વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-24 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-24

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-24
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
       વિહાન આકૃતિના જન્મદિવસ પર એને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.વિહાને આગળની રાત્રે જ પ્લાન બનાવી લીધો હતો.અહીં આકૃતિના મમ્મીએ તેને ઇમોશનલ બ્લેકમેઇલ કરી એક છોકરોને મળવા મનાવી લીધી હતી.આકૃતિએ તેના પાપા સાથે વિહાન વિશે વાત કરવાનું નક્કી કરી લીધું હતું.. હવે આગળ..
      વિહાને રાત્રે બાર વાગ્યે જ આકૃતિને બર્થડે વિશ કરી સરપ્રાઈઝ આપ્યું.બીજા દિવસે સવારે વિહાન આકૃતિને લેવા આવશે એમ કહી આકૃતિને તૈયાર રહેવા કહી દીધું.વિહાને ખુશીને આવવા કહ્યું હતું પણ ખુશીએ બહાનું બતાવી આવવાની ના પાડી હતી.વિહાને આકૃતિના ઘરથી થોડે દુર પ્લેઝર ઉભી રાખી.વિહાને બ્લેક ટીશર્ટ અને લાઈટ બ્લુ ડેનિમનું જીન્સ પહેર્યું હતું.વિહાન આકૃતીની રાહ જોઈ ઉભો હતો ત્યાં આકૃતિ આવી.આકૃતિએ ઑફ શોલ્ડર બ્લેક કલરનું શોર્ટ જમ્પ સુટ પેરેલું હતું.પગમાં ગોઠણથી નીચે સુધીના શૂઝ,એક હાથમાં ટાઈટનની ઘડિયાળ અને બીજા હાથમાં મેટલના કડાં પહેરેલા હતા.ગળામાં એક નેકલેસ હતું જેમાં એક મોતી હતું.કાનમાં સેમ એવા જ એક એક મોતીની ઈયરિંગ્સ પહેરેલી હતી.આકૃતિના વાળ તેના નેચરને મેચ કરે એવા જ એકદમ વિખરાયેલા અને ગોરા માંસલ ચહેરા સાથે પરફેક્ટ હતા.
     આકૃતિએ આંખમાં માત્ર ડાર્ક મસ્કારા જ કરી હતી,જે વિહાનને એની ચોખ્ખી આંખો સામે વારેવારે જોવા મજબુર કરતી હતી.વિહન એને જોતો જ રહ્યો.આકૃતિએ ફિલ્મી અંદાજમાં ચપટી વગાડી વિહાનનું ઘ્યાન ભંગ કર્યું અને વિહાન પાછળ ગોઠવાય.વિહાને હસીને પ્લેઝર ચલાવી. "વિહાન આપણે જઈએ છીએ ક્યાં એતો કહે...?"ઉત્સાહિત આવજે આકૃતિએ પૂછ્યું.
"આકૃતિ અમદાવાદમાં સરપ્રાઈઝ કોને કહે?"
"હશે ચાલો... એમાં અમદાવાદને વચ્ચે શુકામ લાવે છે.?"આકૃતિએ વિહાને ચીમટો ભર્યો.બંને હસવા લાગ્યા.
      શહેરનો રસ્તો પૂરો થતાં ટ્રાફિક પણ સાવ ઓછું થઇ ગયું અને રસ્તો પણ એકદમ રોમેન્ટિક આવ્યો.રસ્તાની બંને બાજુ પર છાંયડો ફેલાવતા મોટા મોટા વૃક્ષો હતા અને રસ્તા પર અવર જવર પણ નહિવત હતી.એકાએક રસ્તામાં એક ગલુડિયું આવતાં વિહાને અચાનક જ બ્રેક મારી.આકૃતિ વિહાન સાથે જોરથી અથડાઈ.
"એ મિસ્ટર,સિચ્યુએશન કા એડવાન્ટેજ મત લો"આકૃતિએ ફલર્ટ કરતાં કહ્યું.આકૃતિ આજે વધુ જ ખુશ હતી.
"એ શું કઈ બી! યાર બિચારું ગલુડિયું અચાનક આવી ગયું તો હું શું કરું?"આકૃતિ વિહાનનો ચહેરો જોઈ હસવા લાગી. "અરે યાર મજાક કરું છું.ચાલ જવા દે."
