પ્રકરણ - ૧
એક નવા સફરની શરૂઆત
હું અત્યારે એક બેસણામાં બેઠી છું. વાતાવરણ ગમગીન છે. મારી મમ્મી રડી રહી છે. પપ્પા પણ ખૂબ દુઃખી છે. મારો નાનો ભાઈ જેની આંખોમાંથી માત્ર આંસુ પડે છે. બીજા ઘણા સગા પણ દુઃખી છે, પણ મને મજા આવી રહી છે. કારણ કે આ બેસણું મારુ છે. હા, મને પોતાના બેસણામાં મજા આવી રહી છે. કેમ કે મને ખબર પડી હું મારી ગઈ છું એ જાણીને ખૂબ જ રડી હતી. બે દિવસ સુધી રડી હતી. મારા ઘરે મારા મૃત્યુ પર રડે અને હું પોતાના. તમને ખબર છે હું કેવી રીતે મરી? એકદમ સાદી રીતે સ્કૂટી પર જતી હતી. સ્કૂટી કોઈ કારણથી સ્લીપ ખાઈ ગઈ જેથી પડી, માથામાં વાગ્યું અને મગજમાં વાગવાથી ત્યાં ઘટના સ્થળે જ હું મરી ગઈ.
મૃત્યુ પછી પણ મને શાંતિના મળી. મને સૌથી વધારે બીક ભૂત-પ્રેતથી લાગે પણ અત્યારે હું જ એક ભૂત બની બેઠી છું. મારુ નામ મનસા છે, ઉંમર એકવીસ વર્ષ, સ્ટુડન્ટ અને પાર્ટટાઇમ જોબ કરનાર. નાનું પરિવાર સુખી પરિવાર , જે હવે સજી નાનું થઈ ગયું.
મારી જિંદગીનો છેલ્લો દિવસ હું તમને જણાવું. બધું જ રાબેતા મુજબ હતું. આખો દિવસ શાંતિથી ગયો.રાત્રે થર્ટી ફર્સ્ટ ની પાર્ટી હતી. હું મારા ફ્રેન્ડ્સ સાથે હતી. પાર્ટી શાંતિથી ચાલતી હતી. બધાં વાતોએ વળગ્યાં હતા અને અચાનક ખબર નહીં ક્યાંથી ભૂત-પ્રેતની વાત નીકળી. પહેલા તો હોરર મુવીની વાત થઈ, કંઈ ફેવરીટ, કંઈ ડરામણી, કંઈ હજી જોવાની બાકી વગેરે-વગેરે. પછી બધાં સત્યઘટના તરફ વળ્યા. ભૂત-પ્રેત છે કે નહીં ખબર નહીં પણ મને ખૂબ ડર લાગે, મેં જેમતેમ કરીને ટોપીક ચેન્જ કર્યો. અમે આખા વર્ષની કેટલીક યાદોને યાદ કરી. યાદો પણ મીઠાઈ જેવી જ હોય છે, ખુલે એટલે બંધ ન થાય અને બધામાં વહેંચાય. અમે બધી મીઠાઈ ખાધી. ગળી, ખૂબ ગળી કે નમકીન બધી જ માણી. મોડી રાત્રે છુટ્ટા પડ્યા અને આગળ જણાવ્યું એમ ઘરે પાછા આવતા કોઈ કારણથી સ્કૂટી લસરી, પડી ને હું મરી ગઈ. આવી રીતે કોણ મરતું હતું યાર. હું તમને કહીશ કે હેલ્મેટ પહેરજો. આ કોઈ લિંક નથી કે મને પૈસા મળશે. તામર ભલા માટે જ કહું છું.
મારા મૃત્યુ પછીના આ બાર દિવસ પણ ખૂબ જ વિચિત્ર વિત્યા છે. અકસ્માતમાં ઘટના સ્થળે જ મારું મૃત્યુ થયું હશે એમ મને લાગે છે. કારણ કે એ અકસ્માતના સ્થળે જ મારી આંખ ખૂલી. હું આખી રાત રોડ પર ઊંઘી રહી, દુનિયાની કંઈ આત્માએ એક રાત રોડ પર કાઢી હશે. હા, મેં કાઢી રેકોર્ડ ભૂતોની દુનિયામાં. હું જેવી ઉભી થઇ કે તરત જ એક રીક્ષા મારી આરપાર નીકળી ગઈ પણ હું બચી ગઈ. મને ગડબડ લાગી હું મારી સ્કૂટી શોધવા લાગી, મને એ ના મળી. ઘર નજીક જ હતું હું દોડી. હું કોઈ પણ ગાડીમાં બેસી શકતી હતી અને ભૂતિયા ઝડપે જય શકતી હતી પણ ના મને તો એ જ કે હું જીવું છું. ઘરે પહોંચતા તો મારી હાલત ખરાબ થઈ ગઈ, વિચાર કરો એક આત્મા દોડીને થકી ગઈ છે. અંદરથી રડવાનો અવાજ આવતો હતો હું અંદર ગઈ. હું પોતાનું મૃત શરીર જોઈને છક થઈ ગઈ. મને ખબર પડી ગઈ કે હું હવે હતી થઈ ગઈ છું. મારી મમ્મી ખૂબ જ આક્રંદ સાથે રડતા હતી. એ જોઈને હું એમની બાજુમાં ગઈ. એ લોકો મને જોઈ શકતા ના હતા પણ હું જોઈ શકતી હતી.
મારા મમ્મી," મારી છોકરી, મારી છોકરી" કરીને રડતા હતા. એ જોઈને હું પણ રડી પડી અને બુમો પાડીને રડવા લાગી," હું મારી ગઈ, મમ્મી હું મારી ગઈ." મેં મારા શરીરમાં જવાનો પ્રયત્ન કર્યો પણ હું ફરી જોડાઈ શકી નહીં. હું અને મારી મમ્મી બે દિવસ સુધી સાથે રડતા રહ્યા. મને તો એમ જ કે મારા નાના ભાઈને મારા પ્રત્યે કોઈ ખાસ લાગણી નથી પણ મેં ખોટી હતી. બીજા દિવસે મેં એને અમારા રૂમમાં રડતા જોયો એના શબ્દો સાંભળીને હું રડી પડી, " દીદી એક વાર ખાલી એક વાર મને ગળે લગાવો હું ના નહીં પડું, આ તમે કે'તાતા ને હ..હવે આ બાજુ તમારી જગ્યા." એ રડી-રડી ઊંઘી ગયો. મને મનમાં થયું કે જીવતી હતી ત્યારે અડવા પણ દેતો નહીં અને હવે હમણાં, હું ત્યાંથી નીકળી ગઈ. ત્રીજા દિવસથી મારી મમ્મી સ્વસ્થ થવા લાગી પણ હું મારા રૂમમાં રડતી રહી, દુઃખ તો થાય જ ને હું મારી ગઈ છું એવું લાગતું હોઈ તો ટ્રાય કરજો કેવું થાય છે ખબર પડશે.
ચોથા દિવસે મેં સ્વીકારી લીધું કે, "હું મરી ગઈ છું અને મારું કંઈ જ નહીં થાય, હું એક ભટકતી આત્મા છું, મારે હવે અનંતકાળ સુધી મારે ભટકવાનું છે." હું ચાલીને ઘરની બહાર નીકળી, બહાર નીકળ્યાના અડધા કલાક પછી ખબર પડી કે હું ઊડી શકું છું અને વસ્તુઓની આરપાર નીકળી શકું છું પછી મને વિચાર આવ્યો કે જો હું ત્રણ દિવસ પહેલા ઘર છોડ્યું હોત તો આ નવી જિંદગી કેટલી બધી જીવી લીધી હોત.
પાંચમાં અને છઠ્ઠા દિવસે હું આખું ભારત ફરી. સાત, આઠ, નવ, અને દસમાં દિવસે તો આખી દુનિયામાં મનગમતી જગ્યાએ ફરી. કાલે હું એક બીજા ભૂતને મળી, જે મારી જેમ જ હતી. એનું નામ ઈશાનિયા છે. એને હજી છ મહિના જ થયા હતા મરે. મારી નવી ભૂત ફ્રેન્ડ અને એની પાસેથી મને જાણવા મળ્યું કે એ એક બાબાને ઓળખે છે, જે અમારી જેવી આત્માઓને દેખી અને વાત કરી શકે છે. એ બાબા અમને "શુદ્ધ આત્માઓ" કહે છે. મારુ બેસણું પતે પછી એની સાથે હું જવાની છું.
હું અને ઈશાનિયા ખૂબ જ વિચિત્ર રીતે મળ્યા હતા. હું શાંતિથી પેરિસમાં એફિલટાવર પર એકદમ ઉપર હતી. એકદમ એટલે એકદમ જ્યાં કોઈ માણસ પહોંચી ના શકે. ત્યાં તો અચાનક બાજુમાં એ આવીને ઉભી રહી અને એના મોંમાંથી શબ્દો નીકળ્યા," તું પણ મરી ગઈ."
"વૉ... તું કોણ?" મને ખબર પડી ગઈ કે આ એક આત્મા છે. હું એનાથી ડરવા લાગી, એનાથી દૂર જવા લાગી. હું ભૂતિયા ઝડપે પૂરી તાકાતથી ભાગી.એ સમયે પરિસ્થિતિ એવી હતી કે એક માણસ બીજા અજાણ્યા માણસને જોઈને ભાગવા માંડે.ખાલી કલ્પના કરો તમે રસ્તા પર જાવ છો અને કોઈ અજાણી વ્યકતીને જોઈને ભગો છો કારણ એ કે એ માણસ છે તમારી જેમ.હું ઝડપથી જતી હતી જ્યારે એ મારી બાજુમાં ખૂબ જ સરળતાથી આવી ગઈ.હું અલગ તો શું, અરે! દસે દિશામાં ભાગી પણ એ મને સરળતાથી પકડી પડતી.
"અરે! યાર પહેલા મારી સાથે વાત તો કર" તેની બોલી એકદમ શાંતિથી બોલી.
"હું કંઈ એવી છોકરી નથી." મેં ભાગવાનું બંધ કર્યું.
"સંસ્કારીઘરની ભૂતડી." તે હસીને બોલી.
"હું તારી જોડે લોકોને ડરાવવા કામ નથી કરવાની." મેં વિચાર્યા વગર બોલી ગઈ.
"સરસ, તારી મમ્મી તો સારું શીખવ્યું છે. સારા દોસ્તો બનાવવાની સલાહ તો આપી, પણ એ સાથે ભૂતોને કાઈ રીતે ઓળખવા. ખતરનાક યાર તારી મમ્મીનું કેવું પડે બાકી." તે હસતા-હસતા બોલી.
"ઓ...તું શાંતિ રાખ, અને તું કોણ છે મારી મમ્મી વિશે બોલવાવાળી." મેં ગુસ્સામાં જવાબ આપ્યો.
"તો તું કેવી રીતે કહી શકે કે હું લોકોને ડરવું છું?" આ વખતે તેના અવાજમાં ગરમી હતી.
"સોરી..." હું આગળ બોલું એ પહેલા જ વચ્ચે બોલી,"ઇટ્સ ઓકે, મારુ નામ ઈશાનિયા. ઉંમર છ મહિના." પછી મેં એને વચ્ચે અટકાવી,"તું છ મહિનાની કંઈ રીતે, દેખાય તો વીસ-એકવીસની છે?"
"મને મરે છ મહિના થાય છે એટલે અને તારે?" તેના ચહેરા પર કુતૂહલ હતું.
"અગિયાર દિવસ" મેં શાંતિથી જવાબ આપ્યો.
"ઓકે..ઓકે, એટલે તું આટલી ધીમી છે. કંઈ વાંધો નહીં. બધું શીખી જઈશ. એક વાત યાદ રાખ જે આપણે પેલી ફિલ્મી આત્માઓ નથી જે લોકોને હેરાન કરીએ આપણે અલગ છીએ. ચાલ કંઈક જમીએ." તે નીચે ઉતારતા બોલી અમે ત્રણ-ચાર માળની ઉંચાઈએ હવામાં વાતો કરતા હતા.
"અરે! પણ મર્યા પછી મને ભૂખ જ નથી લાગી." અમે જમીન પર પહોંચ્યા.
"જો એના માટે આપણાને શરીર જોઈશે. જો પેલા પ્રેમીપંખીડા દેખાય છે. એ લોકો જમવાનો ઓર્ડર આપે એ પહેલા જ આપણે એમના શરીર પર કાબૂ લઈ લઈએ અને આપણી મરજીનું મંગાવી લઈએ.." સાથે જ ઈશાનિયા તેમની નજીક ગઈ.
"ઈશાનિયા, મને બીજાના શરીર પર કાબૂ મેળવતા નથી આવડતું." હું સહેજ ખચકાટ સાથે બોલી.
"અરે! યાર, જો એના શરીરમાં જવાનું અને એની પોતાની મરજીનું કરવા મળવાનું. એની આત્મા આપણી સાથે લડી ન શકે કારણકે તે શરીરમાં છે. માનસિક રીતે મજબૂત માણસ વધારે મજબૂત માણસના શરીર પર કાબુ મેળવી શકાય છે, મગજ પર નહીં. તું પેલી છોકરીમાં પ્રવેશ, હું એના બોયફ્રેન્ડમાં, તને સહેલું પડશે."
"આ સુરક્ષિત તો છે ને!" હું થોડી ગભરાઈને અંદર પ્રવેશી પછી તો પેલાના શરીર પર મારો કાબૂ હતો. હું બહાર નિકળી ગઈ.
"સરસ, તું તો ખૂબ શીખી ગઈ. બોલ શું ખાઈશ." તેને મને પૂછ્યું.
"યાર. મેં કોઈ દિવસ નોનવેજ નથી ખાધું અને બિયર પણ." મેં થોડી ઉત્સુકતાથી કહ્યું.
"સારું, પણ પોતાની પર કાબૂ રાખજે, કારણ કે મૃત્યુ પછી આત્માઓ એટલે આપણને નોનવેજની ઈચ્છા થાય તે સામાન્ય છે. જેની અંદર પ્રવેશ્યા છે તેના શરીરની પણ કાળજી લેવાની છે. એને નુકશાન ન થાય." તેણે મને ગંભીરતાથી વાત સમજાવી.
"સારું, હું ધ્યાન રાખીશ." મેં વાત પર ખાસ ધ્યાન ન આપતા બોલી.
"તું છોકરાના શરીરમાં જજે અને કંઈ બોલતી નહી. હું છોકરીના શરીરમાંથઈ ઓર્ડર આપીશ." તેણે ફરીથી મને સમજાવવાનું શરૂ કર્યું. મેં તો પેલા છોકરાના શરીરમાં ફરીથી પ્રવેશી સાથે જ ઈશાનિયા છોકરીના. જેવું જ ખાવાનું આવ્યું કે હું ખાવાનું શરૂ કરી દીધું.
મેં બેકાબુ થઈને ખાઈ લીધું, જ્યારે અમે તેમના શરીરમાંથી નિકળી ત્યારે બંનેને કંઈ યાદ નહતું વિચારોમાં બિલ ભરીને નીકળ્યા.ઈશાનિયા મને એમની પાછળ લઈ ગઈ. એ બંને થોડા આગળ ગયા હશે કે પેલાને ઉલટી થઈ.
"સોરી.." મેં એને કહ્યું.
"ચાલે હવે, બસ ખાલી મરવો ન જોઈએ." એ મજાક કરતા બોલી.
ત્યાર બાદ અમે પેરિસમાં ફર્યા. વાત-વાતમાં બાબાની વાત નિકળી. આજે સાંજે જ અમે જવાના છે. સાંજ સુધીમાં મારા બેસણાનો કાર્યક્રમ પૂરો થયો. એક ફિલ્મ જોઈ આવી. મારે ક્યાં ટિકિટ લેવાની હતી.
અત્યારે રાતના નવ વાગ્યા છે. ઈશાનિયાએ મને કમાટી બાગમાં બોલાવી હતી. હું અત્યારે બાગમાં છું તેણીની આવવાની રાહ જોઈ રહી છું. એ સમયે મને કંઈક અનુભવાયું, જાણે કંઈક ખરાબશક્તિ હોય, મને ખતરો લાગ્યો. એક આત્મા થઈને મને એક અજાણ્યો ડર લાગી રહ્યો હતો. લોકોની અવરજવર હતી રોડ પર પણ મને કોણ જોઈ શકે. ત્યાં તો ઈશાનિયા આવી ગઈ. અમે બાબા તરફ જવા માટે નીકળ્યા.
મને જોઈને આશ્ચર્ય થયું કે એ કોઈ સ્મશાન, ગુફા કે જંગલ ન હતું પણ એક મોટો બંગલો હતો. તે મને ઘરમાં દિવાલમાંથી અંદર લઈ જવાને બદલે એણે ઘરની ઘંટી વગાડી. અંદરથી એક આધેડ વય વટાવેલો માણસ હતો. શરીર મજબૂત બાંધનું હતું તેમજ ઉંમર પ્રમાણે સહેજ ફુલેલું, ચહેરો ગોરો હતો, કદ સામાન્ય હતું.
"ઓહો! તમે આવી ગયા." તેઓ સ્મિત સાથે બોલ્યા,"અને તું જરૂર મનસા હોઈશ." તે મને જોઈને બોલ્યા.
હું આશ્ચર્યમાં હતી, એ મને જોઈ શકતા હતા. મને એ નહતું સમજાતું કે એ માનવ છે કે આત્મા,"ત...તમે કોણ? મને જોઈ શકો છો?" મને ડર પણ એટલો જ લાગ તો હતો.
"મગજમાં વિચારોનું વાવાઝોડું બંધ કર. પહેલા અંદર આવો. બધી ખબર પડશે." તેમના ચહેરા પર એ જ શાંતિ હતી. હું ઈશાનિયા સાથે અંદર ગઈ. એમને સોફા પર બેસવાનો ઈશારો કર્યો.
"બાબા." ઈશાનિયા એટલુંજ જ બોલી કે તરત જ એ બોલ્યા," એય! મને બાબા નહીં કહેવાનું કેટલીવાર કહું કે હું તારો બાપ છું. મને પપ્પા, ડેડી ગમે તે કહે પણ બાબા ના કહીશ. મર્યા પછી તું કેમ આવું કરવા લાગી છે." તેઓ તુઓળ ચિડાઈને બોલ્યા.
"પપ્પા?" હું કંઈ સમજી શક્તી ન હતી.
"હા, ઈશાનિયા મારી જ છોકરી છે." તેમણે સહેજ દુઃખ સાથે બોલ્યા.પોતાની છોકરીને આમ જુએ તો થાય જ ને. હું મારી ગઈ હતી ત્યારે મને પણ થયું હતું. થોડું વિચિત્ર છે પોતાના મૃત્યુ પર દુઃખી થવું પણ થાય હવે.
ઈશાનિયાએ મને તેને ઈશુ કહેવા કહેલું," ઈશુ, આ બધુ શુ છે? મને કંઈ સમજાતું નથી."
"પપ્પાને જ પૂછી લે તું." તેનું મૂડ ખરાબ થઈ ગયુ હતુ અને હવે મારુ થવાનું ચાલુ થઈ રહ્યું હતું.
"બેટા, મનસા આ વાત આઠ મહિના પહેલાની છે. ઈશુની મમ્મીના શરીરમાં એક આત્માએ પ્રવેશ કરીને તેના પર કાબુ કરી લીધો. શરૂઆતમાં મને ખબર નહી પડી. મને સામાન્ય રીતે ખબર પડી જતી કારણ કે અમારા પરિવારમાં હું જ એક ભણ્યો છું. હું જે ગંદકમાંથી આવું છે તે આખું ગામ આવી અસામાન્ય ઘટનાઓ અને આત્માઓની સમસ્યાઓ દૂર કરવા માટે ઓળખાય છે. ગામનું નામ મુક્તિગઢ. હું શહેરમાં આવીને ભણ્યો, મને એ બધી વસ્તુમાં રસ ન હતો પણ જયારે વેકેશનમાં જતો ત્યારે મારા પિતાજી મને બધું શીખવતા. હું પણ એમનું મન રાખીને શીખી લે તો. મને કુદરતની એક ભેટ મળેલી હું આત્માઓને જોઈ શકતો." તેઓ થોડીવાર અટક્યા.
કંઈક વિચારીને પોતાના નીચલા શુકયેલા હોઠ પર જીભ ફેરવીને તેને ફરી ભીનો કરી એ આગળ બોલ્યા," નિરાલી, ઈશુની માંનું નામ. અમે લવ મેરેજ કર્યા હતા. એ પણ એના નામ જેવીનજ નિરાલી જ હતી. લોકોના ઘરમાં બાપ-દિકરીનો એક અનોખો સંબંધ હોય છે, પણ અહીં માં-દિકરીનો હતો. હા, એ આત્મા ખૂબ જ શક્તિશાળી હતી. એના હોવાનો મને અહેસાસ જ ન થવા દીધો. એ આત્મા પોતાની શક્તિઓ બતાવવા કે વિચિત્ર ઘટનાઓ કરવાને બદલે એ તેની આત્માને અંદરથી જ ભક્ષી ગઈ. મને ખબર પડી તો મેં મારા બધા પ્રયત્નો કર્યા. હું અસફળ રહ્યો, એ આત્મા જ કોઈ હતી કે હતો એ નિરાલીને ખાઈ ગયો. મારી નિરાલી મારી દુનિયા હતી. જ્યારે હું એ વિધિ કરી રહ્યો હતો, ત્યારે એક અકસ્માત સર્જાયો. જેમાં ઈશુની ઈજા થઈ. જેથી મારુ ધ્યાન ભંગ થયું, બસ એ જ, બસ એ જ સમયે એને સફળતા મેળવી લીધી. એ નિરાલીને ગળી ગયો. ઈશુએ જ સમયે મરી ગઈ હતી ત્યાં જ મારી સામે. હું એ જોયું કે ઈશુ પોતાના શરીરની બાજુમાં ઉભી છે અને પોતાના શરીરને જુએ છે.હું સમજી ચુક્યો હતો કે હું મારી પત્ની અને દીકરીને ખોઈ ચુક્યો છુ. ત્યાં જ ઈશુનુ શરીર હલ્યું, હું ચોકી ગયો. અંદરથી એક અવાજ આવ્યો. એ ઈશુનો નહતો. એ શબ્દો મને આજે પણ યાદ છે. "હું નહીં છોડું." બદલો એનામાં બદલાની ભાવના હતી અથવા એના ઈરાદા કંઈક બીજા જ છે. એ આત્મા ઈશુનું શરીર લઈને જતી રહી. એ જાય તે પહેલાં એને મારા પર હુમલો કર્યો હતો જેમાં હું બેભાન થઈ ગયો હતો. જયારે ભાન આવ્યું ત્યારે માથામાં સખત દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે હું બેભાન હતો ત્યારે એને મારી હથેળીના પાછલા ભાગમાં એક નિશાન બનાવેલું, જેનો અર્થ થતો હતો "મદદ", કદાચ એને નિરાલીને કેદ રાખી છે. તે આજે પણ ઈશુના શરીરની મદદથી પોતાન ખરાબ કામ કરે છે. નિરાલીને શરીરનો અંતિમ સંસ્કાર કરવો પડ્યો કેમકે આત્મા સાથેનો એના શરીરનો સંબંધ તૂટી ગયો હતો. રિપોર્ટમાં એમ આવ્યું કે મૃત્યુનું કારણ કુદરતી છે કોઈ તાફલિક નહોતી. મેં ઈશુની પોલીસમાં ફરિયાદ કરી છે કે તે ખોવાઈ ગઈ છેપન હોવી ત્રણ ખૂનના દોષમાં પોલીસ આને શોધે છે. બેટા, મનસા મારે તારી મદદ જોઈએ છે." વાત પુરી થતા સુધીમાં એમનો અવાજ ઢીલો અને આંખમાં આંસુ આવી ગયા હતા.
"હું કેવી રીતે મદદ કરી શકું?" મારા મનમાં વિચારો સતત ચાલુ હતા.
"એના માટે તારે પહેલા પોતાની વિશે જાણવું પડશે." ઈશાનિયા ઊભી થઈ મારી સામે આવી, હવામાં અધ્ધર થઈ અને બે હાથ વચ્ચે એક ડાર્ક પર્પલમાં એક એનર્જી બોલ તૈયાર કર્યો, સીધો જ મને મર્યો. જેમાં કારણે હું ઊછળીને પડી. મને આરપાર નીકળતા આવડતું હતું તેમ છતાં હું ન નિકળી શકી. મેં પ્રયત્ન પણ કર્યો તો બીજી બધી વસ્તુઓથી તોને નિકળી ગઈ પણ આનાથી ના બચી શકી.
"આ શું હતું? અને હું બચી કેમ નહીં? મને આરપાર નીકળતા આવડે છે." હું એકદમ શૉક હતી, આ મારી જેમ આત્મા છે કે પછી કોઈ સુપરહિરો.
" એના માટે તારે પેલા.પોતાના વિશે જાણવું પડશે." અંકલ મને ટેકો આપતા બોલ્યા. મને જબરદસ્ત પડી હતી મને ઉભા પણ તકલીફ થતી હતી, જાણે બેઠોમાર વાગતો હોય.
"મને એવું કેમ લાગે છે કે જાણે મારું શરીર છે અને મને આ દુઃખનો અહેસાસ થાય છે." હું હજી કંઈ પણ સમજી શકતી ન હતી," મારા વિશે, પોતાના વિશે, મને તો મારા વિશે ખબર જ છે. મારી વિકેટ પડી ગઈ છે અને હું એક ભટકતી આત્મા છું." મેં સ્પષ્ટતા કરી.
"ના બેટા, એ જ તો તારી ભૂલ થાય છે." એમને મારી આગળ એક ડાયરી મૂકી," તું કોઈ બંધનમાં બંધાયેલી આત્મા નથી કે તું એક જગ્યાએ વર્ષો સુધી રહે, જે ફિલ્મોમાં બદલો લેવા ઈચ્છતી હોય છે."
"તમે કહેવા શું માંગો છો, અંકલ?" મને કંઈ સમજાતું ન હતું.
"સાંભળ બેટા, સામાન્ય રીતે આત્માઓને બે રીતે જોવામાં આવે છે. એક સારી કે જેના અમુક કિસ્સા તે સાંભળ્યા હશે કે કોઈ અદ્રશ્ય શક્તિએ મદદ કરી. બીજી ખરાબ તેની વાત પણ તું એ સાંભળી હશે કે ત્યાં કોઈ છે, આ જગ્યાએ બોલવાનું નહીં. આ બંને પ્રકારમાં સરખી વાત એ છે કે આ આત્માઓને જગ્યા અને કોઈ વસ્તુનું બંધન હોય છે જેથી તેઓ બંધાયેલા હોય છે. મદદ અને હેરાનગતિ બંને એક ચોક્કસ વિસ્તારમાં જ થાય છે. તમે સ્વતંત્ર છો. આખી દુનિયા ફરી શકો છો. તમે તટસ્થ છો. સારા બનવું કે ખરાબ એ તમારા હાથમાં છે." અંકલને મેં બોલતા અટકાવ્યા.
"એટલે કે હું એક એવી આત્મા છું જે કંઈ પણ કરી શકે છે." હું ઉત્સાહમાં બોલી.
"હા, પણ તારી અંદર એક ખાસ શક્તિ છે. જેના પર તારે મહારથ મેળવવાની છે. ઈશુ પાસે એનર્જી પ્રોજેશનની ખાસ આવજત છે. તારામામર્પણ કોઈ -કોઈ હશે જ." અંકલની અંદરથી મેં એક અલગ જ જોશ અનુભવ્યો.
"હા, એ તો મેં જોયું."ઈશુ તરફ જોઈને બોલી.
"બેટા, તું અહીંથી જવા માટે પણ એટલી જ સ્વતંત્ર છે અને પોતાનો સમય પસાર કરી શકે છે અથવા મારા આ મિશનમાં મારો સાથ આપ." અંકલ મારી તરફ આશાથી જોઈ રહ્યા હતા. મારી પાસે બે રસ્તા હતા, એક રખડતું જીવન અને અહીં આ લોકોની મદદ કરવી. મેં ડાયરી હાથમાં લીધી, તેમાં બીજા કેટલાક લોકોની વિગત હતી. વધારે નહીં બે જ. ડાયરીમાં અમારા માટે શબ્દ હતો.,-"પ્યોર સોલ" "PURE SOUL" મને મારી પોટકના વિશે જાણવાની ઈચ્છા થઈ.
ડાયરીમાં મેં બીજા બે નામ જોયા, બીજી પ્યોર સોલ્સ. એક હતું, "2399" અને બીજું "ધ ડિફેન્ડર". નામ વાંચીને એમને મળવાનું મન થયું.
"અંકલ, હું તમારી મદદ કરીશ." હવે આ મારા મૃત્યુ પછીના જીવનની નવી શરૂઆત હતી.
( ક્રમશઃ )
આ મારી નવલકથાનું પહેલું પ્રકરણ છે. રેટિંગની સાથે કમેન્ટ પણ કરજો કે કેવી લાગી. આ મારો હોરર-કૉમેડીનો કોન્સેપ છે.
મનસા જોડે આગળ જે થશે તે હાસ્ય,ડર, સસ્પેન્સથી ભરપૂર છે. અહીં ભૂતોની વાતો નથી એમના ભૂતયાપાની છે.