Balikavadhu books and stories free download online pdf in Gujarati

બાલિકાવધુ

લગભગ ૧૯૯૦ ની આસપાસની વાત છે. મધરાતે ૧૨ નાં ટકોરે ગામની એક આલીશાન હવેલીમાં ચોરી-છુપેથી બાળવિવાહની રસમ ચાલુ થવાની જ હતી કે પોલીસ આવ્યાની સાયરન વાગવા લાગી. આખું ગામ આ પ્રસંગનું સાક્ષી બનવાનું હતું પણ પોલીસને સાક્ષી બનવાનું આમંત્રણ કોણે આપ્યું હશે ? એ વિચાર સાથે ખોડાભાઈએ ત્રાડ પાડી : " કોણ છે ગામનો ગદ્દાર ? હિમ્મત હોય તો સામે આવ ! " અધિકારી રાધિકા બહેને બાળવિવાહનાં ગુનામાં ખોડાભાઈને ગુનેગાર ગણી હઠકડી પહેરાવી ગામની વચ્ચેથી લઈ ગઈ.

ખોડાભાઈ ગામનાં સરપંચ હતાં. સ્વભાવે સારા પણ જૂનવાણી વિચારધારાને માનનારા હતાં. તેમની ઓળખાણ ઘણા ઉચ્ચ અધિકારીઓ જોડે હતી પણ રાધિકા બહેન આગળ કઈ ન ચાલ્યું. રાધિકા બહેન એક ઈમાનદાર મહિલા વિકાસ અધિકારી હતાં. ભારત સરકારનાં બાળવિવાહ નાબુદી કાર્યક્રમ પ્રત્યે તેમને અપાર શ્રદ્ધા હતી. આ કલંકને ભારતીય સંસ્કૃતિમાંથી દુર કરવા રાધિકા બહેને ઘણાં મોટા માથાઓ, જેઓ આર્થિક રીતે સધ્ધર હતાં પણ જૂનવાણી હતાં અને બાળવિવાહની પરંપરાને નિભાવતા, તેમની જોડે વાંકુ પડવાથી તેમની બદલી થતી રહેતી પણ તેઓ હાર ન માનતા. આ તેમની ૧૨ મી બદલી હતી !

ખોડાભાઈની દીકરી રાગીનીના લગ્ન ગામનાં જ તેમના મિત્ર સેંધાભાઈને બાળપણમાં આપેલા વચન મુજબ તેમનાં દીકરા રાજેશ સાથે થવાના હતાં. બંને બાળવયના હતાં. ખોડાભાઈની ગામમાં સારી એવી ધાક પણ હતી. સ્વેતા અને રાજેશ ગામની શાળામાં સાથે અભ્યાસ જ અભ્યાસ કરતાં હતાં.

ગામમાં ખોડાભાઈની સામે પડવાની હિંમત કોઈનામાં ન હતી. ખોડાભાઈ જેલમાં હરતાં-ફરતાં, ઊંઘતા-જાગતાં એ જ વિચાર્યા કરતાં કે આ જાણકાર કોણ હશે ? ખોડાભાઈએ પોતાનાં માણસો દ્વારા ગામના અમુક ચળવળીયા સમાજ સુધારકોની કડકપણે પૂછપરછ કરાવી પણ કઈ ખબર ન પડી. ખોડાભાઈ પણ જાણતા હતાં કે, આ સમાજ સુધારકો બીજે ગમે તે કરે પણ પોતાની સામે તો નહીં જ પડે ! બાળવિવાહ અપરાધ કાનૂન મુજબ બાળવિવાહની જાણ કરનારનું નામ ગુપ્ત રાખવાનું હોય છે. આ નામ ફક્ત રાધિકાબહેન જાણતાં હતાં અને તેમની સામે ઊભા રહેતા, ભલ-ભલાં અધિકારી પણ થથરતાં તો તેમને પૂછવાની હિંમત તો કોનામાં હોય ?

રાજેશ સારો છોકરો ન હતો. તે લફંગો હતો. ચોરી-છુપેથી ડ્રગ્સનું પણ સેવન કરતો. એક વખત તેણે કોઈ છોકરીની છેડછાડ કરતાં ગામના લોકોએ તેને સારો એવો મેથીપાક ચખાડ્યો હતો. બીજી એકવખત દારૂ પીધેલી હાલતમાં રોડ પસાર કરતી વખતે ટ્રકની અફડેટે આવતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેના પિતા સેંધાભાઈ સજ્જન માણસ હતાં. ખોડાભાઈએ સેંધાભાઈને આશ્વાસન આપ્યું.

સમય વીતતો ગયો. ખોડાભાઈ જેલમાંથી છૂટ્યા. ઘણાં લાંબા સમય સુધી જેલમાં રહેવાથી તેમની તબિયત બગડી હતી. તેમને શ્વાસોશ્વાસની બીમારી પહેલેથી હતી જ અને વધારામાં આ બીમારી જેલમાં રહ્યા બાદ વધુ ઘાતક બની. ખોડાભાઈની ઉમર વધતી હતી. પુત્રી રાગીની પુખ્ત વયની થતાં ગામના જ સજ્જન એવા ઈશ્વરભાઈના પુત્ર બાદલ સાથે પરણાવી દીધી. બાદલ ભણવામાં ખુબજ હોશિયાર હતો. રાગીની ખોડાભાઈની, " છોકરીઓને વધારે ન ભણાવાય " જેવી જૂનવાણી વિચારધારાને કારણે ફક્ત ધોરણ ૧૨ સુધી જ ભણી શકી હતી છતાંય તે પણ ખુબજ હોશિયાર હતી અને આગળ ભણાવની ઈચ્છા હતી.

બાદલને IT ભણ્યાં બાદ બેંગ્લોરમાં નોકરી લાગી હોવાથી તે અને રાગીની બંને બેંગલોર રહેવા જતા રહ્યા. રાજેશ આધુનિક વિચારધારા ધરાવતો આથી રાગીનીની આગળ ભણવાની રિકવેસ્ટ બાદલે હર્ષભેર સ્વીકારી. રાગીનીએ B.sc બેંગ્લોરની જય હિંદ કોલેજમાંથી પાસ કર્યું. બેંગ્લોરમાં બંનેની લાઈફ સેટ થઈ ગઈ હતી. બાદલને કંપની તરફથી સારું પેકેજ મળવા લાગ્યું. રાગીની હોસ્પિટલમાં ડૉકટર તરીકે સેવા આપતી.

ગામમાં ઘણાં વર્ષો બાદ પરિવર્તને પગ-પેસારો કર્યો. લોક જાગૃતિના કાર્યક્રમો થવા લાગ્યા. સતી પ્રથા, દહેજ પ્રથા, વિધવા વિવાહ પાબંધી, નાત-જાતનાં ભેદભાવ, દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા, બાળવિવાહ વગેરે જેવા દુષણો સામે સમાજ સુધારકોએ બાયો ચડાવી. ઘણી વખત આ સમાજ સુધારકોને જીવનું પણ જોખમ રહેતું. ખોડલપુર ગામમાં આ બધા દુષણોને સરળતાથી સમજાવવા માટે નાટકો ભજવાતાં. અંતે બાળવિવાહ સહિત આ બધી જ પ્રથાને દુષણ કહેવા પર ખોડલપુરના સરપંચ ખોડાભાઈ અને આમ નાગરિકો સહમત થયા. ખોડાભાઈને પણ બાળવિવાહ કરાવવા પર પસ્તાવો થવા લાગ્યો. હવે ગામ લગભગ આધુનિકતાને આરે હતું. તમામ અંધશ્રદ્ધા અને સામાજિક દુષણોને જાકારો અપાઈ ગયો હતો.

લગભગ પાંચેક વર્ષ બાદ ખોડાભાઈની બીજી દીકરી સ્વેતાના લગ્ન લેવાના હતાં. ખોડાભાઈ જુનવાણી વિચારધારાને કારણે મોટી દીકરી રાગીનીને તો ભણાવી નહોતાં શક્યા પણ સ્વેતાને ખૂબ ભણાવી હતી. સ્વેતા નાયબ મામલતદાર તરીકે કામ કરતી હતી. આખા ગામમાં ધૂમ મચી હતી. ખોડાભાઈની હવેલી નવા રંગે રંગાય છે. વિશાળ રસોડામાં અલગ-અલગ વાનગીઓના સ્વાદની મહેક આખી હવેલીને સુગંધિત કરી મૂકે છે. હવેલીમાં જૂનો સામાન કાઢી નવો સામાન મુકવામાં આવે છે. રાગીની અને બાદલ જરૂરી કામમાં રોકાઈ ગયા હોવાથી સીધા જ મહેંદીરાતે ૧ વાગ્યે આવવાના હતાં. લગ્નના આગળના દિવસે મહેંદીરાતનાં રોજ સ્વેતાના લગ્નમાં મહિલા વિકાસ અધિકારી રાધિકા બહેન પણ આવ્યા હતાં કેમકે સ્વેતા નાયબ મામલતદાર હતી અને સ્વેતા સાથે સારો સંબંધ હતો.

મહેંદીરાતમાં ખોડાભાઈની આખીએ હવેલી રસરંગ થઈ ગઈ છે. સ્વેતાની ઓળખાણના કારણે સરકારી દફ્તરોના અનેક મોટા અધિકારીઓ પણ આવ્યા છે. નાચ-ગાન, ગીત-સંગીતના કાર્યકમ ચાલે છે. રાગીનીબહેન ખોડાભાઈને મળે છે. બંને એકબીજાને હસીને નમસ્કાર કરે છે. ખોડાભાઈ પાસે મુકેલી ખુરશીમાં રાધિકાબહેનને બેસવા જણાવે છે. સ્વેતા વિશે થોડીક વાત થાય છે પછી ખોડાભાઈ મોટી દીકરી રાગીનીના બાળવિવાહ અંગે પસ્તાવો પણ કરે છે. ખોડાભાઈની બદલાતી માનસિકતા અને આધુનિક વિચારધારા સાથેની નિકટતા જોઈ રાધિકાબહેનને સહજ હર્ષ થયો. તેમની વચ્ચે ઘણા લાંબા સમય સુધી વાતો થઈ. અંતે સહેજ અચકાતા ખોડાભાઈએ રાગીનીના બાળવિવાહના જાણકારનું નામ પૂછ્યું પણ રાધિકાબહેનનો કડક સ્વભાવ જોતા તે બોલ્યા, ફકત જાણવું છે કે આવી હિંમત એટલે કે બાળવિવાહ રોકવાનું આવું સરસ કામ કોણે કર્યું હશે ? બાકી મને મારા એ વખતના સ્વભાવ વિશે ખેદ છે અને નામ ન કહો તો પણ કાંઈ વાંધો નહીં.

રાધિકાબહેન, " હવે જાણીને શુ કરશો ? " એમ કહી આગળ ચાલતાં થયાં. એમની સાથે એમનો સેક્રેટરી રમેશ પણ હતો. રમેશ નવો જ હતો પણ તેને એ ઘટના વિશે ખબર હતી. રાધિકાબહેનને કોઈકની સાથે ઉભા રહી વાતો કરતાં જોઈ રમેશ પાછા બે ડગલાં પાછળ ફરી ખોડાભાઈને કહ્યું, " તમે હમણાં જે ઘટનાની વાત કરતાં હતાં, એમાં બાળવિવાહ થયાની ખબર આપનાર નામ તમારી માટે ખુબજ અચંબિત હશે " ખોડાભાઈ બોલ્યાં, " તો પણ કહોતો ખરા, એ માણસને મારે એકવાર મળવું છે, એણે મારી દીકરીની જિંદગી બચાવી છે, જો એ લગ્ન થઈ ગયાં હોત તો આજે મારી દીકરી વિધવા હોત " રાધિકાબહેનની વાત પૂરી થતાં તેઓ ઘરે જવા નીકળવા સેક્રેટરી રમેશને બૂમ પાડે છે. રમેશ ખોડાભાઈને કાનમાં ધીરે રહીને કહે છે કે, " એ માહિતી આપનાર બીજું કોઈ નહીં પણ જેના લગ્ન હતાં, એ રાગીની પોતે જ હતી ! "

આટલું કહી ફટાફટ રમેશ તો નીકળી જાય છે પણ ખોડાભાઈની આંખો ખુલીને ખુલી જ રહી ગઈ. અનેક સવાલોનો મારો તેમને મનથી ઝુજતાં કરી નાંખે છે. ખોડાભાઈ નામ સાંભળી અચંબિત જ થઈ ગયાં. તેમનાં પગ નીચેથી જમીન ખસકી ગઈ. તેમને પસ્તાવો થયો કે પોતાના આ કામની સામે પોતાની પુત્રીએ જ ચોરી-છુપેથી લડવું પડ્યું. તેઓ વિચારતા કે એ સમયે પોતે કેટલા નિષ્ઠુર હૃદયનાં હશે કે પોતાની પુત્રીની તેમની સામે બોલવાની હિંમત ન થઈ. અંતે બધું સારું જ થયું નહીંતો મારી દીકરીની જિંદગી બગડી જાત એમ માની રાહતનો શ્વાસ લીધો છતાંય પોતે હજી પણ પોતાને રાગીનીના ગુનેગાર માનતા હતાં.

રાતના ૧ વાગ્યા. સ્ટેશન પરથી રાગીની અને બાદલ ઘરે આવે છે. ખોડાભાઈ પ્રવેશદ્વારે જ ઉભા છે. ખોડાભાઈ દીકરી રાગીનીને પ્રેમભરી ભેટીને રડી પડી છે. રાગીની કંઈ જ સમજતી નથી. ખોડાભાઈ રડતી આંખે બોલ્યા જ કરે છે,
" રાગીની મને માફ કરી દે...મને માફ કરી દે...હું તારો ગુનેગાર છું...સારું થયું તે બાળવિવાહ રોકી દીધો...મને માફ કરી દે રાગીની... મને માફ કરી દે... " દીકરી રાગીની બધું જ સમજી ગઈ હતી અને એની પણ આંખો ભીની થઈ ગઈ, તેણે પિતાને દીકરી તરફથી મળતું પ્રેમ ભર્યું વહાલ આપ્યું. લાંબા સમય સુધી બંને એકબીજાને વળગી જ રહ્યાં. ખોડાભાઈએ દીકરી રાગીનીની ભીંજાયેલી આંખો પોતે પહેરેલ રેશમી સાફાના છેડા વડે લૂછી. રાગીનીએ પિતા ખોડાભાઈની રડતી આંખોના અશ્રુ પ્રવાહને મહામહેનતે રોક્યો. ખોડાભાઈ દીકરી રાગીનીને કપાળ પર વહાલ ભર્યું ચુંબન આપી ઘરની અંદર દોરી ગયા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED