ઉષા ઉત્થુપ - બાયોગ્રાફી Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

ઉષા ઉત્થુપ - બાયોગ્રાફી

ઉષા ઉત્થુપ: નાઈટ ક્લબથી પોપ ક્વિન સુધીની સફર

નાઈટ ક્લબમાં ગાવાનું આજે પણ સારું માનવામાં આવતું નથી. આજથી ૫૦ વર્ષ પહેલાં તો ક્યાંથી સારું માનવામાં આવતું હોય. એવામાં આ કહાની ૬૦ ના દસકામાં શરુ થઈ હતી. દિલ્લીના એક નાઈટ ક્લબમાં એક છોકરી ગીત ગાઈ રહી હતી. ૨૦-૨૨ વર્ષની તે છોકરી માટે નાઈટ ક્લબમાં ગાવું કોઈ નવી વાત નથી. દિલ્લીથી પહેલાં તે મદ્રાસ અને કલકત્તાના નાઈટ ક્લબમાં પણ ગીત ગાતી હતી. ચટક રંગની સાડી અને મોટી બિંદી લગાવીને ગીત ગાવું એ તેમનીસ્ટાઈલ' હતી. ફિલ્મી નગમા સાથે તે સમયમાં તે છોકરીકાલી તેરી ગુથ તે પરાંદા તેરા લાલનીગાયા કરતી હતી.

તેમના માટે બિન્દાસ થઈને ગીત ગાવું કોઈ મોટી વાત નહોતી. ત્યારે પણ કાંઈ નવું ના થયું હોત જો તે નાઈટ ક્લબમાં નવકેતન ફિલ્મસના યુનિટના અમુક મોટાં લોકો ન આવ્યા હોત. આ સંયોગ જ હતો કે નવકેતન ફિલ્મ્સનું યુનિટહરે રામા હરે કૃષ્ણામાટે કામ કરી રહ્યું હતું. એ ફિલ્મને દેવ આનંદે ડાયરેક્ટ કર્યું હતું. એ ફિલ્મના નિર્માતા અને લેખક પણ દેવ આનંદ જ હતાં. ફિલ્મનું સંગીત આર ડી બર્મન તૈયાર કરી રહ્યા હતાં. ફિલ્મના યુનિટના લોકોએ જ્યારે નાઈટ ક્લબમાં એ છોકરીને ગીત ગાતા સાંભળ્યા ત્યારેઆઈડિયાઆવ્યો કે તેના અવાજને ફિલ્મમાં અજમાવી જોઈએ.

તેમણે તરત જ એ નાઈટ ક્લબની એક સિંગરને ઓફર આપી કે તેમની આગળની ફિલ્મમાં પ્લેબેક સિંગિંગ કરે. એ સિંગર તૈયાર થઈ ગઈ. કદાચ તમે અંદાજો ન લગાડી શક્યા હોય તો કહી દઈએ કે એ ગીત હતું હરે રામા હરે કૃષ્ણા અને એ સિંગર હતી ઉષા ઉત્થુપ. હરે રામા હરે કૃષ્ણાના એ ગીત પહેલાં તેમણે ફિલ્મકભી ધૂપ કભી છાંવમાટે પણ ગાયુ હતું. એ ફિલ્મનું સંગીત દિગ્ગજ સંગીતકાર ચિત્રગુપ્તે તૈયાર કર્યું હતું. પ્રદીપનું લખેલું ગીત હતું- મૈ ભી જલૂ તૂ ભી જલે. પરંતુ ઉષા ઉત્થુપનું અસલી સફરહરે રામા હરે કૃષ્ણાથી જ શરુ થયું.

બાળપણ, યુવાની અને સંગીતની ભૂખ:

બાળપણનો આ શોખ સ્કૂલ પહોંચ્યો. ઉષા ઉત્થુપ સ્કૂલમાં ટેબલ વગાડી-વગાડીને ગીત ગાતી હતી. સાથે જ બાકીના બાળકો પણ ગાતા હતાં. બસ ત્યારથી જ તેમની ગાયકી શરુ થઈ. આ ગાયકીને શરૂઆતમાં નકારવામાં આવી. સ્કૂલમાં મ્યુઝીક ટીચરે શીખડાવવાની ના પાડી. તેમણે કહ્યું તારો અવાજ ગાયકી માટે ફીટ નથી. એક મર્દાના અવાજ સાથે ગાયક બનવાનું સપનું બરાબર નથી. એ સમયે એવું હતું કે જે ઉંમરે ટીચરે બેરુખીથી ના પાડી હતી એ ઉંમરમાં ૧૦૦માંથી ૯૯ બાળકો રડતા રડતા જતાં અને ગાયકીનો ખ્યાલ મગજમાંથી કાઢી નાખતાં. પરંતુ ઉષા ઉત્થુપ ૧૦૦ માંથી ૯૯ લોકોમાંથી ન હતી. તેમણે ટીચરની વાત ના સાંભળી અને ગાતી રહી.

૧૯૬૯માં તેઓ ૨૨ વર્ષના હતાં જ્યારે મદ્રાસમાં તેમણે પહેલી વાર ગીત ગાયું. બહુ જ તાળીઓ વાગી તો થયું કે બસ હવે બીજું કઈ ન જોઈએ. એ અંગ્રેજી ગીત હતું. એ દિવસે ઉષા ઉત્થુપને સમજાઈ ગયું કે કોણ સારું ગાય છે અને કોણ ખરાબ ગાય છે એનાથી વધુ જરૂરી છે કોણ ઓરીજીનલ ગાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને તેમણે બીજા કોઈ પાસેથી પરંપરાગત શીખ્યા વગર સંગીત સફરની શરૂઆત કરી હતી.હરે રામા હરે કૃષ્ણાના લગભગ ૧૦ વર્ષ પછી જીપી સિપ્પી ફિલ્મ બનાવી રહ્યા હતાં- શાન. અમિતાભ બચ્ચન, શશી કપૂર અને શત્રુઘ્ન સિન્હા જેવી હીટ કલાકારો સાથે બનાવેલી એ ફિલ્મમાં સંગીત આર ડી બર્મનનું હતું.

ગાયક બનવાની સફર:

ઉષા ઉત્થુપની ગાયક બનવાની કહાની બહુ દિલચસ્પ છે.

૭ નવેમ્બર, ૧૯૪૭ની વાત છે. મુંબઈના ક્રાઈમ બ્રાંચમાં કામ કરવાવાળા વૈધનાથ સોમેશ્વર સામીના ઘરે એક છોકરીનો જન્મ થયો. ઘરમાં ભાઈ-બહેન પહેલાથી હતાં. મોટો પરિવાર હતો. સમાન્ય મિડલ ક્લાસ પરિવાર. ઘરમાં સંગીત હતું પણ શૌકિયા, આ સંગીતની રેંજ બહુ વિશાળ હતી. બીથોવેન, મોજાર્ટ સાંભળવામાં આવતા હતાં તો ભીમસેન જોશી, બડે ગુલામ અલી ખાન, બેગમ અખ્તર અને કિશોરી અમોનકરને પણ સાંભળવામાં આવતા હતાં.

ઉષા ઉત્થુપની માતા ફક્ત જૂના ગીતો સાંભળતી જ નહતી પરંતુ એટલાં સરસ ગાતી પણ હતી. ઉષા ઉત્થુપ માટે આ નામોનું મહત્વ બહુ વધારે હતું. બાળપણથી જ રેડિયો દ્વારા એક સારો દોસ્ત મળ્યો. એ સમય ઈન્ટરનેટ અને ટીવીનો ન હતો. ઉષા ઉત્થુપ રેડિયો સિલોનની દીવાની હતી. મોટી બહેનો પણ ગીત ગાતી જ હતી. એટલે જ બાળપણથી જ તેઓ દીવાના થયા સંગીતના. સંગીતમાં પણ ગાયકી. રેડિયો ઉપર પણ પોતાના પ્રેમને લઈને ઉષા ઉત્થુપ હજુ એક વાત હંમેશા કહે છે, ‘વિડીયો કેન નેવર કિલ ધ રેડિયોએટલે કે વિડીયો ક્યારેય રેડિયોને સમાપ્ત ના કરી શકે.

આશા ભોંસલે અને લતા મંગેશકરના સમયમાં બનાવી જગ્યા

ફિલ્મ શાનના સંગીતમાં આર ડી બર્મને ઉષા ઉત્થુપને ગીત આપ્યું. ગીત હતું- દોસ્તો સે પ્યાર કિયા, દુશ્મનો સે બદલા લિયા, જો ભી કિયા હમને કિયા...શાન સે. આ ગીતે ઉષા ઉત્થુપને એ પહેચાન આપી જેની તે હકદાર હતી. એ પછી થોડા વર્ષોમાં હરિ ઓમ હરિ, રંબા હો હો સંબા હો, કોઈ યહાં આહા નાચે નાચે, એક દો ચ ચ ચ જેવા ગીતો ઉષા ઉત્થુપને લોકપ્રિયતાની ટોચ ઉપર લઈ ગયા. લતા મંગેશકર અને આશા ભોંસલે જેવી મજબૂત પ્લેબેક સિંગિંગમાં એક અલગ જ પ્રકારના અવાજે પોતાની જગ્યા બનાવી. ઉષા ઉત્થુપ આજે પણ કહે છે આ ગીત તેમના જીવનનું સ્ટેટમેન્ટ છે. જ્યારે તેઓ નાઈટ ક્લબમાં ગાતા હતાં ત્યારથી લઈને આજે કામયાબી મળવા સુધી તેમણે જે પણ કર્યું એ શાનથી કર્યું. તેઓ સામાજિક કાર્યોમાં આ ગીતનો ઉપયોગ મહિલાઓને જાગૃત કરવા માટે કરતા હતાં.

ઉષા ઉત્થુપે આશરે દોઢ ડઝન ભારતીય ભાષાઓમાં ગીત ગાયાં છે, જેમાં બંગાળી, હિન્દી, પંજાબી, કન્નડ, તમિલ, તેલુગૂ, અંગ્રેજી , ડચ, ફ્રેંચ, જર્મન ગીતોનો સમાવેશ થાય છે.તેમણે ફિલ્મોમાં અભિનય કર્યો છે. ભારત સરકારે તેમને ૨૦૧૧માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. આ જ વર્ષે તેમણે સાત ખૂન માફ ફિલ્મમાં ડાર્લિંગ ગીત માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. એ જાણવું પણ દિલચસ્પ છે કે પાકિસ્તાનનું લોકપ્રિય બેન્ડ જુનૂનનું ગીતસૈયોનીપહેલાં ઉષા ઉત્થુપ જ ગાયા કરતા હતાં. આ ગીત માટે તેમને પ્રેક્ષકોનો બહુ પ્રેમ મળતો રહે છે.

કુટુંબ અને સંગીતને એક માળામાં પરોવીને ચાલ્યા

પરિવારના સહયોગ વગર આગળ વધવું સંભવ નથી, લોકો મને પૂછતાં રહેતા હોય છે કે તમારા પતિ તમને મદદ કઈ રીતે કરે છે. તેમણે મારા કરિયરમાં ક્યારેય દખલ નથી કરી, આવી રીતે તેમણે મને સહયોગ આપ્યો છે, હું જ્યાં પણ છું મારા પરિવારના લીધે છું.

ઘણાં એવોર્ડ તો મારા માટે બહુ જ મહત્વના છે, તમે મને એક ફૂલ પણ આપી દો તો પણ એ મારા માટે એ બહુ મોટી વાત છે. કારણ કે એ કામને પહેચાન આપે છે. અને હૂં કામ પ્રત્યે બહુ સમર્પિત રહું છું, નહિ તો હું કોઈ ગોડફાધર કે ગોડમધર વગર આટલા વર્ષો સુધી ટકી ના શકી હોત. આ ભગવાનની કૃપા છે.

LGBT કોમ્યુનિટી અને ઉષાના તે અંગેના વિચારો

ઉષા લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિની નવમી સિઝનમાં કિન્નર ગૌરી સુરેશ સાવંત સાથે નજર આવી હતી. LGBT સમુદાય પ્રતિ તેમનો વિચાર પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે LGBT સમુદાયને હું ઘણા દિવસોથી સપોર્ટ કરું છું અને LGBT માટે મેં ગીત પણ ગાયેલું છે. એવા લોકોથી મારો બહુ નજીકનો સંબંધ છે, કારણ કે મને લાગે છે કે આટલા બધા મેકઅપ આર્ટિસ્ટ, ડાન્સર છે, એમાંથી ઘણાં બધા LGBT સમુદાયના લોકો હોય છે અને રોજ આપણે લોકો રસ્તા ઉપર પણ આવા જ લોકો જોઈએ છીએ.

પરંતુ દુઃખની વાત તો એ છે કે આ તેમની ભૂલ નથી. જો એક વાર આપણે આ સ્વીકાર કરી લઈએ કે આ એમનો તો દોષ જ નથી, તો સમાજ આ વસ્તુની વિરોધી કેમ છે? આપણને બે આંખો છે, બે કાન છે, હોઠ છેભગવાને બધાને સમાન વસ્તુઓ આપી છે. તેમને ભગવાને કંઈક અલગ વસ્તુઓ આપી છે. એ દુઃખની વાત છે કે આપણે એ અલગ રીતે નથી લેતા, આ એ લોકોની ભૂલ નથી. એટલાં માટે જ્યારે ગૌરી સાથે કેબીસીમાં હૂં રમી ત્યારે મારી આંખો ખૂલી ગઈ. આ ખૂબ જ અદભૂત હતું અને જ્યારે તેમણે કહ્યું કે તેમને બધું જ મળી ગયું, કારણ કે ઉષા ઉત્થુપ તેમના રોલ મોડલ છે, તો ઉષાજીને બહુ સારું લાગ્યું. આ વાતે ઉષાજીના દિલને સ્પર્શી લીધું.

***

મોટી બિંદી ઉષાના વ્યક્તિત્વની પહેચાન બની ચૂકી છે. તેઓ કહે છે કે, એ બિંદીને પોતે ડીઝાઇન કરે છે અને મુંબઈમાં ઓર્ડરથી પણ કરે છે. તેમણે કહ્યું કે તેઓ અલગ અલગ વસ્તુઓ કરતાં રહેવા માટે હંમેશા ઉત્સુક રહે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું એવી કોઈ વસ્તુ છે જે તમારે હજુ હાંસિલ કરવી છે, જયારે તેમણે કહ્યું કે એવી ઘણી વસ્તુ છે. હું ભારતીય સંગીત, ભારતીયતા અને ભારતને ગાયનમાં આંતરરાષ્ટ્રીય નકશા ઉપર લઇ જવા ઈચ્છું છું.

***