બેધડક A K દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેધડક



ન લાચારી ન ગુલામી થી કામ કરીશું
જયાં ન સચવાય 
સ્વમાન ત્યાં દુરથી સલામ કરીશું 

સાવજ તણી જાત છીએ શિખવી ના પડે 
ડણકું 
ભરીશું બે ડગને મંઝિલ નો શિકાર કરીશું 

ના કિસ્મત ના કરામતથી ખુદ ની મહેનતથી 
અંજામ ધરીશું
હસે ભલે દુનિયા આજે બેફામ પણ
કાલે દુનિયામાં 
ગુંજતુ અમારુ પણ નામ કરીશું 




પાંપણો ઉપર સજાવીને ભીની આશ લઈ ને બેઠો છું, 
દરીયા પાસે થી થોડી ઉછીની પ્યાસ લઈ ને બેઠો છું 

જો હાથ મારા ખાલી દેખાય તો વહેમ છે તમારો, 
કેમ કરી બતાવું હું છાતીમાં આકાશ રાખીને બેઠો છું 

આશ છે જેને મારી હારની એને જીતીને દેખાડવા બેઠો છું, 
ચહેરાઓ યાદ છે બસ સમયની રાહ ને બેઠો છું 

શરાબ ની સંગત શોભે નહીં બાપુ, 
હું તો ખ્વાબ ઔકાત જુનુનનો નશો કરી બેઠો છું 




મંજીલ મળે ના મળે પંથ કાપી જવાનો, 
હું માટી તણો માનવી આ ભોમ ખૂંદી જવાનો 

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાનો, 
દિપક નથી હું કે ઠર્યો ઠરી જવાનો 

આંબી ઉંચા આભને તારલાને ખેરવાનો ,
આતો શરૂઆત છે હજી શિખરો સર કરવાનો 

લખતો રહ્યો છું લોહીથી ને લખતો રહેવાનો, 
આમ જ “ બેધડક બેફામ ” સૌનાં દિલ પર છવાઈ જવાનો




શબ્દો નો ખ્યાલ છે બેફામ ,
આપ સૌનો વ્હાલ છે બેફામ 

આજ ભલે હોઈ થોડો અધુરો ,
પણ અદ્ભૂત આવતી કાલ છે બેફામ 

સમય સાથેનો સંઘષૅ છે બેફામ, 
હૈયા કેરો હષૅ છે બેફામ 

ન રહે નાજુક ફુલો માફક પણ, 
કાંટાઓનો સંઘષૅ છે બેફામ 

ઈશ્વર નો એક જણ છે બેફામ, 
ન વિસરાઈ એવી ક્ષણ છે બેફામ 

છે રચના આ દુનિયાની સુંદર ,
એમાં નું જ કણ છે બેફામ 

ખમીરી ખાનદાની વાળુ ખુન છે બેફામ, 
હૈયે હૈયે ગવાતી ધુન છે બેફામ 

લથપથ લાગણીની વાતો કરનારને ,
રકતે રકતે રેડાતુ જુનુન છે બેફામ 





મુશ્કેલી ના ગણાવ દોસ્ત તું હિંમત ને આવકાર, 
જે થઈ નથી શકતું દુનિયા થીએને જ તું પડકાર કર

માર એવી ડણક કે ગુંજી ઉઠે ગિરનાર, 
મીટ માંડી દે મંઝિલ સામે ને કરી દે શિકાર 

અહીં કયાં કોઈ નું શાસન કે કયાં કોઈ નો અધિકાર ,
તું જ મેળવ બહુમતી ને તું જ રચી દે સરકાર 

બે કોડીના લોકો તો વાતો કરવાના ચાર, 
બતાવી દે ઔકાત એને કરાવી દે દરકાર 

બહારથી જોઈ ના અંદાઝો લગાવ કે ના કર વિચાર, 
ઉતરી જો એકવાર હૈયામાં પછી નકકી કર વિસ્તાર 

જાત ને બાળીને લખ્યાં છે શબ્દો કરીશ કાળજા ની આરપાર, 
સમજાય એને જ સમજાય સાહેબ આ તો છે બાપુ નો પડકાર 




કરો જો ઈરાદાઆે તો એને અડગ રાખજો, 
ખિસ્સા હોઈ ખાલી પણ ખોરડે ખુમાર રાખજો 

જીદથી જ જીવવાની આ જિંદગી ને સાહેબ, 
બસ કાળજામાં સળગતું જૂનુન રાખજો 

હોઈ પથ્થર જેવી પણ પરિસ્થિતિ ,
તોય આઠે પ્રહર આનંદ રાખજો 

પડે જો લીસોટો લાગણીને દરવાજે, 
તો હોઠે હોઠે બેધડક નામ રાખજો 






સમયે સમયે સમરાયો છું,
જરૂર પ્રમાણે વપરાયો છું, 
ઘણી કરી કોશિશ છતાંય, 
શરમમાં આવી છેતરાયો છું 

રાખવા જતાં રિવાજ જુના, 
આધુનિકતા થી અંતરાયો,
કહેવું કોને અહીંયા કહો ?,
હું વગર કાતરે કોતરાયો છું! 

ઝખ્મોને જીગરમાં ધરખી,
દદૅનાં ઢોસરે જોતરાયો છું, 
લાખ મહેનત કરી બચવા, 
છતાં વારંવાર વહેચાયો છું 

જાહેર જીવન જીતીને,
અંગતે અટવાયો છું, 
શું કહેવુંસાહેબ હું તો, 
વ્હાલાઓનાં હાથે જ વેતરાયો છું 






સાત સંમુદર ઓળંગીને બેઠો છું, 
પણ જો તમારી આંખોમાં ડુબવાનું થશે ,
તો ગમશે મને.... 

શું અજવાળાનો ચાહક પણ તમે સપનામાં,
આવશો તો રાતનો અંધકાર પણ,
તો ગમશે મને.... 

આમ તો જુનુંનથી ભરેલું તોફાન છું, 
પણ તમે હવાનો સ્પશૅ બની ને આવશો તો, 
તો ગમશે મને.... 

ચાંદની નો છું આશિક પણ, 
ઢળતી સાંજે તારી ઝલક જોવા મળશે, 
તો ગમશે મને.... 

આમ તો ચચૉવ જ છું શબ્દો થી, 
પણ મહેફિલમાં કયારેક બેધડક પુકારશો,
તો ગમશે મને....