Featured Books
શ્રેણી
શેયર કરો

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-34

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-34
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
     મહેતાને જેલની સજા મળ્યા બાદ કૌશિક છેલ્લીવાર વિહાનને મળે છે,વિહાનની સુરક્ષા માટે કૌશિક વિહાનને લાઇસન્સ વિનાની એક રિવોલ્વર આપે અને સાથ આપવા માટે બંને એકબીજાનો આભાર વ્યક્ત કરે છે.
     બીજી બાજુ ગંગામૈયાની આલ્હાદક આરતીનો લ્હાવો લઈ વિક્રમ અને આકૃતિ એક ઘાટ પર આવી બેસે છે,ત્યાં વિક્રમ આકૃતિને ‘આઈ લવ યુ’ કહે છે.હવે આગળ.. 
“તું મજાક કરે છે ને બકા?”આકૃતિએ હસતાં હસતાં કહ્યું.
“ના હું ગંભીર છું,તું વિહાન સાથે રહે એ મને કે આંટીને નથી પસંદ અને વિહાનથી દૂર કરવા જ હું તને અહીંયા લઈ આવ્યો”વિક્રમે આકૃતિની આંખોમાં આંખ પરોવતા કહ્યું.
“ચલ જુઠ્ઠા,હું તને ઓળખું છું.મજાક બંધ કર સવાર સવારમાં”આકૃતિએ વિક્રમના ખભે મુક્કો માર્યો.
      વિક્રમે આકૃતિને પોતાના તરફ ખેંચી,આકૃતિના હોઠ પર હોઠ રાખી દીધા.
“વિક્રમ આ શું કરે છે?”આકૃતિ વિક્રમને દૂર કરતા  ખિજાઈ.
“મેં કહ્યું તને આઈ લવ યુ પણ તું સમજતી નહિ તો શું કરું?”વિક્રમે આકૃતિને ફરી નજીક ખેંચી.
“શું બકે છે?,આપણે માત્ર સારા દોસ્ત છીએ અને આપણી વચ્ચે કંઈ થાય એવું મેં કંઈ કહ્યું પણ નથી અને કર્યું પણ નથી તો આ શેનું ભૂત ચડ્યું તને?છોડ મને”આકૃતિએ વિક્રમને દૂર ખસેડી લાફો ચૉડી દીધો અને રડવા લાગી.
“તને શું થયું આકૃતિ? આપણે બાળપણથી સાથે છીએ,તારા મમ્મી પણ આપણે સાથે રહીએ એવું ઈચ્છે છે અને પેલા વિહાનમાં એવું શું છે?નથી એ મારી જેટલો હેન્ડસમ, નથી મારી જેટલો અમીર કે તને સાચવી શકે,હું તને પલકો ઉપર બેસારીને રાખીશ”વિક્રમ સાયકોની માફક બોલતો જતો હતો.
“તારામાં માણસાઈ નથી,તું ભલે આમિર હોય પણ ‘મારા વિહાન’માં જે એ તારામાં નથી,એ તારી જેટલો નીચ માણસ નથી કે એક છોકરીને આટલી દૂર લાવી તરછોડે”આકૃતિએ રડતાં રડતાં ગુસ્સામાં કહ્યું.
“મેં તરછોડી?,તું વિહાન કરતાં મારી સાથે કમ્ફર્ટ રહે છે,મને તારા માટે સજ્જડ પ્રેમ છે.પ્રેમ છુપાવતાં મને નથી આવડતું,હું તો લગ્નનો પ્રસ્તાવ લઈને જ આવ્યો હતો ખબર નહિ કેમ તારા પપ્પાએ અચાનક ના કહી દીધી.પાછળથી મને વિહાન વિશે ખબર પડી પણ મારું ચિત્ત હજી કેવળ તને જ ચાહે છે અને ચાહતું રહેશે”
“લૂક વિક્રમ,આવી નાદાનીભરી વાતો કરી આપણી દોસ્તીને ગાળો ના આપ,તું સમજદાર છો..કોઈ સારી છોકરી પસંદ કરી લે અને મારા વિશે વિચારવાનું છોડી દે.આઈ એમ ઓલરેડી ઇન રીલેશન.”આકૃતિએ વિક્રમને સમજાવતા કહ્યું.
