મહેક ભાગ-૬ Bhoomi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

મહેક ભાગ-૬

 મહેક ભાગ-૬


થોડીવાર પછી પ્રભાત આવ્યો. એને માથામાં લાગેલા ઘાવને ટોપીમાં છુપાવી દીધો હતો. એલ્લો જેકેટની જગ્યાએ હવે બ્લેક એન્ડ વ્હાઈટ કલરની મોટી લાઇનિંગ વાળું ઉંની સ્વેટર પહેર્યું હતું. મહેકની પાસે આવતા બોલ્યો. "ચાલો થોડીવાર ક્યાંક ટાઈમપાસ કરીએ. પછી તમારે જ્યાં જઉ હોય ત્યાં તમને છોડીને હું અહીથી નીકળી જઈશ."
 પ્રભાત  બીલ ચુકવવા કાઉન્ટર તરફ ગયો. મહેક દરવાજે આવીને તેની રાહ જોતી ઉભી રહી... પ્રભાત બીલ ચુક્તે કરી પાછો આવ્યો એટલે બંને ચાલતાં થયાં.. બજારથી બાહર નીકળી બંને એક ઉચી ટેકરી પર જઈને બેઠા.ત્યાંથી આસપાસનો સુંદર નજારો દેખાઈ રહ્યો હતો.
"તમે કોણ છો? અહી કોની સાથે આવ્યા છો? મારે એ જાણવું નથી. પણ એક સલાહ છે, જેમ બને તેમ જલ્દી શિમલાથી દુર ચાલ્યાં જવું અને આજ જે જોયું તેને ભુલી જવું એજ તમારા હીતમાં રહેશે. મારું કામ તો અધુરૂ રહ્યું.!  મારે એ વ્યક્તિને જાનથી નો'તા મારવા. એજ હતા જે મને મારી મંજીલ સુધી પહોચાડી શકે તેમ હતા. પણ હવે તે નથી રહ્યાં એટલે મારે પણ શિમલા છોડી દેવાનું છે..." પ્રભાત બોલતો હતો અને મહેક સાંભળતી હતી. મહેકને લાગ્યું કે હવે વધું જાણવા મારે મૌન તોડવું જોઈએ એવા વિચાર સાથે બોલી. "સોરી.. મારો ઈરાદો તમારુ કામ બગાડવાનો નહતો પણ તમને મુસીબતમાં જોઈ વચ્ચે આવી હતી." પ્રથમ વખત મહેકને બોલતી જોઈ પ્રભાત તેની સામે જોઈ રહ્યો હતો. પણ તેનો ચહેરો જોતા મહેકને એવું ના લાગ્યું કે તે અવાજ ઓળખી ગયો હોય.
"અરે... ! સોરી ના કહો, તમારી જગ્યાએ હુ હોત તો મે પણ એજ કર્યું હોત. પણ મને એક વાતનો અફસોસ રહેશે..! મારી પંદર દિવસની મહેનત પર પાણી ફરી ગયું..!"
"એ બંને વ્યક્તિ કોણ હતા? અને તમે શું કરો છો..?"  પ્રભાતની સામે જોતા મહેકે પુછ્યું.
"મારું નામ પ્રભાત છે. હું એક આર્મીમેન છું. બસ આથી વધું હું કંઈ કહીશ નહી."

"તમે યાકુબ સૈયદનો પીછો શામાટે કરતાં હતાં..?" અચાનક મહેકના મુખથી યાકુબનું નામ સંભાળી પ્રભાતને ઝટકો લાગ્યો! એ ઉભો થઈ આશ્ચર્યથી મહેક સામે જોતા બોલ્યો, "તમને કેમ ખબર તેનું નામ યાકુબ હતું..?  કોણ છો તમે...?"

"તમે મને બધી વાત કહેશો તો જ હું મારો પરિચય આપીશ અને તમારી મંજીલ સુધી પહોચવામાં મદદ કરીશ."

પ્રભાતે પોતાના વિશે કહેવાનું શરૂ કર્યું..  "આઠ મહિના પહેલા મારા સાથી યાકુબનો પીછો કરતા હતા. ત્યારે જાણવા મળ્યું કે ગુજરાતમાં ક્યાંક ડ્રગ્સ ડીલરોની મીટીંગ થવાની હતી મારા સાથી એમા સફળ થવાના જ હતા કે કોઈએ પોલીસને જાણ કરી દીધી હતી.એટલે મુખ્ય વ્યક્તિઓ છટકી ગયા અને મિશન ફેલ થયું. એક મહિના પહેલા યાકુબ ફરી સામે આવ્યો હતો. તેના પર નજર રખવાનુ કામ મને સોપવામાં આવ્યું હતું. પંદર દિવસ લગાતાર યાકુબનો પીછો કરતા મને ખબર પડી કે આવખતે ડીલરોની મિટીંગ શિમલાની આસપાસમાં ક્યાંક થવાની છે... પણ ક્યાં..? એ ફકત યાકુબ જાણતો હતો . તેની સાથે આપણે એક પોલીસમેનને માર્યો છે એટલે હવે અહી રહેવામાં ખતરો છે.!"
"યાકુબ તો ફક્ત એક પ્યાદુ હતો. આ મિટીંગમાં  ડીલરોનો બોસ હાજરી આપવાનો છે."
પ્રભાત માટે આ બીજો ઝટકો હતો. મહેક સામે જોતા પ્રભાતે ફરી પુછ્યું.  "તમે કોણ છો ? તમારો પરીચય આપો પ્લીઝ..!"
મહેકને થયું જે જાણવું હતું એ જાણી લીધું હવે આને ખોટો હેરાન નથી કરવો એટલે ચહેરા પરથી સ્કાર્પ હટાવી દીધો. પ્રભાત આશ્ચર્યથી એ ચહેરાને જોતા બોલ્યો.  "મહેક... તું..! યાર તો અત્યાર સુધી મરાથી ચહેરો કેમ છુપાવતી હતી..?"
"સવારમાં તને જોયો ત્યારથી ખાધા-પીધા વીના તારી પાછળ ભાગી રહી છું. તે મને ઓળખી નહી એટલે મે વિચાર્યું કે થોડી મજા લઉ. કા કેવું લાગ્યું મારુ સરપ્રાઈઝ..?" મહેકે હસતાં-હસતાં કહ્યું.
"બે મિનિટ વધું નાટક કર્યું હોત તો ગોળી મારી દેત." પ્રભાતે સ્મિત સાથે કહ્યું.

"હા.. એતો મે જોઈ લીધું. તું કેટલો નિર્દય છે..! એ બંને વ્યક્તિ ને કેવા ઠંડા કલેઝે મારી નાખ્યા. તને જરીક પણ દયા ન આવી? હું તો હજી એ ભયાનક દ્રશ્યને યાદ કરું છું તોય મારું શરીર ઠંડુ પડી જાય છે.!"
"છોડ એ વાત.. પહેલા એ કહે કે આ બધું તું કેમ જાણે છે..? અને બોસ કોણ છે..?"
"એ બધું પછી કહીશ. પહેલા રાત્રિ રોકાણની વ્યવસ્થા કર."
"મારી ચિંતા ના કર..! તને હોટલ મુકી હું મારી વ્યવસ્થા કરી લઈશ."
"એય... ડોબા.. ક્યો ગધેડો તને ટ્રેનિંગ આપે છે..? યાદ છે ને..? બે કલાક પહેલા એક પોલીસમેન અને એક નામચીન ડ્રગ્સ ડીલરને માર્યા છે. એના માણસો ગમે ત્યારે આપણા સુધી પહોચી શકે છે. આવા સમયે મારે ફ્રેન્ડસ પાસે નથી જઉ. એને મુસીબતમાં નથી મુકવા એટલે આપણા બંનેની રહેવાની વ્યવસ્થા કર."
"ઓકે તો ચાલ અહીથી થોડી દુર એક  ગામ છે. ત્યાં રહેવાની વ્યવસ્થા થઈ જશે.." પ્રભાત ચાલવાનો ઈશારો કરતા બોલ્યો.
"ઓ.કે...! હું ફ્રેન્ડસને જાણ કરી દઉ.." મહેકે કાજલને કોલ કર્યો. થોડીવાર પછી કાજલનો અવાજ આવ્યો. "ક્યારે આવે છે ? બધા તારી રાહ જોઈ રહ્યા છે."

"અત્યારે હું ત્યાં નહી આવું. પ્રભાત સાથે છું. તમને હવે સીધી સાંગલાવેલીમાં મળીશ. તમારે પણ કાલ જ નીકળવાનું છે. ઓ.કે બાય..પછી કોલ કરીશ.." મહેકે કોલ કાપી પ્રભાત સાથે ચાલવા લાગી..
નીચે બજારમાં આવી પ્રભાત એક શોપમાં જઈ થોડા સામાનની ખરીદી કરી બાહર આવ્યો. પછી એક ટેક્સીમાં બંને શિમલાથી થોડે દુર એક નાનકડા ગામમાં આવ્યા.
"આ કઈ જગ્યા છે?" પહાડોની વચ્ચે જંગલની હરીયાળીથી ઘેરાયેલા ગામને જોતા મહેકે પુછ્યું.
"આ "ચેલ" છે. અહીં પણ ખુબસુરત વાદીયોની મોજ માણવા સહેલાણીઓ આવે છે." મહેકને ચેલ વીશે કહેતા પ્રભાત એક મોટા મકાનની પાસે આવી ઉભો રહ્યો. મહેકને ત્યાં જ રાહ જોવાનું કહી એ અંદર ચાલ્યો ગયો.
થોડીવાર પછી પ્રભાત એક પંદરેક વર્ષના છોકરા સાથે બાહર આવી મહેકને સાથે આવવાનો ઈશારો કર્યો.  પેેલો છોકરો મકાનની પાછળની તરફ જતો હતો. બંને તેની પાછળ ચાલ્યા. મકાનની પાછળના ભાગમાં આવતા સામે છ-સાત નાની લાકડાની ટૅટ જેવી સુંદર રૂમો હતી. એ રૂમો આગળ નાનકડો બગીચો અને ચાર હિચકા હતા. છોકરાએ એક રૂમનું તાળું ખોલી આપ્યું. મહેકને અંદર જવાનું કહી પ્રભાત છોકરા સાથે વાતો કરતો બાહર ઉભો રહ્યો.
મહેકે અંદર આવી જોયું. બાહરથી નાનકડી લાગતી રૂમની અંદરની સજાવટ કોઈ હોટલના રૂમથી કમ નહોતી. ડબલ બેડ, દિવાલો પર રોમેન્ટિક અંદાજમાં બ્યુટી ફુલ પેન્ટીંગ, બારી પરના પરદા પણ સુંદર રીતે સજાવેલા હતા. મહેકે પાછળની બારીનો પરદો હટાવી બાહર જોયું! ત્યાં ઉંચા પહાડોની વચ્ચે ખીણમાં એક નાનકડું ઝરણું વહી રહ્યું હતું.આ મન-મોહક દ્રશ્ય જોઈને મહેક ખુશ થઈ ગઈ..!

"રૂમ કેવી છે..?" પ્રભાત અંદર આવતા બોલ્યો.

"સુપર...! થેંક્સ યાર..! તું મને અહી ના લાવ્યો હોત તો આ જગ્યા જોયા વીના રહી જાત!" મહેક ખુશ થતા બોલી.

"તું ખુશ તો હું પણ ખુશ પણ સોરી ફ્રેન્ડ! એકજ રૂમ મળી છે."

"ફિલ્મી ડાયલોગ મારવાનું રેવાદે. મને ખબર છે. આવી પરિસ્થિતિમાં હમેશા હિરોને એક જ રૂમ મળતી હોય છે." મહેક આંખોથી સરારત કરતાં બોલી.
"મારો વિશ્વાસ કર.! મે જાણી જોઈને કંઈ નથી કર્યું."
"હું ખુશ છું કે એક જ રૂમ મળી.! મને અહી રજાઈમાં પણ ઠંડી લાગે છે. આજ તું સાથે હશે તો મજા આવશે.!" મહેકે ફરી આંખની સરારત કરતા કહ્યું.
પ્રભાત મહેકની સામું જોઈ રહ્યો.

"આ રીતે સામું જોવાની તારી આદત હજી ગઈ નથી."

"તું પણ ક્યાં બદલાઈ છે. આજ પણ એવીજ બોલ્ડ છે. ખબર નથી પડતી ચાન્સ આપે છે કે વોરનિંગ." મહેકને ઉપરથી નીચે સુધી નીરખતા પ્રભાત બોલ્યો...આટલા કલાકોમાં પહેલીવાર મહેકને સારીરીતે જોઈ રહ્યો હતો. વારંવાર સરારત કરતી તેની કાળી આંખો પરથી નજર સરકી તેના શિમલાના રતુમડાં સફરજન જેવા ગાલની લીસી ત્વચાનો સપર્સ કરતી પ્રભાતની નજર તેના ગુલાબની પખડીયો જેવા મખમલી હોઠો પર અટકી. એ હોઠોને જોતા પ્રભાતને એક વર્ષ પહેલાનો એક શીન યાદ આવી ગયો..  એક વર્ષ પહેલાં મહેકને મળવા રાજકોટ ગયો હતો ત્યારે રેલવેસ્ટેશન પર મહેકે નાજુક કલાઈનો હાર ગળામાં પહેરાવી ગાલ પર કિસ કરી સ્વાગત કર્યું હતું. એ મખમલી હોઠોનો સપર્સ અને ગરમ શ્વાસને પ્રભાત અત્યારે પણ અનુભવતા સમાધી લાગી ગઈ હતી.
"આપણી પહેલી મુલાકાતમાં જ મે કહ્યું હતું. તું પણ ટ્રાઇ કરી શકે છે. આજની રાત છે ચાન્સ લેવો હોય તો લઈ શકે છે."
મહેકના શબ્દો કાને પડતા પ્રભાતની સમાધી તૂટી અને બોલ્યો. "સોરી મેડમ...! આઇ.એમ.. આર્મીમેન ઓન ડ્યુટી."
"કેમ આર્મીમેનના હૃદયમાં કોઈ આરમાન નથી હોતા..?."
"એય.. મજાક બહું થઇ, જા.. ફ્રેશ થઈને આવ. રાત થઈ રહી છે." પ્રભાતે કૃત્રિમ ગુસ્સો કરતા કહ્યું.
"સોલ્જર સા'બ ફ્રેશ થઈને મારે પહેરવું શું..? બીજા કપડાં ક્યાં છે?"
"મારા કપડાં છે. તને જે ગમે તે પહેરી લેજે. હું બાહર છું."
"કેમ.. મારી સાથે રહેવાથી કુછ કુછ હોતા હે કયાં.?" મહેકે પાસે આવી પ્રભાતના શર્ટનો કોલર પકડીને કહ્યું.
"એય.. છોડ..! હવે તું હદ પાર કરી રહી છે. આ સમયે આવી મજાક તને ભારે પડશે.."પ્રભાતે ફરીથી કૃત્રિમ ગુસ્સો કરતાં મહેકને દુર કરી..
"ઓ.કે.. કૂલ..કૂલ..! પણ એક વાત યાદ રાખજે આજની રાત તને બે રીતે યાદ રહેશે. ચાન્સ લઈશ તો પણ, અને ચાન્સ નહી લે તો પણ. તારે કઈ રીતે યાદ રાખવી છે એ તારાપર ડિપેન્ડ કરે છે..." મહેકે જેકેટ ઉતારી બેડ પર મુકી શર્ટના બટન ખોલતા પ્રભાત સામે સ્માઇલ કરી કહ્યું.
"બાપરે! આ સમયે છોકરીને ડર લાગવો જોઈએ પણ આતો ખુલ્લી ઓફર આપે છે. જરા પણ શરમ નથી..!" પ્રભાત બબડતો બાહર જતો રહ્યો. મહેક હસતી-હસતી બાથરૂમ તરફ ચાલી.
મહેક ફ્રેશ થઈ શરીર પર ટાવલ લપેટતી બાથરૂમમાથી બાહર આવી. પ્રભાતની બેગમાથી પ્રભાતના કપડાં જોઈ પહેરવા માટે નાઇટ ડ્રેસ પસંદ કર્યો. એજ સમયે  મોબાઈલ પર કાજલનો કોલ આવી રહ્યો હતો. મહેકે કોલ રીસીવ કરી "હેલ્લો" કહ્યું.
"એય.. હવે મને ડીટેલમાં સમજાવ. તું હોટલ કેમ નથી આવવાની અને અત્યારે ક્યાં છે..?" સામેથી કાજલે ચિંતિત શ્વરમાં પુછ્યું..
"અત્યારે તને ડીટેલમાં સમજાવી શકું એમ નથી. સાંગલાવેલી આવીને કહીશ. તમારે કાલ સવારમાં જ નીકળી જવાનું છે. એક ખાસ વાત..! બધાને કહે જે કે હોટલ છોડતા સમયે તમે ક્યાં જાવ છો તે કોઈને કહેવાનું નથી..." મહેક બેડ પર સુઈને ફોન પર કાજલ સાથે વાત કરી રહી હતી. એજ સમયે પ્રભાત રૂમમાં પ્રવેશ કરે છે. મહેકને ખાલી ટાવલમાં બેડ પર સુઈ રહેલી જોઈને તેના પગ ત્યાં જ થોભી ગયા.
"તું આટલું ધ્યાન રાખવાનું કહે છે એટલે વાત કંઈક સિરિયસ બની છે..! પણ તું અત્યારે ક્યાં છે..?"  ફોનમાં સામેથી કાજલ પુછી રહી હતી ... મહેક બેડ પર સુતા-સુતા સામે બારણા પાસે પ્રભાતને પોતાની તરફ જોતા જોઇ રહી હતી. સામેથી ફરી કાજલનો આવાજ સંભળાયો. "એય... કેમ કાંઈ બોલતી નથી..?"
"હુ અત્યારે શિમલાથી થોડી દુર એક ગામમાં પ્રભાત સાથે છું." મહેકે પ્રભાત સામે સ્મિત કરતા કહ્યું.
"તુ જુઠ્ઠું તો બોલતી નથીને ? ચાલ મને પ્રભાત સાથે વાત કરાવ."
"ના બાબા..! તને વિશ્વાસ નથી આવતોને તો લે પ્રભાત સાથે વાત કર.." મહેકે ફોન સ્પિકર મોડ પર કરતા પ્રભાતને પાસે આવવાનો ઈશારો કર્યો. પ્રભાતે પાસે આવતા 'હેલ્લો' કહ્યું.
 "એય... પ્રભાત શું થયું છે..?" એ પાગલ મને કંઈ કહેતી નથી.. એટલું જ કહે છે. અમારે કાલે શિમલા છોડીને ચાલ્યા જવાનું છે."
"એ જે કહે છે એમ જ કરો! અત્યારે બધી વાત કરવાનો સમય નથી. મહેકની ચિંતા  કરતા નહિ! એ મારી સાથે બિલકુલ સુરક્ષિત છે." પ્રભાતે બેડ પર બેસતા કહ્યું.
"ઓ.કે પ્રભાત.. મારી ફ્રેન્ડ તારી સાથે એકલી છે એટલે મોકાનો ફાયદો ના ઉઠાવતો હો." કાજલ હસતા-હસતા કહી રહી હતી.
મહેક સામે જોઈ પ્રભાત બોલ્યો. "યાર આખું ગ્રુપ તારા જેવું છે..?" પછી કાજલને જવાબ આપતા કહ્યું. "તું એને સમજાવ એ મોકાનો ફાયદો નો ઉઠાવે. મને અત્યારે એના તેવર બદલાયેલા લાગે છે."
"ઓહો.એમ વાત છે..! તો તો નો પ્રોબ્લમ એન્જોઇ કરો..! ચાલો સાંગલાવેલીમાં મળશું. બાય ફ્રેન્ડસ.." કાજલે ફોન કટ કર્યો.
"આ ક્યાં જવાની વાત કરે છે?"  પ્રભાતે મહેક તરફ જોતા કહ્યું. પણ મહેક તરફથી કોઇ ઉત્તર ના મળ્યો. તે કોઈ વિચારમાં ખોવાયેલ લાગતા પ્રભાતે પુછ્યું. "શું વિચારે છે?"

"મને એક વાત નથી સમજાતી. મને સમજાવ પ્લીઝ..!" મહેકે પ્રભાત સામે જોતા કહ્યું.

"હા બોલ..! શું નથી સમજાતું..?"

"આર્મીવાળા ડ્રગ્સ માફીયા પાછળ કેમ છે?"

"ખાલી બોર્ડર સુરક્ષા માટે જ આર્મી નથી હોતી, દેશની રક્ષા મતલબ દેશમાં થતી દેશદ્રોહી પ્રવૃત્તિ પર પણ ધ્યાન રાખવાનું હોય છે. કુદરતી આફત, કોમી હુલ્લડમાં જો આર્મી કામ કરતી હોય તો ડ્રગ્સવાળા પાછળ કેમ ન હોય..? એ પણ દેશના મોટા દુશ્મનો છે. ડ્રગ્સથી દેશનું યુવાધન બરબાદ થઇ રહ્યું છે... ડ્રગ્સની કમાણી આંતવાદી પ્રવૃત્તિમાં વપરાય છે.. તો આર્મી તેની પાછળ પડે એ કોઈ નવાઈ નથી..

"તારી વાત સાચી છે. પણ તું તો એક સ્ટુડન્ટ છે. તો તું કેમ?"

"મહેક સામે જોઈ સ્મિત કરતા પ્રભાત બોલ્યો.. તો સીધેસીધું પુછને તારે મારી હિસ્ટ્રી જાણવી છે."

"હા...! મારે જાણવું છે." 

"હું અંડરકવર ઓફિસરની ટ્રેનિંગ લઈ રહ્યો છું. મારી સાથે ત્રણ મારા સાથી પણ છે. આ મિશન આમારી ટ્રેનિંગનો એક ભાગ છે. સમજીલે એક પ્રકારની પરિક્ષા છે...હવે તું કહે.. તું પણ એક સ્ટુડન્ટ છે. છતા આ લોકોનો પીછો કરતી ગુજરાતથી દૂર શિમલામાં શું કરે છે..?"
"અત્યારે કોઈ સવાલ નહિ, સાંગલાવેલી પહોચ્યા પછી તને તારા બધા સવાલના જવાબ મળી જશે.." પ્રભાતને ખેચી પોતાની બાજુમાં સુવાડી તેની છાતી પર માથું રાખતા મહેક બોલી.

"તો બીજું શું પુછું..?"

"બીજું કંઈ પણ જે  સાંભળવામાં રોમેન્ટિક લાગે..!"પ્રભાતના માથાના ઘાવને તપાસતા મહેકે કહ્યું.
"હું એવી વાતોમાં અનાળી છું. આજ સુધી ક્યારેય એવો અનુભવ નથી થયો..."
"તું તો સાવ અનરોમેન્ટિક છે.! કિસ્મતથી આવો મોકો મળ્યો છે એને સાવ આમ ને આમ જવા દઈશ? તને ખબર હતી એક દિવસ આપણે શિમલાની અતિ રોમેન્ટિક જગ્યાએ એક રૂમમાં આ રીતે મળશું. આપણને નિયતિએ ભેગા કર્યા છે એનો ઈશારો સમજ યાર..."
"ઉભીથા ! તારી વાતો સાંભળીને આ બરફીલીઠંડીમાં પણ મને પરસેવો વળે છે.." મહેકને હળવેથી ધક્કો મારી પ્રભાત બેડ પરથી ઉભો થઈ ગયો... મહેક સુતા-સુતા પ્રભાત સામે જોઈ હસતી રહી. પછી ઉભી થઈ, પ્રભાતનો નાઇટ શુટ પહેરી લીધો પ્રભાત બારણા પાસે બાહર જોતા  ઉભો હતો..
"હું રેડી છું! ચાલ ક્યાં જઉં છે?" 

પ્રભાતે પાછળ ફરીને જોયું. મહેકે નાઇટ શુટ પર જેકટ અને માથા પર ટોપી પહેરી હતી. "ચાલ થોડે સુધી લટાર મારી આવીએ." રૂમની બાહર નીળતા પ્રભાત બોલ્યો...

ચાલતા-ચાલતા પ્રભાત વિચારી રહ્યો છે. "આ છોકરીને  શિમલા આવવા પાછળનું સાચું કારણ ખબર પડશે ત્યારે શું કરશે ? અત્યારે એક દોસ્ત સમજી મારા પર વિશ્વાસ રાખી આ અજાણી જગ્યાએ મારી સાથે ચાલી રહી છે. એટલો જ વિશ્વાસ ત્યારે કરશે જ્યારે તેને ખબર પડશે કે તે શિમલા એની મરજીથી નથી આવી.....!!"

ક્રમશઃ