ame bankwala -3 books and stories free download online pdf in Gujarati

અમે બેંકવાળા-3

3 એ વખતે એવું હતું..

હું બેંકમાં ગભરાતો દાખલ થયો. કાચની કેબિનની બહાર ‘એજન્ટ’ લખેલું. એ વખતે બ્રાન્ચ હેડને એજન્ટ કહેવાતા. એપોઇન્ટમેન્ટ લેટર લઈ તેમણે બહાર જ બેઠેલા બીજા સાહેબ ‘એકાઉન્ટન્ટ’ પાસે મોકલ્યો. એકાઉન્ટન્ટ એટલે એજન્ટ પછીની મહત્વની વ્યક્તિ. એ બન્ને એ ટાઈ પહેરેલી.

મને સ્ક્રોલ લખવા બેસાડ્યો. સ્ક્રોલ એટલે? તમે પૈસા ભરો એટલે પહેલાં એ ભાઈ ચોપડામાં તમારું નામ, ખાતા નં, રકમ લખે. પછી જ કેશિયર તમારો સિકકો જોઈ લે. હેતુ એ કે કેશિયર કોઈના પૈસા બારોબાર લઈ જમા ન કરે એવું ન બને. સ્ક્રોલ વાળો અને કેશિયર બ્રાન્ચના એક બીજાથી અલગ ખૂણે બેઠા હોય. બપોરે 3 વાગે કહયું કે સ્ટોપ. સ્ક્રોલનો ટોટલ કેશિયર સાથે મેળવો. ન જ મળ્યો. એની કેશ એના લિસ્ટ સાથે મળતી હતી. બે કેશિયરોએ મને જ્યાં ટોટલ સો ક્રોસ કરે ત્યાં = સાઈન ઝીણી કરવા કહ્યું. જમ કે 108 થાય ત્યાં =કરી ઝીણો આઠડો લખો. આમ બાવીસ ને એવી વદી આવે.

બ્રાન્ચમાં તમારાં ખાતાં ના લેજર હોય. 400 પાનાનું સેવિંગનું, 1000 પાના નું વજનદાર કરન્ટનું. જે ખાતામાં જમા ઉધાર થાય ત્યાં જાડા કાગળની કાપલી ભરાવે એને ફ્લેપ કહેતા. સાંજે જે લેવડદેવડ થઈ હોય એનું ‘સપ્લીમેન્ટરી’માં લિસ્ટ કરી ક્લાર્ક બોલતો જાય અને આગળ ઉભી લેજરફ્લેપ ઉથલાવી ઓફિસર પેલા જમા ઉધાર સામે નાની ઇનીશીયલ મૂકે. એને ‘ચકલી મૂકી’ કહેવાતું. સ્વભાવીક છે, એ વખતે ક્લાર્ક કે ઓફિસર એક કાઉન્ટર બહાર ઉભે બીજો સાઈડમાં રેક પર રાખેલાં લેજર ઊંચકી ચકલી મુકવા આપે. એટલે એક લેડી ક્લાર્કએ ઓફિસરને પૂછ્યું ‘તમારે આગળથી કરવું છે કે પાછળથી’! ખૂબ હસાહસ થઈ એ જોક લાબું ચાલેલી.

લેજરની એન્ટરીની કોપી પાસબુક. આજે તો તમે મશીનમાં કરો છો, એ વખતે એક આખો દિવસ ક્લાર્ક એ એન્ટ્રી પાડવાનું જ કામ કરતો. એમાં ખૂબ સ્પીડ રાખવી પડતી. રકમ તો ચોખ્ખી દેખાવી જોઈએ, વિગત ‘by clg.’(clearing’), to tr., To cs એમ.લખાતી. એમાં પણ શોર્ટકતનો બાપ, ગુડગુડ ,અમે ‘જલેબી ઉતારી’ કહેતા. મારા અક્ષર એમાં કાયમ માટે સારા હતા એ બગડી ગયા. (ડોક્ટરો પ્રિસ્ક્રીપશન પણ અભણ કાખતો હોય એવા મિતા, અવાચ્ય અક્ષરોમાં આમ જ લખતાં થઈ જતો હશે?)

પોણા અગિયારથી પોણા છ ટાઈમ.

બધું જ મેન્યુઅલ એટલે કે હાથેથી જ કરવાનું હતું. લાંબી પચાસ રકામોની કોલમ નો ટોટલ એ જ રીતે = સાઈન ને ઝીણો અક્ષર એમ કરી અંતે સમરી. એનો ક્યાંકને ક્યાંક ટાળો મળવો જોઈએ જેને ટેલી થયું કહેતા. કેશબુક, કેશ, સપ્લીમેન્ટરી, કેશિયરનું રજીસ્ટર બધું ટેલી કર્યા કરવાનું.

ભરવાની પેઇનસ્લીપ પણ કરંટ, કેશ ક્રેડિટ, લોન, સેવિંગ વ. ની અલગ કલરોની રહેતી. 500 આસપાસ વાઉચારોમાં ગોતવું સરળ પડે એટલે.

બાર વાગે ચા થાય એટલે બધા ટોળે વળી કામ વારાફરતી અટકાવી બેસે.

સાંજે ટોળાબંધ સાઈકલો ટ્રીન ટ્રીન કરતી અને બસોમાં લટકતા પુરુષો દેખાય. સ્કુટરો બહુ જૂજ હતાં.

બેંકમાં ખાખરા કે અગરબત્તી વેચનારા, વીમા એજન્ટ, એક કાપડીયો જેને એ વખતના કુખ્યાત દાણચોર પરથી ‘બખીયો’ કહેતા અને વિદેશી પેન્ટપીસ વેચતો એવા ફેરિયા લોકો અને ગેસ્ટ ને નામે નજીક સ્ટુલ પર બેસી ગપ્પા મારી જતા લોકો ફરતા રહેતા સિવાય કે કેશમાં. એક બે લગ્ન દલાલો પણ ફરતા. મને છેક બીજો પુત્ર આવવાનો હતો ત્યારે રાજકોટમાં એક મહાશય મળેલા. એનું અલગ પ્રકરણ આપીશ.

બેંકનું કુલર કે ટોયલેટ તો જાહેર જનતા માટે સુલભ હતું જેની વાત ક્યારેક કરીશ, છેક 2008 એવા કોઈ સાથે મેં ઝગડો કરેલ.

દર મહિને એ લેજર ખાતાઓના બેલેન્સનો સરવાળી થાય અને કુલ ડિપોઝીટ એક જનરલ લેજર ની સમારી સાથે પૈસે પૈસો મેળવવા પડે. એ ખૂબ માથાકૂતનું અને થકવી નાખતું કામ હતું. એ લિસ્ટ બનાવવાની ક્રિયાને મારી બેંકમાં જોટિંગ કહેતા. બીજી બેંકમાં એ શબ્દ ન હતો એટલે ‘જોટિંગ લઈ જુઓ’ હું કહું એટલે એ લોકોએ મઝાકમાં થોડો વખત મારૂં નામ જ જોટિંગ પાડી દીધેલું!

નામ તો આમ કોઈ કારણ વિના પડે. એક સાહેબ. બધાને ‘એ મામા’ કહે. એમનું નામ ભાણિયો પડી ગયેલું. એક મેડમ ઊંધા યુ જેવી પોની ટેઇલ રાખતાં તો એનું નામ કૂકડો પડેલું. આ શાખાના એક એજન્ટ સ્ટાફ પર ગુસ્સે ખૂબ થતા, એમનું નામ ‘દમ મારો દમ’ પેલા ફિલ્મી ગીત પરથી પડેલું.

મોટા અવાજે બુમો પાડી વાત કરવી કે ચાલુ શાખાએ ગંદા શબ્દો અંદરોઅંદર બોલવા સામાન્ય હતા જે આજે કોઈ વિચારી શકે નહીં. જવાદો. ઇમરજન્સી ઉઠયાના તુરતનો સમય.

અમે અલગ અલગ બેકગ્રાઉન્ડના છોકરાઓ એક બે મહિનામાં રિકૃટ થયેલા. એક ભાઈ સંજોગવશાત્ 2nd MBBS કરી બેંકમાં ક્લાર્ક બનેલા. એમનું નામ ડો…. પડેલું. એક પટાવાળો નોનમેટ્રિક લખવી LLB ની પરીક્ષા આપતો હતો.

એક ભાઈ રિસેશમાં લારીએ ચા પીતાં પહેલાં થોડી નીચે ઢોળી ‘આ મારી ગામડે રહેતી પત્નીને’ કહેતા. એક સાહેબ કેરાલી હતા. મોમાં રાખી પેપર એરેન્જ કરે એટલે અમે પેપર ડોસ્સા ખાય છે કહેતા. એમને મોમાં ટાંકણી પણ રાખી કામની ટેવ. એક વાર એમ ટાંકણી ગળી ગયા. અમે કહ્યું આજે ટાંકણી ડોસ્સા ખાધા. એક બંધુ નજીક આવેલી બઝારમાં અદબ વાળી નીકળે. કોઈ મોટા સ્તન વાળી સ્ત્રી દેખાય એટલે કોણી મારે કે આંગળી બગલમાં હોય એ હળવે .. સાથે દબાવે એક વાર કોઈએ હાથ એવી હાલતમાં પકડી ખેચેલો પણ તોયે બંધ નહોતા થયા. વિકૃત.

એક પટાવાળો ક્લિયરિંગને કલરિંગ ધરાર કહેતો. દરેક બેંકના ચેક અલગ રંગના હોય એટલે.

યુનિયન બ્રાન્ચ લેવલે જે કરતું તે કશું લખવા માંગતો નથી. સામાન્ય વાચકને એ જાણી કોઈ કામ નથી અને બેંક વિશે જાણતો એમાંથી પસાર થઈ ચૂક્યો હોય છે. ક્યારેક નહીં જેવી વાતમાં ‘ભાઈઓ કામ બંધ કરી દો’ બુમ પડે એટલે ધરાર ધમમ પછાડીને ખાનાઓ બંધ કરી હો હા કરતા બધાએ ઉભા થવું જ પડે. નેશનલ કે અમુક લેવલે એકલાથી કાંઈ વળે નહીં એટલે યુનિયનની જરૂર પડે જ. પણ ક્યારેક પોતાનું મહત્વ ટકાવી રાખવા કેટલાક તત્વો રીતસર તોફાનો જ કરાવતા. આજે એની કલ્પના ન થાય એટલા પૂરતી જ વાત. અન્યથા યુનિયન લીડરો પ્રત્યે મને સન્માન છે. કોઈ પૈસામાં બદલા સિવાય એ લોકો મદદ કરતા હોય છે.

તો આવી હતી બેંકની શરૂઆતની જિંદગી.

હવેનાં પ્રકરણોમાં કોઈ ટાઇમલાઈન સિવાય સાવ સામાન્ય પ્રસંગોને જ વળગી રહીશ.

ક્રમશ: (આગળ વાંચો)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED