વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-40 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી ભાગ-40

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-40
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
    આવેશમાં આવી વિહાન મહેતાનાં ઘરે પહોંચે છે જ્યાં તેનો સામનો મહેતાં અને તેના દીકરા અનિલ સાથે થાય છે,અનિલ વિહાન પર ગોળી ચલાવે છે.કૌશિક અને ઈશા પણ વિહાન પાછળ મહેતાનાં ઘર સુધી પહોંચે છે.
    વિહાન અને અનિલ વચ્ચે હાતાપાઈ થાય છે,એ સમયે મહેતાં નીચે પડેલી રિવોલ્વર ઉઠાવે છે,મહેતાને રિવોલ્વર ઉઠાવતાં જોઈ કૌશિક મહેતાં તરફ નિશાન તાંકે છે.હવે આગળ….
        મહેતાએ રિવોલ્વર હાથમાં લીધી.અનિલ અને વિહાનને ઝઘડતાં અટકાવવા તેણે રિવોલ્વરનું નાળચુ જમીન તરફ રાખીને ગોળી ચલાવી.એ જ સમયે કૌશિકે મહેતાં પર ગોળી ચલાવી.કૌશિકને મન મહેતાં વિહાનને ગોળી મારવા  ઇચ્છતો હતો.કૌશિકે છોડેલી ગોળી મહેતાનાં ડાબા કાન પાસે ખોપરીમાં લાગી અને મહેતાં નીચે પડ્યો.
      કૌશિકે જ્યારે મહેતાં પર ગોળી ચલાવી હતી એ જ સમયે પશ્ચિમ દિશામાં પડતાં બારણાં પરથી પણ એક ગોળી છૂટી હતી.એ ગોળી મહેતાને પાછળથી પગ પર લાગી હતી.એકાએક ગોળીઓનો અવાજ થતા અનિલ અને વિહાન છૂટા પડી ગયા.ઈશા દોડીને વિહાન પાસે આવી અને વિહાનને સંભાળીને ઉભો કર્યો.
“તું ઠીક છે ને?”ઇશાએ વિહાનના હોઠ પર આવેલું લોહી લૂછયું, “તને તો ગોળી લાગેલી છે”જમણા ખભાથી નીચે નજર કરતાં ઈશા બોલી.ત્યાં પણ લોહીનો ધબ્બો પડી ગયો હતો.
“સબ ઇન્સ્પેક્ટર દીપ્તિ તું અહીં?”કૌશિકે આશ્ચર્ય સાથે પૂછ્યું અને પશ્ચિમ દિશામાં પડતા દરવાજા તરફ આગળ વધ્યો.અનિલને હજી કળ નોહતી વળી.એ બે પગ વચ્ચે હાથ દબાવી કણસતો હતો.
“યસ સર,ડ્યુટી પહેલાં”છાતીમાં ઊંડો શ્વાસ ભરી કૌશિકને સલામી આપતાં દીપ્તિ બોલી.
“ગૂડ જૉબ”કૌશિકે કહ્યું.
     એ જ સમયે અનિલને કળ વળી હતી.પોતાના પપ્પાની લાશ ફર્શ પર જોઈને એ રડવા લાગ્યો.બે હાથ વડે પુરા શરીરને ખેંચીને ઢસડાતો ઢસડાતો એ મહેતાં સુધી પહોંચ્યો.મહેતાનું પ્રાણ પંખીડું તો ક્યારનુંય ઉડી ગયું હતું. મહેતાંની છાતી પર માથું રાખી અનિલ જોર જોરથી રડવા લાગ્યો.
    કૌશિક દીપ્તિ સાથે વાતો કરવામાં વ્યસ્ત હતો અને ઈશા વિહાનને સંભાળવામાં.અનિલે ત્રાંસી નજરે બધું નિરીક્ષણ કર્યું.વિહાનની પીઠ તેને દેખાતી હતી.કૌશિકનું ધ્યાન પણ બીજે હતું.બધાની બેદરકારીનો લાભ ઉઠાવી અનિલને મહેતાં પાસે પડેલી રિવોલ્વર ઉઠાવી,વિહાન તરફ ફર્યો અને તાંકી.
     અનિલની હલચલ ઈશાની નજરે ચડી ગઈ,અનિલે ઉપરા ઉપરી બે ગોળી છોડી.ઇશાએ વિહાનને સાઈડમાં ધક્કો માર્યો છતાં એક ગોળી વિહાનને ડાબા ખભે કોણીથી ઉપર ચીરો પાડતી ઇશાના પેટમાં લાગી.બીજી ગોળી ઇશાને બરોબર હૃદય પર લાગી.એક સેકેન્ડ માટે સન્નાટો છવાઈ ગયો.થોડીવાર પછી ઈશા એક ડગલું ચાલી અને વિહાન તરફ ઢળી પડી. થોડે દુર ખસેડાયેલા વિહાને ઇશાને સંભાળી લીધી.
        અનિલ આગળ કોઈ હરકત કરે એ પહેલાં દીપ્તિએ અનિલ પર બે ગોળી ચલાવી.પહેલી ગોળી અનિલની હથેળી પર લાગી જેથી તેના હાથમાં રહેલી રિવોલ્વર છૂટી ગઈ અને બીજી ગોળી તેના ગોઠણ પર.કૌશિકે પણ આવેશમાં આવિને ધડાધડ બે ગોળી ફોડી. બંને ગોળી અનિલ એક એક પગ પર લાગી.
        કૌશિકે જઈને અનિલ પાસેથી રિવોલ્વર છીનવી લીધી.અનિલને ઊંધો સુવરાવી,તેના બંને હાથ પાછળ વાળી દીધા અને તેના પર ગોઠણ વાળી દીધા.દીપ્તિ ઈશા તરફ દોડી.
“ઈશા..ઈશા….?”વિહાને જોરથી રાડ પાડી.ઈશા કણસતી હતી.દીપ્તિ ઈશા પાસે આવી,નીચે નમી તેનો હાથ પકડ્યો.
“ડૉક્ટર…જલ્દી ડૉક્ટર પાસે ચાલો..”સહેમી ગયેલા વિહાને કહ્યું.
“વિ…વિ.. વિહાન”ઈશા કણસતા કણસતા બોલી.
“તને..તને કંઈ નહીં થાય”વિહાને હડબડીમાં ઇશાને ઉપાડી,બે ડગલાં દોડ્યો અને અટકી ગયો.ઇશાનો ચહેરો ઢળી ગયો હતો,હાથ પણ લબડી ગયો હતો.ઈશા હવે ઈશા નોહતી રહી.એક બેજાન લાશ હતી.
                     ***
      એક તરફ મહેતાંની લાશ પડી હતી,એક તરફ ઇશાની લાશ પડી હતી.વિહાન રડતો હતો પણ રૂમમાં સન્નાટો છવાયેલો હતો.વિહાનની આંખોમાં આંસુ નોહતા.એ કદાચ હકીકત સ્વીકારી શકે એ અવસ્થા ગુમાવી બેઠો હતો. અસ્વસ્થ હતો,પોતાની જાન કરતાં પણ વ્હાલી દોસ્તને ગુમાવી બેઠો હતો. થોડીવાર ઇશાના ચહેરા તરફ જોતો હતો તો થોડીવાર ઇશાને લાગેલી ગોળી તરફ.તેને પણ બે ગોળી લાગેલી છે એ વાત તો કદાચ એ ભૂલી જ ગયો હતો.ઇશાને ઢંઢોળતો પછી જાતે જ રડવા લાગતો.
“વિહાન…”દીપ્તિએ વિહાનના ખભા પર હાથ રાખી ઉદાસ અવાજે કહ્યું, “ઈશા હવે નથી રહી..સંભાળ પોતાને”
“કેવી રીતે સંભાળુ?”વિહાને રડતાં રડતાં કહ્યું, “મારા કારણે તેને ગોળી વાગી..!!”
“જે થવાનું હતું એ થઈ ગયું,તું પ્લીઝ છોડ એને”વિહાને ઇશાને ગળે લાગેવેલી જોઈ દીપ્તિએ કહ્યું.
      વિહાને ધીમેથી ઇશાને જમીન પર ટેકવી,અનિલ તરફ જોયુ.વિહાનની આંખોમાં લોહી ભરાઈ આવ્યું,મુઠ્ઠી કડક થઇ,ગુસ્સામાં એ ઉભો થયો.
“નહિ છોડું હું તને,સાલા..”કહેતાં વિહાને કૌશિકને સાઈડમાં ધકેલ્યો અને અનિલ પર સવાર થઈ ગયો.કૌશિકે વિહાનને રોક્યો.
“કાનૂન તેને સજા આપશે વિહાન,તું છોડ એને”
“નહિ સર,તેણે મારી દોસ્તને ગોળી મારી છે”
“મને ખબર છે કે તું અત્યારે ગુસ્સામાં છે,પણ તું તારી ખુશીનું વિચાર,માં વિહોણી છે,હવે તેનો બાપ પણ નથી રહ્યો,જો ભાઈ પણ નહીં રહે તો તેને કોણ સંભાળશે?”કૌશકે કહ્યું.
“સર તમે શું વાત કરો છો?આપણે એ વાત કોઈને શૅર નથી કરવાની”દીપ્તિ વચ્ચે બોલી.
“ના,દીપ્તિ.આજે આ વિહાનને ખબર પડવી જોઈએ,જો આપણે વિહાનને આ વાતથી દૂર રાખીશું તો,આજે નહિ તો કાલે વિહાન અનિલને નહિ છોડે”
“તમે કઈ વાત કહો છો?મારાથી શું છુપાવી રહ્યા છો તમે લોકો?”વિહાને તરડાઈથી પૂછ્યું.
“લૂક વિહાન,અમે જે વાત કહીએ છીએ એ વાત તારે ભૂલથી પણ ખુશીને નથી કહેવાની,જ્યારે તું ખુશી સામે આવે ત્યારે તને કંઈ ખબર જ નથી એવી રીતે વર્તન કરવાનું છે”કૌશિકે કહ્યું.
“તમે વાતને ગોળ ગોળ ના ઘુમાવો,જે વાત હોય એ સીધી કહો”વિહાને કહ્યું.
“ખુશી જ મહેતાંની દીકરી છે અને તને જે ચિઠ્ઠીઓ મળતી એ અમે હું,દીપ્તિ અને ખુશી મળીને જ મોકલતાં”વિહાનને આઘાત આપતાં કૌશિકે વાત શરૂ કરી, “મહેતાનાં ધંધા વિશે ખુશી જ અમને માહિતી આપતી,એ માહિતી ચિઠ્ઠીમાં લખી,દીપ્તિ તારા સુધી પહોંચાડતી અને તને ચેતવતી”
“ખુશી?”વિહાને આઘાત અને આશ્ચર્યના મિશ્રિત ભાવ સાથે પૂછ્યું, “હોય જ નહિ,એ તો…”
“એ તો શું વિહાન?”કૌશિકે કહ્યું, “ખુશી પણ તારા ગ્રુપની જ છે ને?તો કેમ તારી આ વાતો જાણવામાં તેને રસ નહિ?કેમ તને કોઈ દિવસ સવાલ નહિ કરતી?એ દિવસે ખુશીએ જ તમને મળવા બોલાવ્યા હતા,અંતે મારા કહેવાથી દીપ્તિ પાસે નાટક કરાવ્યું હતું અને કેમ દીપ્તિની વાતો સાંભળી એ રડવા લાગી હતી?”
    વિહાન ચૂપ થઈ ગયો.
“તારે માનવું ન માનવું તારી મરજી,મને મારી ફરજ લાગી એટલે મેં તને જણાવ્યું,મારુ કામ તો હવે પૂરું થયું”કૌશિકે નિસાસો ખાતા કહ્યું.
“ખુશીએ કેમ આ બધી વાતો મારાથી છુપાવી?,એ અત્યારે ક્યાં છે?”વિહાને શૂન્ય-અવસ્થામાં પૂછ્યું.
“ખુશી પહેલેથી જ તેના પપ્પાના કામનો વિરોધ કરતી. વાત એ નથી,જો અમે ચાહેત તો મહેતાને ગમે ત્યારે મહેતાને ગિરફ્તાર કરી શકેત પણ મહેતાં તો ઝાડની એક ડાળી છે અને મારે મૂળિયા સુધી પહોંચવું છે એટલે ડગલે અને પગલે ખુશીનો સાથ અમને મદદરૂપ થયો.કદાચ ખુશી તારા એકતરફા પ્રેમમાં છે એ તેની વાતો પરથી લાગે છે અને એટલા માટે તેણે તારાથી આ બધી વાત છુપાવવા કહ્યું હશે એવું મારુ અનુમાન છે”
“ખુશી અને પ્રેમમાં?”વિહાને ગતિસુચક સવાલ કર્યો.
“હા,દીપ્તિ તું ખુશીને કૉલ કરી બોલાવી લે”કૌશિકે કહ્યું, “એના પપ્પા અને દોસ્તના મૃત્યુ વિશે અત્યારે ના કહેતી”
“મહેતાં એ મરતા પહેલાં તને કોઈ ગેંગ વિશે વાત કરી હતી?”કૌશિકે વિહાનને પૂછ્યું.
“સર પ્લીઝ, અત્યારે એ બધા સવાલો માટેનો સમય નથી”દીપ્તિએ કૌશિકને રોક્યો.કૌશિકે સંમતિપૂર્વક માથું ધુણાવ્યું.
     ખુશીને કૉલ કરવામાં આવ્યો,થોડીવાર પછી ખુશી આવી.પહેલાં પપ્પાની લાશ જોઈ એ રડવા લાગી.હા એ તેના પપ્પા વિરુદ્ધ હતી છતાં કોઈપણ સંતાન તેના પપ્પાનું મૃત્યુ તો ના જ ઈચ્છે ને?ખુશીથી હજી એક આઘાત સહન નોહતો થતો ત્યાં તેને ઈશાની લાશ ફર્શ પર દેખાઈ.
    ખુશી કુંટી કુંટી,મોટા અવાજે,હીબકાં ભરતી ભરતી રડવા લાગી.
“ઈશા,તારે મારા કારનામા સાંભળવા હતાને,ચાલ હું તને મારા કારનામા વિશે સંભળાવું, પ્લીઝ યાર આમ છોડીને ના જા”ખુશી રડતી રહી,વિહાન રડતો રહ્યો.
     કૌશિકે બે એમ્બ્યુલન્સ બોલાવી.થોડીવારમાં એમ્બ્યુલન્સ પણ આવી ગઈ.મહેતાં અને ઇશાની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી.ખુશી અને દીપ્તિ મહેતાને જે એમ્બ્યુલન્સમાં લઇ ગયા તેમાં હતા અને વિહાન ઈશા સાથે,ઇશાની ડેડબોડી સાથે હતો.અનિલને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો,કૌશિક તેને લઈ ચોકી તરફ નીકળી ગયો.
       ખુશી તેના પપ્પાના ચહેરાને તાંકીને બેઠી હતી,મહેતાંના પોકેટમાં મોબાઇલની રિંગ વાગી એટલે ખુશીએ એ ફોન કાઢવા હાથ લંબાવ્યો.
“ખુશી નહિ..”દીપ્તિએ ખુશીને રોકી અને ડોક્ટર પાસેથી ગ્લવ્ઝ લીધા.એ પહેરી મહેતાનાં પોકેટમાંથી મોબાઈલ કાઢ્યો.એ મોબાઈલ વિહાનનો હતો જે તેણે સવારે વિહાન પાસેથી છીનવી લીધો હતો.
“‘વિક્રમ’નો કૉલ છે”દીપ્તિએ કહ્યું.
“આ તો વિહાનનો મોબાઈલ છે,આ પપ્પા પાસે ક્યાંથી?”કહેતાં ખુશીએ ફોન લીધો.
“વિક્કી…”ખુશીના કાને આકૃતિનો અવાજ અથડાયો.થોડો ભારે અને થોડો ગમગીન.
"આ.....આકૃતી......"રડમસ અવાજે ખુશી બોલી.
"ખુશી?શું થયું....?" આકૃતી લગભગ ચીસ પાડતા બોલી.
"વિહાન.... આકૃતી…વિહાન......"
"શું થયું વિહાનને?..બોલ ખુશી....શું થયું વિહાનને......?”
“મેં વિહાનને ફસાવી દીધો,મારા કારણે આકૃતિ….મારા કારણે ઈશા….”ખુશીએ આકૃતિને બધી જ વાતો કહી દીધી.વિહાન તરફના એકતરફી પ્રેમની,પોતાના પપ્પાના ધંધાની,એ ધંધામાં વિહાનને ફસાવવાની,વિહાનના મમ્મીના એક્સિડેન્ટની બધી જ વાતો.અંતે મહેતાના મૃત્યુની અને ઇશાના મૃત્યુની પણ.
      ખુશીની વાતો પુરી થાય એ પહેલાં સામે છેડેથી કંઈક અવાજ આવ્યો અને કૉલ કટ થઈ ગયો.ખુશીએ બીજીવાર કોશિશ કરી પણ મોબાઈલ સ્વીચ ઑફ આવતો હતો.ખુશી વારંવાર કોશિશ કરતી રહી પણ કૉલ રિસીવ ના થયો.
        એમ્બ્યુલન્સ વરસાદી અંધારામાં હોસ્પિટલ તરફ અગ્રેસર થઈ.
(ઈન્ટરવલ)
     મહેતાંની દીકરી ખુશી હતી,તેણે જ બધા ખેલ ખેલ્યા છે તો આકૃતિનું શું? શરૂઆતમાં ખુશી જ આકૃતિની સગાઈના સમાચાર લઈ આવી હતી તો શું ‘વિહાનને બધી વાતો છુપાવી’ અથવા ‘ખુશી વિહાનને પ્રેમ કરે છે અને પોતાની પાસે હવે સમય નથી’ એમ વિચારી આકૃતિ વિહાનને છોડી ગઈ હશે? 
     શું આકૃતિએ વિક્રમ સાથે રહેવાનું નક્કી કરી લીધું હશે? વિહાનને આકૃતિની બીમારી વિશે ખબર પડશે?બધી વાતો ખબર પડશે પણ હવે આગળના ભાગમાં મળીએ વિહાનના વર્તમાનમાં.ઘણાબધા પ્રશ્નો સાથે.ત્યાં સુધી વાંચતા રહો,વિકૃતિ.
    28 જાન્યુઆરીથી મેઘા ગોકાણીની કલમે ‘લવ,લાઈફ અને કન્ફ્યુઝન’ નામે નવી નૉવેલ રજૂ થઈ છે, અચૂક વાંચજો.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)