Featured Books
શ્રેણી
શેયર કરો

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-33

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-33
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
     આકૃતિ વિહાનને કૉલ કરે છે પણ નેટવર્ક પ્રોબ્લેમને કારણે બંને વચ્ચે વાત થઈ શકતી નથી.ગુસ્સામાં વિહાન ચિઠ્ઠી મોકલનાર છોકરીને મળવા જાય છે.
     ‘દીપ્તિ જ બધાને ચિઠ્ઠી મોકલતી’ એવું તેણે કબૂલી લીધું,કૌશિકે મહેતાને વિહાનના ઘરે ગોંધી રાખ્યો હતો જેની કોઈને ખબર નોહતી.હવે આગળ.. 
“ગૂડન્યુઝ વિહાન”કૌશિકે કૉલમાં કહ્યું.કૌશિકે કોર્ટની તારીખે મહેતાને હાજર કરી બધાને ચોંકાવી દીધા હતા.મહેતાને દસ વર્ષની સજા ફાટકારાઈ,માલાને પણ સાથ આપવા માટે આઇઆઇએમમાંથી છૂટી કરવામાં આવી હતી અને ત્રણ વર્ષની સજા મળી હતી.
      કૌશિકે મહેતાં અને ત્રિવેદી વચ્ચે થયેલ કૉલ રેકોર્ડિંગ રજૂ નોહતું કર્યું,તેથી વાઘેલા અને ત્રિવેદી સુરક્ષિત હતા.
“મહેતાને સજા થઈ ગઈ”કૌશિકે ખુશ થઈ કહ્યું.
“શું વાત કરો છો?,મતલબ મહેતાં ગયો?”વિહાને મોટેથી હસતાં કહ્યું.
“હા એ ગયો પણ તું તત્કાલ ચોકીએ આવી જા મારે કામ છે”કૌશિકે આસ્વાદ સ્વરે કહ્યું.
“કેમ કંઈ થયું છે?”વિહાને કહ્યું.
“તું આવતો સહી, પછી વાત કરું”કહી કૌશિકે કૉલ કટ કરી દીધો.
      વિહાને બાઇક કાલુપુર ચોકી તરફ મારી મૂકી.અડધી કલાકમાં એ ચોકીની બાજુની કિટલીએ આવી પહોંચ્યો.
“સિગરેટ?”કૌશિકે પેકેટ લંબાવી કહ્યું.વિહાને એક સિગરેટ લીધી.
“લૂક વિહાન,મહેતાંને તો સજા થઈ ગઈ પણ…”કૌશિકે વાક્ય અધૂરું છોડી દીધું.
“પણ શું?,શું થયું?”વિહાને અધિરાઈથી પૂછ્યું.
“એ સાલાઓને એમ લાગે છે કે મહેતાને બે દિવસ કેદ રાખી મેં કાયદો તોડ્યો છે, એ માટે મારુ ટ્રાન્સફર થઈ ગયું છે”કૌશિકે ક્રશ ખેંચતા કહ્યું, “આ પેલા સુંવરની ઓલાદ વાધેલાનું જ કામ છે, તેનાથી હાર સહન ના થઇ એટલે મારુ ટ્રાન્સફર કરાવી દીધું.ડરપોક સાલો”
“તો એની હકીકત કેમ કોર્ટમાં ના કહી?”વિહાને પૂછ્યું.
“ક્યાંથી કહેવી?આપણે જ તેને કૉલ કરવા આપેલો”કૌશિકે કહ્યું, “એ બધું છોડ,હવે મારી વાત સાંભળ.આ આપણી છેલ્લી મુલાકાત છે,હવે તારે કોઈ મહેતાથી ડરવાનું નથી બરોબર,તું હજી નાનો છો,તારી પાસે હજી તારું કરિઅર છે.તો આ બધું ભૂલી તેમાં ધ્યાન આપજે અને કોઈ પણ મુશ્કેલી આવે મને કૉલ કરી દેજે”
      વિહાને ડોકું ધુણાવ્યું.કૌશિકે બે મિનિટ વિચાર કર્યો.
“તારું બૅગ લાવ”કૌશિકે કહ્યું.વિહાને તેને બૅગ આપ્યું.
“આમાં લાઇસન્સ વિનાની રિવોલ્વર છે,જો તારા માટે બધા રસ્તા બંધ થાય તો જ આનો ઉપયોગ કરજે”કૌશિકે વિહાનની બેગમાં રિવોલ્વર રાખતા કહ્યું.
“રિવોલ્વર?,મારે શું જરૂર તેની?”વિહાને ગભરાઈને કહ્યું.
“ભગવાન કરે તારે જરૂર ના જ પડે પણ ઇનકેસ કોઈ મુશ્કેલી આવે તો…?
    વિહાનની આનાકાની કરવા છતાં કૌશિકે તેની બેગમાં રિવોલ્વર રાખી દીધી.મહેતાએ કોર્ટની બહાર નીકળતા પહેલા કૌશિકને જે વાત કરી હતી કૌશિકે યાદ કરી.
‘કૌશિક આજે તો તું માત આપી ગયો પણ યાદ રાખજે હું જલ્દી જ આવીશ,ત્યારે તુફાન આવશે અને તારો સાથ આપતાં બધા ઝાડને ઉખાડી ફેંકીશ, એક એકને વીણી વીણીને સજા આપીશ. ‘તારો સાથ આપી ભૂલ કરી’એ વાતની પ્રતીતિ ના થાય ત્યાં સુધી હેરાન કરીશ અને અંતે તેનો ખાત્મો કરી નાખીશ’.
       કૌશિક ઉભો થયો.તેના સર પરથી આજે એક બોજો ઉતરી ગયો હતો.આજે તેનું પહાડી શરીર હળવું થઈ ગયું હતું.એ ધારેત તો મહેતાને ગમે ત્યારે ખતમ કરી શકેત પણ એક ફરજપસ્ત ઇન્સ્પેક્ટર તરીકે એની મર્યાદા હતી.
“વિહાન”કૌશિકે સ્વસ્થ અવાજે કહ્યું, “દોસ્ત હું નીકળું,ક્યારે પણ મારી જરૂર પડે તો બેજિજક યાદ કરજે”
“આભાર, મને એક મહામુસીબતમાંથી બચાવવા માટે”વિહાને આભારવશ કહ્યું.
“એ તો મારી ફરજ હતી”વિહાનને ભેટતાં કૌશિક બોલ્યો અને કૅપ પહેરી જીપ મારી મૂકી.
***
"ઉઠ આકૃતી.......યાર સાડા પાંચ વાગી ગયા." વિક્રમ આકૃતીના માથા પરથી ચાદર હટાવતા બોલ્યો.આકૃતી વધુ કંઈ દલીલ કર્યા વિના ઉઠી ગઈ.પંદર મિનિટમાં બંને હોટલની બહાર નીકળી ગયા. 
"આટલી ઠંડી હોય કંઈ ....." ચાલતા ચાલતા હથેળી ઘસતા આકૃતી બોલી.
"હા હોય ,હવે થોડા પગ ઉઠાવ અને જલ્દી ચાલ નહીં તો આરતી મિસ થઈ જશે."હોટલેથી ગંગા ઘાટ બસ પાંચ મિનિટની દુરી પર હતો.ગંગા ઘાટ પાસેની મેઈન બજારની દુકાનો સવારના છ વાગ્યામાં ખુલવા લાગી હતી.કાતિલ ઠંડીમાં લોકો વહેલી સવારે ઉઠી તાપણું કરી લુફ્ત ઉઠવતા હતા.રીક્ષાની અવરજવર પણ શરૂ થઈ ગઈ હતી.
"અહીંયા પેટ્રોલ ડીઝલવાળી રિક્ષાઓ નથી લાગતી?" આજુબાજુ નજર ફેરવતા આકૃતીએ કહ્યું.
"બોવ ઓછી,ઇલેક્ટ્રિક અને સાઈકલગાડી વધુ જોવા મળશે."વિક્રમે હાથનો ઈશારો કરી સામે ઉભેલ સાઇકલ ગાડી બતાવી.45-50 વર્ષના ભાઈ એમની સાઇકલ ગાડીમાં ચાર લોકોને બેસાડી અને પેંડલ મારતા રીક્ષા ચલાવતા હતા. 
"દીદી,આરતી કે લિયે દિયા લેલો." બાર-તેર વર્ષની બાળકી આકૃતી પાસે આવતા બોલી."સિર્ફ બીસ રૂપિયે કા હૈ."આકૃતીએ વિસ રૂપિયા કાઢી એ છોકરીને આપ્યા અને ફુલથી સજાવેલ દીવડો ખરીદ્યો.એટલામાં જ બીજા ચાર-પાંચ છોકરા-છોકરી આકૃતીને ઘેરી વળ્યાં અને દીવો લેવા ફોર્સ કરવા લાગ્યા. 
"આકૃતી આ હરિદ્વાર છે અહીંયા બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું,જ્યારે તું રસ્તામાં વંહેંચવા આવતા આ બાળકો પાસે કોઈ એક વસ્તુ ખરીદીશ ત્યારે બીજી જ સેકન્ડે બીજા એના સાથીદારો તને ઘેરી વળશે અને બીજી એ કે અહીંયા કોઈ પણ વસ્તુની સાચી કિંમત એક વખત પૂછવાથી તને ખબર નહીં પડે.આ જ દીવો તને આગળ જતાં દસ રૂપિયામાં મળશે.તું તો અમદાવાદી છે આકૃતી, તને જ ભાવતાલ કરતા નહીં આવડતું?" વિક્રમ હસતા હસતા બોલ્યો. 
"અમદાવાદી છું તો શું?,બધા અમદાવાદી કંઈ ભાવતાલ ન કરાવે હો. હુહ." વાતો વાતોમાં બંને ગંગા ઘાટે પહોંચ્યા.
     બંનેએ થોડે દુર શૂઝ ઉતારી ગંગા ઘાટે આવેલ મંદિરમાં દર્શન કર્યા અને જે ઘાટે આરતી થવાની હતી ત્યાં પહોંચ્યા.ત્યાં પહોંચ્યા બાદ ખબર પડી ગંગા આરતીનો સમય સાડા છ વાગ્યાનો છે.શિયાળામાં ગંગા આરતી ઉગતા દિવસની જેમ મોડી થતી અને ઉનાળામાં વહેલી.
"ચાલ પહેલા શૂઝ પહેરી લઈએ પછી આગળના ઘાટ પાસે જઈએ.” આકૃતિનો હાથ પકડી વિક્રમે કહ્યું.
"ના,મજા આવે છે અહીંયા,ચાલને થોડા આગળ જઈએ."ઘાટથી થોડા દૂર આવેલ પગથિયાં ઉતરતા આકૃતી બોલી. 
     વહેલી સવાર હતી,લોકોની અવરજવર પણ ખૂબ ઓછી હતી,વાતાવરણ બિલકુલ શાંત હતું અને એ શાંત વાતાવરણમાં અવિરતપણે વહેતી ગંગામૈયાનો અવાજ દિલને ઠંડક પહોંચાડે એવો હતો. આકૃતી થોડીવાર બસ એ વહેતી ગંગા સામે જોતી અને તેની ઠંડક મહેસુસ કરતી રહી.ત્યારબાદ થોડી આગળ ચાલી અને ઘાટ પાસે પહોંચી,કમરેથી થોડી ઝુકી અને ગંગાના પાણીને માથે ચઢાવ્યું.ખરીદેલો દીવો પ્રગટાવી પાણીમાં તરતો મુક્યો અને ત્યાં જ એક પગથિયાં પર વહેતી ગંગામાં પગ ડુબાડી બેસી ગઈ.વિક્રમ તેની પાસે આવી બેસતા બોલ્યો,"સામે જો આકૃતી."
     સવારના છ વાગ્યાની કડકડતી ઠંડીમાં જ્યાં તાપમાન લગભગ છ ડીગ્રી હશે આવી ઠંડીમાં સામેના ઘાટ પર કેટલાય લોકો ગંગામાં ડૂબકી લગાવતા હતા. ક્યાંક ચાલીસ-પચાસ વર્ષની મહિલાઓનો કાફલો હતો તો ક્યાંક આઢાર-વિસ વર્ષના છોકરાઓ.ક્યાંક સાઈઠ-પાંસઠ વર્ષના દાદા તો ક્યાંક દસ વર્ષનું બાળક.બધા શ્રદ્ધાથી ગંગામાં ડૂબકી લગાવતા હતા. 
"મેં સાંભળ્યું છે કે ગમે તેટલી ઠંડી હોય પણ ગંગામાં એક ડૂબકી લગાવ્યા બાદ બધી જ ઠંડી ઉડી જાય છે."વિક્રમે કહ્યું."તારે લગાવી છે ડૂબકી ?" 
"ના બાબા,મને તો એમને જોઈને ઠંડી લાગી ગઈ." આકૃતી પગ બહાર કાઢતા બોલી,"ચાલ હજુ આરતી થવામાં સમય છે,આપણે બીજા ઘાટ પર ફરીએ." 
    બંનેએ તેમના શૂઝ પહેર્યા અને આગળ ચાલવા લાગ્યા. બીજા ઘાટે જવા માટે પગથિયા ઊતરી જવાનો રસ્તો છે, સામેના ઘાટે જવા માટે ગંગા નદી ઉપરથી જ પુલ એક બનાવેલ છે.આકૃતી પહેલા પુલ પર વચ્ચે ઉભી રહી અને બંને સાઈડથી વહેતી ગંગા તરફ જોયું.
“કેટલું સુંદર દ્રશ્ય છે યાર”આકૃતિએ બંને હાથ ફેલાવી કહ્યું.
“હા યાર,હું આ દ્રશ્ય તો હું આજીવન નહિ ભૂલું”આકૃતિને એકીટશે જોતાં વિક્રમે કહ્યું.આકૃતિએ વિક્રમ સાથે આંખો મેળવી.
“ખરેખર શું ખાસ વાત છે આ દ્રશ્યમાં?”
“એક છોકરો છોકરી એકલા પુલ પર ઉભા હોય, છોકરી વહેતી નદી જોઈ રહી હોય અને છોકરો એ છોકરીને,જસ્ટ થિંક યાર,છોકરાના મગજમાં શું ચાલતું હશે?”
“જે ચાલતું હોય એ આપણે આરતી સમયે પાછા ફરવાનું છે એટલે જલ્દી સામેના ઘાટે ફરી આવીએ”આકૃતિએ વિક્રમની વાત કાપી કહ્યું, “ તારા આ નુસ્કા મારા પર નહિ ચાલે મિસ્ટર”
    વિક્રમ હસી પડ્યો.પગથિયાં ઉતરી બંને બીજા ઘાટે પહોંચ્યા. એ ઘાટ પર સાંકળો બાંધેલ હતી.પગથિયા સુધી ગંગામાં લોકો ડૂબકી લગાવી શકે એટલી જ જગ્યા હતી.એ ઘાટ વધુ પહોળો હતો અને એને કારણે ત્યાં ગંગાના વહેણનો ફોર્સ પણ વધુ હતો  જેથી સાંકળથી આગળ જવાની મનાઈ હતી.એ ઘાટ પર પણ એક નાનો પુલ હતો જ્યાંથી સામેના ઘાટ પર લોકો જઈ શકે.પુલની આરપાર થોડા લોકો ચક્કર મારતા નજરે ચઢતા હતા. જે પંડિત અને ગાઈડ એમ ટુ ઇન વન કામ કરતા હતા.
‘ગંગા આરતી માટે ફાળો આપો,આ પૂજા કરાવો,આ  કરો તે કરો,આમ દાન કરો તેમ પુણ્ય કમાઓ’એવા શબ્દો બંનેના કાને પડતા હતા.એ બધું ઇગ્નોર કરી આકૃતી અને વિક્રમ પુલ પરથી ચાલી સામેની તરફ પહોંચ્યા.પંદર મિનિટ સુધી  ગંગા નદીના ઘાટ ફરતા રહ્યા અને અંતે બંને આરતી કરવાના સ્થાન પર પહોંચી ગયા.
      કેસરી વસ્ત્ર પહેરેલ પંડિતજી અલગ અલગ ત્રણ સ્થાન પર ઉભા હતા,ઉપરના પુલ પાસે લાગેલ સ્પીકર પર આરતી શરૂ થઈ. ‘જય ગંગા મૈયા’ અને એ ત્રણેય પંડિતજીએ આરતીના દિવા પ્રગટાવી ગંગામૈયાની આરતી શરૂ કરી.ત્યાં આવેલ ભક્તો આરતીમાં તલ્લીન થઈ આરતી ગાતા ગાતા તાળી પાડવા લાગ્યા.
     આકૃતીએ ના તો આંખો બંધ કરી ના ભક્તિમાં તલ્લીન થઈ.એ બસ નજારો જોતી રહી,વહેતી ગંગા,દિવાના પ્રકાશ,આરતીનો અવાજ અને સાથે જ અંધારાને ચીરતું એ પરોઢિયું.આરતી પૂરી થઈ ત્યાં સૂરજના આગમન પેહલાનું અંજવાળું આકાશમાં પથરાઈ ગયું હતું.પક્ષીઓનો કલબલાટ પણ સંભળાવવા લાગ્યો.આકૃતી આ બધું મહેસુસ કરી રહી હતી.
"અમેઝિંગ." આરતી પૂરી કર્યા બાદ આકૃતી બોલી.
      પંડિતજીએ ગંગાનું જળ ત્યાં આવેલ ભક્તો પર છાંટયું,ત્યારબાદ બધા લોકોએ તે આરતીના દર્શન કર્યા.સુરજ હજુ ઉગ્યો નહતો પણ સવાર થવા લાગી હતી. આકૃતી અને વિક્રમ ત્યાંથી ચાલતા થઈ પડ્યા.શૂઝ પહેર્યા અને તેની હોટેલ તરફ ચાલતા થયા.
“વિહાન ચલને ત્યાં બેસીએ”આકૃતિએ વિક્રમનો હાથ પકડી કહ્યું.
“વિહાન નહિ વિક્રમ”
“ઓહ સૉરી ભૂલ થઈ ગઈ”આકૃતિએ ભૂલ સ્વીકારતાં કહ્યું, “વિહાન હોત તો કેવી મજા આવેત યાર,આઈ મિસ હિમ”
“મારે તને એક ‘વાત’ કહેવી છે આકૃતિ”વાત શબ્દ પર સંપૂર્ણ ભાર આપી વિક્રમે કહ્યુ.
“હા બોલ બોલ”આકૃતિએ કહ્યું.
“હું તને અહીં ખાસ કારણથી લાવ્યો છું”વિક્રમે  ગંભીર થઈ કહ્યું.
“શું કારણ છે વળી?”
“આંટીએ તને અહીં લાવવા કહ્યું હતું”વિક્રમે અપરાધ ભાવ અનુભવતા કહ્યું.આકૃતિને અહીં લાવી તેણે કોઈ ભૂલ કરી હોય એવું તેને લાગતું હતું.
“મમ્મીએ?”આકૃતિએ ભવા ચડાવતા પૂછ્યું.
“હા આવ ઘાટ પર બેસીને વાત કરીએ”વિક્રમ આકૃતિને બાજુના ઘાટ પર લઈ ગયો અને વાત શરૂ કરી.
“આકૃતિ આઈ લવ યુ”વિક્રમે આકૃતિનો હાથ પોતાનાં હાથમાં લઈ કહ્યું, “હા બાળપણથી જ હું તને પસંદ કરું છું અને એટલે જ અત્યાર સુધી મેં કોઈ છોકરી સાથે સંબંધ નથી બાંધ્યા અને દિલથી તને ચાહી છે”
(ક્રમશઃ)
     આકૃતિ શું પ્રતિભાવ આપશે?જ્યારે વિહાનને આ વાતની ખબર પડશે ત્યારે એ શું કહેશે?મહેતાનો કિસ્સો અહીં ખતમ થઈ ગયો કે હજી એ કોઈ ચાલ ચાલશે?
     શું દીપ્તિ જ ચિઠ્ઠી લખતી હતી કે હજી કોઈ નવું રહસ્ય સામે આવશે?જાણવા વાંચતા રહો,વિકૃતિ.
     28 જાન્યુઆરીથી મેઘા ગોકાણીની કલમે ‘લવ,લાઈફ અને કન્ફ્યુઝન’ નામે નવી નૉવેલ રજૂ થઈ છે.અચૂક વાંચજો.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)