સંભવામિ યુગે યુગે ભાગ ૧૪ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

સંભવામિ યુગે યુગે ભાગ ૧૪

ભાગ ૧૪

   સોમે સુમાલીને કહ્યું, “મને તમારી વાત પર વિશ્વાસ નથી.” સુમાલીએ કહ્યું, “હજારો વર્ષો પછી તું એવો  પહેલો વ્યક્તિ જેની કુંડળી રાવણ જેવી છે. શું તું જવાબ આપી શકે છે કે તારી માતા કયા કુળની છે?” સોમે કહ્યું, “મારી માતા આદિવાસી કુળની છે.” સુમાલીએ કહ્યું, “તારી માતા મારા જ કુળની છે. રામ અને રાવણના યુદ્ધ પછી ગણ્યાગાંઠ્યા લોકો જ બચ્યા હતા મારા કુળમાં,તેની વંશજ છે તારી માતા. તું કોઈ જાતની કસરત કર્યા વગર કેવી રીતે શક્તિશાળી છે તેનો જવાબ છે તારી પાસે? તું કેવી રીતે કોઈ પણ જાતની તાલીમ વગર આટલું સરસ ગાઈ શકે છે. તારી શિવ પ્રત્યેની પ્રીતિનો કોઈ જવાબ છે તારી પાસે?”

 સોમને વિરોધ કરવાનો કોઈ તર્ક સૂઝયો નહિ, તેથી મૌન રહ્યો. થોડીવાર ત્યાં શાંતિ રહી પછી સોમે પૂછ્યું, “મેં અનંતકની વિધિ પૂર્ણ કરી છે.” સુમાલીએ કહ્યું, “અનંતકની વિધિમાં બે ચરણ હોય છે હજી તારી પહેલા ચરણની વિધિ પણ પૂર્ણ નથી થઇ અને આ વિધિનું બીજું ચરણ પૂર્ણ કરવા તારે આવતા મુહૂર્તમાં આવવું પડશે, જે દોઢ વરસ પછી આવશે.” સોમે કહ્યું, “પહેલો ચરણ તો મેં પૂરો કર્યો છે.” સુમાલીએ કહ્યું, “તેં હજી બળી નથી આપ્યો મને.” સોમે કહ્યું, “મેં મારી પાસેના કોળાનો બળી આપ્યો હતો.” સુમાલીએ કહ્યું, “તે બળીથી કામ નહિ ચાલે, તારે જીવિત વ્યક્તિની બળી આપવી પડશે અને બીજા ચરણમાં એવી સ્ત્રીની બળી આપવી પડશે જેને તું પ્રેમ કરતો હોય.”

 સુમાલી એવું કહી રહ્યો હતો તેજ વખતે સોમના હાથની તલવાર પાછળની તરફ વીંઝાઈ અને એક પહાડ જેવી વ્યક્તિ ધરાશાયી થઇ ગઇ અને તેનું લોહી એક નિક માર્ગે યજ્ઞકુંડ માં ગયું. સુમાલીએ અટ્ટહાસ્ય કરતા કહ્યું, લે સોમ, તારું પ્રથમ ચરણ પૂર્ણ થયું અને હવે અનંતકની અડધી વિધિ પુર્ણ થઇ અને તું કૃતકની પદવીનો હકદાર થઇ ગયો છે પણ તને કહી દઉં કે એક સમય માં બે ક્રૃતક હોય તેવું હજારો વષોમાં પ્રથમવાર બન્યું છે.” સુમાલી પોતાની વાત કરી રહ્યો હતો પણ સોમ એકદમ સુન્ન હતો, તેને ખબર પડતી ન હતી કે આ બધું શું ચાલી રહ્યું છે? આ વ્યક્તિ કોણ છે અને આ તલવાર અચાનક કેવી રીતે ચાલી? કારણ તેને તો  ખબર પણ નહોતી કે કોઈ તેની પાછળ ઉભું છે.

  સુમાલી જાણે તેના મનનો પ્રશ્ન સમજી ગયો હોય તેમ જવાબ આપવા લાગ્યો, તેણે કહ્યું, “આવનાર વ્યક્તિ બીજા કૃતકે તને મારવા મોકલેલો હત્યારો હતી, તે તને મારવા આવ્યો હતો અને આ તલવાર શત્રુનાશક છે, જો કોઈ વ્યક્તિ તારી પર હુમલો કરશે તો આ તેનો વધ કરી નાખશે.” સોમે પૂછ્યું, “એટલે આ મારો પીછો કરી રહ્યો હતો?” સુમાલીએ હકારમાં માથું હલાવતાં કહ્યું, “તારા પર હુમલાતો નાનપણથી જ થઇ રહ્યા છે, પણ તને કોણ બચાવી રહ્યું છે, તે હું આજ દિન સુધી સમજી શક્યો નથી. કદાચ તારી કુંડળીના ગ્રહો તારું રક્ષણ કરી રહ્યા છે.” સોમ હજી અસમંજસમાં પડી ગયો તેને લાગતું હતું કે તે જે કઈ કરી રહ્યો છે તેના વિષે કોઈને ખબર નથી પણ હવે તેને જાણવા મળી રહ્યું હતું કે કોઈ તેને મારવા પ્રયત્ન કરી રહ્યું છે અને કોઈ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને હમણાંજ તેણે એક હત્યા પણ કરી છે, એક ભયંકર અપરાધ જે તે કોઈ દિવસ કરવા માંગતો ન હતો.

 સુમાલીએ કહ્યું, “હત્યારાની હત્યા એ અપરાધ નહિ વધ છે.” પણ સોમ વિષાદથી ઘેરાઈ ગયો હતો તેને કઈ સુઝી રહ્યું નહોતું, તેને ચક્કર આવી ગયા અને તે બેહોશ થઇ ગયો. સુમાલીએ ઘણી બધી વાત કરી પણ બેહોશ થતા પહેલા ફક્ત એક શબ્દ તેને સમજાયો હતો તેના ઉપર આજ સુધી થયેલા હુમલાની પાછળ જટાશંકરનો હાથ હતો અને બે મજબૂત હાથોએ તેને ઉપાડીને બહાર કાઢ્યો. હત્યારાનું શરીર તે ગુફામાં જ રહી ગયું હતું અને સોમનું ધ્યાન ગયું નહોતું કે તે હત્યારાની પીઠમાં એક ખંજર પણ ભોંકાયેલું હતું.

ક્રમશ: