Vikruti - 36 books and stories free download online pdf in Gujarati

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-36

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-36
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
        આકૃતિ અને વિક્રમ ગંગા આરતી કરીને ઘાટ પર બેઠા હતા,જ્યાં આકૃતિ પોતાને આવેલા સપનાની વાત વિક્રમને કહે છે,વિક્રમને છેડતી આકૃતિ દોડે છે અને ચક્કર ખાયને ઢળી પડે છે. શું સ્વપ્ન સત્ય થાય છે?
    બીજી બાજુ મહેતાં ‘પોતાની સાથે થયેલ ભૂતકાળના અન્યાયનો બદલો લેવા વિહાનના કોન્ટેક્ટમાં આવ્યો હતો’ એ વાત જાણવા મળે છે.બંને વચ્ચે તીખા શબ્દોમાં વાતો થાય છે જ્યાં ‘દીપ્તિ’ મહેતાંની છોકરી નથી એ વાત બહાર આવે છે…હવે આગળ..
     વિહાનના ગયા પછી અરુણાબેન ઘરનું કામ પતાવી સિવણ ક્લાસમાં જવા નીકળવાની તૈયારી હતા ત્યારે વિહાન પાછો રૂમમાં આવ્યો હતો અને કબાટમાંથી કંઈક વસ્તુ લઈ ઉતાવળા પગે નીકળી ગયો હતો.
       કાલે સાંજે જ અરુણાબેનના નામે કાગળ આવ્યો હતો.આકૃતિ અને વિહાન જે ‘રોજગાર યોજના’માં ફોર્મ ભરી આવ્યા હતા એ સિલસાલામાં અરુણાબેનને બોલાવવામાં આવ્યા હતા.અરુણાબેન બહાર રોડ પર આવ્યા,રોડ ક્રોસ કરી અરુણાબેનને સામેના રસ્તે જવાનું હતું.બંને બાજુ નજર કરતાં અરુણાબેન સામેની સાઈડ પહોંચી ગયા અને શટલની રાહ જોવા લાગ્યા.
     અરુણાબેનને રોડ ક્રોસ કરતાં જોઈ મહેતાનાં આદમી નંદુએ જોંગા હંકારી.બરોબર અરુણાબેન રોડ ક્રોસ કરી ઉભા રહ્યા અને નંદુની જોંગાએ તેને ટક્કર આપી.અરુણાબેન ઉછળીને સામે રહેલા ઝાડની જાળી પર રહેલા ‘એએમસી’ના બોર્ડ સાથે અથડાયા અને બેભાન થઈ નીચે પડ્યા. નંદુએ પુરવેગે જોંગા ભગાવી મૂકી.
***
“દીપ્તિ? એ જ તો તારી દીકરી છે ને?”વિહાન ગુંચવાયો.
     હાથમાંથી છટકતી બાજી ફરી હાથમાં આવી હોય એમ મહેતાં હસ્યો, “એ મારી દીકરી નથી,એ તો આજે પરલોક સિધાવશે”
“તો તારી દીકરી કોણ છે?”વિહાને પૂછ્યું.
“એ જાણવું તારા માટે જરૂરી નહિ અને તું જલ્દી કર,ઇશા મારા રસ્તાનો કાંટો છે.જો તું સમયસર ના પહોંચ્યો તો તારી દોસ્ત ઈશા સાથે ઘણુંબધું થઈ શકશે”મહેતાએ ઠાવકાઈથી કહ્યું.
“શું મતલબ?તે ઈશા સાથે શું કર્યું?”વિહાને મહેતાંની ગિરિવાન પકડી.
“અત્યાર સુધી તો કંઈ નહીં કર્યું,પણ જો તું સમયસર ના પહોંચ્યો તો ઇશાને કોઈ નહિ બચાવી શકે.મારા માણસો પોતાના કામે નીકળી ગયા છે અને તેઓને કામ અધૂરું છોડવાની આદત નહિ,સમજે છે ને હું શું કહેવા માગું છું”
“કામ તો હું પણ અધૂરું નથી છોડતો,તને તો હું પછી જોઈ લઈશ”મહેતાંની કમિઝની કૉલર છોડતા વિહાન બારણાં તરફ ધસ્યો.
“વિહાન,તારો મોબાઈલ લાવ.હું નથી ઇચ્છતો તું એટલી આસાનીથી ઇશાને બચાવી લે”વિહાનને રોકતાં મહેતાએ કહ્યું, “તારે ના આપવો હોય તો પણ વાંધો નહિ,બસ હું એક કૉલ કરીશ અને બધું ‘બૂમ’”
    વિહાને મહેતાં તરફ મોબાઈલ ફેંક્યો.
