વિવેક-આનંદ Chetan Tanna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિવેક-આનંદ

વિવેક અને આનંદ...
કૉલેજ મા અભ્યાસ કરતાં બે તેજ તર્રાંર કોલેજીયન.
બંનેના નામ અને શરીર જ જુદા હતા..
બંને ના વિચાર વાણી વર્તન અને આત્મા એક જ હતા જાણે. બંનેના ફેમિલી એક જ સોસાયટીમાં આજુબાજુમાં રહેતા ખાધેપીધે સુખી સંપન્ન પરિવાર હતા.
સાવ બાળપણથી જ વિવેક અને આનંદ સાથે રમતા રમતા જ મોટા થતા ગયા અને પ્રાથમિક,માધ્યમિક,અને કોલેજનો અભ્યાસ પણ સાથે જ કરે છે.

બન્ને  હંમેશા સાથે જ હોય. બેમાંથી ગમે તે ઘરમાં જમીલે..હોમવર્ક પણસાથે જ કરે ક્યારેક એક બીજા નાં ઘર મ સુઈ પણ જાય..
સગા ભાઈઓ માં પણ ન હોય હોય તેવી સમજણ લાગણી અને પરિપક્વતા બન્ને મ હતી..
એક જ બાઈક માં બંને કોલેજ પણ જાય આવે..
બંનેના માતાપિતા પણ આથી બહુ જ ખુશ હતા.
વ્યસન..?
રામરામ કરો બંનેમાંથી કોઈએ કદી ચા પણ પીધી નથી તો પાન માવા ગુટખાની તો કલ્પના જ ક્યાં કરવી?
બંનેને એક જ વ્યસન કે શોખ હતો..
ભણવામાં હંમેશા ટોપ રહેવું..દર વર્ષે બન્ને  તેમના ક્લાસમાં ટોપ જ આવે.
અભ્યાસ સિવાય રમત-ગમત હોય કે યુથ ફેસ્ટિવલના કલ્ચરલ પ્રોગ્રામ હોય કે વકૃત્વ સ્પર્ધા બન્નેહંમેશા  અવલ જ હોય.
ભણવામાં તેજસ્વી,ઉચ્ચ વિચારો,સાલસ વર્તન, ચુંબકિય વાણીઅને ઊર્જાના ભંડાર સમા વિવેક અને આનંદ આખી કોલેજમાં સૌના ફેવરિટ બની ચૂક્યા હતા ખાસ કરીને કોલેજ કન્યાઓ મા...
કાવ્યા પણ આમાંની જ એક હતી.
તે મનોમન વિવેક અને આનંદ બંને ને ચાહવા લાગી હતી ક્યારેક તો મુગ્ધાવસ્થા મા એવું પણ વિચારતી કે દ્રૌપદીને પાંચ પતિ હતા તો મારે બે પ્રેમી કેમ ન હોય ?
વિવેક અને આનંદ આ જોઇ શકતા હતા અને અનુભવી પણ શકતા હતાં..પરંતું તેમને આ બધાં મા ક્યાં રસ હતો ?
ક્યારેક મોકો મળે ત્યારે કાવ્યા નો આ મોહ દુર કરીશું તેવું વિચારતા હતાં.

આજે વિવેકાનંદ જયંતી હોવાથી અને કાલે રવિવારની રજા હોવાથી કોલેજમાંથી બે દિવસ માટે સાપુતારાના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતું.
સવારે બધા કોલેજ કેમ્પસમાં ભેગા થાય પ્રથમ સ્વામી વિવેકાનંદ વિશે પ્રવચન ત્યારબાદ બસ દ્વારા સાપુતારા જવાનું..
રાત્રે કેમ્પ ફાયર.. બીજે દિવસે વહેલી સવારે ટ્રેકિંગ.. અને સાંજે રીટર્ન એ રીતે પ્રોગ્રામ નક્કી થયો હતો.
સમયસર બધા કોલેજ પહોંચી ગયા સ્વામી વિવેકાનંદ વિશે બોલવા માટે હંમેશ મુજબ સૌપ્રથમ વિવેક અને આનંદ નાં નામ નું એનાઉન્સમેન્ટ થયું બન્ને એક સાથે સ્ટેજ પર આવી ગયા.
વિવેક એ શરુઆત કરી...
હાઇ યૂથ..આ બે શબ્દો સાંભળતાં જ જાણે બધા હિપ્નોટાઈઝ થઈ ગયા. વિવેકે આગળ કહ્યુ..આજે વિવેકાનંદ જયંતી છે વિવેકાનંદ ને આપણે સૌ આપણા આદર્શ માનીએ છીએ રાઈટ ?
આગળનો દોર આનંદે સંભાળ્યો...શું આપણે સ્વામી વિવેકાનંદના યુવાની અને પ્રેમ વિશેના વિચારો શું હતા તે જાણીએ છીએ?
હવે વિવેક નો વારો હતો.... આપણે મન યુવાની એટલે શું અઢાર-વીસ વર્ષની ઉંમર હોય કે ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવીએ  કે કોફીશોપમાં બેઠા-બેઠા કોફી પીયિયે કે હુક્કાબારમાં મોજ કરીએ તેનેયુવાની કહેવાય?

હવે આનંદ બોલ્યો..નો નોટ નેવર.. યુવાની એટલે  ઉત્સાહ અને ઉર્જા નો મહાસાગર..
યુવાની તેને કહેવાય જેની ઊર્જાથી આજુબાજુના લોકો તો ઠીક વાતાવરણ પણ ઊર્જાવાન બની જાય.
ઉચ્ચ આદર્શો, ઉચ્ચ વિચારો, અને ઉચ્ચ લક્ષાંકો એ મારા મતે યુવાની ના લક્ષણો કહેવાવા જોઈએ.
કરી વિવેકે આગળનું સંભાળ્યું..અને આપણા માટે પ્રેમ એટલે શું...? શું પ્રેમ એટલે મન ગમતા પાત્ર સાથે લોંગ ડ્રાઈવ પર જવું..ડેટ પર જવું..કે મલ્ટિપ્લેક્સમાં પોપકોર્ન ખાતાં ખાતાં મુવી જોવું અને પછી.................?
નો નોટ નેવર... મારા મતે વન ઓફ ધ મિનિંગ ઓફ લવ ઇસ ટુ કેર.. ટુ પ્રોટેક્ટ..
આપણ ને જેના પ્રત્યે પ્રેમ હોય તેની કાળજી લેવી તેનું રક્ષણ કરવું તે જ સાચો પ્રેમ છે યુવાની ના આવેશ ના નામે તન મન ની વાસના સંતોષવી તેં પ્રેમ તો નથી જ નથી..
થેન્ક્સ ફ્રેન્ડ્સ..
  કહી બંને સ્ટેજ પરથી નીચે ઉતરવા લાગ્યા.
હોલ મા તો સન્નાટો હતો બધા જ હિપ્નોટાઈઝ હતાં.
કાવ્યા  તો આંખો પહોળી કરીને બંનેને નીચે ઉતરતા જોઈ જ રહી.
અચાનક ભાન માં આવી હોય તેમ તેણે જોરથી તાળીઓ પાડવાની શરૂ કરી તે સાથે જ આખો હોલ તાળીઓના ગડગડાટ થી ગુંજી ઉઠ્યો...
પછી બીજા સ્ટુડન્ટ્સે પણ સ્પીચ આપી ત્યારબાદ જુદી-જુદી બસમાં બધા ગોઠવાયા અને શરૂ થયો  પ્રવાસ..

વિવેક અને આનંદ જે બસમાં હતા તેમા જ કાવ્યા પણ હતી તે આજે તો અભિભૂત જ થઈ ગઈ હતી
બે દિવસ બંને સાથે રહેવા મળશે તે વિચાર માત્રથી જ તે રોમાંચિત થઈ ગઈ હતી સાપુતારામાં મોકો જોઈને વિવેક અને આનંદ પાસે પ્રેમનો એકરાર કરી લઈશ તેવું મન થી નક્કી કરી લીધું.

બે કલાક પછી હાઇવે પરની એક હોટલ પાસે ચા-નાસ્તો અને ફ્રેશ થવા માટે બસે હોલ્ટ કર્યો.. બધા યુવાન-યુવતીઓ પોતપોતાના ગ્રુપ માં ટોળે વળીને વાતોએ વળગ્યા.
કોલાહલથી થોડેક દૂર  રોડ પર એક વૃક્ષ નીચે વિવેક અને આનંદ ઉભા રહ્યા અને આજુબાજુ નો નજારો જોવા લાગ્યા એટલામાં કાવ્યા પણ ત્યાં આવી પહોંચી.
હાઇ હેલ્લો કરીને સીઘી જ કાવ્યા પોઈંટ પર આવી ગઈ.
વિવેક... આનંદ.. આઇ લવ યુ બૉથ..
બંને તેની ચંચળતા અને ઉન્માદ ને પારખી ગયા...
પણ આ તો નખશીખ સંયમિત યુવાનો હતાં ..કાવ્યા ને સમજાવટ થી શાંત પાડવાના હેતુ થી બંને તેની આંખ મા આંખ પરોવી ને બોલ્યા..વી ઓલસો ટૂ..

એટલામાં જ હાઈવે પર સામેની સાઈડ થી એક બસ ધસમસતી આવી બ્રેક ફેલ થઈ હોય કે શું ખબર.. ડ્રાઇવરે કાબુ ગુમાવી દીધો અને સીધી જ આ ત્રણે ઊભાં હતાં ત્યાં ધસી આવી..
સેકન્ડો નો જ સવાલ હતો.વિવેક અને આનંદે એક બીજા ની સામે જોયું અને એક સેકન્ડ નો પણ વિચાર કર્યા વગર કાવ્યા નો એક એક હાથ પકડ્યો અને ઉંચકી ને કાવ્યા ને સીધી જ દુર ફંગોળી દીધી..કાવ્યા રોડ ની સાઈડ મા ઊંધે માથે પટકાઈ..
અને આ તરફ ગોઝારી બસ ઉગતા સિતારા સમાન વિવેક અને આનંદ ની માથે ફરી ને બન્ને નો જીવ લઇ ને રોડ ની બીજી સાઇડ મા વૃક્ષ સાથે અથડાઈ..
કાવ્યા ધીમે ધીમે ઊભી થવા ગઇ અને જોયું કે વિવેક અને આનંદ દુનિયા છોડી ચુક્યા હતાં..તેનાથી સહન ન થયુ..અને પાછી પટકાઈ અને તંદ્રાવસ્થા મા  સરી પડી..
હાથ ઉંચો કરી ને સ્વગત બોલતી હોય તેમ બોલવા લાગી..
                      વિવેક...આનંદ
                       વિવેક...આનંદ
                you truly loved me
                  
                      વિવેક...આનંદ
                          વિવેકાનંદ
                          વિવેકાનંદ
અને પાછી તંદ્રાવસ્થા મા સરી પડી
©ચેતન તન્ના   તારીખ..12/01/2019