Featured Books
શ્રેણી
શેયર કરો

અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ ૪

સવાર થતા સતિષ નરેશને બોલાવવા ગયો. નરેશ પણ કોલેજ માટે તૈયાર થઈ નીકળતો જ હતો. એવા સમયે તે સતિષને જોઈને નવાઈ પામી બોલ્યો,
“અરે સતિષ! શુ વાત છે! આજ આટલો જલ્દી સ્કૂલના ટાઈમ પહેલા તૈયાર થઈ ગયો. કહેવું પડે તારામાં આટલો ચેન્જ જલ્દી આવી જશે એ મેં વિચાર્યું પણ નહતું.”
“હા, કાલ નક્કી કર્યું હતુ ને કે નવી શરૂઆત કરવી છે. તો ચાલો બસ સ્ટોપ સુધી સાથે જઈએ ત્યાંથી તુ કોલેજ જજે અને હું મારી સ્કૂલે જઇશ. ઓકે. તો નીકળીએ.” સતિષ હસીને બોલ્યો.
“હા કેમ નહિ.” કહી નરેશે પોતાનુ બેગ લઈ ચાલવા માંડ્યું.
બસ સ્ટોપ પહોંચતા જ નરેશે હસીને કહ્યું,
“તો સતિષ. આજનું શુ આયોજન છે? શું કોઈ કોમેડી કરવાનો વિચાર છે કે પછી.. કે પછી શ્રીની યાદમાં ખોવાઈ જવું છે?”
“કઈ શ્રી નરેશ? તુ કોની યાદોની વાત કરે છે? ચાલ છોડને આ બધું. તો તારા કહ્યા પ્રમાણે મારુ આયોજન આજ કોમેડી કરવાનું જ છે જો તક મળે તો.” સતિષ બોલ્યો.
“હમ્મ પાર્ટીએ નવી શરૂઆત કરી જ નાખી હોય એવું તો વાત પરથી લાગી જ રહ્યું છે. કઈ શ્રી? હમ્મ. મળશે મળશે તક જરૂર મળશે. તો પછી મળીએ. રાત્રે ક્યાંક વોક પર જઈએ. ઓકે તો હું નીકળું.” નરેશે કહ્યું.
“હા ઓકે બાય. સી યુ સૂન.” કહી સતિષ તેની સ્કૂલ તરફ ચાલવા લાગ્યો.
સ્કૂલે પહોંચી તે તેના મિત્રો સાથે મળ્યો. તેના મિત્રો સતિષને ખુશ જોઈને નવાઈ પામતા બોલ્યા,
“સતિષ. આજ તો તુ બહુ ખુશ છે! આ વેકેશન દરમ્યાન કોઈ ખાસ વ્યક્તિ મળી તો નથી ગયું ને?”
“હા એટલે જ ખુશ છું. આ વેકેશન દરમ્યાન એક ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ. આમ તો હું તેને બાળપણથી ઓળખું છું પણ ખરેખર ઓળખાણ આજ સવારે ચાર વાગ્યે બ્રશ કરતી વખતે જ થઈ.” સતિષ હસવા લાગ્યો.
“અમને બધા ને ખબર જ હતી કે કોઈક મળી ગયું હોય તો જ તારો ચહેરો ખીલેલો હોય. બોલ બોલ એ ખાસ વ્યક્તિ છે કોણ? અમારે પણ જાણવું છે કોણ છે એ ખુશનસીબ.”
“એ ખાસ વ્યક્તિ તમારી સામે જ છે. ન સમજ્યા? એ ખાસ વ્યક્તિ એટલે મારી જાત. તેને હું ઘણા સમયથી ઓળખું છુ. પણ તેની ખરેખર અને રૂબરૂ ઓળખાણ આજ સવારે જ થઈ.” સતિષ હસવા લાગ્યો.
તેને હસતો જોઈને તેના એક મિત્રએ તેની મશ્કરી કરતા કહ્યું,
“સતિષ એનો અર્થ એવો કે કોઈ ફિલ્મ તે એટલી વખત જોયું કે તેની સ્ટોરી તુ તારા મનમાંથી કાઢી નથી શકતો. યાર એવી વાતો તું ક્યારથી કરવા લાગ્યો? પોતાની જાત? યાર આ બધું ફિલ્મોમાં સારું લાગે. છોડને યાર એક જોક્સ તો સંભળાવ. આ વેકેશનમાં તો તે દવે સરના બધા જ આલ્બમ જોઈ લીધા હશે. સાચું ને?”
“હા મારા ભાઈ જોક્સ તો હું કરવાનો જ છું. પણ અત્યારે નહિ બસ એક મોકો મળવા દે. આ વખતે કઈક યુનિક કરવું છે. રહી વાત તારી ફિલ્મની વાત તો કાલ જ મેં શાહબુદ્દીન રાઠોડસરના જોક્સમાં સાંભળેલું કે જિંદગીને જ નાટક સમજવામાં આવે તો જિંદગી જીવવાની મજા આવે અને નાટકને જ જિંદગી ગણવામાં આવે તો એ બોજ બની જાય છે. એટલે મારી જિંદગીનો એકટર હું છું.” સતિષ કહેવા લાગ્યો.
ત્યાં તેની વાતમાં વાત પોરવતા તેનો બીજો મિત્ર બોલી ઉઠ્યો,
“અને હિરોઇન? આ ફિલ્મમાં કોઈ લવ સ્ટોરી છે કે નહીં? તને એ વાતની ખબર તો છે ને લવ સ્ટોરી વગર ફિલ્મ બોરિંગ બની જાય છે.”
“ હિરોઇન? એની હજી વાર છે. પહેલા હજી તો આ હીરોની એન્ટ્રી થઈ છે. લવ સ્ટોરી તો હજી શરૂ થવાની વાર છે. મારી લાઈફની હિરોઇન આવે એ પહેલાં મારે મારી જાતને પ્રેમ કરતા શીખવાનું છે. આ વર્ષનો મારો એ જ ગોલ છે. તો હવે અહીં ગપ્પા જ મારશું કે પછી પ્રાર્થનામાં પણ જઈશું.” સતિષ હસીને કહેવા લાગ્યો.
“હા હા આજ તો તારી વાતો બધી બાઉન્સ જ ગઈ છે. ચાલ હવે.” તેના મિત્રોમાંથી એક બોલ્યો.
બધાએ પ્રાર્થનામાં જઇ પોતાની હાજરી આપી. પ્રાર્થના પુરી થતા બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં પ્રવેશ્યા. સતિષ તેના મિત્રો સાથે મશ્કરી કરતો ક્લાસમાં આવી પોતાની બેન્ચ પર બેસી રહ્યો હતો એવામાં એક છોકરીએ કહ્યું,
“સતિષ. ગુડ મોર્નિંગ. કેવું રહ્યું વેકેશન? ક્યાંય ફરવા ગયો હતો કે પછી બસ મોબાઈલમાં જોક્સ જ સાંભળ્યા?”
“આમ તો તારી વાત સો ટકા સાચી છે પરી. મારી છોડને તે વેકેશનમાં શુ કર્યું? દિવાળીનું આયોજન ક્યાં રાખ્યું હતું?” સતિષ હસતા બોલ્યો.
“ના ના ટાઈમ જ ક્યાં છે? આ જોને બોર્ડની તૈયારીમાં જ છું. એની વે આજ આટલા બધા ખુશ હોવાનું કારણ? હમણાં પ્રાર્થના પહેલા તમે બધા કોઈ ખાસ વ્યક્તિની વાત કરતા હતા ને? કોણ છે એ? આવી ઈમ્પોર્ટન્ટ વાત તુ મારાથી છુપાવી કેમ શકે? હું તારી ફ્રેન્ડ નથી?” પરી બોલવા લાગી.
“ના પરી એવું કંઈક જ નથી. તને તો ખબર છે ને હું તારી સાથે મારી બધી જ વાત શેર કરું છું. એ ખાસ વ્યક્તિ એટલે હું મારી જ વાત કરતો હતો. એટલે કે મારી સેલ્ફની. કઈ સમજી?” સતિષ હસવા લાગ્યો.
“ઓહ તો એમ વાત છે! હું પણ વિચારમાં પડી ગઈ કે આ ખાસ વ્યક્તિ છે કોણ? ખરેખર આજ તને હસતો જોઈને મને પણ ગમ્યું.” પરી કહેવા લાગી.
“ઓહ એમ વાત છે. વાંધો નય મારો હસતો ચહેરો જોઈને તને ગમતું હોય તો એમ જ થશે. બિકોઝ તુ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હવે આજે જ જોઇલે તારી સિવાય મને હજી કોઈએ ગુડ મોર્નિંગ નથી કહ્યું. પણ તુ મને ગુડ મોર્નિંગ કહેવાનું નથી ચૂકતી. ઓકે લાગે છે કે હવે ટીચર આવતા જ હશે. તો પછી વાત કરીએ.” સતિષે કહ્યું.
સતિષ બુક્સ લઈને પોતાના લખવાના કાર્યમાં લાગી ગયો. તેની બાજુમાં બેઠેલા મિત્રએ કહ્યું,
“અરે વાહ સતિષ. વાતો કરવામાં તો તુ એક્સપર્ટ છો. યાર મને એ જણાવને કે તે પરી પર કોઈ જાદુ નથી કરી નાખ્યું ને? અમે તેની સાથે પ્રાથમિકથી ભણીએ છીએ પણ તેણે હજી સુધી અમારી સાથે આટલી ફ્રેન્ડલી વાતો નથી કરી. અને યાર તને જોતા જ તારી સાથે વાત કરે છે. આ હવે મને કંઈ સમજાતું નથી?”
“ના મારા ભાઈ એવું કંઈ નથી. વી આર જસ્ટ ફ્રેન્ડ. એ મારી સાથે આટલી ફ્રેન્ડલી વાત કેમ કરે છે એ તો હું પણ નથી જાણતો. કદાચ મારા જોક્સ તેને ગમે છે એટલા માટે તે વધારે ફ્રેન્ડલી બની હશે.” સતિષ બોલ્યો.
“ઓહ હો! જસ્ટ ફ્રેન્ડ! જોઈએ આ ફ્રેન્ડશીપ કયું સ્વરૂપ ધારણ કરે છે. તો શ્રીની કોઈ ગુડ ન્યૂઝ. એટલે કે તેણે તારી સાથે વાત કરી?” સતિષનો મિત્ર ખેંગાર બોલ્યો.
“ના ખેંગાર. હવે એ વાતનો કોઈ અર્થ નથી. કારણ કે જે શ્રી માટે હું આ સ્કૂલમાં આવ્યો હતો એ તો મારા પ્રાથમિક શિક્ષણ દરમ્યાન જ મરી ગઈ હતી. ખરેખર શ્રી જેવું મારા જીવનમાં કઈ હતું જ નહીં. બસ હું ભ્રમમાં જીવી રહ્યો હતો.” સતિષ કહેવા લાગ્યો.
“પણ અચાનક શ્રીની આવી વાતો તારા મોઢે? શુ શ્રીએ તને રિજેક્ટ કર્યો? ખરેખર જ્યારે તું એની પાસે જતો હતો ત્યારે મારે તારી સાથે આવવું જોઈતુ હતું. કારણ કે હકીકત શુ છે એ તુ મારાથી છુપાવી રહ્યો છો. સતિષ એક વાત તુ જાણી લે કે હું ફેસબુક ફ્રેન્ડ નથી. તુ ખુશ છો કે દુઃખી એ મારાથી વધારે કોઈ ન જાણી શકે. આજે પણ તુ ખુશ હોવાનું નાટક જ કરી રહ્યો છો. ખરેખર તુ તારી જાતને પ્રેમ કરવાની બદલે આ ખોટી સ્માઈલ ચહેરા પર લાવીને છેતરી રહ્યો છો. પોતાની જાતને પ્રેમ કરવો જેટલો સહેલો તુ સમજે છે એટલો છે નહીં. આ બસ કહેવા માત્રથી થઈ નથી જતુ. તેને અનુભવવુ પડે છે. સાચું કહેજે હજી પણ તારા હૃદયમાં શ્રી માટે જગ્યા છેને? તુ હજી પણ તેને મેળવવા પ્રયત્ન કરી રહ્યો છો ને?” ખેંગારે કહ્યું.
“ના ખેંગાર. હું ખરેખર હવે મારી જાત સાથે ખુશ છું. શ્રી હવે જીવનમાં હોય કે ન હોય મને કોઈ ફરક નથી પડતો. શ્રીએ તેનો રસ્તો પસંદ કરી લીધો છે અને આજથી મેં મારો. તને એક રિકવેસ્ટ છે હવે શ્રીના ટોપિક પર હું વધારે ડિસ્કસ કરવા નથી માંગતો. તેને હમેશા માટે ભૂલવા માંગુ છું.” સતિષ બોલ્યો.
“સતિષ આ તુ બોલી રહ્યો છે? જે શ્રીની યાદમાં તુ છેલ્લા ચાર પાંચ વર્ષથી તડપી રહ્યો છે એ શ્રીના હોવા ન હોવાથી તને કોઈ ફરક નથી પડતો? ફરક પડે છે સતિષ ફરક પડે છે. બસ તું એ વાતને સ્વીકારવા તૈયાર નથી. શ્રીની બે બોયફ્રેન્ડવાળી વાતથી તુ ગુસ્સે થઈ આ બધું કરી રહ્યો છો ને? પણ એવું પણ હોઈ શકે ને કે તે ખોટું પણ બોલી રહી હોય. ઘણી છોકરી કોઈની સાથે સંબંધ ન રાખવા માટે તેને પહેલીથી જ એક બોયફ્રેન્ડ છે એવું જુઠ તો બોલતી જ હોય છે. શુ શ્રી આ પ્રકારના ઢોંગ ન કરી શકે?” ખેંગાર બોલ્યો.
“પણ હવે તેનાથી કોઈ ફરક નથી પડતો. હવે તેને ભૂલવી જ મારા માટે બેટર છે. ખેંગાર હું જાણું છું કે તુ મને અને શ્રીને એક કરવા માંગે છે. કદાચ તને શ્રીમાં મારી પ્રત્યે પ્રેમ દેખાતો પણ હોય પણ એ અશક્ય છે. એ શ્રી આ સતિષને ક્યારે પણ નહીં સ્વીકારે. માટે હું મારી જાતને જ પ્રેમ કરવા માગું છું. હું મારી જાતને ઈમ્પ્રેસ કરવાનો એક ચાન્સ પણ નહીં મુકું. તુ જોજે હું મારી કેવી ઇમેજ ઉભી કરું છું.” સતિષે કહ્યું.
ખેંગાર સતિષને તેની વાત સમજાવવામાં નિષ્ફળ રહ્યો કારણ કે સતિષ નક્કી કરીને જ બેઠો હતો કે તે પોતાની સાથે સંઘર્ષ કરશે જ. સતિષની જીદ એ દિવસ પછી આઠ મહિના સુધી ચાલી. તેણે કહ્યા પ્રમાણે તેની શાળામાં પોતાની એક સારી ઇમેજ ઉભી કરી નાખી. ગુજરાતી હાસ્યકલાકારોના જોક્સ વિદ્યાર્થીઓ વચ્ચે રજૂ કરીને તે થોડો પોપ્યુલર પણ થયો. અને એક દિવસ સતિષ તેના ક્લાસમાં એકદમ ઉદાસ થઈને બેઠો હતો. એ સમયે ખેંગાર તેની પાસે આવી કહેવા લાગ્યો,
“સતિષ હમણાંથી તુ બહુ ઉદાસ રહે છે. બધુ ઠીક તો ચાલે છે ને? બીમાર તો નથી થઈ ગયો ને? તારે ઘરે જવુ હોય તો હું સાહેબ સાથે વાત કરું.”
“ના આઈ એમ ઓકે. બસ આજ કોઈ પ્રવૃત્તિ કરવાનો મૂડ નથી.” સતિષ બોલ્યો.
બધા સતિષને એક નજરે જોઈ રહ્યા. કારણ કે દિવસ જાય એમ સતિષના ચહેરા પરથી ખુશી ગાયબ થતી હતી. તેના મિત્રો એ માટે ચિંતિત હતા. તેમણે સતિષ પાસે બધી રીતે કારણ જાણવાની કોશિસ કરી પણ તેણે કોઈ ખાસ જવાબ આપ્યો નહિ. તેથી ખેંગાર તેને ગમે તેમ પોતાની બાઇક પર થોડેદુર મંદિરના એક બગીચામાં લઈ આવ્યો.
“સતિષ. હવે આ શું નવું શરૂ કર્યું છે? હવે તો યાર તું અમારી સમજની બહાર છો? થોડા સમય પહેલા તારા વિચારો જોઈને હું બહુ ખુશ હતો કે ખરેખર તુ જીવતા શીખી રહ્યો છે અને અચાનક આવી ઉદાસી? કોઈક તો કારણ હશે. તને આપણી દોસ્તીના સમ છે. તારે આજ મને કારણ જણાવવું જ પડશે.” ખેંગાર બોલી ઉઠ્યો.
સતિષનું મૌન જોઈને તે ફરી બોલ્યો,
“તો એનો અર્થ એવો કે મારી મિત્રતાની વેલ્યુ તારી પાસે ઝીરો છે. વાંધો નય ચાલ હું તને ઘરે ડ્રોપ કરી દવ.”
“ના ખેંગાર. તારી મિત્રતાની વેલ્યુ ખૂબ ઊંચી છે. પણ મને કંઈ બોલવાની ઈચ્છા જ નથી થતી. તને શું કહું એ જ સમજાતુ નથી. નરેશ પણ કંઈક કામને કારણે અમદાવાદ છે.” સતિષ કહેવા લાગ્યો.
“તો નરેશ નથી એટલે દુઃખી છો?” ખેંગારે પૂછ્યું.
“ના એ વાત નથી. પણ એ કારણ જણાવવું મારા માટે ખૂબ અઘરું છે. તને કેવી રીતે સમજાવું?” સતિષ બોલ્યો.
“હું સમજી જઈશ. તુ બોલ તો ખરા.” ખેંગારે કહ્યું.
“ખેંગાર. મેં મારી જાત સાથે સંઘર્ષ કરી મારી સારી ઇમેજ બનાવી. એ મારા માટે બહુ ગર્વની વાત હતી કે હું મારા પંથે સફળ થયો. આટલું બધું મેળવી લીધા પછી જેટલો આનંદ આવવો જોઈએ એટલો આનંદ આવતો નથી. યાર હમેશા ખાલી લાગે છે. એક દુર્ગુણ મારામાંથી કદી નથી જવાનો. એ દુર્ગુણ છે પ્રેમની ઝંખના. હા તુ એ દિવસે સાચું જ કહી રહ્યો હતો. આજે પણ હું શ્રીને મેળવવા માંગુ છું. મને નથી સમજાતું કેમ પણ જ્યાં સુધી મારા જીવનમાં કોઈ વ્યક્તિ નહિ આવે ત્યાં સુધી મને ચેન નથી પડવાનો. યાર ક્યાં સુધી હું શ્રીની યાદોથી મારી જાતને ટોર્ચર કરીશ. યાર હવે સહન નથી થતું. કન્ફ્યુઝ છું.” સતિષ કહેવા લાગ્યો.
“હમ્મ તો તારે જીવનમાં બસ એક પરી જોઈએ છે એમ ને? એટલે કે કોઈ ગર્લફ્રેંડ જોઈએ છે.” ખેંગાર હસીને બોલ્યો.
“હા એવું જ સમજ. મેં શ્રીને પ્રેમ કર્યો હતો કે નહીં પણ હવેથી કરવા માગું છું. તેને મારી બનાવવા માંગુ છું. બસ શ્રી મને મળવી જોઈએ. કેવી રીતે? એ હું નથી જાણતો. એ તો હવે શાળામાં પણ નથી. કોણ જાણે ક્યાં હશે?” સતિષ બોલતા દુઃખી થઈ ગયો.
“તને ખબર છે સતિષ કે ઘણું બધું હાસિલ કરવા છતાં પણ તુ દુઃખી કેમ છો? ચાલ હું જ તને જણાવું. તારા દુઃખી રહેવાનું કારણ હું તને તારી રીતે જ સમજાવીશ. માની લે કે તારી પાસે જે ફોન છે. તે હમણાંથી ખરાબ થઈ ગયો છે. તેમાં બેટરી ફોલ્ટ આવી ગયો છે. નેટવર્ક ફોલ્ટ આવી ગયો છે અને ઉપરાંત તે તારી મનગમતી એપ ઓપન પણ નથી કરી શકતો. આ કારણે તે ઘણી વખત તેને રીપેર પણ કરાવ્યો પણ તેની સ્થિતિ હજુ એવી જ છે. તો આવા સંજોગોમાં તુ શુ નિર્ણય લઈ શકે?” ખેંગાર બોલ્યો.
“હું એ ફોન બદલી નાખું. એમાં વધુ વિચારવા જેવું કંઈ નથી.” સતિષ બોલ્યો.
“પણ સતિષ તારે એમ ન કરવું જોઈએ. એ ફોને તને દરેક વખતે સાથ આપ્યો છે. તારા ભણવામાં અને બીજા કામોમાં પણ તારી મદદ કરી હતી. ઉપરાંત તારા ડેટા એમાં સંગ્રહિત છે. વળી તું હમેશા કહે છે ને કે હું આ ફોન વગર પળવાર માટે પણ નથી રહી શકતો. તો પછી તુ તેને બદલવાનું વિચારી જ કેમ શકે?” ખેંગાર બોલ્યો.
“મારે એ બદલવો જ પડે. જો એ મારી જરૂરિયાત સમયે ઉપયોગી ન બનતો હોય. મને અમુક ફોલ્ટને કારણે દુઃખી રાખતો હોય. હવે મારા મનગમતા એપ એ ચલાવી ન શકતો હોય તો હું શા માટે તે યુઝ કરું? હું બદલી જ નાખું. રહી વાત ડેટાની તો ફોન બદલશે પણ હું એ ડેટા નવા ફોનમાં નાખી શકું છું. મારી જગ્યાએ તુ હોત તો એમજ કરત.” સતિષ બોલ્યો.
“હા હું પણ એમ જ કરત. તો આ પરથી કઈ સમજ્યો? પ્રોબ્લેમ ક્યાં છે?” ખેંગારે કહ્યું.
“ના તારા ઉદાહરણમાં મને કંઈ ખાસ જાણવા નથી મળ્યું. તુ મને કહેવા શુ માગે છે?” સતિષ બોલ્યો.
“હું તને એ જ સમજાવવા માંગુ છું. જેવી રીતે ફોલ્ટવાળા સ્માર્ટફોનને વળગી રહેવાથી વ્યક્તિ દુઃખી રહે છે તો ફોલ્ટવાળી વ્યક્તિને વળગી રહેવાથી તુ ખુશ કેમ રહી શકે?” ખેંગાર બોલ્યો.
“જો ખેંગાર આ તુ શ્રી વિશે કહી રહ્યો હોય તો વાત અહીં જ અટકાવી દેજે. શ્રી ભલે ગમે તેવી હોય એનાથી મને કોઈ ફરક નથી પડતો અને તેના કેરેકટર પર ટીકા કરવાનો તારો કોઈ હક નથી.” સતિષ ગુસ્સે થઈ ગયો.
