વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-29 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-29

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-29
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
    આકૃતિની બર્થડે પાર્ટીમાં વિહાન જેલેસ થઈ આકૃતિના રૂમમાં ચાલ્યો જાય છે, ત્યાં મેઘા આવી તેને સમજાવે છે.નીચે આકૃતિ વિહાનને શોધતી હોય છે ત્યાં એક છોકરો તેની પાસે આવે છે અને આકૃતિને ડાન્સ કરવા લઈ જાય છે.
     બીજી બાજુ રાધે વિહાનના ઘરેથી ઘર તરફ જતો હોય છે ત્યાં કૌશિક તેને ઓવરટેક કરી રોકે છે અને રાધેએ તેના પ્લાન મુજબ કામ કર્યું છે તેની ખાતરી કરે છે.રાધેને ઘરે મોકલી કૌશિક ચોકી તરફ જાય છે..હવે આગળ….
   કૌશિક મોડી રાત સુધી સૂતો નોહતો એટલે એ સવારે મોડે સુધી સૂતો રહ્યો.રાધેએ તેને આઠથી દસ કૉલ કરેલા પણ તેના એકપણ કૉલ રિસીવ નોહતા થયા એટલે રાધે કૌશિકના ઘરે આવી પહોંચ્યો.
“સાહેબ,ઉઠો જલ્દી ગજબ થઈ ગયો”કૌશિકને ઢંઢોળતા રાધેએ કહ્યું.તેના અવાજમાં ગભરામણ હતી.
“શું થયું અલા,કેમ સવાર સવારમાં રાડો પાડે છે?”કૌશિકે ઊંઘમાં કહ્યું.
“તમે વાત સાંભળશો તો તમે પણ રાડો પાડશો, પેલો મહેતાં જેલમાંથી ભાગી ગયો”
“શું?શું બકે છો?”પથારીમાં સફાળો જાગતા કૌશિક બોલ્યો.
“હા,સવારે પીએસઆઇ વાઘેલા મહેતાને મળવા ચોકીએ આવ્યો હતો પણ એ પહેલાં સાલાને કોઈક બીજું છોડાવી ગયું,વાઘેલા ખાર ખાય ગયો છે,તમને એક કલાકમાં ચોકીએ હજાર થવા કહ્યું છે”રાધેએ કહ્યું.
“તું જા જલ્દી હું આવુ”કહી કૌશિકે ટેબલનું ડ્રોવર ખોલ્યું,તેમાં મહેતાંની ફાઇલ પડી હતી.ફાઇલ જોઈ કૌશિકને હાશકારો થયો.તૈયાર થઈ અડધી કલાકમાં કૌશિક ચોકીએ પહોંચ્યો.
     વાઘેલા કૌશિકની ખુરશી પર બેઠો હતો.કૌશિકે તેની પાસે જઈ સલામી ઠોકી.
“આ બધું શું છે કૌશિક?,એક ગુનેહગાર તારી લોકઅપમાંથી ભાગી જાય છે અને તું અત્યાર સુધી સુવે છે?”વાઘેલાએ ગુસ્સે થતા કહ્યું.
“હું મોડી રાત સુધી અહીં હતો,ખબર નહિ સાલો કેવી રીતે નાસી ગયો”કૌશિકે સફાઈ આપતા કહ્યું, “હું તમને ખાતરી આપું છું,કોર્ટની તારીખ પહેલાં હું તેને ઝડપી પાડીશ અને કોર્ટમાં રજૂ કરીશ”
“એ બધું ઠીક છે,કોર્ટમાં હાજર કરતાં પહેલાં મને જાણ કરજે.એક વખત હું તેને રિમાન્ડ પર લઈશ”વાઘેલાએ કહ્યું.
‘હા ખબર છે મને xxx, તારે કેવી રિમાન્ડ લેવી છે,કેટલા રૂપિયા ઘરે મોકલવાના એ જ કહેવાનું છે ને’કૌશિક વાઘેલાને કહેવા માંગતો હતો પણ એ મનમાં બોલ્યો.
“જી સર,હું તમને જાણ કરીશ”કૌશિકે સલામી આપી.એ ઇચ્છતો હતો કે જલ્દીથી વાઘેલા અહીંથી જાય.વાઘેલા ઉભો થયો અને મહેતાને જે લોકપમાં રાખ્યો હતો ત્યાં ગયો.કૌશિક પણ તેની પાછળ ગયો.
“મને લાગે છે કોઈ અંદરના વ્યક્તિએ જ મદદ કરેલી છે”નિરીક્ષણ કરતા વાઘેલા બોલ્યો.
“એ જે કોઈપણ હશે હું તેને છોડીશ નહિ”કૌશિકે દાંત ભીંસી કહ્યું.
“મહેતાની કોઈપણ ખબર મળે એટલે મને જાણ કરજે”હુકમ કરી વાઘેલા નીકળી ગયો.
“રાધે ચા અને સિગરેટનું કહી દે”કહી કૌશિકે કૅપ ઉતારી.
“સાહેબ મહેતાં તો ગયો હવે શું કરશું?”રાધેએ કહ્યું.
“તું ચા અને સિગારેટનું કરને મહેતાંને કોર્ટની તારીખ પહેલાં હું પકડી પાડીશ”કૌશિકે ગુસ્સામાં કહ્યું.
‘સાલો વાઘેલા પણ જપ નહિ લેવા દે’મનમાં વાઘેલાને ગાળો આપતા કૌશિકે વિહાનને કૉલ કર્યો.
“વિહાન ક્યાં પહોંચ્યો?”કૌશિકે પૂછ્યું.
“બસ ત્રિવેદીના ઘર પાસે જ પહોંચ્યો.”વિહાને કહ્યું.
“એને કહેજે કે મહેતાએ રાધેને આપવા પચાસ હજાર રૂપિયા આપે અને મહેતાં વિશે બની શકે એટલી જાણકારી મેળવવાની કોશિશ કરજે”કૌશિકે કહ્યું.
“હું પૂરો પ્રયાસ કરીશ”કહી વિહાને કૉલ કટ કરી દીધો.રાધે ચા-સિગરેટ લઈ આવ્યો.ચા પીને સિગરેટ પીતાં આગળ શું કરવું એ વિચારમાં કૌશિક ખુરશી પર બેસી રહ્યો.
***
     વિહાન ઉભો થઇ આકૃતિ પાસે આવ્યો અને ચિઠ્ઠી હાથમાં લિધી.
‘વિહાન અને આકૃતિ,જ્યારે તમને આ ચિઠ્ઠી મળશે ત્યારે અમે તમારાથી દૂર નીકળી ગયા હશું,તમારી બંનેની મુલાકાત અમારા માટે યાદગાર રહી છે,તમારા બંને વચ્ચે જે ગેરસમજ ઉભી થઇ હતી એ દૂર કરવાના હેતુથી અમે તમને મળવા આવ્યા હતા.અમે કોણ છીએ એ વિચારવા કરતાં અત્યારે તમારી પાસે જે સમય છે એ માણી લો,કોને ખબર કાલે શું થશે? -મેઘા અને મેહુલ’
“કાલે શું થવાનું?”ચિઠ્ઠી વાંચી વિહાને કહ્યું.
“જે કંઈ પણ થાય, અત્યારે આપણે તે લોકોનો આભાર માનવો જોઈએ”આકૃતિએ કહ્યું, “પણ એ લોકોને આપણાં વિશે કેવી રીતે ખબર પડી અને શા માટે તેઓએ આ બધું કર્યું?”
“ચિઠ્ઠીમાં શું લખ્યું છે? વિચારવા બેસીશું તો આ સમય માણી નહિ શકીએ”વિહાને કહ્યું, “ચલ ચલ આપણે હજી તારા મમ્મી-પપ્પાને મળવાનું છે”
      ત્રણેય નીચે આવ્યા,નીચે પહેલાં જેવો જ માહોલ જામેલો હતો.આકૃતિ વિહાનને તેના પપ્પા પાસે લઈ ગઈ.
“પપ્પા,વિહાન”આકૃતિએ કહ્યું, “વિહાન આ કિશન અગરવાલ,મારા પપ્પા કમ બેસ્ટ ફ્રેન્ડ,સવારે મેં કહ્યું કે મને મળવા આવતા છોકરાને ના પાડી દો એટલે કોઈ પણ સવાલ કર્યા વિના તેઓએ કૉલ કરી ના પાડી દીધી હતી”આકૃતિએ તેના પપ્પાને હગ કરતાં કહ્યું.
“હાય,અંકલ”વિહાને આત્મવિશ્વાસ સાથે આકૃતિના પપ્પા સાથે શેકહેન્ડ કર્યો.
“હાય વિહાન,આ મારી પત્ની ઇલા”બાજુમાં ઉભેલા તેના પત્ની સાથે વિહાનનો ઈન્ટ્રો કરાવતાં કિશનભાઈએ કહ્યું.વિહાને તેઓને પણ ફોર્મલિટીવાળું હેલ્લો કર્યું.
“તારા પપ્પા શું કરે છે?”કિશનભાઈએ કહ્યું.
“પપ્પા,તેના પપ્પા નથી”આકૃતિએ કહ્યું.
“હા અંકલ,હું પંદર વર્ષનો હતો ત્યારે તેઓની ડેથ થઈ ગઈ, અત્યારે હું અને મમ્મી છીએ”વિહાને કહ્યું.
“ઓહ સૉરી,મને ખબર નોહતી”આકૃતિના પપ્પાએ ખેદ વ્યક્ત કરતાં કહ્યું.
“તમે લોકો એન્જોય કરો અમે રિલેટિવને સંભાળીયે”કહી ઇશાના પપ્પા ઇલાબેનનો હાથ પકડી ચાલવા લાગ્યા.
"વિહાન કામ શું કરે છે,એના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે કંઈ જાણ્યું તમે?" ઇલાબેન ધીમેથી કિશનભાઈના કાનમાં ગણગણ્યા.
"ઇલા પ્લીઝ અત્યારે એ વાત કરવી જરૂરી નથી.મને ખબર છે તને આકૃતીની ચિંતા છે પણ આકૃતી સમજદાર છે,એને ખબર પડે છે કે શું કરવું જોઈએ અને શું નહીં.વિહાન આકૃતીની ચોઇસ હશે તો તારે એ સ્વીકારવું પડશે અને કાલે જ થોડાં બંનેના મૅરેજ કરાવી દેવાના છે."કિશનભાઈએ એક પિતા તરીકે પોતાની અનુમનતી છે એ વાત ઇલાબેનને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું.
‘દીકરીની ખુશીની ચિંતા હોય જ ને, એનું ફ્યુચર સારું રહે એ જોવું પડેને.’ ઇલાબેન દલીલ કરવા ઇચ્છતા હતા પણ મનમાં વાત દબાવી અને ચૂપ રહ્યા.બંને રિલેટિવ સાથે વાતોમાં લાગી ગયા. 
"અરે વિક્રમ સાંભળ તો દીકરા." ઇલાબેન પાસેથી પસાર થતા વિક્રમને ઉભો રાખતા એ બોલ્યા.
"હા બોલોને આંટી." હાથમાં પકડેલ કોલ્ડડ્રીંક ઇલાબેનને આપતા વિક્રમ બોલ્યો, "તમે પહેલા આ પીઓ અને પછી કહો.વેઇટ અરે આજે મેં તમને જોયા જ નહીં ,જસ્ટ લુક એટ યુ,આકૃતીની નાની બહેન જેવા લાગો છો.કોઈ ન કહી શકે કે તમે આકૃતીની મમ્મી છો હો,અંકલની તો લાઈફ સેટ છે બોસ."
ઇલાબેને વિક્રમનો કાન ખેંચ્યો," નાલાયક મસ્તી ઉડાવે છે તું મારી."
"ના ના આંટી સાચે લે." હસતા હસતા વિક્રમ બોલ્યો.
"તારી નજર મારા પર પડે જ કેવી રીતે? તારી આંખો તો આકૃતીને જ શોધતી હોય છે હંમેશા."ઇલાબેને જાણીજોઈ આકૃતીની વાત શરૂ કરી."મને ખબર છે હમણાં તું આકૃતીને શોધતો હતો અને આ કોલ્ડડ્રીંક પણ એની માટે જ લઈ જતો હતો ."
"અરે ના ના આંટી આ તો ઈશા માટે લઈ જતો હતો." વિક્રમે ઇલાબેનની વાત વચ્ચે જ કાપી.
"અચ્છા ,.. વિક્રમ તને નહીં લાગતું પાર્ટી બોરિંગ થવા લાગી છે પાર્ટીમાં જાન લાઓ,ચાલો તારો અને આકૃતીનો ડાન્સ થઈ જાય.,ઉભો રે." ઇલાબેને વિક્રમને બોલવાનો મોકો જ ન આપ્યો.તેમણે આકૃતીને બૂમ પાડી બોલાવી. આકૃતીનો હાથ વિક્રમના હાથમાં આપ્યો અને બંનેને ડાન્સ કરવા ફોર્સ કરવા લાગ્યા.
    મમ્મીની વાત રાખવા વિહાનને છોડી આકૃતીએ વિક્રમ સાથે કપલ ડાન્સ સ્ટાર્ટ કર્યો.વિહાન અને ઈશા દૂર ઉભા ઉભા બંને સામે જોતા રહ્યા.વિક્રમે સમજદારી દાખવી.તેણે થોડો સમય આકૃતી સાથે ડાન્સ કર્યા બાદ ઇલાબેનને ડાન્સ માટે ફોર્સ કર્યો અને આકૃતીને એકલી છોડી એ ઇલાબેન સાથે કપલડાન્સ કરવા લાગ્યો.આકૃતી અને વિહાને અંતે કપલડાન્સ કર્યો અને એ રીતે એનો બર્થડે પૂરો થયો.ધીરે ધીરે બધા રિલેટિવ નીકળવા લાગ્યા. 
      ખુશી,ઈશા,વિહાન,વિક્રમ,આકૃતી અને તેના મમ્મી-પપ્પા સોફા પર બેઠા બેઠા વાતો કરતા હતા ત્યાં ખુશી બોલી,"ચાલો હવે ઘણું લેટ થઈ ગયું છે તો હું નીકળું આકૃતી." 
"ચાલ ખુશી હું તને ડ્રોપ કરતી જાઉં."કહેતા ઈશા પણ ઉભી થઇ.
"હા તમારી ફ્રેન્ડને સારી રીતે બાય કહી દો હવે તમને એ 15-20 દિવસ સુધી મળશે નહીં."ઇલાબેન ઉભા થતા બોલ્યા.
"એટલે?" આકૃતી અને વિહાન બંને લગભગ એક સાથે બોલી પડ્યા.
"એટલે કે વિક્રમ કાલે દેહરાદૂન જવાનો છે અને બે દિવસ પછી હું અને તારા પાપા પેલા માસ્ટરશેફના શો માટે મુંબઈ જવાના છીએ,.તો મેં વિચાર્યું કે તું અહીંયા એકલી રહીશ તેના કરતાં થોડી દિવસ ઉત્તરાખંડ ફરી આવ.આમ પણ તને હરિદ્વાર અને ત્યાંનો ગંગાઘાટ કેટલો પસંદ છે હું જાણું છું.”ઇલાબેન આકૃતીના માથે હાથ રાખતા બોલી,"આકૃતી આમ પણ તારે એક બ્રેકની જરૂર છે."
"ઓહ ધેટ્સ ગ્રેટ,તો ચાલો હવે નક્કી કે કાલે તું મારી સાથે દેહરાદૂન આવે છે." વિક્રમ ખુશ થતા વચ્ચે બોલી પડ્યો.
"પણ ..." આકૃતી હજુ કંઈ બોલે એ પેહલા મમ્મીએ તેને અટકાવી,"પણ બણ કંઈ જ નહીં તું જાય છે અને એ નક્કી છે." ઇલાબેને પ્રેમથી ઓર્ડર આપ્યો.આટલા બધા ફોર્સ વચ્ચે આકૃતી કશું ન બોલી શકી.તેણે વિહાન સામે જોયું.વિહાને આંખો પલકાવી સ્માઈલ કરી,એટલામાં વિહાનનો મોબાઈલ રણક્યો.
“એક્સકયુઝ મી”કહી વિહાન બહાર નીકળ્યો.
“હા કૌશિક”વીહાને કહ્યું.
“એક રૂમ શોધવાની છે જ્યાં લોકોની અવરજવર ઓછી હોય”કૌશિકે કહ્યું.
“કેટલા દિવસ માટે?”
“એક અઠવાડિયા માટે”
“મારા મમ્મી ઘરે નથી,તમે ત્યાં આવી શકો છો”વિહાને કહ્યું.
“ગ્રેટ,તો હવે તું બે દિવસ તારા ઘરે ના જતો.બે દિવસ માટે તું મારો મહેમાન છો”કૌશિકે હસતાં હસતાં કહ્યું.
“મને કંઈ સમજાયું નહીં”વિહાને પૂછ્યું.
“સમજાય જશે તું મારા ઘરે જવા નીકળ,હું એક કામ પતાવી આવું”કહી કૌશિકે કૉલ કટ દીધો.વિહાન ફરી રૂમમાં ગયો.ઈશા અને ખુશી નિકળવાની તૈયારી કરતા હતા.
“અંકલ-આંટી હું પણ નીકળું,ઘરેથી ફોન આવી ગયો”બહાનું બનાવતા વિહાને કહ્યું.
“વેઇટ હું તને ડ્રોપ કરી જવ”કહેતા આકૃતિ ઉભી થઇ.
“આટલી રાત્રે તું એકલી ક્યાં પાછી આવીશ,વિક્રમ તું વિહાનને ડ્રોપ કરી આવ”ઇલાબેને આકૃતિને રોકતા કહ્યું.
“ના આંટી,મારો દોસ્ત આવે છે”વિહાને કહ્યું.બધાને બાય કહી વિહાન કૌશિકના ઘરે જવા નીકળ્યો.
‘કૌશિકે શા માટે પોતાના ઘરે જવાની ના પાડી’એ વિચાર વિહાનને સતત આવતો હતો.એ વાત તો કૌશિકને મળીને જ ખબર પડવાની હતી એટલે વિહાન શટલ કરી કૌશિકના ઘર તરફ અગ્રેસર થયો.
(ક્રમશઃ)
       કૌશિકે શું પ્લાન બનાવ્યો હશે?તેણે વિહાનને શા માટે ઘરે જવાની ના પાડી?મહેતાંને વિહાન વિશે જાણ તો નહીં થઈ ગઈ હોયને? કદાચ એ વિહાનને ઘરે મળવા જશે એમ વિચારી કૌશિકે વિહાનને ના નહિ પાડી હોયને?
     ઇલાબેન શા માટે આકૃતિને વિક્રમ સાથે મોકલે છે?વિક્રમ સાથે આકૃતિને મોકલવા પાછળ ઇલાબનેનો કોઈ ખાસ હેતુ હશે? શું વિક્રમ સાથે આકૃતિને મોકલી ઇલાબેન વિહાન અને આકૃતિને જુદા પાડવા માંગે છે?.જાણવા વાંચતા રહો.વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)


રેટ કરો અને રિવ્યુ આપો

yogesh dubal

yogesh dubal 6 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 1 વર્ષ પહેલા

Bhakti

Bhakti 1 વર્ષ પહેલા

Jainish Dudhat JD

Jainish Dudhat JD માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Ami

Ami 2 વર્ષ પહેલા

શેયર કરો