“બાઇકની ચાવી પણ બચ્ચાં”
    વિહાને બાઇકની ચાવી પણ મહેતાં તરફ ફેંકી.વિહાને દરવાજો ખોલ્યો ત્યાં દીવાલને કાન આપી અનિલ ઉભો હતો.તેને અવગણી વિહાન દોડવા લાગ્યો.
       વિહાન પાસે રિવોલ્વર હતી,અનિલને કપાળે રિવોલ્વર રાખી એ ઇશાને બચાવી શક્યો હોત પણ ત્યારે વિહાનના મનમાં ઈશા સિવાય બીજું કોઈ નોહતું નહીંતર મહેતાની દીકરી કોણ છે એ જાણીને પણ વિહાન મહેતાને અટકાવી શક્યો હોત.
    બહાર નીકળી વિહાને શટલ કરી,ડ્રાઇવર પાસેથી મોબાઈલ લઈ ઇશાનો નંબર ડાયલ કર્યો.ઇશાનો નંબર વિહાનને જુબાની હતો એટલે મહેતાને મોબાઈલ આપવામાં તેને કોઈ નુકસાન નોહતું.
    વારંવાર રિંગ જવા છતાં ઈશા કૉલ રિસીવ નોહતી કરતી.વિહાને આકૃતિને કૉલ કર્યો.
“હેલ્લો આકૃતિ,ખુશીનો નંબર આપ,પ્લીઝ અર્જન્ટ છે”ઉતાવળા અવાજે વિહાને કહ્યું.
“વિહાન,હું વિક્રમ.આકૃતિનો મોબાઈલ મારી પાસે છે”ખોટું બોલતાં વિક્રમે કહ્યું, “હું ખુશીનો નંબર આપું છું,તું નૉટ કરી લે” 
       વિક્રમે ખુશીનો નંબર આપ્યો, ‘વિક્રમે નંબર માંગવાનું કારણ ના પૂછ્યું’એ વાત વિહાને નોટિસ ના કરી અને ‘પોતાની પાસે ખુશીનો નંબર હોવા છતાં આકૃતિ પાસે નંબર માંગવો’એ વાત વિક્રમ નોટિસ ના કરી શક્યો.બંને જુદી-જુદી મુશ્કેલીમાં મુકાયા હતા એટલે કોઈ વાતનો અણસાર ના આવી શક્યો.
      વિહાને ખુશીને કૉલ કર્યો,ખુશીનો  કૉલ પણ રિસીવ ના થયો એટલે વિહાન વધુ ગભરાયો.કૉલેજનો ટાઈમ હતો એટલે વિહાન સીધો ત્યાં જ પહોંચ્યો.
     વિહાને આજુબાજુ નજર કરી.ગેટ પાસે બે પહાડી શરીરવાળા આદમી વિહાન પર નજર રાખી ઉભા હતા.તેમાંથી એક માણસ મોબાઈલ કાને રાખી હોઠ ફફડાવતો હતો.વિહાન સમજી ગયો એ મહેતાનાં જ ખબરી છે.એ બધાને અવગણી હવાને ચીરતો વિહાન ક્લાસમાં પહોંચ્યો.જ્યાં…
                     ***
     આકૃતિએ આંખો ખોલી.બાજુમાં વિક્રમ ઉભો હતો,વિક્રમની બાજુમાં ગળામાં સ્ટેથોસ્કોપ્સ લગાવેલ પંચાવન વર્ષનો એક વયસ્ક વ્યક્તિ ઉભો હતો.આકૃતિની સામે જોઈ તેણે મીઠું સ્મિત વેર્યું.આકૃતિએ ઉભી થવા કોશિશ કરી ત્યાં એ વ્યક્તિએ તેને રોકી, “આરામ કરો, તમારે આરામની જરૂર છે”
“મને શું થયું?”આકૃતિએ અકળાઈને કહ્યું.
“બેહોશ થઈને પડી ગઈ હતી તું”નારાજગી ભર્યા અવાજે વિક્રમે કહ્યું.
“મિસ્ટર કંઈ નહીં થયું બેનને,તમે શાંતિ જાળવો”વિક્રમને અટકાવી ડો.વિશ્વનાથે આકૃતિ સાથે પૂછપરછ શરૂ કરી, “પહેલાં ક્યારેય આવું થયેલું તમને?”
“હા, બે ત્રણ વખત થયું હતું. મારા ખ્યાલથી હું જ્યારે  થાકી જવ તો એવું થાય છે”આકૃતિએ કહ્યું.
“પણ આજે ક્યાં તું થાકી ગઈ હતી?”વિક્રમ વચ્ચે બોલ્યો.
“પ્લીઝ મિસ્ટર મને પૂછવા દો”ડૉ. વિશ્વનાથે કહ્યું, “હા થાક કે તણાવને કારણે થઈ શકે. ચાલો હું તમને ગોળીઓ લખી આપું છું, તમને સાંજ સુધીમાં સારું થઈ જશે”કાગળમાં નૉટ કરતાં ડૉ.વિશ્વનાથે વાત આગળ વધારી, “નામ?”
“આકૃતિ અગરવાલ”
“તમારું?”ચશ્માંની ફ્રેમ ઉપરથી અનુભવી નજર કરી વિક્રમ તરફ જોતાં ડૉ. વિશ્વનાથે પૂછ્યું.
“વિક્રમસિંહ ભવાની”વિક્રમે રૂઆબથી છાતી ફુલાવતા કહ્યું.
“આકૃતિ તમે આરામ કરો અને વિક્રમ તમે મારા કેબિનમાં આવો”કહી ડૉ. વિશ્વનાથ બહાર નીકળી ગયા.
      આકૃતિને આરામ કરવાનું કહી વિક્રમ ડોકટર પાછળ ગયો.
“મંગેતર છે તમારી?”સામેની સીટ પર બેસવાનો ઈશારો કરતાં ડૉ. વિશ્વનાથે પૂછ્યું.
“ના,ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે”વિક્રમે કહ્યું.
“ઓકે,મિસ્ટર વિક્રમ આકૃતી કોઈ તણાવ કે થાકને કારણે બેહોશ નથી થઈ. મેં એમના થોડા ટેસ્ટ કર્યા છે.” ડોકટર શાંતિથી બોલ્યા.
“કેવા ટેસ્ટ અને શું રિઝલ્ટ આવ્યું એ ટેસ્ટનું ?” વિક્રમ અધીરો બનતા બોલ્યો.
“આકૃતીને કંજેસ્ટિવ હાર્ટ ફેઈલિયર નામની બીમારી છે.”
“એટલે?” વિક્રમના કપાળમાં કરચલી પડી.
“એટલે કે એમને દિલની બીમારી છે. આ એક હાર્ટ ફેલિયરનો જ પ્રકાર છે. એમનું હૃદય કમજોર છે જે ગમે ત્યારે કામ કરતું અટકી જશે. હાર્ટ અટેકમાં માણસનું હૃદય એક ઝટકામાં કામ કરતું અટકી જાય છે અને આ બીમારીમાં માણસનું હૃદય ધીરે ધીરે બંધ થતું જાય છે.” ડોક્ટરે સમજાવતા કહ્યું, “તેઓને થાક લાગતો,ચક્કર આવતાં એ એના જ સિમ્પટન્સ હતા”
“તેણે તો એવી કોઈ વાત નહિ કહી”આઘાત અનુભવતા વિક્રમે કહ્યું.
“આ બીમારીના કોઈ એટલા ખતરનાક લક્ષણો નથી હોતા.આનો કોઈ ઈલાજ પણ નથી હોતો.”ડોકટર થોડીવાર માટે અટક્યા, “મારી સલાહ છે કે આકૃતિને તણાવ,આઘાત,ફિઝિકલ એક્ટિવિટીથી દુર રાખો અને બની શકે એટલા અનુકૂળ વાતાવરણમાં રાખો,જો દિમાગ પર અથવા દિલ પર વધુ પ્રેશર આવશે તો..”
    વિક્રમ દિગ્મૂઢ બની ગયો.આટલી ઠંડીમાં પણ તેના કપાળે પરસ્વેદ ફરી વળ્યો.
“કોઈ..કોઈ..ઈલાજ નહિ ડોકટર?”લથડાતી જીભે વિક્રમે ફરી  પૂછ્યું.
“લૂક વિક્રમ હું તમને કોઈ ખોટી આશ નથી આપવા માંગતો. આ બીમારીમાં લોકો વધુ નથી જીવી શકતા. કોઈક થોડા દિવસો,કોઈક થોડા મહિના તો કોઈક એક વર્ષ.પણ 100℅ માંથી 1% લોકો એવા નીકળે છે કે જે આ બીમારી સાથે આઠ-દસ વર્ષ જીવી ગયા છે.”ડોકટર ઉભા થઇ વિક્રમની ખુરશી પાસે આવ્યા,વિક્રમના ખભે હાથ રાખી સમજાવતા વાત આગળ ધપાવી, “આવા કેસમાં દવા કરતાં સાવધાની વર્તવી જોઈએ,વ્યક્તિ ખાવા-પીવામાં કંટ્રોલ રાખે, ટેન્શન ન લે,હંમેશા ખુશ રહે,અનુકૂળ વાતાવરણ મળે તો જીવવાના ચાન્સીસ વધુ છે. હું થોડી વિટામિન્સ અને બીજી દવાઓ લખી આપું છું જેનાથી તેના શરીરમાં બ્લડ સર્ક્યુલેશન થતું રહેશે અને હૃદય ચાલતું રહેશે. બાકી બધું ઉપરવાળાના હાથમાં છે.”
વિક્રમની આંખ ભીની થઇ ગઇ, “પણ ડોકટર આમ અચાનક….” વિક્રમ પૂરું વાક્ય ન બોલી શક્યો.
“જો તમે નબળાં પડશો અને દુઃખી થશો તો આકૃતી વધુ દુઃખી થશે.” ડોકટર તેની ખુરશીમાં બેસતા બોલ્યા. “બને તેટલું એની આસપાસનું વાતાવરણ હલકું ફુલકું અને સ્ટ્રેસ ફ્રી રાખો. 
“તો હું આકૃતીને એની આ બીમારી વિશે કશું કહીશ જ નહીં.” વિક્રમ આંખમાં આવેલ આંસુ લૂછતાં બોલ્યો.
“મારી સલાહ માનો તો એમને કહી દો,જેથી એને ખબર રહે કે એની પાસે આટલો જ સમય બચ્યો છે અને આટલા ઓછા સમયમાં એ એની બચેલ જિંદગી જીવવાની અને વધુને વધુ ખુશ રહેવાની કોશિશ કરે.જેટલી એ ખુશ રહેશે એટલું વધુ એ જીવશે.આગળ તમારી ઈચ્છા.” ડૉકટર આટલું કહી દવાની ચિઠ્ઠી લખી આપી . 
     વિક્રમ એ ચિઠ્ઠી લઈ કેબિનની બહાર નીકળી ગયો.
‘હું તને વર્લ્ડના બેસ્ટ ડૉક્ટર પાસે લઈ જઈશ આકૃતી,તને કંઈ જ નહીં થાય..” વિક્રમ મનમાં નિર્ણય લેતા બોલ્યો., ‘આપણે સાથે મળીને આ બીમારી સાથે લડીશું”મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ એ આકૃતી પાસે પહોચ્યો.
     બીમારીની જાણ બહાર આકૃતિ આંખો બંધ કરી સુવાની કોશિશ કરતી હતી.
‘વિહાન,ત્રણ દિવસથી આપણી વાતો નહીં થઈ,આઈ મિસ યુ યાર.હવે જલ્દી દહેરાદુન જવું છે અને વિક્રમના મમ્મી-પપ્પાને મળી તારી પાસે પહોંચી જવું છે.એક હગ અને પછી લાંબી કિસ’મનમાં વિહાન વિશે વિચારતી આકૃતિ બ્લશ કરતી હતી.
     વિક્રમ બારણે ઉભો ઉભો આકૃતિની આ હરકતો જોઈ રહ્યો હતો, તેની આંખોમાં ફરી આંસુ આવી ગયા.થોડીવાર પછી આંસુ લૂછી મન મક્કમ કરી વિક્રમ આકૃતિના રૂમમાં પ્રવેશ્યો.
(ક્રમશઃ)
       વિક્રમ આકૃતિને તેની બીમારી વિશે કહી દેશે? આકૃતિને ‘કંજેસ્ટિવ હાર્ટ ફેઈલિયર’ નામની બીમારી છે એ વાત જાણી વિહાનની હાલત શું થશે?વિહાનને કૉલેજમાં ઇશા મળશે કે પેલાં બે વ્યક્તિઓ તેને ઉઠાવી ગયા હશે?
   વિહાનના મમ્મીને શું થયું હશે?શા માટે મહેતાનાં માણસે તેને ટક્કર આપી?
     સ્ટૉરી અત્યંત રોમાંચક મૉડ પર આવી પહોંચી છે,હવેથી બધા જ પાત્રોનું પરફોર્મન્સ જોરદાર રહેવાનું છે, તો વાંચતા રહો,વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)








બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED