કાલ કલંક-23 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ કલંક-23

(પાછળના પ્રકરણમાં આપણે જોયું છે ભૈરવી નું એક નવું રૂપ વિલિયમ ની સામે આવે છે એને દગાબાજ અને વિશ્વાસઘાતી કહે છે હવે મોત નજીક છે એવો એને અહેસાસ થઈ જાય છે વિલિયમને ફંગોળી દૂર ફેંકી દે છે ત્યારે વિલિયમ ગભરાઈ જાય છે હવે આગળ)
23
ભૈરવીએ વિલિયમને જ્યારે હવામાં ફંગોળી ત્યારે એ ઘળેથી ટૂંપાયો.
એવું શા કારણે થયું એ વિલિયમ સમજી શક્યો નહીં અને કશું સમજવા માટે વિલિયમ જોડે પળ પણ નહોતી.
ફરતેથી એને ભીંસતો ભય હતો.. માત્ર ભય..
એકાએક કોઈના ઊંહકારા સંભળાતાં વિલિયમે ડાબી બાજુ જોયું. ખૂણામાં કાંઈ પ્રતિમાઓના ઢગલા નીચે રોઝી અને ટેન્સી દબાઈ ગયાં હતાં.
પ્રેતાત્મા એ બંનેના મોઢે કપડાનાં ડુચા મારી ઉપર પટ્ટી બાંધી હતી.
"બંનેના સર કલમ કરી નાખો બાબા..!"
ભૈરવી વિલિયમ ની પડખેથી બોલી.
આપની મનોકામના પૂર્ણ થતાં જ આપણે આઝાદ થઈ જઈશું ભારે પગલે પ્રેતાત્મા દેડકા ના શરીર સાથે ડગમગતો આગળ વધ્યો. ભૈરવી એને પોરસ ચઢાવી રહી હતી. વિલિયમ વિવશ બની ઘડીક નિર્દયી પિશાચ તરફ તો ઘડીક ટેન્સી અને રોજીના રોતલ ચહેરાઓ તરફ જોતો હતો.
ભૈરવી આક્રોશથી કહેતી હતી.
" વિલિયમ.. એ છોકરી નો પતિ હોવાથી સજા તુ પણ ભોગવી લે..!
તારી પત્નીને નજર સમક્ષ મરતી જોવાની ખૂબ મજા આવશે તને..!"
"અઘોર... છોડી મૂક એને ...દયા કર..! વિલિયમે બે હાથ જોડી દયાની યાચના કરી અઘોરી છંછેડાયો એણે લાવા ઝરતી આંખે ધિક્કાર થી કહ્યું .
"આવી જ રીતે મેં રહેમની ભીખ માગી હતી! પણ અફસોસ તારી પત્ની મારી એક વાત ન માની.!મારા મૃત્યુનો તમાશો જોયો હતો એણે.! આજે એના મૃત્યુનો તમાશો આપણે બધા જોઇશું.!એટલું કહી અઘોરી ક્રૂરતાભર્યું હસ્યો. અઘોરી ના આકરા શબ્દો વિલિયમ નું ખૂન બાકી રહ્યા હતા
અઘોરી પ્રેતાત્મા જૂનીપુરાણી કાટ ચડેલી ખડગ લઈ રોઝી અને તેના માથા ની લગોલગ સામે બેઠો એક ઝાટકે બંનેના માથા ધડથી જુદા કરી નાખવાના ઇરાદે એને ખડગ ઊંચકી.
ફેન્સી અને રોઝી કસકસાવીને આંખો બંધ કરી દીધી વિલિયમ નું અંતર ફફડી ઊઠયું. હે જીસસ ક્રાઈસ્ટ..રક્ષા કરો .. હે ઈશ્વર અમારી રક્ષા કરો..!
એની પ્રાર્થનાની જ ફલશ્રુતિ હોય એમ અઘોરી ઘા કરે એ પહેલાં જ ભૈરવી વિલિયમના પડખેથી પવનવેગે અઘોરી તરફ ભાગી.
પળભર તો વિલિયમ નો શ્વાસ થંભી ગયો.
ભૈરવી એ અચાનક દોટ લગાવી વિલિયમ ના ગળા ના ભાગે અથડાઈ. એ સાથે જ ભૈરવી આગનો ભડકો થઈ ગઈ.
અઘોરી કંઈક સમજે એ પહેલાં સળગતા શરીરે શેતાનની બરછટ કાયાને ભૈરવીએ પોતાના હાથો માં ઝકડી લીધી.
ભૈરવી ની સાથે જ સળગી ઉઠે લો અઘોરી એક તરફ ઢળી પડ્યો ટેન્સી અને રોઝી બેબાકળાં બની ભડભડ બળતા અઘોરી અને ભૈરવીને તાકી રહ્યાં.
અઘોરી પ્રેતાત્માઓ થોડી પળો સુધી બૂમ-બરાડા કર્યા.
"ભૈરવી દગાખોર ..!તારુ સત્યાનાશ જશે..!
અઘોરીનો અવાજ શમતો ગયો. અને જોતજોતામાં બન્ને નો શરીર રાખ થઈ ગયો પોતાના દુઃખ ની પરવા કર્યા વિના કાંસ્યપ્રતિમાઓના અગ્નિ છે પીસાઈ રહેલો રોઝી અને ટેન્સીને બધો ખડકલો હટાવી બહાર કાઢ્યાં.
બંને મોઢા પરની પટ્ટીઓ છોડી ડૂચા ફેંકી દીધા. વિલિયમ ટેન્શન અને રોઝી ત્રણેયની આંખમાં સમાય નહીં એટલાં આંસુ હતાં.
પ્રેતાત્માના બળેલા શબની રાખ તરફ જોતાં ટેન્સીની આંખો ચમકી ગઈ.
રાખ ની વચ્ચોવચ jesus christ નો મોટો ક્રોસ કરી રહ્યો હતો એ ક્રોસને જોઈ વિલિયમ એ પોતાના ગળામાં હાથ નાખ્યો એના ગળામાં cross ન હતો વિલિયમ બધું સમજી ગયો કે જે વખતે પોતાને ઊંચકી ફેંકી દીધેલો. એ વખતે ગળુ ટુંપાવ્યું હતું.
ત્યારે જ ભૈરવીએ cross ખેંચી લીધો હશે. વિલિયમ એ રાખ માંથી એ ક્રોસને ઉઠાવી લીધો અને હોઠો પર લગાવી ચૂમ્યો.
"થેન્ક્સ ભૈરવી... ભગવાન તારા આત્માને સદગતિ આપે..!
વિલિયમ થી અનાયાસે જ બોલાઈ ગયું.
ટેન્સી અને રોઝીને આગળ કરી વિલિયમ કમરાની બહાર નીકળી ગયો.
થોડુંક ચાલતો જ સામે અશ્વરથ દેખાયો.
ત્રણેયે ઝડપ વધારી.
અશ્વરથના આગળના ચાર પગથિયાં ઉતરતાં હોજની કિનાર પર પડેલી ટોર્ચ દેખાઈ.
અરે આ ટોર્ચ ગંગારામ ની છે એને યાદ આવેલું ઉતાવળે ત્રણેય હોજ નજીક આવ્યાં. વિલિયમે ટોર્ચ ઉઠાવી લીધી.
"હોજમાં ટોર્ચનો પ્રકાશ નાખી જુઓને જિજા ટેન્સી એ મ્લાન મુખે કહ્યું...!"
વિલિયમ એ ટોર્ચનો પ્રકાશ ફેંકી હોજમાં જોયુ.
ઓહ માય ગોડ...! પ્હેરેલા કપડામાં જ હાડપિંજર બની ગયેલા ઈસ્પે. અનુરાગને ગંગારામને જોઈ ટેન્સી દ્રવી ઉઠી.
અહીં ઊભા રહેવા જેવું નથી. બહાર ચાલો મને મૂંઝારો થાય છે રોજ વિલિયમનો હાથ ખેંચી બહાર જવાનો સંકેત કર્યો.
તરત જ વિલિયમ અને રોઝી નો હાથ પકડી વિલિયમ ભાગ્યો. આવ્યાં હતાં એ જ રસ્તે બધા પાછાં ફર્યાં.
મંદિરમાં પ્રવેશ્યા ત્યારે હસતા બોલતા અનુરાગ અને ગંગા રામનું અસ્તિત્વ પાછા ફરતી વખતે નષ્ટ થઈ ચૂક્યું હતું.
ભીની આંખે ભેંકાર અંધકારને ભેદતા તેઓ પોલીસ વાન નજીક આવ્યા. વિલિયમ ડ્રાઇવિંગ સીટ પર બેઠો. એની પડખે રોજી અને ટેન્સી બેઠાં. ગાડી સ્ટાર્ટ કરી વિલિયમે ઘર તરફ ભગાવી. જાણે કે હજુય ખૂંખાર મેઢક એમનો પીછો કરી રહ્યો ન હોય...!
(સમાપ્ત)
આ સાથે જ 'કાળ કલંક' અહીં પૂર્ણ થાય છે હું ઈચ્છું છું કે અઘોરી એક નવા જ પરિવેશ સાથે તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થાય એક નવા ઘટનાક્રમ સાથે..
કાળ કલંક આવવામાં લેટ થઈ છે તમે જે રીતે ધીરજ અને ખંતથી રાહ જોઈએ તે માટે તમારો શુક્રગુજાર છું.
અર્પણ: કાળ કલંક અને હું મારા તમામ પરિવાર જેવા વાચકમિત્રોને અર્પણ કરું છું..!

મારી running વાર્તાઓ વો કોન થી અને દાસ્તાને અશ્ક વાંચજો.

-સાબીરખાન