“હું તને એમ કહેવા માગું છું કે ફોન બદલાશે તારા ડેટા નહિ. એટલે સતિષ કહેવાનો મારો અર્થ છે કે વ્યક્તિ બદલાશે તારી ફીલિંગ્સ નહિ. યાર ભારતમાં બે બિલિયનથી પણ વધુ વસ્તી છે જેમાંથી અડધી છોકરીઓ છે. તો શ્રી જ કેમ? એ શ્રીને તારા હોવા ન હોવાથી કોઈ ફરક નથી પડતો. તો તુ તેનામાં કેમ અટક્યો છે? હા પહેલા હું ચાહતો હતો કે શ્રી અને તને એક કરું પણ..પણ જ્યારે મેં તારી આત્મહત્યાની વાત શ્રીને કરી ત્યારે શ્રી શુ બોલી કહું તને?” ખેંગારે કહ્યું.
“તે એની સાથે ક્યારે વાત કરી? શુ બોલી એ? મારી આત્મહત્યા કરવાની વાત સાંભળીને તે શું બોલી?” સતિષ આતુરતાથી બોલ્યો.
“બોલવાની તો દુરની વાત છે. તેના ચહેરાની રેખા પણ ન બદલાઈ. મારા મિત્ર દ્વારા મેં તેને આ વાત જણાવી. તેણે જવાબમાં કહ્યું કે એ તારા તેની આસપાસ ન હોવાથી તે બહુ ખુશ હતી. તેણે એ બધુ મેળવ્યું જે તારા રહેતા શક્ય ન હતું. તે તારાથી દિલથી નફરત કરે છે. તેની શાળામાં તારા આવવાથી તેણે સ્કૂલે આવવાનું બંધ કરી દીધું. ઉપરાંત તેણે કહ્યું કે તુ ફ્રેન્ડ બનાવવા લાયક પણ નથી. તેણે આગળ કહ્યું કે તે આત્મહત્યા કરવાની કોશિશ કરી કારણ કે તને જીવતા નથી આવડતું. વળી તુ કોઈને જીવવા પણ નથી દેતો. તુ તારી જિંદગીથી ખુશ નથી. તુ માત્ર ને માત્ર બધાને દુઃખી જ કરી શકીશ.” ખેંગાર નિરાશ થતા બોલ્યો.
“ના શ્રી આવું ન બોલી શકે. તેને હું સારી રીતે ઓળખું છું. ના તદ્દન ખોટી વાત છે. મને આ વાત પર વિશ્વાસ નથી.” સતિષ બોલ્યો.
“સતિષ તારા માનવા ન માનવાથી સત્ય બદલાઈ નથી જવાનું. આ વાત હું ઘણા દિવસથી જાણતો હતો પણ તને ખુશ જોઈને મેં આ વાત તને ન કહી. સતિષ જે વ્યક્તિમાં તારા પ્રત્યે પ્રેમ તો શું પણ બે ટકાની રિસ્પેક્ટ પણ નથી એ વ્યક્તિને મેળવવાની તુ વાત કરશ? હું ઈશ્વરનો આભારી છું કે અમને કદી તારી જેવો આંધળો અને વિચિત્ર પ્રેમ નથી થયો. તુ સાચું જ બોલ્યો હતો. શ્રી એવું ન બોલી શકે પણ એ શ્રી રહી જ નથી. તેના માથે સુંદરતાનું ઘમન્ડ ચોખ્ખું દેખાય છે. હવે તારે આ સ્વીકારવું જોઈએ કે શ્રી હવે નથી રહી. તેના વિચારો બદલાઈ ગયા છે. તેણે પોતાનું જીવન બીજાના નામ સાથે જોડી દીધું છે. તારા હોવા ન હોવાથી તેને કોઈ ફરક નથી પડતો. નરેશે જ્યાંથી સમજાવવાની કોશિશ કરી હતી તે જ સ્થાને તું ફરી આવી ગયો. એનો અર્થ એ છે કે તારે બસ ભ્રમમાં જ જીવવું છે. સત્ય તું કોઈના મોઢે સ્વીકારી નથી શકતો અથવા તો સ્વીકારવા માંગતો જ નથી.” ખેંગાર એટલું કહી ચૂપ થઈ ગયો.
સતિષની આંખમાંથી આંસુઓ ટપકવા લાગ્યા. તે બાંકડા પર પોતાનું માથું પકડી રડવા લાગ્યો. તેને રડતો જોઈ ખેંગાર તેની પાસે બેસી તેની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો.