Hawas-It Cause Death - 16 books and stories free download online pdf in Gujarati

હવસ :-IT CAUSE DEATH ભાગ-16

હવસ :-IT CAUSE DEATH-ભાગ 16

સલીમ સુપારી દ્વારા અપાયેલાં નંબર ને લિંક અપ કરતો અર્જુન તપોધન ફાર્મહાઉસ આવી પહોંચે છે..તપોધન ફાર્મહાઉસ માં હાજર મેહુલ ગજેરા નામનાં પ્રખ્યાત ગુજરાતી લેખક અને જેની હત્યા થઈ હતી એ પ્રભાત પંચાલની પત્ની અનિતા વચ્ચેની સંબંધો ની કડી ગોતીને અર્જુન એ બંનેનું ઈન્વેસ્ટિગેશન શરૂ કરે છે.

પોતે જ પ્રભાત પંચાલની હત્યા માટે સલીમ સુપારીને કોન્ટ્રાકટ આપ્યો હતો એવી કબુલાત બાદ મેહુલ પોતે કેમ પ્રભાતની હત્યા કરાવવા મજબુર થયો એ વિશેની જાણકારી આપવાનું શરૂ કરે છે જેને અર્જુન અને નાયક કાન સરવા કરી સાંભળવાનું શરૂ કરે છે.

"મારી પ્રથમ નોવેલ તડપ પછી મારાં લેખનને જે સફળતા મળી એનાંથી પ્રોત્સાહિત થઈને મેં એક પછી એક સુપરહિટ નોવેલ બેવફા,પડછાયો,વિદાય,ક્રાંતિ જેવી ઉપરાઉપરી સાત નોવેલો લખી દીધી.આ નોવેલો બાદ ગુજરાતનાં દરેક વાંચક મિત્રો મને ઓળખતાં થઈ ગયાં. મારી પ્રસિદ્ધિથી પ્રેરાઈને મને ઘણાં મોટાં પબ્લિકેશન હાઉસ દ્વારા મોટી ઓફરો મળવા લાગી નોવેલો લખવાની..અને મેં પણ તકનો લાભ ઉઠાવી બીજી ત્રણ સફળ નોવેલો રચી દીધી."

"મારી પ્રથમ નોવેલ ની સફળતાનાં સાત વર્ષમાં મારી એકવીસ જેટલી નોવેલો પ્રકાશિત થઈ અને બધી જ ખુબજ સફળ રહી..પણ સમયની સાથે નસીબે પલટી મારી..છેલ્લાં ત્રણ વર્ષમાં મારી ચાર નોવેલો ને વાંચકો નો જાકારો મળ્યો અને એથીજ પબ્લિકેશન હાઉસ પણ મારી કોઈ નોવેલ છાપવા તૈયાર નહોતું.મને મારી જાત પર વિશ્વાસ હતો કે એક સારો પ્લોટ અને હું ધમાકેદાર નોવેલ સાથે ફરી પાછો લોકોનાં દિલ પર જરૂર રાજ કરીશ."

"સારાં પ્લોટ માટે મારે એકાંત ની જરૂર હતી અને એટલે જ હું અહીં આવી પહોંચ્યો..ચેતન મેકવાન મારાં બહુ મોટાં પ્રશંસક હોવાથી જ્યારે હું કોઈ શાંત જગ્યાની શોધમાં છું એની જાણ એમને થઈ ત્યારે એમને જ મને વગર કોઈ ભાડે અહીંયા રહેવાની અનુમતિ આપી દીધી.અહીં આવ્યાં બાદ સાચેમાં લાગ્યું કે હું એકદમ યોગ્ય જગ્યાએ આવ્યો છું..મેં નોવેલનાં નવા પ્લોટ પર પણ કામ શરૂ કરી દીધું હતું..બધું યોગ્ય ચાલી રહ્યું હતું."

આટલું કહી મેહુલ ગજેરાએ પોતાની વાત અટકાવી દીધી..એની વાત સાંભળી અર્જુનને થોડી નવાઈ લાગી એવું અર્જુનનાં ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

"તો તમને પહેલાં ખબર નહોતી કે mrs. અનિતા પંચાલ રાધાનગરમાં રહે છે..?"અર્જુનનાં આશ્વર્ય નાં સ્વરૂપ રૂપે આ સવાલ એને મેહુલ ને પૂછી લીધો.

"ના સાહેબ.. મને સાચેમાં ખબર નહોતી કે અનિતા અહીં રહે છે.હું પોતે એક લેખક ભલે રહ્યો પણ મારી જીંદગીનાં નવા સોપાન હવે ઉપરવાળો પરમકૃપાળુ પરમાત્મા લખવાનો હતો એવી મને ખબર નહોતી.અહીં આવ્યાં નાં દસેક દિવસ બાદ હું જરૂરી સામાનની ખરીદી કરવા માટે શહેરની અંદર આવ્યો હતો.."આટલું કહી મેહુલ પાછો પોતાનાં ભુતકાળમાં ખોવાઈ ગયો.

"એક શાકભાજી ની લારી પર હું શાકભાજી ખરીદતો હતો ત્યારે અચાનક મારી નજર એક મહિલા પર પડી..એને જોતાં જ મારાં શ્વાસ થંભી ગયાં હોય એવી લાગણી મને થઈ.એ મહિલા પોતાની જ ધુનમાં શાકભાજી ખરીદી રહી હતી.હું ધીરેથી એની નજીક ગયો અને ધીરેથી બોલ્યો."

"અનિતા.."

મારો અવાજ સાંભળી એ મહિલાએ પાછું ફરીને જોયું અને મને જોતાં જ એની આંખો તથા ચહેરા પર એવાં ભાવ પ્રગટ્યા કે જાણે એને કોઈ ભૂત જોઈ લીધું જ હોય.

ભૂતકાળની બધી વાતો એકપછી એક મારાં માનસપટલ પર કોઈ ફિલ્મની માફક ચાલવા લાગી.હું અને અનિતા વડોદરા ની MS યુનિવર્સિટીમાં સાથે જ અભ્યાસ કરતાં હતાં.એકબીજા નાં સરખા વિચારોનાં લીધે હું અને અનિતા એકબીજા તરફ આકર્ષાયાં અને પરસ્પર એકબીજાને દિલ દઈ બેઠાં.કોલેજમાં B.A નાં ત્રણ અને M.A નાં બે વર્ષ અમે એકબીજાની ઘણી નજીક આવી ચૂક્યાં હતાં.

અનિતા ભલે દેખાવે સામાન્ય હતી પણ હું એને ખરાં દિલથી ચાહતો હતો..અને હું એને મારી જીવન સંગીની પણ બનાવવા માંગતો હતો.અભ્યાસ પૂર્ણ થયાં બાદ હું કોઈ સારી નોકરીની શોધમાં અહીં-તહીં ભટકતો હતો.મેં અનિતાને વચન આપ્યું હતું કે જેવી કોઈ સારી નોકરી મળશે એટલે હું એનાં પિતાજીને મળીને એનો હાથ માંગી લઈશ.

અચાનક એક દિવસ મારો એક દોસ્ત અનિતા નાં કોઈ પ્રભાત નામનાં વ્યક્તિ સાથે લગ્ન થાય છે એવી ખબર લઈને મારી જોડે આવ્યો..પહેલાં તો મને એની વાત પર વિશ્વાસ ના બેઠો પણ અનિતા અને મારી એક કોમન ફ્રેન્ડ નીતુ એ પણ જ્યારે આ વાત જણાવી ત્યારે હું ભાંગી ગયો.મારુ મગજ કામ આપતું બંધ થઈ ગયું.મેં અનિતા ને મળવાનાં ઘણાં પ્રયત્નો કર્યાં પણ એનાં પિતાની પહોંચ આગળ મારું કંઈપણ ઉકળે એવું નહોતું.

અનિતા નાં લગ્ન ની હવે ઘડીઓ ગણાઈ રહી હતી અને મેં માનસિક આઘાતમાં આત્મહત્યા નો પ્રયાસ કરી લીધો..આ તો સારું થયું મને યોગ્ય સમયે ટ્રીટમેન્ટ મળી ગઈ અને હું બચી ગયો.પણ પછી મને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા જામનગર રહેતાં મારાં એક માસીનાં ઘરે મોકલી દેવામાં આવ્યો.

ત્યાંથી વડોદરા પાછાં આવ્યાં બાદ મેં અનિતાનાં એ મતલબી પ્રેમની દાસ્તાન રૂપે સૌપ્રથમ નોવેલ લખી તડપ અને એની સફળતા થી પ્રેરાઈને બીજી નોવેલ લખી બેવફા..બસ પછી ના મારી કલમ અટકી ના હું.આજે હું અત્યારે એ વ્યક્તિ સમક્ષ ઉભો હતો જેને મારી જીંદગી ને આગ લગાવી હતી કે પછી મારી જીંદગી ને આગળ ધપાવવામાં મદદ કરી હતી એનો નિર્ણય હું લઈ નહોતો શકતો.

અચાનક અનિતાનાં એકધારાં સવાલો નાં લીધે હું પાછો વર્તમાનમાં પાછો આવ્યો.

"મેહુલ..તું કેમ છે..?સાંભળ્યું છે તું તો બહુ મોટો લેખક બની ગયો?..અને અહીં રાધાનગરમાં કેમ..?"

હું લેખક બની ગયો છું એની અનિતાને ખબર હતી એ જાણી આનંદ થયો..ત્યારબાદ મેં અનિતાને હું કેમ અહીં આવ્યો છું એ વિશેની માહિતી આપી દીધી..મારી વાત સાંભળ્યા બાદ અનિતા એ કહ્યું.

"મેહુલ,તારાં જોડે સમય હોય તો મારે તારી જોડે થોડી વાતો ક્લિયર કરવી છે..?"

"મારે તો ઘણી બધી વાતો કરવી છે અને અમુક સવાલો નાં જવાબ પણ પુછવા છે.શું તારી જોડે એ માટે સમય છે..?"મેં એને સામો સવાલ કર્યો.

મારી વાત સાથે એ સહમત થઈ અને અમે બંને ત્યાં આવેલી એક રેસ્ટોરેન્ટમાં જઈને બેઠાં.

"બોલ શું ચાલે છે..લગ્ન કરી લીધાં કે નહીં..?"કોફીનો ઓર્ડર અપાઈ ગયાં બાદ વાતની શરૂવાત કરતાં અનિતા એ પહેલો સવાલ કર્યો.

"બસ અહીં એક સારી નોવેલનો પ્લોટ મળી જાય એટલે પાછી ગાડી ટ્રેક ઉપર આવી જશે..અને મેરેજ કરવાનું વચન ક્યારેક કોઈને આપ્યું હતું અને ભલે એને એ વચન તોડ્યું પણ હું મારાં એ વચન પર આજેપણ કાયમ છું."હું અનિતાની બેવફાઈ પર કટાક્ષ કરતાં બોલ્યો.

"હા મેહુલ હું તારી ગુનેગાર છું. મેં તારી જોડે ખોટું કર્યું છે અને એની સજા મને અત્યારે મળી રહી છે."આટલું કહેતાં તો અનિતા ચોધાર આંસુ એ રડી પડી.

અનિતા ને રડતી જોઈ મને નવાઈ લાગી..મેં મારી ખુરશી એની તરફ સરકાવી અને એને હાથરૂમાલ આપતાં કહ્યું.

"અનિતા પહેલાં રડવાનું બંધ કર..આ એક જાહેર જગ્યા છે તો અહીં તારી લાગણી પર કાબુ રાખ."

મારાં કહેવાનો અર્થ સમજી અનિતા એ રડવાનું બંધ કરી દીધું..મેં આપેલાં હાથરૂમાલ વડે પોતાનાં આંસુ લૂછયાં બાદ એ થોડી સ્વસ્થ થઈને બોલી.

"મેહુલ હું તને બધું ડિટેઈલમાં જણાવવા માંગુ છું કે મારે તારી જોડે એવું વર્તન કેમ કરવું પડ્યું.."

ત્યારબાદ અનિતા એ પોતે પોતાનાં પિતાજી દ્વારા પોતાની મરજી વિરુદ્ધ લગ્ન ગોઠવી દેવાયાં હોવાની વાત કરતાં કહ્યું કે "જ્યારે મને ખબર પડી કે રાધાનગરનાં કોઈ બિઝનેસમેનનાં દીકરા પ્રભાત સાથે મારાં લગ્ન ગોઠવાઈ ગયાં છે તો મેં એ લગ્ન નો વિરોધ કર્યો અને આપણાં સંબંધો વિશે પણ જણાવી લીધું.

"મારાં પિતાની પોતાની ખાનદાની અને મર્યાદા માટે મને મારી નાંખવા તૈયાર હતાં પણ પોતાનાથી ગરીબ ઘરમાં પોતાની દીકરી વળાવવા તૈયાર નહોતાં.. મેં ઘણાં ધમપછાડા કર્યાં પણ પિતાજી એ જ્યારે કહ્યું કે જો તું અમારી વાત નહીં માની પ્રભાત જોડે લગ્ન નહીં કરે તો પોતે મારી મમ્મી જોડે આત્મહત્યા કરી લેશે..એમની આ વાત સાંભળ્યાં બાદ મારી જોડે એમની વાત સ્વીકાર્યા વગર છૂટકો જ નહોતો..હું તને મારી હાલત જણાવું એ પહેલાં તું જામનગર નીકળી ગયો હતો."

"બસ પછી નક્કી કરેલાં દિવસે મારાં પ્રભાતની સાથે લગ્ન થઈ ગયાં.અને ત્યારબાદ શરૂ થઈ ગયો મારી જિંદગીનો સૌથી ખરાબ સમય.સુહાગરાતે જ પ્રભાત ચિક્કાર દારૂ પીને આવ્યો હતો..મારાં પુછવા પર એને કહ્યું કે મિત્રોએ એને જબરજસ્તી પીવરાવી છે નહીંતો એ ક્યારેક દારૂને હાથ પણ નથી લગાડતો.દારૂના નશામાં એતો આવીને પથારીમાં પડ્યો એવો જ સુઈ ગયો અને હું મારી સુહાગરાતનાં દિવસે જ અધૂરા મિલનની અગમાં તડપતી આંસુ સારતી આખી રાત બેસી રહી.

ધીરે-ધીરે મને ખબર પડી ગઈ કે પ્રભાત એક પૈસાદાર બાપની બગડેલી ઔલાદ છે.દારૂ પીવો,જુગાર રમવો અને અલગ અલગ સ્ત્રીઓ સાથે શારીરિક સંબધો બાંધવા એ એની રોજની આદત હતી.એને ખાલી કરવાં ખાતર જ મારી સાથે લગ્ન કર્યાં હતાં."

"પહેલાં તો એ બધું મારાંથી ચોરી છુપી કરતો પણ છેલ્લાં ત્રણેક વર્ષથી તો એને શરમ નેવે મુકી દીધી છે.એ મારી સામે જ કેટલીયે સ્ત્રીઓ સાથે ફોન પર વાતો કરતો અને હું એક અબળાની માફક આ બધું સહન કરે જતી.ત્રણ-ચાર વખત તો મેં એને રંગે હાથ અન્ય સ્ત્રીઓ સાથે કામલીલા આચરતો પકડ્યો પણ હતો..પણ હું એનો વિરોધ કરું તો એ મારી જોડે મારઝૂડ કરતો.મારાં પિતાની વાત માની મેં હાથે કરી મારી જીંદગી નર્ક થી પણ ભૂંડી બનાવી લીધી છે."

આટલું કહી અનિતાની આંખો પુનઃ ભરાઈ આવી અને એ મારાં ખભે પોતાનું માથું રાખી હીબકાં લેવા લાગી.અનિતાની વાત સાંભળી મારાં મનમાં એનાં પ્રત્યે જે કંઈપણ ગુસ્સો હતો બધો ભાપની માફક હવામાં ઓગળી ગયો.હૃદયની ઉપર જે નફરત રૂપી ધૂળ જમા થઈ હતી એ દૂર થઈ જતાં હવે વર્ષો પહેલાં રોપેલાં પ્રેમ નાં બીજ પુનઃ અંકુરિત થઈ ગયાં હતાં.

અનાયાસે જ મારો હાથ અનિતાની ફરતે વીંટળાઈ ગયો.આ એ જ સ્પર્શ હતો જેને હું સતત ઝંખતો રહ્યો હતો.મારાં શરીરમાં એક મીઠી ટીસ ઉઠી ગઈ.કોઈ તરસ્યાં ની સામે ચાલીને સરોવર આવ્યું હોય એવી અનુભુતી હું ત્યારે કરી રહ્યો હતો.મેં અનિતા નો ચહેરો હળવેકથી મારાં બંને હાથની હથેળી વચ્ચે લઈને એને આશ્વાસન આપતાં કહ્યું.

"અનિતા તું થોડી ધીરજ રાખ..તારાં સંતાનો જેમ સમજણા થશે એમ તારાં પતિનો તારાં તરફનો વ્યવહાર પણ બદલાઈ જશે."

મને એમ હતું કે મારી આ વાત થી અનિતાને થોડી ધીરજ અને હૂંફ મળશે પણ મારી વાત સાંભળી અનિતાને રાહત ઓછી થઈ અને દુઃખ વધુ થયું એનાં ભાવ પરથી લાગી આવ્યું.પોતાની જાતને મહાપરાણે રડતી રોકતાં અનિતા બોલી.

"મેહુલ,હું હજુ માં જ નથી બની.ક્યારેય પ્રભાતે મને ખરાં દિલથી અપનાવી પણ નથી એટલે હું પુત્ર પ્રાપ્તિ ની પણ ઝંખનામાં આજેપણ ઝૂરી રહી છું."

અનિતાની એ વાત સાંભળી મને એનાં પતિ પ્રભાત પર ગુસ્સો ઉપજી આવ્યો.મારુ ચાલે તો હું પ્રભાતની હાલ જ હત્યા કરી લઉં એવું મારાં મનમાં ચાલી રહ્યું હતું.મેં અનિતા ને એનાં પતિ સાથે છુટાછેડા લઈ લેવાની સલાહ આપી પણ પોતાનાં પિયરનાં સંકુચિત મગજનાં લોકો એને ટેકો નહીં આપે એવું જણાવી અનિતા એ પ્રભાતને છુટાછેડા આપવાની મારી સલાહ ને નકારી દીધી.

એ દિવસે અમે બીજી ઘણી બધી જુની વાતો કરી..મારી સાથે વાતો કર્યા બાદ અનિતાનો હસતો ચહેરો જોઈ મને ખુબ સારું લાગી રહ્યું હતું.નોવેલ નો પ્લોટ શોધતાં શોધતાં હું મારો પ્રેમ પાછો મેળવી શકીશ એવો તો મને સપનેય ખ્યાલ નહોતો.જતાં-જતાં અમે એકબીજાનાં કોન્ટેકટ નંબરની પણ આપ-લે કરી.એ દિવસ પછી ઘણી વાર સમય મળતાં હું અને અનિતા મળવા લાગ્યાં.ફોન પર પણ અમારી લાંબી વાતો થવા લાગી.ધીરે ધીરે અમે ફરીથી એકબીજાના પ્રેમ માં પડી ગયાં.

અવારનવાર અનિતા મારાં ફાર્મહાઉસ પર આવતી અને અમે દુનિયાની પરવાહ કર્યાં વગર એકબીજામાં ખોવાઈ જતાં.અમે બંને વર્ષોથી જાતીય સુખનાં ભૂખ્યાં હતાં એટલે અમારાં બંને વચ્ચે મુક સંમતિથી શારીરિક સંબંધ બંધાઈ ગયો.

અમારો આ અનૈતિક પ્રેમ-સંબંધ ત્રણેક મહિના સુધી ચાલતો રહ્યો..અમે બંને એકબીજાનાં સાનિધ્યમાં ખૂબ ખુશ હતાં. પ્રભાત તરફથી પોતાની થતી અવગણના નું દુઃખ અનિતા ભૂલી ગઈ હોય એવું એનાં ચહેરા પરથી સ્પષ્ટ હું સમજી શકતો હતો.

બધું પોતાની રીતે ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યું હતું પણ એકદિવસ અનિતા નો મારાં પર કોલ આવ્યો અને અનિતાએ એમાં જે કંઈપણ કહ્યું એને મને એવો આંચકો આપ્યો જેનાં પર હું ખુશ થાઉં કે પછી ચિંતિત થાઉં એ વિષયમાં વિચારવા અસમર્થ બની ગયો..!

★★★★★★★

વધુ આવતાં અંકે.

પ્રભાતની હત્યા કરવા માટેનું મેહુલ અને અનિતા જોડે શું કારણ હતું..??મંગાજી પ્રભાતની હત્યામાં સામેલ હતો..?પ્રભાત ને ઝેર કોને અને કઈ રીતે આપ્યું હતું.??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED