સફરના સાથી ભાગ- 3 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

સફરના સાથી ભાગ- 3

  ફાઈનલી આજે એન્યુઅલ ડે નો દિવસ આવી ગયો છે.
બધા બહુ જ ખુશ છે

બધા સ્ટુડન્ટસ અને લેક્ચરરસ પણ આવી ગયા છે. અને બધા પાર્ટીસિપન્ટ પણ લગભગ તૈયાર થઈ ગયા છે.

ત્યાં જ માઈક માં હેલ્લો... હેલ્લો... નો અવાજ આવે છે અને પ્રોગ્રામ શરૂ થાય છે!!

પહેલા પ્રેયર ને શરૂ થાય છે અને વારાફરતી એક એક બધા પ્રોગ્રામ શરૂ થાય છે.

.......હવે બે ઈવેન્ટ પછી વિવાન એ લોકોનો કપલ ડાન્સ હોય છે એટલે બધા બહાર આવે છે.

ત્યાં વિવાન સુહાની ને જુએ છે તો તેનું દિલ જાણે એક મિનિટ માટે ધડકવા નુ બંધ થઈ જાય છે. તેની આંખો એક પલકારો પણ મારતી નથી.

કારણ કે આજે સુહાની બહુ જ સરસ લાગતી હોય છે.

આમ તો એ હંમેશાં સરસ જ લાગે છે પણ આજે તો ગોલ્ડન  કલરની વકૅ વાળી ચોલી સાથે તેને મેચિંગ કાન ના ડુલ્સ , લાઈટ મેકપ ને લાબા સિલ્કી થોડા હેરસ્ટાઇલ કરેલા વાળ માં તો જાણે કોઇ અપ્સરા પૃથ્વી પર ઉતરી આવી હોય એવુ લાગતું હતું!!

વિવાન તો તેનામાં જ ખોવાઈ જાય છે.

ત્યાં મનન તેની પાસે આવીને તેને બોલાવે છે એટલે તે સપનાંમાંથી બહાર આવે છે.

એટલે મનન તેની સામે જોઈને હસે છે કારણ કે તે વિવાન ક્લોઝ મિત્ર હોય છે તેને બધું જ ખબર હોય છે સુહાની વિશે પણ...!

ત્યાં જ સુહાની અને શિવાની પણ તેમની ઈવેન્ટ નુ અનાઉન્સ થતા વિવાન અને મનન પાસે આવે છે. સુહાની વિવાન પાસે આવી ને ધીમે થી કહે છે...wow.. awesome  looking...!! કારણ કે આજે વિવાન પણ ગોલ્ડન એન્ડ બ્લુ કોટી એન્ડ શટૅ મા જરા હટકે લાગતો હતો.

પણ વિવાન કાઈ કહે એ પહેલાં તો તેમને સ્ટેજ પર જવાનું થાય છે અને ઈવેન્ટ શરૂ થાય છે.

બોલીવુડ ફિલ્મો ના થોડા સોન્ગસ ના ફ્યુઝન  ડાન્સ સાથે તેમની ઈવેન્ટ પુરી થઈ બધા એ બહુ જ તાળી ઓ પાડી વન્સ મોર...વન્સ મોર... ની બુમો પાડવા લાગ્યા.

એકપછી એક બધા પ્રોગ્રામ પતી ગયા. અને છેલ્લે ઈવેન્ટ ના નંબર આપવાના ચાલુ થયા અને ખરેખર વિવાન & ગૃપ નો પહેલો નંબર આવ્યો. કારણ કે તેમનુ પરફોર્મન્સ બહુ જ મસ્ત હતું.

બધા બહુ જ ખુશ થઈ જાય છે ત્યારે વિવાન એ ખુશીમાં સુહાની ને હગ કરી દે છે પણ  કાઈક યાદ આવતા ફટાફટ તેને છોડી દે છે અને સોરી કહે છે.

પણ સુહાની ને પણ આ ગમ્યું હોય એમ તેને સહજતાથી લઈ લે છે.

હવે પ્રોગ્રામ પુરો થતાં બધા હોસ્ટેલ જાય છે. અને ફરી બીજા દિવસ થી બધા ની રુટીન કોલેજ લાઈફ શરૂ થઈ જાય છે.

                  *     *      *       *       *

.....એક મહિના પછી ,

વેલેન્ટાઈન ડે નજીક હોવાથી બધા ને બહુ ઉત્સાહ હતો. ત્યારે મનન આજે વિવાન ને સુહાની ને પ્રપોઝ કરી ને તેમના સંબંધો ને દોસ્તી થી વધારે કાઈ નામ આપવા માટે કહે છે.

....તે સુહાની થી ક્યારેય દુર થવા ઈચ્છતો નથી એ વાત પર થોડી વાર વિચારી ને અંત વિવાન એક નિર્ણય લે છે .

કોલેજમાં આજે કાઈ અનેરી રોનક હતી. દરેક યુવા હૈયા પોતાના દિલની વાત  પોતાના મનગમતા પાત્ર ને કહેવા થનગની રહ્યા હતા !!!

બધા સવારે ઉઠીને તૈયાર થઈ ને લેટકમસૅ પણ આજે કોલેજમાં વહેલા આવી ગયા હતા કારણ કે આજે
" વેલેન્ટાઈન ડે "હતો.
 
વિવાન કોલેજમાં એક જગ્યાએ શાંતિ થી કાઈ વિચાર તો બેઠો હતો. તે થોડો ચિંતા માં લાગતો હતો .

ત્યાં જ સુહાની પાછળથી આવી ને તેની આખો દબાવે છે અને વિવાનને ને તેને ઓળખવાનુ કહે છે બોલ્યા વિના. પણ જેના રોમેરોમમાં સુહાની હોય એ તેને ઓળખ્યા વિના કેમ રહે??

તે તરત જ "સુહાની" છે એવું કહે છે તો સુહાની કહે છે તને કેમ ખબર પડી કે હુ જ છું આપણા બીજા કોઈ ફ્રેન્ડ પણ હોઈ શકે ને??

તો વિવાન કહે છે બકા હુ તને બહુ જ સારી રીતે ઓળખુ છું. સુહાની હસી ને હમમમ... કહે છે.

હજુ લેક્ચર શરૂ થવાની અડધો કલાક ની વાર હતી. તો વિવાન  આજે પોતાના દિલની વાત કહી દેવાનો આ જ મોકો છે અને પાછુ તે બંને સિવાય કોઈ છે પણ નહિ એમ વિચારી સુહાની સાથે વાત શરૂ કરે છે.

સુહાની પાસે વિવાન પહેલા પ્રોમિસ માગે છે આજે તે કહશે તેનાથી આપણી મિત્રતા માં કોઈ જ ફેર નહીં પડે!!

સુહાની સમજી જાય છે છતાં તે પ્રોમિસ આપે છે.

વિવાન ફાઈનલી સુહાની નો હાથ પકડીને કહી દે છે.
"  આઈ લાઈક  યુ...આઈ લવ યુ..."

તારા વિના હવે મારી લાઈફ હુ વિચારી પણ શકતો નથી. પણ હવે જે પણ નિર્ણય તારો હોય તે મને મંજૂર હશે.

તારા ના કહેવાની પણ આપણી દોસ્તી એમ જ રહેશે કારણ કે હું તને મારી લાઈફ માં ક્યારેય ખોવા માગતો નથી.

હુ માનુ છુ કે આપણને ગમતી વ્યક્તિ ભલે આપણને લાઈફ પાટૅનર તરીકે ના મળે તેની દોસ્તી હંમેશાં એમજ અકબંધ રહેવી જોઈએ. તારી ખુશી માં જ મારી ખુશી છે. માટે તુ વિચારી ને જે પણ હોય તારો નિર્ણય મને કહેજે.

શુ હશે સુહાની નો નિર્ણય જાણવા માટે વાચતા રહો, સફરના સાથી ભાગ -4