સફરના સાથી ભાગ -1 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફરના સાથી ભાગ -1

વિવાન આજે  બહુ ખુશ હતો કારણ કે આજે તેનો કોલેજ
માં પહેલો દિવસ હતો.

સાથે થોડી ચિંતા પણ હતી કોલેજ ના નવા વાતાવરણ મા સેટ થવાનું અને  ઘર થી દુર પણ રહેવાનું.

એનુ મુખ્ય કારણ એ હતું એણે રિશફલિન્ગ મા આણંદ
માં એક ફાર્મસી  કોલેજ માં એડમિશન લીધું હતુ.
એટલે ક્લાસ માં બધા સ્ટુડન્ટસ ના ગૢપ બની ગયા હોય.
  
આજે હોસ્ટેલમાં પણ બીજો જ દિવસ હતો. ગઈ કાલે બપોરે જ તે આવ્યો હતો.

જો કે ત્યાં એક તેના સંબંધી નો દિકરો હતો એટલે હોસ્ટેલ માં તો વાધો ના આવ્યો.
 
તે સવારે વહેલા ઉઠી ને તૈયાર થઈ ગયો. ને પછી દસ વાગ્યા ની કોલેજ હતી એટલે ત્યાં પહોંચ્યો.

જો કે હોસ્ટેલ અને કોલેજ એક જ કંમ્પાઉન્ડ મા હતી.

ત્યાં જઈ એક છોકરા છોકરીઓનુ ગૃપ હતુ એમને ક્લાસ નુ પુછ્યુ પહેલા વર્ષ નો ક્લાસ પુછી ત્યાં ગયો

ત્યાં બધા સાથે વાતચીત  ને ઓળખાણ થઈ.

થોડા દિવસ માં તો બે સારા મિત્રો પણ બની ગયા કશ્યપ અને મનન.

વિવાન તેમના બધા સાથે સેટ થઈ ગયો.

એમના ક્લાસ માં જ એક છોકરી હતી સુહાની. તે લાબા સિલ્કી  વાળ, થોડી બદામી આંખો, પાતળી કમર ને નમણી કાયા ને રૂપાળો વાન.

આખી કોલેજ ના બધા જ છોકરા ઓ તેના દિવાના હતા. તેને સામે મળતા જ કોઈ તેને લાઈન મારવાનો ચાન્સ છોડતુ નહીં

વિવાને તેને આજે પહેલી વાર જોવાનો હતો કારણ કે એની તબિયત થોડી ખરાબ હતી એટલે એ અઠવાડિયા માટે  ઘરે ગઈ હતી આજે સુહાની પાછી આવવાની હતી.

ક્લાસ માં બધાં જાણે તેના આવવાની રાહ જોઈ રહ્યાં હતા. ત્યાં જ સુહાની ને જોતા વિવાન તેની એક નજર નો દિવાનો થઈ ગયો.

પણ સુહાની તેને જોશે પણ ખરી કે બાકી છોકરાઓની જેમ તેને પણ નજર અંદાજ કરશે???

                *        *         *        *       *

ક્લાસ માં બધાં લેક્ચર પતી જાય છે.

સુહાની ની પ્રત્યે તેને એક અલગ ફિલીગ થાય છે જે તેને આજ સુધી ક્યારેય નહોતી થઈ ઘણી સારી છોકરીઓને
જોઈને પણ.

પણ તે વિચારે છે સુહાની મારી સાથે મિત્રતા પણ કરશે કે નહિ???

બધા સાથે વાતો થયા પછી એટલી તો ખબર પડી હતી કે સુહાની એક અમીર કુટુંબ માં થી આવે છે છતાં તે સંસ્કારી,
મહેનતુ અને હસમુખી છે.

જ્યારે વિવાન એક મિડલ  ક્લાસમાં થી આવતો મહેનતુ,
સંસ્કારી, મધ્યમ દેખાવડો પણ ઘાટીલો, મધ્યમ શરીર નો
બાધો અને સારી હાઈટવાળો અને હેલ્પફુલ છોકરો હતો.

એટલે તેને આ બધા વિચારો સાઈડ માં રાખી શાંતિ થી સ્ટડી માં જ ધ્યાન રાખી પોતાના અને તેના માતા પિતા ના સપના પુરા કરવાનું નક્કી કર્યું.

પણ આતો કહેવાય છે ને કે નસીબ માં લખ્યું હોય તે થઈ ને જ રહે છે...

થોડા સમય માં કોલેજમાં તેમના પ્રેક્ટિકલ પણ સ્ટાટૅ થઈ ગયા.  આ વખતે ની એમની ગોઠવણ પ્રમાણે સરનેમ પ્રમાણે સાથે થઈ.

મતલબ કે,     વિવાન નુ પુરૂ નામ વિવાન મહેતા .....જ્યારે       સુહાની મહેરા...

એટલે બધા ની નવાઈ સાથે વિવાન અને સુહાની સાથે એક બેચમાં તો ખરા પણ એક જ ટેબલ પર પ્રેક્ટિકલ પાર્ટનર તરીકે આવ્યા.

આ સાથે જ કેટલાય ના સપના તુટી ગયા કારણ કે દર વખતે ની જુની સિસ્ટમ પ્રમાણે નામ પ્રમાણે બેચ ની ગોઠવણ થતી હતી.

હવે તો વિવાન પ્રેક્ટિકલ ની જ રાહ જોતો હતો. બધાં છોકરાઓ તેને નસીબદાર કહેવા લાગ્યા અને ચીડવતા પણ ખરાં.

પ્રેક્ટિકલ ના પ્રથમ દિવસે સુહાની સાથે મળ્યા ત્યારે તેમની વચ્ચે હાય હેલ્લો અને  નામ જેવી જ વાત થઈ

પછી તો વિવાન પહેલાં આવીને સુહાની ની રાહ જુવે. થોડા સમયમાં તો એવું થતું કે સુહાની ને પણ  વિવાન ના આવે ત્યાં સુધી ચેન ના પડતુ.

એક દિવસ સુહાની એ સામે થી જ તેની સાથે મિત્રતા માટે કહ્યુ
એટલે વિવાન તો બહુ ખુશ થઇ ગયો અને તેને હા પાડી.

બસ આમ ચાલતુ હતુ...વિવાન પ્રેક્ટિકલ માં પાવરફુલ હતો તેથી  સુહાની ને બહુ મદદ કરતો તેની નોટ્સ પણ લખવા આપતો.

ધીમે ધીમે તે સુહાની ને સાચા દિલ થી ચાહવા લાગ્યો હતો પણ તે કહી શકતો નહોતો. કારણ કે તેને આ મિત્રતા સારી હતી એ જો સુહાની ના પાડે તો તુટી જવાનો ડર હતો.

સુહાની પણ ત્યાં ની ગલ્સૅ હોસ્ટેલ માં જ રહેતી હતી. પણ એનું ઘર પ્રમાણ માં નજીક હોવાથી  દર  મહિને ઘરે જતી રહેતી.
રજા માં ત્યારે વિવાન ને જરા પણ ના ગમતું.

વિવાન તો દુર રહેતો હોવાથી  તે વધારે રજાઓ કે વેકેશન પડે ત્યારે જ ઘરે જતો.

સુહાની ઘરેથી આવે ત્યારે એને ભાવતી કચોરી અને હાડવો ઘરેથી બનાવી ને  યાદ કરીને લઈ આવતી.

તે તેની સાથે થોડું ખાઈ ને બાકીનો વિવાન ને જ ખાવા આપી દેતી.

હવે તે પોતાની દરેક વાત અને પ્રોબ્લેમ્સ વિવાન સાથે શેર કરતી. તેની પસંદ નાપસંદ નુ પણ ધ્યાન રાખતી.

પણ સુહાની માટે એ  દોસ્તી હશે કે તેના દિલ માં પણ વિવાન માટે દોસ્તી થી વધારે કંઈક હશે???

આગળ નો ભાગ વાચો...સફરનો સાથી ભાગ-2

next part.......publish soon..........