સફરના સાથી ભાગ -8 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફરના સાથી ભાગ -8

વિવાન પુછે છે સુહાની આપણે તો તૈયાર થઈ ગયા પણ હવે તારા ઘરે થી માનશે??

સુહાની: આ વખતે હુ મક્કમ છુ. એ વખતે કદાચ મે કંઈ પ્રયત્ન કર્યા વિના જ તને ના પાડી દીધી હતી. પણ હવે હુ પાછી નહીં પડું.

અત્યારે કદાચ ભાઈ તો ના નહિ પાડે કારણ કે મારા ભાઈએ એક વર્ષ પહેલાં જ અમારા કાસ્ટ ની છોકરી જોડે જ પણ  લવ મેરેજ કર્યા છે. એટલે કદાચ તે આમાં બહુ ના નહિ પાડે આપણ ને સપોર્ટ કરશે.

વિવાન : મારા ઘરે તો હુ વાત કરીશ લગભગ કંઈ પ્રોબ્લેમ નહી થાય. હવે તારા ઘરે પહેલાં કોને વાત કરીએ એ વિચારીએ.

થોડી વાર વિચારીને બંને સાથે બોલે છે : દીદી...!!

હમમમ... વિવાન કહે છે પહેલા તારા દીદી અને જીજુ ને વાત કરીએ.

સુહાની : કાલે સવારે હુ વાત કરુ દીદી ને...

            *      *      *       *      *

વિવાન સવારે સુહાની ને તેના ઘરે મુકવા જાય છે. સદનસીબે તેના દીદી અને જીજુ બંને ઘરે હતા. તે લોકો વિવાન ને બ્રેકફાસ્ટ કરીને જવાનું કહે છે. પછી વિવાન નાસ્તો કરીને ઓફિસ ના કામ માટે નીકળી જાય છે.

જતાં જતાં સુહાની ને ઈશારા મા અત્યારે વાત કરવાનો સારો ચાન્સ છે એવું કહીને જાય છે. સુહાની પણ સમજી જાય છે એટલે ઈશારા માં હસી ને હા પાડે છે.

હવે સુહાની એની દીદી સાથે થોડી નોર્મલ વાતચીત કરીને કહે છે દીદી મારે તમારા બંને સાથે એક વાત કરવી છે.

એટલે એના જીજુ સામેથી કહે છે ," વિવાન વિશે?? "

એટલે સુહાની ને થોડી નવાઈ લાગે છે તે પુછે છે કે ને કેવી રીતે ખબર પડી??

ત્યારે એના દીદી અને જીજુ બંને હસવા લાગ્યા.

બંને કહે અમને તમને લોકો ને વાતચીત કરતા અને ફરતા જોઈને થોડી શંકા હતી જ કારણ કે આજ સુધી તુ વિવાન સિવાય બીજા કોઈ છોકરા સાથે આટલી વાતચીત કરતી નથી કે એટલું મળતા પણ જોઈ નથી. તુ એની સાથે સૌથી વધારે ખુશ હોય છે અને કદાચ તુ તારી નાના માં નાની વાત પણ એની સાથે શેર કરે છે.

એટલે અમને હતું કે તમારી વચ્ચે ફ્રેન્ડશીપથી કંઈક વધારે છે. પણ અમે તુ સામેથી તુ કંઈ કહે નહી ત્યાં સુધી કંઈ કહેવા નહોતા માગતા.

અને આટલા સમય ની ઓળખાણ પછી અમને એતો ખબર પડી કે તે બહુ સારો, વ્યવસ્થિત અને સમજદાર છોકરો છે. અને હવે તો તેનુ કરિયર પણ સારું એવું સેટ છે. એટલે જ તો કાલે તે મને એના ઘરે રાતે જવાની વાત કરી તો અમે તને ના ના પાડી.

સુહાની : હા દીદી અમે મેરેજ કરવા ઈચ્છીએ છીએ.   પણ.......પપ્પા???  તે હા પાડશે??
કારણ કે અમે મેરેજ કરીશું તો બધાની મરજી અને આશીર્વાદ સાથે જ નહિ તો મેરેજ જ નહી કરીએ.

દીદી:  તુ ચિંતા ના કર એ અમારા પર છોડી દે અમે પપ્પાને વાત કરીશું. પહેલા હું ભાઈ અને મમ્મી ને વાત કરીશ .

            *.      *.       *.       *.       *.

બીજા દિવસે સુહાની ના પપ્પા નો એની દીદી ને ફોન આવે છે તે કહે છે સુહાની માટે એક સારા સમાજ ના પ્રતિષ્ઠિત અને મોભાદાર ઘરનું માંગુ આવ્યું છે. છોકરો બહુ સારો, ભણેલો અને સારા પૈસાવાળા ઘરનો છે.  તેનો ફોટો અને બાયોડેટા તને મોકલુ છુ તુ સુહાની ને બતાવજે એને ગમે તો આગળ વાત કરીએ. અમને તો બહુ ગમ્યું છે.

આટલી વાત કરીને દીદી સામે બીજું કંઈ કહે એ પહેલાં એના પપ્પા બીજું કંઈ કામ યાદ આવતા પછી વાત કરવાનું કહીને ફોન મુકી દે છે.

શુ સુહાની ના પપ્પા તેની દીદી ની વાત માનશે??

એક સમાજના પ્રતિષ્ઠિત અને પૈસાદાર કુટુંબ ની સામે વિવાન અને તેના મિડલ ક્લાસ ફેમિલી ને સ્વીકારશે???

તમારા અભિપ્રાય આપો . અને બહુ જલ્દી આગળનો ભાગ વાચો. સફરના સાથી ભાગ -9

next part ........come soon.....................