premipankhida books and stories free download online pdf in Gujarati

પ્રેમીપંખીડા

ઉસકો ગુરુર થા ખુદ કે પૈસો પે,

જબ બુરી નઝર સે દેખા છોરી પે,

તો દિખા દિયા ઔકાત ભીડ ને...

......રિદ્ધિ ‘મહેબૂબ’

રિદ્ધિ ‘મહેબૂબ’ એ હાલમાં જ કરેલી ઉપર્યુક્ત ફેસબુક પોસ્ટ ટ્રેન્ડ માં હતી. દેશમાં ચાલી રહેલા મહીલાઓ પરના અત્યાચારને એકદમ ધારદાર, ચોટદાર રીતે શબ્દોમાં આલેખતી રિદ્ધિ ‘મહેબૂબ’ ધીરે-ધીરે દેશમાં નામ કાઠવા લાગી હતી.

શેરોશાયરી ના શોખીન અને એક સમયે સાહિત્ય માં જ કારકિર્દી બનાવવાના સપના જોતા આર્યને રિદ્ધી મહેબૂબ ની પોસ્ટ પર નીચેની કમેન્ટ કરી.

'ભીડ કો બેકાબૂ હોને સે રોકો,

અભી ઝીંદા હે કાનુન કી દેવી,

કરને દો ફેંસલા અદાલત કો,

ખુદ કામ કરો ઔર અદાલત કો કરને દો......'

કમેન્ટ કરીને આર્યન તરત એના કામમાં પરોવાયો. થોડા સમયમાં ‘બીપ’ – મેસેજ ટયુન વાગી. આર્યન એ ફોન હાથમાં લીધો. ફેસબુક પર એણે કરેલી કમેન્ટ પર કોઈએ રિપ્લાય આપ્યો હતો. એણે તરત ઈન્ટરનેટ બંધ કરી દીધું જેથી કામમાં ખલેલ ના પહોચે.

રાત્રે સુતી વખતે ફેસબુક ખોલ્યું ત્યારે એક ફ્રેન્ડ રીક્વેસ્ટ અને 4-5 મેસેજ સાથે ઘણી બધી નોટીફીકેશન હતી. બધા મેસેજ રિદ્ધિ ‘મહેબૂબ’ ના હતા અને ફ્રેન્ડ રીક્વેસ્ટ પણ. આજકાલની સેન્શેશનલ સ્ટાર મને મેસેજ કેમ કરે છે એ આર્યન ના સમજમાં નહોતું આવતું. એટલે એણે મેસેજ ઓપન કર્યા.

રિદ્ધિ મહેબૂબ : “અરે મહેબૂબ, ભૂલ ગયે હંમે ઇતના જલ્દી. કભી દિયે થે વાદે જીન્દગી સાથ જીને કે, આજ કર દિયે દરવાજે બંધ આપને.”

આર્યનને આ શું કહેવા માંગતી હતી એ સમજ ના પડતા તરત એણે રિદ્ધિ 'મહેબૂબ' નું પ્રોફાઈલ ચેક કર્યું. પ્રોફાઈલ જોતા જ આર્યન ની ઊંઘ ઉડી ગઈ. એણે તરત જ મેસેજ કર્યો.

આર્યન : “અરે સોરી, સોરી....”

રિદ્ધી ઓનલાઈન જ હતી. તરત બંને વચ્ચે વાત શરુ થઇ.

રિદ્ધી ‘મહેબૂબ’ : કભી આવાઝ સે ક્યાં પ્રોબ્લેમ હો વો બતા દેતે થે, આજ પ્રોફાઈલ દેખ કે યાદ દિલાની પડતી હૈ.”

આર્યન : ‘પણ યાર, ખરેખર તું? રિદ્ધિ માંથી રિદ્ધિ ‘મહેબૂબ’? આ બધું શું છે?”

રિદ્ધિ ‘મહેબૂબ’ : “જનાબ, હર સવાલ કે જવાબ હૈ , પર અભી ખામોશી હી એક ઈલાજ હૈ. કભી સમય નીકાલ કે મિલતે હૈ.”

આર્યન : “હા ચોક્કસ.”

રિદ્ધિ મહેબૂબ : “પર જનાબ, અભી ક્યાં કરતે હોં વો તો બતાઓ?”

આર્યન : “ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ ઝોન નો વાઈસ પ્રેસીડન્ટ છું.”

રિદ્ધિ મહેબૂબ : “મતલબ, તે ગર્વમેન્ટ એક્ઝામ પાસ કરી જ લીધી એમ ને?”

આર્યન : “હા યાર, ચલ હું તને મારો નંબર આપું છું. ફોન કરજે.”

આર્યન અને રિદ્ધિ. વાત દસ વર્ષ પહેલાની છે. કોલેજમાં અલગ અલગ ડીપાર્ટમેન્ટ માં હોવા છતાં એક્દીવસની મુલાકાત ક્યારે ફ્રેન્ડશીપ અને પછી ક્યારે પ્રેમમાં પરિણમી એ બંને માંથી કોઈને ખબર જ ના પડી. કોલેજ પત્યા પછી પણ બંને એકબીજાના સંપર્કમાં હતા. લગ્ન કરવાનો વાયદા પણ આપ્યા હતા પરંતુ ત્યારે આર્યન ને સાહિત્ય લાઈનમાં જોડાવાનો ચસ્કો અને રીદ્ધીના ઘરે એને પરણાવી દેવાની ઉતાવળમાં બંનેએ ત્રણ વર્ષના રીલેશનશીપ ને તિલાંજલી આપવી પડી.

ધીરે ધીરે એકબીજા સાથે વાત ઓછી થવા લાગી અને પછી તો સાવ જ બંધ થઇ ગઈ. બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા. રિદ્ધિ એક અમીર ઘરના છોકરા સાથે પરણીને અમેરિકા સેટલ થઇ ગઈ. આર્યન ગુજરાત ગવર્મેન્ટ ની એક્ઝામ પાસ કરીને ગુજરાત ઇન્ડસ્ત્રીયલ ઝોનમાં સારી પોસ્ટ પર લાગી ગયો અને સાથે સાહિત્ય નો શોખ હતો એ પણ ચાલુ રાખ્યું. થોડા વર્ષોમાં એણે પણ મેરેજ કરી લીધા અને એક છોકરાનો બાપ પણ છે.

થોડા દિવસમાં રિદ્ધી એ આર્યન ને ફોન કર્યો.

રિદ્ધિ : “કહાં હો જનાબ, અગર ઈજાઝત હો તો મિલના ચાહતે હૈ, ઔર થોડા બહુત સમજના ભી.”

આર્યન: “સોરી યાર, ભારતના પ્રાઈમ મીનીસ્ટર આવતા અઠવાડિયે ગુજરાત આવે છે એટલે વર્કલોડ બહુ વધારે છે. હું તને એક વીક પછી ફોન કરું, તું અમદાવાદ આવી જજે. આપણે મળીશું.”

રિદ્ધિ : “જૈસા આપ કહે જનાબ. મિલતે હૈ.”

રિદ્ધિ એ આર્યનના ફેસબુક માંથી એની બધી પોસ્ટ જોઈ લીધી હતીએ એટલે આર્યન ના આ ૧૦ વર્ષો કેવા વીત્યા હાસ એએનો એક અંદાજ રિદ્ધી પાસે તો હતો. પરંતુ રિદ્ધિ ની કહાની શું હતી?

રિદ્ધિ આર્યન સાથે લગ્ન ના થયા પછી જે પહેલો છોકરો મમ્મી-પપ્પા એ બતાવ્યો એને ‘હા’ કરીને એની સાથે લગ્ન કરી અમેરિકા સેટલ થઇ ગઈ. પરંતુ થોડા જ વખતમાં એના હસબન્ડ ના બીજી સ્ત્રી સાથેના સંબધો વિષે ખબર પડતા જ રિદ્ધિ એ એને ડિવોર્સ આપી દીધા અને એ પોતે લંડન શિફ્ટ થઇ ગઈ. લંડન માં જોબ કરતા કરતા પોતાના પર વીતેલી ક્ષણો ને લખતી ગઈ. અચાનક ઉભરી આવેલી મનની ઉર્મિઓ ને કવિતા અને ગઝલનું સ્વરૂપ આપ્યું, લોકો સમક્ષ રજુ કરતા સારો પ્રતિસાદ મળતા, બે જ વર્ષ પહેલા લંડન થી મુંબઈ આવી ગઈ અને દેશમાં મહિલાઓ વિરુદ્ધ બનતી ઘટનાઓનો પોતાની કવિતા અને ગઝલ દ્વારા સોશિયલ મીડિયા ઉપર રજુ કરતી.

અમદાવાદ માં એક સાંજ જયારે બંને એકબીજા ના સાનિધ્ય માં વિતાવી ત્યારે વાતો-વાતોમાં બંને ભૂતકાળ માં ઉતરી ગયા.

આર્યન : “આપણે બંને એકબીજા માટે કેવા ક્રેઝી હતા નહિ?”

રિદ્ધિ : “સાચે યાર, તારી લખેલી કવિતાઓ સાંભળીને મારી આંખમાં પાણી આવી જતા. તું મને કેટલું સ્પેશિયલ ફીલ કરાવતો.”

આર્યન : “હા, પણ આજે તું, તારી આ કવિતા અને ગઝલ થી અખો દેશ ગજવી નાખે છે.”

રિદ્ધી : “ના, હજી એટલી બધી પોપ્યુલર નથી થઇ. થોડીક જ થઇ છું.”

આર્યન : “જે વ્યક્તિને નોવેલ ની બે લીટી વાંચતા ઊંઘ આવી જતી હતી એ આજે સાહિત્ય ના નામે ડંકો વગાડે છે, શું કારણ છે આની પાછળ નું?”

રિદ્ધિ : “તારા લીધે. આની પાછળ કારણ તું છે.”

આર્યન : “હું, કઈ રીતે?”

રિદ્ધિ : “મારું તખ્લ્લુશ કહે કે મારું બીજું નામ “મહેબૂબ” મારા નામ રિદ્ધિ પછી કેમ જોડ્યું છે, જાણવું છે કારણ?”

આર્યન : “એટલે જ તો નહી ને કે હું તને પ્રેમ થી ‘મહેબૂબ’ કરીને બોલાવતો હતો.”

રિદ્ધિ : “બિલકુલ એટલે જ. તું હતો ત્યાં સુધી તે મોકલેલી તારી કવિતા ઓના કોઈ જવાબ નહોતા આપ્યા, પણ મેં બધી સાચવી રાખી હતી. મમરા ડિવોર્સ થઈને જયારે લંડન સેટ થઈ ત્યારે ફરી તારી બધી કવિતા ઓ વાંચી, સમજી. પછી મેં સામે જવાબ લખવાના શરુ કર્યા. ધીરે ધીરે સાહિત્ય માં રસ વધવા લાગ્યો. અને જો બસ આજે તારી સામે અહિયાં હોટેલ માં ઓર્ડર આપ્યા વગર જ વેઈટર કંઇક આપી જાય એની રાહ જોઈને બેઠી છું......”

આર્યન (હસતા હસતા વેઈટરને બોલાવવાનો ઈશારો કરીને) : “વાહ, જર્ની ફ્રોમ મેહબૂબ તો મેહબુબા.” પણ હવે લાઈફનો શું પ્લાનીંગ છે?” “કોઈ છે કે પછી એમ જ જીવવાનું?”

રિદ્ધિ : “કઈ જ નહી. જસ્ટ ગોઇંગ વિથ ધ ફ્લો. જે જિંદગીમાં મળશે એ કરીશ.” “પણ તું બોલ, લગ્ન કર લીધા અને બેબી પણ.”

આર્યન : “અચ્છા મતલબ ફેસબુક પર પ્રોફાઈલ ચેક થઇ ચુકી છે એમ ને.”

રિદ્ધિ : “હા, પણ એ તો કહે તું ગર્વમેન્ટ જોબ માં ક્યાંથી વળ્યો?”

આર્યન : “બસ, પપ્પા એ બહુ ફોર્સ કર્યો. કે આ સાહિત્યના ‘ધંધા’માં તને કઈ નહી મળે. એના કરતા ગર્વમેન્ટ જોબ ની તૈયારી કરીને એ કર. પછી મેં પણ વિચાર્યું કે સાહિત્ય માં રસ છે એ તો હું લાઈફ ના કોઈ પણ પડાવે પૂરું કરી શકીશ. બસ, ત્યારથી એક્ઝામ આપવાની શરુ કરી, અહિયાં જોડાયો અને સાથે સાથે સાહિત્ય પણ શરુ રાખ્યું. અત્યારે ચાર મહિના પહેલા જ મારી કવિતા ઓ ની એક બુક ‘મેરે હમસફર’ પ્રકાશિત કરી.”

રિદ્ધિ (એકદમ ખુશમાં) : “વાહ, કુલ યાર. મતલબ મમ્મી પપ્પા પણ ખુશ, અને સાહિત્ય નું કામ કરીને તું પણ. હું પણ એ જ માનું છું કે જે કામ દિલ થી કરીએ પછી ભલે ને ગમે તે ફિલ્ડમાં કેમ ના હોય એનું સારું ફળ મળે જ છે.”

આર્યન (ધીમેથી) : “તારા ડિવોર્સ કેમ થયા?”

રિદ્ધિ : “ આપણા બંને વચ્ચે તૂટ્યા પછી મમ્મી પાપા એ જે પહેલો છોકરો બતાવ્યો એને ‘હા’ પાડીને મેં લગ્ન કરી લીધા અને એની સાથે અમેરિકા સેટલ થઇ ગઈ. થોડા મહિનામાં જ એને મેં બીજી સ્ત્રી સાથે પકડી પાડ્યો. ત્યાનું કલ્ચર એકદમ ઓપન માઈન્ડેડ અને આપણે થોડા નેરો માઈન્ડેડ. મને તો મારો પતિ બીજી સ્ત્રી સાથે વિચારીને રડવું આવે. પણ એણે કશું છુપાવ્યા વગર મને બધું જ કહી દીધું અને તરત જ ડિવોર્સ માટે અપ્લાઈ કરી દીધું. બસ એના પછીના બે જ દિવસમાં અમારે કોઈ સંબંધ જ નહોતા રહ્યા. ત્યાથું હું લંડન સેટલ થવા ગઈ.”

આર્યન : “પણ તું ઇન્ડિયા કેમ ના આવી ગઈ?”

રિદ્ધિ (આંખમાંથી પડતા આંસુઓને પડતા અટકાવતા) : “કોના માટે આવ? તારા લગ્ન થઇ ગયા હતા. મને મારા મમ્મી-પપ્પા પર બહુ જ ગુસ્સો હતો. જાણે લાગ્યું કે એમણે એમની દીકરી ને જાતે કરીને કુવામાં નાખી દીધી. કઈ તપાસ કરાવ્યા વગર એની મોટી-મોટી વાતો અને પૈસો જોઇને મને મોકલી તો આપી પણ ત્યાં જે થયું એ તો મારે જ સહન કરવાનું હતું. એટલે મેં એમણે ફોન પર જ બધું જણાવી દીધું અને ઇન્ડિયા ની જગ્યા એ લંડન જતી રહી.”

આર્યન (રીદ્ધીનો હાથ પકડતા) : “બરાબર છે. ચલ હવે આપણે આ વાત નથી કરવી. થોડા ભૂતકાળમાં ઉતરીએ. તને યાદ છે તારી બર્થડે ના દિવસે તને મળવા માટે મારે કેવા નખરા કરવા પડ્યા હતા.”

રિદ્ધિ (હળવી સ્માઈલ સાથે) : “હસતો, મારી ૨૨ મી બર્થડેમાં તે ૨૨ ગીફ્ટ આપી હતી. તારી સાથે કરેલી આખી રાત ચેટ, નાઈટઆઉટ માં આખી રાત તારા ખભે માથું નાખીને નદી કિનારે બેસીને તારી કવિતાઓ સાંભળેલી.”

આર્યન : “અને વચ્ચે બહુ ઝોકા પણ માર્યા હતા એ પણ બોલ.”

રિદ્ધિ : “હાહાહા, એકબીજાને મળવા કેટલા બેતાબ હતા નહી ત્યારે?”

આર્યન : “તારા દાદા મારી ગયા ત્યારે તને મળવા એમના બારમાં-તેરમાં ની બધી વિધિમાં કશું ય જાણતો નહોતો છતાં આવ્યો હતો.”

રિદ્ધિ : “હા, અને પછી મારા આખા ફેમિલી વાળા ને તું કોણ છે એનો જવાબ આપતા હું ધંધે લાગી ગઈ હતી.”

આર્યન : “પણ તારા કાકી એક જ હતા જે આપણે સપોર્ટ કરતા.”

રિદ્ધિ : “પણ વિધિ ની વક્રતા તો જો. આજે તું અને હું સામસામે કાંઠે છીએ. એ દિવસો સુખના હતા.”

ત્યાં જ આર્યન એક પગના ઘુટણીયે બેસીને હાથમાં રીંગ લઈને રિદ્ધિને પ્રપોઝ કરે છે.

આર્યન : “દિલ હૈ તો ધડ્કેગા જરૂર,

વાદા કિયા હૈ તો નીભાયેંગે જરૂર,

વો સારી બાતે ફિર સે દોહરાયેંગે,

બસ એક બાત ‘હા’ બોલ દો, મેરે ‘મેહબૂબ’.

રિદ્ધિ આર્યન ના અચાનક પ્રપોઝલ થી એકદમ આશ્ચર્યમાં પડી ગઈ.

રિદ્ધિ : “આર્યન તું તો મેરીડ છે.એને છોડીને તું? ના, મારા લીધે હું કોઈ બીજી સ્ત્રી નું ઘર ના તોડી શકું. હા, મને તારા માટે હજી પણ પ્રેમ એટલો જ છે પણ આપણા વચ્ચે જે હતું એ ૧૦ વર્ષ પહેલા. અને તું આજે મારી સાથેની એક જ મુલાકાતમાં જે છોકરી સાથે તું ૧૦ વર્ષ થી તું છે એને છોડી દઈશ?”

આર્યન (ખુરશીમાં ફ્રરીથી બેસીને રીદ્ધીનો હાથ એના હાથમાં લેતા) : “ના રિદ્ધિ, તું હજી મારી એક વાત જાણતી નથી. તે ફેસબુક પર મારી બધી એ પોસ્ટ જોય જે હું લોકોને બતાવવા માંગું છું. આજથી દોઢ વર્ષ અમારો એક એકસીડન્ટ થયો હતો એમાં મારી પત્ની અને મારું બેબી માર્યા ગયા. અને ગાડીની એરબેગ ખુલી જવાથી હું બચી ગયો.”

રિદ્ધિ આ વાતથી બહુ જ દુખી થાય છે. બંને એકબીજા ની બાહોમાં રડે છે.

રિદ્ધિ તરત જ એનો હાથ આગળ કરીને આર્યન ને વીંટી પહેરાવવા કહે છે. અને બંને 'પ્રેમીપંખીડા' પોતાની નવી જીન્દગી શરુ કરે છે.

બીજા રસપ્રદ વિકલ્પો