સફરના સાથી ભાગ -7 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

સફરના સાથી ભાગ -7

આજે સવાર થી જ વાતાવરણ ખરાબ હતું.  એટલે જોબ પુરી થતા સુહાની ફટાફટ થોડીવાર વિવાન ને મળીને ઘરે જવા વિચારે છે.

તે લોકો એક કોફીશોપમાં કોફી પી ને નીકળતા હોય છે. ત્યાં એકાએક સ્નોફોલ ચાલુ થાય છે. બે કલાક સતત આવુ રહે છે.  કોઈ ઘરે જઈ શકે તેમ નથી. તેના દીદી ને સુહાની ફોન કરીને જણાવે છે અને વિવાન પણ તેની સાથે જ છે એવુ કહે છે એટલે તેના દીદી ને થોડી શાંતિ થાય છે.

એમ કરતાં રાતના અગિયાર વાગી જાય છે ત્યારે થોડું વાતાવરણ સારું થાય છે પણ હજુ એકદમ હજુ ક્લિયર નહોતું.  અને વળી ત્યાથી  વિવાન નુ ઘર નજીક હતુ તેથી તે સુહાની ને જો તેને કોઈ પ્રોબ્લેમ ના હોય તો તે જ્યાં રહે છે ત્યાં જવા કહે છે.

સુહાની  વિવાન ને બહુ સારી રીતે ઓળખે છે અને તેને પોતાના કરતાં પણ વિવાન પર વધારે વિશ્વાસ હોય છે તેથી તે હા પાડે છે અને બંને વિવાન ના હાઉસ પર જાય છે.

વિવાન ના ઘરે જઈને તે લોકો થોડા ફ્રેશ થઈ ને  બંને બ્રેડ બટર એન્ડ સેન્ડવીચ બનાવીને જમીને  બેસે છે.  ત્યારે થોડા વાતાવરણ ના ફેરફાર ને લીધે સુહાની ને એકદમ ઠંડી લાગી ને તાવ ચડી જાય છે. અને બહુ માથું દુખવા લાગે છે.

વિવાન તેને પોતાના બેડરૂમમાં સુવાનું કહે છે અને તેને મેડિસિન આપે છે.  બે કલાક પછી તેને સારું લાગે છે એટલે થોડી વાર પછી સુહાની સુઈ ને ઉઠે છે તો સુહાની જોવે છે કે વિવાન જરા પણ ઉઘ્યા વિના સુહાની ની પાસે બેઠો છે અને તેનુ  માથું દબાવી રહ્યો છે.

પછી સુહાની ઉઠે છે એટલ વિવાન  તેને પુછે છે કે હવે કેવું છે તો સુહાની કહે છે હવે સારું છે.

હવે તે વિવાન ને સુઈ જવા કહે છે પણ તે કહે છે મને ઉઘ નથી આવતી એટલે બંને બેસી ને વાતો કરે છે.

સુહાની કહે છે હુ બહુ જ લકી છુ કે મને તારા જેવો ફ્રેન્ડ મલ્યો છે. તુ ભલે મને પ્રેમ કરે છે પણ એમાં તારી પ્રેમ ની નિર્દોષતા છે.

તે મને ક્યારેય પામવાની કે મને ખરાબ નજરે જોવાનો પ્રયત્ન પણ નથી કર્યો. આજે તુ ધારત તો મારી સાથે કાઈ પણ કરી શકત પણ તે એવો વિચાર પણ નથી કર્યો.

અહીં આપણે શુ કરીએ છીએ તેની કોઈને પરવા નથી છતાં આ કલ્ચર માં પણ આપણે આ રીતે રહીએ છીએ આપણે આપણા સંસ્કાર ભુલ્યા નથી.

એમ કહીને તે વિવાનને સામે થી કહે છે "આઈ સ્ટીલ  લવ યુ સો મચ"........ આઈ કાન્ટ લિવ વિધાઉટ યુ વિવાન."

સુહાની : વિવાન હમણાં થોડા દિવસ માં વિવાન મે આપણા રિલેશન વિશે બહુ વિચાર્યું. ત્યારે મને સમજાયુ કે કદાચ મને મારી  આ જિંદગી ના સફર ના સાથી  તરીકે તારાથી વધારે પ્રેમ અને કેર  કોઈ નહિ કરી શકે.અને તારાથી વધુ જે મારી નાના માં નાની વાત અને લાગણી કીધા વિના પણ સમજી જાય છે અને મને લાઈફ ટાઈમ તારાથી વધારે ખુશી કદાચ કોઈ નહિ આપી શકે.

એટલે હવે મે મારો નિર્ણય લઈ લીધો છે પણ એ પહેલાં તુ તારું કહે. કારણ કે આજે તારો નિર્ણય શું છે તે મને કહે એમાં તારું જે પણ ડિસિઝન હશે તે મને મંજૂર છે. છ વર્ષ પહેલાં મે મારો નિર્ણય કહ્યો હતો અને તે તેને માનીને હજુ સુધી  મને ફ્રેન્ડ તરીકે મને પુરેપુરો સાથ આપ્યો છે. આજે તુ જે કહીશ તે હુ સ્વીકારી લઈશ.

વિવાન કાંઇ પણ વિચાયૉ વગર સુહાની નો હાથ તેના હાથમાં લઈને કહે છે  મારો નિર્ણય છ વર્ષ પહેલાં પણ એ જ હતો અને આજે પણ એ જ છે. આટલા વર્ષમાં મારો તારા માટે નો પ્રેમ હજુ પણ અકબંધ છે. ઉલટાનું પહેલા કરતાં કદાચ હુ અત્યારે તને વધારે પ્રેમ અને રિસ્પેક્ટ આપુ છું.

એમ કહીને વિવાન સુહાની ના કપાળ પર એક કિસ કરે છે. અને બે યુવા હૈયાઓ આજે એકબીજાને ભેટી ને ખુશી ના આસું વહાવી રહ્યા છે !!!

શુ સુહાની અને વિવાન ના પ્રેમ ને સુહાની ના પરિવાર વાળા સ્વીકારી શકશે ??

જાણવા વાચતા રહો, સફરના સાથી ભાગ -8