“મેં તને કહ્યું છે ને હું વનવુમન મેન છું,આઈ નૉ અત્યારે મારી ખરાબ છાપ તારા માનસપટલ પર પડતી હશે પણ હું સાચું કહું છું એ ગરીબ બાપ વિહોણો છોકરો તને શું આપશે?નથી એની પાસે રહેવા માટે ઘર કે નથી વ્યવસ્થિત કામ-ધંધો. માત્ર પ્રેમથી જ જીવન નહિ ચાલતુંને?એ જેટલો તને પ્રેમ કરે છે એથી બમણો પ્રેમ આપીશ,તારો પડતો બોલ જીલીશ,બસ એકવાર હા કહી દે”
“ખબરદાર જો એક શબ્દ પણ મારા વિહાન માટે બોલ્યો તો,હા પાડવાની વાત તો દૂર રહી હવે તારો ચહેરો જોવો પણ હું પસંદ નહિ કરું”આકૃતિ ઘાટ પરથી ઉભી થઇ, “આજ પછી કોઈ દિવસ મને ના મળતો”વિક્રમને આંગળી ચીંધી આકૃતિએ કડક શબ્દોમાં કહ્યું.
“આકૃતિ પ્લીઝ”વિક્રમ કગરવા લાગ્યો.આકૃતિ ચાલવા લાગી,તેનું માથું ભમતું હતું.તેને અત્યારે ક્યાં જવું એની ભાન સુધ્ધાં પણ નોહતી.નાકના નસકોરાં ફુલાવતી એ થોડે આગળ ચાલી અને ચક્કર ખાયને પડી.વિક્રમ દોડીને તેની પાસે આવ્યો.
“આકૃતિ શું થયું યાર,આઈ એમ સૉરી પ્લીઝ”આકૃતિના ગાલે થપલી મારતાં વિક્રમ રડવા લાગ્યો.
      આકૃતિએ કોઈ પ્રતિસાદ ના આપ્યો એટલે વિક્રમે ‘હેલ્પ પ્લીઝ’ એવી બુમો પાડી. થોડે દુર ગાઈડ એક ફેમેલીને ઘાટો વિશે સમજાવતો હતો.એ બધાને વિક્રમનો મોટો અવાજ સંભળાયો.સૌ વિક્રમ પાસે આવ્યા અને આકૃતિને ટોળું વળી ગયા.આકૃતિને ઊંચકી હોસ્પિટલમાં ખસેડવામાં આવી.
***
      અમદાવાદની સવાર સુંવાળી હતી,ડિસેમ્બરની ઠંડીએ અમદાવાદને ઠંડીની ચાદર ઓઢાડી દીધી હતી.વિહાન ખુશ હતો.છેલ્લાં પાંચ મહિનામાં તેની સાથે ઘણુંબધું ઘટી ગયું હતું,જો તેણે સંભાળીને નિર્ણય લીધો નો હોત તો કદાચ આજે એ જુદો વ્યક્તિ બની ગયો હોત પણ તેના લોહીમાં દિવેટિયા પરિવારની ખુમારી હતી,તેના દાદાની ખુમારી હતી.કદાચ એટલે જ મહેતાની આટલી બધી જાહોજલાલી જોઈને પણ એ અંજાયો નોહતો.
      સવારે વહેલાં ઉઠી વિહાન તૈયાર થઈ ગયો.તેના મમ્મી આવી ગયા હતા એટલે સવારનો નાસ્તો તેણે બનાવી આપ્યો.
“મમ્મી આપણે થોડાં દિવસમાં ઘર બદલાવીએ છીએ”નાસ્તો કરતાં વિહાને કહ્યું.
“કેમ શું થયું?”
“મમ્મી તમે ન્યૂઝ નથી જોયા?આપણે જે મહેતાભાઈને સારા વ્યક્તિ સમજતા હતા એ એક બદમાશ નીકળ્યા અને કાલે તેને જેલ થઈ ગઈ”વિહાને કહ્યું.
“કેવા માણસો છે આ દુનિયામાં!, શરાફતનો નકાબ પહેરી કેવા કામો કરે છે”
“મમ્મી મારે નવી જોબ શોધવાની છે એટલે લેટ થશે”વિહાને કહ્યું.
“હું પણ આજથી સિલાઈકામ શીખવા જઈશ એટલે મારે પણ મોડું થશે”અરુણાબેને કહ્યું અને નીકળી ગયો.
    બહાર નિકળતાની સાથે જ રાજુ દોડતો વિહાન પાસે પહોંચ્યો.
“વિહાન રાઘવનું મર્ડર થઈ ગયું”ડરતાં અવાજે રાજુએ કહ્યું.
“શું કેવી રીતે?”વિહાને ચોંકીને કહ્યું.
“મહેતાનાં દીકરાએ તેનું મર્ડર કર્યું છે એ હવે આપણને શોધે છે”
“અનિલ?એ તો અમદાવાદમાં નોહતો ને?”
“એ અહીં જ છુપાઈને બેઠો હતો,એક બે દિવસમાં મહેતાં પણ છૂટી જશે,આપણે હવે શું કરશું?”રાજુએ રડમસ અવાજે કહ્યું.
“તું ચિંતા ના કર,આપણે લડી લેશું”વિહાને બહારથી ધરપત આપતા કહ્યું.હકીકતમાં એ પણ અંદરથી હચમચી ગયો હતો.
“હું મહેતાનાં ઘરે જઉં છું,તું ધ્યાન રાખજે તારું”વિહાને કહ્યું.વિહાન ફરી પોતાના ઘરે ગયો અને કૌશિકે આપેલી રિવોલ્વર બેગમાં રાખી મહેતાના ઘર તરફ બાઇક ચલાવી.
    સ્વસ્થતા જાળવી વિહાને ડોરબેલ મારી.થોડીવાર પછી અનિલે દરવાજો ખોલ્યો.
“આવ વિહાન”અનિલે આંખો ચોળતાં કહ્યું.
“તું આવ્યા તેના સમાચાર મળ્યા એટલે હું તરત જ મળવા આવ્યો”અંદર પ્રવેશતા વિહાને કહ્યું, “તારા પપ્પા વિશે સમાચાર મળ્યા?”
“હા,બોલ શું લઈશ? ચા કે કૉફી?”
“કંઈ જ નહીં,હું તારા પપ્પા વિશે વાત કરવા આવ્યો છું”વિહાને સોફા પર બેસતાં કહ્યું.
“એમાં શું વાત  હોય?તેઓએ ભૂલ કરી એની સજા એને મળી છે”અનિલે સ્વસ્થતાથી કહ્યું.
“તને જરા બી ચિંતા નથી તારા પપ્પાની?”વિહાને ચોંકતા કહ્યું.
“ચિંતા?હાહાહા.આવ હું તને કંઇક બતાવું”કહી અનિલ વિહાનને સ્ટોરરૂમમાં લઈ ગયો.થોડી વસ્તુઓ ઊંચીનીચી કરી એક સંદૂક બહાર કાઢ્યું.અનિલે સંદૂકમાંથી કેટલીક ફાઇલો કાઢી.
“જો પપ્પાને આઠવાર આજીવન જેલની સજા થયેલી,હંમેશા જેલ થયાના બીજા દિવસે એ ઘરે હોય છે, ટૂંકમાં આ તો રોજનું થયું”અનિલે હસીને કહ્યું, “હવે નવમી ફાઇલ પણ આવશે”
“મતલબ તને એ બધી વાતની ખબર છે?”વિહાને ગભરાઈને કહ્યું.
“હા,મને ખબર છે પણ ‘મને ખબર છે’ એ વાત પપ્પાને નથી ખબર.”અનિલે કહ્યું, “અને મને એ પણ ખબર છે કે પપ્પાને કોણે ફસાવ્યા છે ‘વિહાન’”
     વિહાન સચેત થયો.
“સાલા રાજુ અને રાઘવ જ ગદ્દાર નીકળ્યા”અનિલે દાંત ભીંસી કહ્યું.
‘ઓહ તો મારા વિશે હજી અનિલને નથી ખબર’વિહાને હાશકરો અનુભવ્યો.
“તું તો સાથે છે ને કે તારો પણ એમાં હાથ છે?”અનિલે આંખો ત્રાસી કરી.
“હું..હું શા માટે તેઓને સાથ આપું,મારે તો કામથી મતલબ”વિહાન જુઠ્ઠું બોલ્યો.
“મહેતાભાઈ તને કેમ સાથે નથી રાખતા?”વિહાને વિચારીને કહ્યું, “તેઓના પછી તારે જ તો આ બધું સંભાળવાનું છે ને”
       અનિલે બીજીવાર વસ્તુઓ ઊંચીનીચી કરી અને બીજું સંદૂક કાઢ્યું.
“પપ્પાને એમ છે કે આ બધી વસ્તુ અહીંયા છે એ મને નહિ ખબર હોય”સંદૂક બહાર ખેંચતા અનિલે કહ્યું, “પણ મને બધી જ ખબર છે.બધી જ” સંદૂકમાંથી અનિલે એક આલ્બમ કાઢ્યો.
“આ પપ્પાના પહેલાં લગ્નનો આલ્બમ.બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા.મારા પપ્પા એ મમ્મીને ખૂબ જ ચાહતા.એટલી હદે બંનેની ચાહત વધી ગઈ હતી કે લગ્ન પહેલા જ એ મમ્મી પ્રેગ્નેન્ટ થઈ ગયા હતા.પપ્પાએ ખુશીથી એ મમ્મીનો સ્વીકાર કરી લીધો અને તેઓને દીકરી જન્મી.એક દિવસ પપ્પાને મમ્મીની ચિઠ્ઠીઓ અને કેટલાક ફોટોગ્રાફ મળ્યા,તારે જોવા છે એ ફોટોગ્રાફ્સ?”કહેતાં અનિલે આલ્બમના થોડા પૅજ ફેરવ્યા,એક પૅજ પર રહેલો ફોટો તેણે બહાર કાઢ્યો.
“આ ફોટો એ મમ્મી અને તેના પૂર્વપ્રેમીનો છે”વિહાનને ફોટો આપતાં અનિલે કહ્યું.વિહાને ફોટો જોયો,વિહાનને પ્રચંડ આઘાત થયો.વિહાન વારંવાર મૂઢ બની એ તસ્વીર જોતો રહ્યો.
‘મારા મોટા પપ્પાની યુવાનના ફોટો અહીં ક્યાંથી આવ્યા?એ બંને વચ્ચે શો સબંધ હશે?બંને એકબીજાના પ્રેમમાં હશે?હોઈ શકે,મમ્મી કહેતાં, ‘તારા મોટા પપ્પાએ અયાશીમાં રૂપિયા ઉડાવી દીધા છે,કદાચ મહેતાની પત્ની પણ તેના જાસામાં આવી ગયા હશે’વિહાનના ચિત્તમાં ઝંઝાવાત ઉઠ્યો.
“વિહાન હજી ચિઠ્ઠીઓ પણ છે,આઈ થિંક હવે તારે સમજી જવું જોઈએ, તું સ્વયં અહીં નથી આવ્યો,મારા પપ્પાએ તને અહીં બોલાવ્યો છે”અનિલે કહ્યું.
“મારા પપ્પાને મેં મમ્મીની યાદોમાં રડતાં જોયાં છે,એકલતા શું કહેવાય એ મારા પપ્પાને પૂછી લેજે,તેઓ પણ ડાયરી લખતાં,લેખક બનવાનું સપનું હતું અને એક ગુંડા બની ગયા કોના લીધે?તારા મોટા પપ્પા અને મારી જૂની મમ્મીને લીધે”અનિલે દાંત ભીંસી કહ્યું.
“બધા કહે છે કે મમ્મીનું મૃત્યુ કોઈ ઝેરી દવાને લીધે થયું છે પણ જૂજ લોકો જ જાણે છે કે મારા પપ્પાએ જ એ દવા આપી હતી.તેઓના મૃત્યુ બાદ પપ્પાએ મારી મમ્મી સાથે લગ્ન કરી લીધા અને તેની અને જૂની મમ્મીની નિશાની એવી પપ્પાની વહાલી અને મારી નાની બહેનને તેના નાના લઈ ગયા”
“તું આ બધું મને શા માટે કહે છે?”વિહાનનું કુતુહલ ઉત્કટ બન્યું હતું.
“કારણ કે હવે તારી સાથે આવું બધું થશે બચ્ચાં”પાછળ બારણે ઊભેલાં મહેતાએ હસીને કહ્યું.
(ક્રમશઃ)
      આકૃતિને શું થયું હશે?વિક્રમ આકૃતિ સાથે આવું વર્તન કર્યું તેની પાછળ કોઈ કારણ હશે?આકૃતિને શું થયું હશે?
     અનિલે સાચે ‘રાઘવ’ને મારી નાખ્યો હશે?મહેતાં જેલમાં હતો તો અત્યારે કેમ પોતાનાં ઘરમાં છે?મહેતા વિહાન સાથે શું કરશે?જાણવા વાંચતા રહો,વિકૃતિ.
       28 જાન્યુઆરીથી મેઘા ગોકાણીની કલમે ‘લવ,લાઈફ અને કન્ફ્યુઝન’ નામે નવી નૉવેલ રજૂ થઈ છે.અચૂક વાંચજો.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)