યાદ આવે છે તારી
વરસાદ ના ટીપાં ને જોઈને યાદ આવે છે તારી
કોઈક દિવસ મારી આંખ અાંસુ તુ જ લૂછનારી
કોયલ ના ટહુકા સાંભળી ને યાદ આવે છે તારી
તુ જ ક્યાંક રાત્રે હાલરડુ ગાનારી
મોર ની કળા જોઈને યાદ આવે છે તારી
કોઈક દિવસ રડતા બાળકો ને તુ જ હસાવનારી
પહાડો જોઈને યાદ આવે છે તારી
જીવન ની હારમાળા ની ઉંચાઇ એ તુ જ અડકાવનારી કયારેક હતા તારાથી દૂર અમે તો
સાથ તારો મેળવી ને થયા કેવા ખુશ જો
ભૂલ થી પણ ના ભુલાય યાદ તારી
એવી છે તુ પ્યારી માં અમારી
મોહમાયા છે તારી માં
કેવી તારી જીંદગી છે
સવાર સાંજ સૌને તારી જ મોહમાયા છે માં
સ્વપ્નના દરિયા મા ઊંડાણે પહોચી તુ જાય છે
પંખીઓની સાથે આસમાને ઊડતી તુ જાય છે
પ્યાર ની દુનિયા માં પ્યારી છે
સૌને મોહમાયા તારી જ છે માં
બાળક ના સ્મિત થી તારુ હૈયુ ગદગદીત એ થાય છે
ચહલ પહલ એ બાળક ની નાની પણ થઇ જાય છે
હસમુખી દુનિયા આ ન્યારી છે માં
સૌને મોહમાયા તારી જ છે માં
નારાયણી સ્વઋપ માં
દરેક શમણા મા વસેલી છે માં
દરેક સવાલો ના જવાબ મા છે માં
દરેક દિલ ની ધડકન મા છે માં
ગુલાબ ની કડી છે માં
ફૂલો ની ફોરમ છે માં
ચહેરા ની મુસ્કાન છે માં
દીપ ની ઉજાસ છે માં
રાતના તારલા છે માં
ટમટમતો દીવડો છે માં
ખીલેલું ફુલ છે માં
પુનમ નો ચાંદ છે માં
કણકણ મા વસેલી છે માં
હર બોલ મા આવેલી છે માં
તુ નારાયણી દૈવી સ્વરૂપ
ના ભુલાય તારા પ્રેમ ની રૂપ
મમતા ની મૂરત
ભગવાને શી વિચારી ને તને બનાવી હશે
આમ માણસે પણ તને દેવી ગણાવી હશે
પ્રેમ ની ભાષા તારા થકી સજાવી હશે
આમ નારી છે છતાં તને નારાયણી ગણાવી હશે
આવી મમતા ની મૂરત એમને કેમ ઘડાવી હશે
તારા પ્રેમ થકી બાળકો ની છબી બનાવી હશે
સ્વપ્ન ની દુનિયા મા કેમ તુ ખોવાણી હશે
મધરાતે તને એણે દરીયામાં નીહાળી હશે
ખ્વાબ મા તને એણે કેમ બનાવી હશે
કોણ જાણે એમના મનમાં કેવી સુંદર ની મૂરત સજાણી હશે
સૌનો આધાર તુ જ ખાસમખાસ
મહોબતો નોદરિયો છે ખ્વાબ મા વરસાદ
કિનારા ની રેતી છે એ ભગવાન નો પરસાદ
ફુલો ની મહેક છે એ સૌ કરે એની દરખાસ્ત
ગુલાબ ની કડી છે માં એ સૌથી ખાસમખાસ
પરિવાર નો સહકાર છે એ એને આપીએ સાથ
એના વગર ના ચાલે એને આપીએ માન
મહેકતી ફોરમ છે ને તુ જ સૌનો આધાર
પરીઓની રાણી તુ ને તુ જ સૌનો આધાર
બની સૌનો આધાર ઓ માં
સાચા હ્રદયથી માંગુ છું તારો આભાર
એક શબ્દ માં
હદય ગદગદીત થાય છે જે શબ્દ સાંભળી ને
ખુશીઓનો કિલકિલાટ થાય જે શબ્દ સાંભળી ને
માં શબ્દ સાંભળી નફરત ની આગ દૂર થાય છે
બે બોલ બોલે તો પણ દુઃખ કોઈ ને લાગે ના છે
અજોડ એવી છે માં મારી
પ્યાર છે અજોડ એ જ છે માં મારી
વિસારી સૌનુ દુઃખ એ જાય છે
રડાવતા બાળક ને હસાવી એ જાય છે
પ્યાર નો સમંદર છે એ છે માં મારી
દુઃખ વિસારી જાય છે એ છે માં મારી
પ્રેમાળ છે એ માં મારી
અનમોલ છે એ માં મારી
મારી આંખ ના આંસું છે એ માં મારી
મારા મુખ નુ હાસ્ય છે એ માં મારી