુ પર રાખી ને સૌમ્ય ને કહ્યુ .

    તો તમે આ બીજા ભાઇ જેવા હતા ? તમે એનુ નામ જણાવ્યુ નહી ?

         હા , હુ ડી જેવો જ હતો એ સમયે . એને અમે ડી કહી ને જ સંબોધતા હતા . તેને તેના નામ થી ખુબ જ ચીડ ચડતી હતી . દીલાવર કહેતા જ તે ભડકી ઉઠતો હતો . તે જબરુ કેરેક્ટર હતો . ક્યારેક મળીશ તો તુ પણ આનંદીત થઈશ . તે માત્ર લુત્ફ જ આપે છે . તેના પાસે હોવા માત્ર થી જ તમારા ચહેરા પર હાસ્ય ફરી વળે છે .

     હા ક્યારેક ચોક્કસ મળીશ તમારા મીત્ર ને . પણ તમારા ત્રીજા રૂમપાર્ટનરનો ફોટો આ થેલામા નથી ?

    હા મારી પાસે તેનો ફોટો હતો પણ ક્યાંક ખોવાઈ ગયો છે . તે ત્યાર સુધી મા મે નીહાળેલા સર્વશ્રેષ્ઠ વ્યક્તીત્વ નો સ્વામી હતો . રૂદ્રના આવતાની સાથે જ અમારી ચોતરફ એક અજબ પ્રકારની શાંતી પ્રસરી વળી . તે શાંત હતો , તેની આંખો ઘેરી હતી , જાણે વર્ષો થી એ આંખો ને આરામ ના મળ્યો હોય . પહેલી વાર હુ તેને મળ્યો ત્યાર ની દરેક પળ મને યાદ છે . તેની આંખો જાણે પળેપળે રડી રહી હતી પણ તેમાથી સ્ફુરતુ તેજ જાણે તમારી આંખો વીંધી ને હૃદય સુધી પહોંચતુ હતુ . તેની આંખો મા જાણે ઋષી ઓ ની તપશ્ચર્યા નુ તેજ સમાયુ હોય તેવુ લાગતુ . અને તેની સૌથી મોટી ખાસીયત તેનુ હૃદય ને લોભાવતુ સ્મીત . એ સ્મીત જાણે અર્જુન ની રમણીયતા હતી જેને જોઈ ને ઉર્વશી સમાન અપ્સરા તેને મોહી પડી હતી . તેમ જ કદાચ રુદ્ર ને જોઈ ને એવી કોઈ કન્યા નહી હોય જે મોહીત ના બને . તે તેના વ્યક્તીત્વ નો જાદુ તેની સામે આવનાર દરેક ઉપર પડતો અનુભવતો હશે . રુદ્ર ! તેનુ નામ મહાદેવ ના સૌથી વધુ ભયંકર સ્વરુપ નુ રખાયુ હતુ . તે તેના નામ મુજબ જ મહાદેવ સમાન ભાસતો . તેને નીહાળી ને કદાચ આત્મા પણ ભય અનુભવતો અને હૃદય શાંતી . તેનો પ્રભાવ બન્ને તરફ પડતો . ચહેરા પર નુ સ્મીત જાણે ઉતુંગ શીખર ને સર કરવાની પ્રેરણા આપતુ અને આંખો નો ભય ડરાવી મારતો . તે બસ શીખર સમાન હતો તેની ઉંચાઈ જોઈ ને ભય થતો અને તેની રમણીયતા નીહાળીને ભય હોવા છતા તેને સર કરવાની ઇચ્છા નીપજતી . સૌમ્ય ની આંખો જાણે રુદ્ર ના સાક્ષાત્કાર કરી રહી હતી અને કાવ્યા પણ રુદ્ર ને નીહાળવાની ઇચ્છાથી તેનુ પ્રતીબીંબ બનાવી રહી હતી . છતા તેની ચકોર નજર સૌમ્ય ના ચહેરા પર આવેલી અણગમા ની રેખાઓ પર પડી .


    અમે ચારેય મળ્યા નો એ પહેલો દીવસ હતો . એકબીજા થી પરીચીત બન્યા બાદ અમે વાતો કરવા લાગ્યા . કરણ કચ્છ ના અંતરીયાળ ગામડા નો હતો . ડી અમદાવાદી અને રુદ્ર રાજકોટ નો હતો . ચારે એકબીજા થી ખુબ જ અલગ હતા . બધા છાત્રો હાજર ના થયા હોવાથી અમારી કોલેજ શરુ થવા ને હજુ એક અઠવાડીયા થી વધારે સમય નીકળી જવાનો હતો . આ સમય અમારા માટે ખુબ ઉપયોગી સાબીત થયો . એક બિજા ને ખુબ નજીક થી જાણવાનો અવસર મળ્યો અને બિજુ અમને ભુજ ની સહેર કરવાનો આનંદ નસીબ થયો . ભુજ એ એક પ્રોઢ સ્ત્રી સમાન જ્ઞાન થી ભરપુર નગરી છે . ત્યા ઐતીહાસીક વારસા ની સાથે સાથે આધુનીક્તા ના અંશો પણ જોવા મળે છે . તે જાણે વારસા ના વૈભવ અને નવા ને અપનાવવા ના ભાવ થી એક અદ્ભુત નગરી બની જતી . આયના મહેલ ની ભવ્યતા અને પ્રાગ મહેલ નુ લાવણ્ય જાણે સમય નુ ભાન ભુલવે . એ ઇમારતો એના સુવર્ણ કાળ મા શુ રમણીયતા પાથરતી હશે તેની કલ્પના પણ કરવી અઘરી બની જતી . ત્યા ઘણો સમય પસાર કર્યો હોવાથી એ સ્થળો ની અદભુતતા જાણે મારા મન મા આજે પણ આરુઢ છે .

    જ્યારે બહાર ફરવા નીકળ્યા ત્યારે જાણવા મળ્યુ કે રુદ્ર તો પૈસાદાર પીતા નો નબીરો હતો , તેની પાસે પુષ્કળ સંપતી હતી . ધનાઢ્ય હોવા છતા તેણે ક્યારેય પણ પૈસા નો દેખાવ કર્યો ના હતો . હોસ્ટેલ મા અમારી સાથે બીજા ત્રીસેક જેટલા છાત્રો રહેતા . પણ અમારા ચારેય પર અમીતભાઇ ના ચારેય હાથ હતા . અમારી ચારે વચ્ચે એક અદ્ભુત બંધન બંધાઈ ચુક્યુ હતુ . અમારી વચ્ચે મૈત્રી જામતી ગઈ . શરુઆત ના દીવસો મા થોડી બેચેની થતી , ઘર ની ઘણી યાદ આવતી પણ સાથે રહેવાથી થોડો ફાયદો થતો . અને કંટાળો ના આવવાનુ બીજુ કારણ ડી હતો . તેની બોલચાલ ક્યારેય બંધ રહેતી નહી તેની જીભ ને કોઈ ને કોઈ વીષય મળી જ રહેતો . કરણ ગમે તેટલો સાચો અને જ્ઞાની ઉત્તર આપે પણ ડી હંમેશા પોતાનો જ કક્કો સાચો ઠરાવતો .


    એ મારા જીવન નો સુવર્ણકાળ હતો . જીવ આપી દે તેવા ત્રણ મીત્રો મળ્યા હતા . બસ માંગુ એટલી જ રાહ હતી . સૌમ્ય ના ચહેરા પર હાસ્ય ફરી વળ્યુ . કાવ્યા જોઈ જ રહી . તે આ પળ ને વીતવા દેવા માંગતી ના હતી . બસ સૌમ્ય તેની સામે જોઈ ને આમજ હસતો રહે .

    તમે તમારા મિત્રો વિશે વાત કરતા જ આટલા આનંદ મા આવો છો .તો આવા સરસ મિત્રો ને મારે જોવા પડશે . તેમની સાથે વિતાવેલી ઘણી ક્ષણો તમને યાદ છે . તમારા માટે ખરેખર તે યાદગાર પ્રસંગો રહ્યા હશે , જે તમારા માનસ પટ પર રુઢ થઈ ને જડાઈ ચુક્યા છે . એ પ્રસંગો એ જીવન કાળ ખરેખર અમૃતતુલ્ય હોવાનો , એ ક્ષણે એમ થઈ આવે કે આ સ્થિતી માહેથી બહાર જ ના નીકળીએ . બસ સમય વહેતો રહે અને આપણે એ જ મીત્રો સાથે આનંદ ની ક્ષણો માણતા રહી એ .

    હા એ અદભુત સમય હતો . ત્યારે ચીત આનંદ થી અભીભુત રહેતુ . મીત્રો સાથે વીતાવેલો એ સમય હૃદય ને આજે પણ શાતા પહોંચાડે છે . કેટલી અદભુત હતી એ દુનીયા . જ્યા કોઈ નો ભય ના હતો . જ્યા કોઈ થી સારુ દેખાવા ની ચીંતા ના હતી . જ્યા ભવિષ્ય ની ચીંતા વર્તમાન જીવન ને પ્રભાવીત કરતી નેહી . ત્યારે પૈસા પાછળ દોટ મુકવાની ન હતી. બસ ક્ષણે ક્ષણ નવો આનંદ માણવાની શીક્ષા આપતુ . એ મીત્રો નો સાથ એ સમય ફરી પાછા ક્યારેય નહી મળે . તેમના જેવા મીત્રો ફરી ક્યારેય નહી મળે

    તેઓ તો હજુ છે જ ને ?

    ના , હુ તેમના થી ખુબ દુર નીકળી ચુક્યો છુ . તેમની પાસે જઈ ને પણ હવે એ વીતેલા દીવસો ને માત્ર વાગોળી શકાય , એ દીવસો ફરી પાછા લાવી શકાય નહી . એ મૈત્રી હવે સમય ની સાથે ધોવાઈ ગઈ છે . દરેક કાળ પુર્ણ થાય છે , એમ મારો પણ સુવર્ણકાળ પુર્ણ થયો છે . હવે તમારે આગળ ની કથા સાંભળવી છે કે પછી ચર્ચા વિચારણા જ કરવી છે .

    હા . સાંભળવી છે પણ તમે મને આટલુ બધુ માન આપવાનુ બંધ કરો . તુ કહી ને બોલાવો તો મને આનંદ આવશે . તમે સંબોધન મા શુ છે કે પોતાનાપણુ નથી .
          તમારી દરેક વાત માનવી એવો કોઈ નીયમ છે ?
          ના , હુ તો પ્રેમ થી કહુ છુ , માનવુ ના માનવુ તમારી ઇચ્છા ની વાત છે . મને આનંદ આવે એટલા માટે તમારે તમારી ઇચ્છા દબાવવી ફરજીયાત નથી .

      તુ તારી દરેક વાત માનવા પર મજબુર કરી દે છે . રુદ્ર કહેતો કે તમારુ પ્રીયપાત્ર તમને તમારુ મસ્તક ધડ થી અલગ કરવાનુ કહે ને તો તમે ચોક્કસ સહેજ પણ ખચકાટ વીના તેવુ કરશો .

    અચ્છા , પણ એવુ કોઈ પ્રીયપાત્ર ક્યારેય કહે જ નહી એ તમારા મીત્ર એ નહોતુ કહ્યુ ? આ સીવાય પ્રેમ વિશે બીજુ શુ કહેતો તમારો મીત્ર ?

    તેના પ્રેમ વિશે ના પરીમાણો ખુબ જ ઉત્કૃષ્ઠ હતા . ત્યા સુધી પહોંચવુ આપણા હાથ ની વાત નથી . તેની આસ પાસ ભટકવુ પણ ખુબ કાઠુ કામ છે

    હશે ! પણ કહો તો ખરા એવા તે શા પરીમાણૉ હતા કે જે આપણી સીમા મા જ નથી ?

    શાંતી થી સાંભળો એટલે બધુ જ આવી જશે . અઠવાડીયુ તો ખુબ આનંદ થી પસાર થયુ અને અંતે સમય આવ્યો કે જ્યારે અમારે અમારી કોલેજ તરફ પદાર્પણ કરવાનુ હતુ . ડી રુમ મા જુના છાત્રો દ્વારા લગાડવા મા આવેલા ફોટા ઓ ને નમન કરી રહ્યો હતો . હુ મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો કે અભ્યાસ સારી રીતે કરાવે એવા અધ્યાપકો હોવા જોઈએ . બધુ પતાવીને અમે પ્રથમ વાર અમારી કોલેજ ની દીશા મા પગલા માંડ્યા .


    કાવ્યા સાંભળી રહી અને તેનુ મન સૌમ્ય ની ઉર્મીઓ ને જીલી ને કલ્પનાચીત્ર બનાવવા ના કામે વળગ્યુ . તે કલ્પના મા વીચરી રહી હતી . તે કદાચ પ્રત્યક્ષ દરેક ને તેની સામે જોઈ રહી હતી . દરેક બનાવો જાણે કોઈ ચલચીત્ર ની જેમ જ તે નીહાળી રહી હતી . તેનુ મન સૌમ્ય ને તેનો સુવર્ણકાળ ભેટ મા ધરવા ઇચ્છુક બન્યુ . તેણે માન્યુ કે તે ભેટ સૌમ્ય ના જીવન ની સૌથી ઉત્કૃષ્ઠ ભેટ હશે , કે પછી હુ જ સૌમ્ય નો સુવર્ણકાળ બની જઉ .    


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED