સેલ્ફી ભાગ-19 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 54

    તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આ...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 3

    "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે....

  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

શ્રેણી
શેયર કરો

સેલ્ફી ભાગ-19

સેલ્ફી:-the last photo

Paart-19

પોતાનાં દ્વારા ઘા કરવામાં આવેલ ચાકુ સીધું કાતિલ ની પીઠ માં વાગ્યું હતું અને એનાં લીધે કાતિલ ત્યાંજ જમીન પર મૃતાવસ્થામાં પડ્યો હતો એ જોઈને પૂજાની મોતનાં બદલાની આગમાં સળગી રહેલ જેડીનાં હૈયાંને શાતા વળી.આખરે એ હત્યારો કોણ હતો એ જોવા માટે જેડી એની પીઠમાંથી છરી નિકાળીને એનાં દેહને સીધો કર્યો..ત્યાં પડેલ એ વ્યક્તિનો ચહેરો જોતાંની સાથે જ જેડીનાં મુખેથી સરી પડ્યું.

"રોબિન.."

જેડી એ એની છાતી પર પહેલાં હાથ અને પછી કાન મૂકી ચેક કરી જોયું કે ક્યાંક એ જીવિત તો નથીને..?ત્યાં નીચે પડેલ મૃતદેહ રોબિનનો હતો..દામુ પણ એ જોઈ પોતાની આંખો પર વિશ્વાસ નહોતો કરી રહ્યો.રોબિનની લાશને એમને સગાં હાથે ઊંચકી ફ્રીઝમાં રાખી હતી તો અત્યારે રોબિન ત્યાં કઈ રીતે આવી પહોંચ્યો એ મોટો પ્રશ્ન હતો જેનો જવાબ હવે રોબિનની મોત પછી મળવો મુશ્કેલ હતો.

કોમલ દ્વારા ત્યાં બાથરૂમમાં રોબિનનું નામ કેમ લખવામાં આવ્યું અને શુભમે જે એની ઉપર હુમલો કરનારાં કાતીલનું વર્ણન કર્યું હતું એ રોબિન ને મળતું કેમ હતું એ બંને પ્રશ્નો નો જવાબ મળી ગયો હતો.

"દામુ ટોર્ચ મને આપ અને તું જઈને રોહન અને શુભમને ફટાફટ બોલાવી લાવ.."દામુ તરફ જોઈને જેડી બોલ્યો.

"પણ સાહેબ તમે..?"દામુ એ કહ્યું.

"દામુ હવે ફિકર કરવાની જરૂર નથી...કેમકે હત્યારો તો આ જમીન પર પડ્યો છે."રોબિનનાં મૃતદેહ તરફ ઈશારો કરી જેડી બોલ્યો.

જેડી ની વાત સાચી હતી કેમકે હવે તો એ કાતિલ ની મોત બાદ કોઈપણ જાતનું સંકટ નહોતું એટલે દામુ ત્યાંથી નીકળી સીધો હવેલીનાં મુખદ્વારમાં થઈને હવેલીમાં પ્રવેશ્યો.અંદર પહોંચી એ દાદરો ચડી સીધો રોહનનાં રૂમ જોડે આવી પહોંચ્યો.રોહન ને ઊંચા સાદે અવાજ લગાવવાની સાથે દામુ એનું બારણું બે-ત્રણ મિનિટ સુધી ખટખટાવતો રહ્યો ત્યારે માંડ રોહને બારણું ખોલ્યું.

"શું થયું દામુ..કેમ આટલી રાતે..?બધું ઠીક તો છે ને..?"રોહને દામુ ની તરફ જોઈને સવાલોનો મારો ચલાવી દીધો.

"હવેલીની પાછળ ચાલો..ત્યાં કાતિલ.."દામુ હાંફતો હાંફતો આટલું બોલ્યો જ હતો ત્યાં રોહન દોટ મૂકી હવેલીની પાછળની તરફ દોડ્યો.મેઘા પણ એને અનુસરતી હવેલીની પાછળ જવા ચાલી નીકળી.

રોહને ત્યાં જઈને જોયું તો હાથમાં ટોર્ચ લઈને જેડી ઘૂંટણભેર બેઠો હતો અને એની નજીક એક વ્યક્તિ જમીન પર પડ્યો હતો.રોહન ત્યાં પહોંચીને જેડીને ઉદ્દેશીને બોલ્યો.

"જેડી તું ઠીક તો છે ને..?અને આ કોણ છે..?"

"હું બિલકુલ ઠીક છું.."આટલું કહી નીચે પડેલ વ્યક્તિનું નામ આપવાનાં બદલે જેડી એ ટોર્ચનો પ્રકાશ ત્યાં નીચે પડેલ વ્યક્તિનાં ચહેરા તરફ ફેંક્યો.આ દરમિયાન શુભમ અને રુહી પણ ત્યાં આવી પહોંચ્યા હતાં.

"રોબિન..."બધાં નાં મોંઢેથી ઉદગાર સરી પડ્યો.

"હા,રોબિન..ધ કિલર.પૂજા અને કોમલનો હત્યારો રોબિન.એને મેં મોત ને ઘાટ ઉતારી દીધો.."હાસ્ય સાથે જેડી બોલ્યો.

જેડીનું આ હાસ્ય એનાં મનમાં વ્યાપ્ત ગુસ્સાને ખતમ કરી મુકવાનું પણ પ્રતીક સમાન હતું.પોતાની પ્રેમિકા પૂજાની મોતનો બદલો લઈ શકવાની ખુશી જેડીનાં અવાજમાં અને એનાં મુખ પરથી સ્પષ્ટ ઝલકી રહી હતી.જેડીની આ ખુશીમાં સહભાગી થવા શુભમ અને રોહને એને ગળે લગાવી લીધો.એમનાં ગળે મળતાં જ જેડી એ પૂજાને યાદ કરી આક્રંદ કરી પોતાની હૈયાવરાળ કાઢી લીધી.

"પણ મને એ સમજાતું નથી કે રોબિન કઈ રીતે જીવતો રહી ગયો..કેમકે આપણે તો રોબિન મૃત સ્વરૂપે એનાં રૂમમાંથી મળ્યો હતો..?"મેઘા દાંત વડે એનાં હોઠ દબાવીને બોલી.

"ત્યારબાદ આપણે એની લાશ ને ફ્રીઝમાં રાખી દીધી હતી..તો રોબિન જીવતો કઈ રીતે રહી શકે.?"રુહી એ બીજો તર્ક રજૂ કરતાં કહ્યું.

મેઘા અને રુહી ની વાત નો કોઈ જોડે કોઈ જવાબ નહોતો..પણ અત્યાર સુધી એકપછી એક કડીઓ ને જોડતાં પુરવાર થતું હતું કે કોમલ નો હત્યારો,શુભમ પર હુમલો કરનાર,પૂજાની હત્યા કરનાર અને અત્યારે જેડી ને મારી નાંખવાનો પ્રયાસ કરનાર રોબિન જ હતો..પણ એવું કઈ રીતે બની શકે કે એક મરેલો માણસ જીવીત થઈ શકે..?

"રોહન તને યાદ છે રોબિન જોડે એક ખાસિયત હતી કે એ યોગ નાં જોરે એનો શ્વાસ દસ મિનિટ જેટલો રોકી શકતો જેથી એ મૃત હોય એવું બધાં ને લાગતું."શુભમ કંઈક યાદ આવતાં બોલી ઉઠ્યો.

"હા..મને ખબર છે રોબિનની આ કુશળતા વિશે..પ્રથમ વર્ષમાં રામાયણ નાં નાટક વખતે લક્ષ્મણ નાં રોલ વખતે એને પોતાની આ ટેલેન્ટ બધાંને જાહેરમાં બતાવી હતી."ભૂતકાળની વાત યાદ કરી રોહન બોલ્યો.

"એનો મતલબ કે રોબિને પહેલાં તો શ્વાસ રોકવાનું નાટક કરી આપણને પોતે મૃત છે એવું દર્શાવ્યું..ત્યારબાદ જ્યારે આપણે એને મૃત સમજી બેઝમેન્ટમાં ફ્રીઝની અંદર રાખી આવ્યાં ત્યારે આપણાં જતાં ની સાથે જ એ ફ્રીઝ ખોલી બહાર આવી ગયો."મેઘા બધાં પ્રસંગો ને તબક્કાવાર ગોઠવી બોલી.

"રોબિને આપણી નજરોથી ગાયબ કર્યા બાદ મોત નો નગ્ન નાચ શરૂ કર્યો..જેમાં એનો પહેલો શિકાર બની કોમલ..કોમલની હત્યા બાદ એનો નેક્સ્ટ ટાર્ગેટ શુભમ હતો પણ નસીબજોગે એ બચી ગયો.દુર્ભાગ્યવશ એનાં પછી રોબિને પૂજાની કરપીણ હત્યા કરી."રુહી એ કહ્યું.

"હા એવું જ થયું હશે..પણ રોબિને કેમ પોતાનાં જ મિત્રોની હત્યાનો પ્લાન બનાવ્યો એની સમજ નથી પડી રહી.."માથું ખંજવાળતાં રોહન બોલ્યો.

"રોબિન નમ્રતા સાથેનાં બ્રેકઅપ બાદ હમણાંથી ડિપ્રેશન નો ભોગ હતો અને એની સારવાર પણ હોસ્પિટલમાં માં ચાલુ હતી."શુભમ બોલ્યો.

"જે થયું એ..પણ હવે હત્યારો આપણી સામે પડ્યો છે.હવે કોઈનાંથી ડરવાની જરૂર નથી."રોહન બોલ્યો.એનાં અવાજમાં એક રાહત અને સુકુન ભરેલી શાંતિ વર્તાતી હતી.

"સાહેબ આ ડેડબોડીનું શું કરવાનું છે..?"ત્યાં ઉભેલો દામુ એ લોકોની વાતચીત પૂર્ણ થતાં બોલી ઉઠ્યો.

"આની લાશને જંગલમાં ફેંકી આવ..જંગલી જાનવરો આની જયાફત કરશે ત્યારે જ કોમલ અને પૂજાની આત્મા ને શાંતિ વળશે.."રોહન ગુસ્સામાં બોલ્યો.

રોહનની વાત માની દામુ અને શુભમ જઈને એની લાશ ને થોડે દૂર ઝાડીઓમાં ફેંકતાં આવ્યાં.. થોડીવારમાં તો જંગલી કૂતરાંઓ અને વરુ એનું ભોજન કરવા આવી પહોંચશે એ નક્કી હતું.

આ બધી ઘટનામાં સવાર નાં ચાર વાગી ચૂક્યાં હતાં.. રોબિનની હત્યા પછી હવે કોઈપણ પ્રકારનો ડર ન હોવાંથી બધાં પોતપોતાનાં રૂમમાં સુવા માટે ચાલતાં થયાં.. હત્યારા ને મારી નાંખવાની ખુશીમાં જેડી ફરી પાછો દારૂની બોટલ લઈને બેઠો..દારૂનો ફૂલ નશો કર્યાં બાદ જેડી ત્યાં જ સોફા પર પગ પસરાવીને સુઈ ગયો.

આજની સવાર ખુશનુમા હતી કેમકે છેલ્લાં દસ દિવસથી માથે તોળાતો મોતનો ભય આખરે ખત્મ થઈ ચૂક્યો હતો.રોબિનની મોત સાથે એ લોકો ને જે વસ્તુનું સૌથી મોટું જોખમ હતું એનો અંત થઈ ચૂક્યો હતો.હવે કોઈપણ જાતની બીક વગર એ લોકો ત્યાં રહી શકે એમ હતાં.

સવારની ગરમાગરમ ચા અને નાસ્તા સાથે એ બધાં ની શુભ સવાર થઈ ચૂકી હતી...હવે ફક્ત ત્રણ દિવસ ત્યાં પસાર કરવાનાં હતાં એ પછી તો અન્ના પોતાનું જહાજ લઈને ત્યાં આવી પહોંચવાનો હતો.રોહન અને એનાં મિત્રો ના મળે તો એ હવેલીએ આવી પહોંચશે એ નક્કી હતું.

આજનો દિવસ બધાં એ ખુશી ખુશી પસાર કર્યો..બપોરે પણ દામુ દ્વારા જમવામાં સ્વીટ બનાવવામાં આવ્યું.હજુપણ કોમલ અને પૂજાને ખોવાનું દુઃખ બધાં ને હતું..સાથે-સાથે રોબિન દ્વારા પોતાનાં જ મિત્રો ને મોત ને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં એનું આશ્ચર્ય હતું.

સાંજે જમ્યાં બાદ એ લોકોને થોડી ઘણી વાતચીત કરી અને સુવા માટે પોતાનાં રૂમમાં ચાલ્યાં ગયાં..રોહન અને શુભમનાં કહેવાથી જેડી પણ રોબિનનાં રૂમમાં સુવા માટે તૈયાર થઈ ગયો.એ બધાં ને રાતે પીવાનું દૂધ આપ્યાં બાદ દામુ કિચનમાં જઈને જમીન પર પથારી કરીને સુઈ ગયો.

મધરાત વીતી ગઈ હતી..રાત પોતાની સાથે ભયાવહ શાંતિ અને સન્નાટો લઈને આવી હતી.વેરાન ટાપુ પર આમ પણ રાત વધુ વ્યાપ્ત બનીને પોતાનાં આગોશમાં બધું સમાવી લેતી હતી.તમરાં,ઘુવડ અને ચિબરી નાં તીણા અવાજની સાથે વરુ અને શિકારી કૂતરાંની લવારી પણ વાતાવરણને વધુ ને વધુ ભયંકર બનાવી રહ્યાં હતાં.

દામુની અચાનક રાતે આંખ ખુલી તો એને અનુભવ્યું કે એ અત્યારે જમીનથી પાંચેક ફૂટ ઉપર હતો..જમીન તરફ જોતાં જ દામુ નાં હોંશ-કોશ ઉડી ગયાં.આ આઈલેન્ડ પર આવ્યાં બાદ એને ઘણું બધું જોયું અને અનુભવ્યું હતું પણ આજની આ રાત એને માટે જીંદગીની સૌથી મોટી ડરાવણી ક્ષણ લાવવાની હતી.

"કોણ છે..કોણ છે અહીં..?"પરસેવેથી રેબઝેબ દામુ મહાપરાણે આટલું બોલી શક્યો.

દામુ નાં આટલું કહેતાં ની સાથે એ હવામાં જ ગોળ ગોળ ઘુમવા લાગ્યો..સતત ઘુમવાનાં લીધે દામુ ને ચક્કર આવી ગયાં હતાં.હૃદય પણ ડરથી બંધ થઈ જશે એવું એ મહેસુસ કરી રહ્યો હતો.એ ચિલ્લાવા માંગતો હતો પણ એનો અવાજ ગળામાં જ અટકી ગયો હતો.

"મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દો..મને નીચે ઉતારો.."દામુ કોઈ અજાણી શક્તિ નો અહેસાસ કરી રહ્યો હતો અને એ પરલૌકિક શક્તિને એ હાથ જોડી પોતાને બક્ષી દેવા વિનંતી કરી રહ્યો હતો.

દામુ ની વિનંતી બાદ એનું ગોળ ગોળ ઘુમવાનું અટકી ગયું અને બીજી જ ક્ષણે એ ધડામ કરતો નીચે ફર્શ પર પછડાયો.આતો સારું થયું કે એ પોતાની પથારીમાં જ પડ્યો હતો એટલે એને વધુ દર્દ કે પીડા ના થઈ.

"શું જોઈએ છે તમારે.. તમે કહેશો એમ હું કરીશ પણ મને કંઈ ના કરશો."મોત નો ડર માથે હોવાથી દામુ રડમસ સ્વરે બોલ્યો.

દામુ ની વાત નો કોઈ જવાબ મળવાની જગ્યાએ એક સ્ત્રી નું અટ્ટહાસ્ય રસોડાની બંધ દીવાલોમાં ગુંજી ઉઠ્યું..એ અટ્ટહાસ્ય બીજાં વ્યક્તિ માટે મોત નો સંકેત હતું..અચાનક દામુની સામેની રસોડાની દીવાલ પર લોહીથી લખેલ શબ્દો ઉભરી આવ્યાં..જેને વાંચતાં દામુ નું મોં સુકાઈ ગયું અને હાથ-પગ અજાણ્યાં ડરથી ધુજવા લાગ્યાં અને એ પોતાનાં પહેરણમાં જ પેશાબ કરી ગયો..!!

■★★★★★★★★■

વધુ આગળનાં ભાગમાં..

દામુ સાથે શું થશે..??એ અટ્ટહાસ્ય કરનાર સ્ત્રી કોણ હતી..??પૂજા એ ચોરેલાં એ આભૂષણો આખરે કોની જોડે હતાં..??રોબિનની મોત બાદ શું સાચેમાં રોહન અને એનાં બાકીનાં મિત્રો સુરક્ષિત હતાં..??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