    આકૃતિ વિહાનને નજીકથી પકડી ખભા પર માથું રાખીને જ બેસી ગઈ.થોડાં કિલોમીટરનું અંતર કાપતા દૂરથી એક ઝરણાંનો અવાજ આવતો સંભળાયો.આકૃતિ ખુશ થઇ ગઈ પણ એ બોલી નહીં કે મારે ત્યાં જવું છે.એણે વિચાર્યું, ‘જો એ વિહાનને કહેશે તો વિહાન એને ના નહીં પાડી શકે અને એના પ્લાનમાં ડિસ્ટર્બ થશે’
    આકૃતિને પણ કાલની રાતનો ઉજાગરો હતો એટલે વાત કરતા કરતા તેની આંખ લાગી ગઈ.એ વિહાનના ખભા પર જ સુઈ ગઈ.વિહાને ગાડીને ધીમેથી બ્રેક મારી. આકૃતિ હજુ ઊંઘમાં જ હતી. વિહાને એની આંખ પર રૂમાલ બાંધ્યો ત્યાં એની ઊંઘ ઊંડી ગઈ.... "વિહાન...."
"શશ.....જસ્ટ વેઇટ માય ડિયર, ચાલ."
     આકૃતિ વિહાનનો હાથ પકડીને સ્માઈલ કરતા કરતા ચાલવા લાગી.થોડું ચાલતાં આકૃતિને એક પથ્થર પર ઠોકર વાગી.વિહાને તેને સંભાળી લીધી અને આંખેથી રૂમાલ ખોલી નાખ્યો.આકૃતિએ જોયું તો સામે ઘણા બધા મોટા મોટા પથ્થરો હતા અને એમની વચ્ચે થઈ નાના નાના ઝરણાઓ ફૂટી રહ્યા હતા,જે એક જગ્યાએ ભેગા થઈને મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યા હતા.એ મોટા ઝરણાં પાસે લીલાછમ વૃક્ષો નીચે હરિયાળી ફેલાયેલી હતી.આકૃતિ તો આ નજારો જોઈને પોતાનો હોંશ ખોઈ બેઠી. 
‘ઓ માય ગોડ ઓ માય ગોડ ઓ માય ગોડ.....વિહાન ઇટ્સ અનબિલિવેબલ સીન યાર.... સિરિયસલી.... સચ અ ગ્રેટેસ્ટ સરપ્રાઈઝ એવર ....’ આકૃતિ ખુશ થઈ ગાલ પર હાથ રાખી બોલતી હતી, ત્યાં વિહાને આકૃતિને નીચે જોવા ઈશારો કર્યો.આકૃતિ નીચે જુએ છે તો એક બોક્સ પડેલું હતું.જેના પર 'અ લિટલ થિંગ ફોર માય વંડરફુલ વર્લ્ડ- હેપી બર્થડે માય જન્નત'લખેલું હતું.
      આકૃતિ બોક્સ ઉંચકી,વાંચીને વિહાનને ભેટી પડે છે. બંને એકબીજાને ટાઈટ જકડી રાખે છે. વિહાન અલગ થતાં કહે છે,"હેય ઓપન ઇટ."
    આકૃતિ હસતાં હસતાં ગિફ્ટ ખોલે છે.તો અંદરથી સેમ ટુ સેમ એવું જ બોક્સ નીકળે છે,આકૃતિ વિહાન સામે જુએ છે,"વિક્કી..."
"અરે ખોલ, મુંજાય કેમ ગઈ?"
    વારાફરતી આવા પાંચ બોક્સ નીકળે છે અને ફાયનલી લાસ્ટ બોક્સમાં એક ગ્રામ ગોલ્ડની એક રિંગ નીકળે છે.જેમાં બે હાર્ટ હતા અને ધ્યાનથી જોતા એમ A અને V લખેલા હતા.
     આકૃતિની આંખમાં આંસુ આવી ગયા.એ વિહાન સામે ભીંની આખે જોઈ રહી.અનાયાસે વિહાનની આંખો પણ ભીંની થઇ ગઇ.બંને પાછા એકબીજાને ગળે વળગી પડ્યા. થોડી ક્ષણો સુધી એકબીજાને આમ જ મહેસુસ કરતાં રહ્યા અને પછી હસતાં હસતાં અલગ થયાં.
આકૃતિએ વિહાનને કહ્યું,"ઇટ્સ ટૂ બ્યુટીફૂલ વિક્કી રિયલી... તારા હાથે જ પહેરાવી દે."
વિહાને આકૃતિને રિંગ પહેરાવી કહ્યું , "આકૃતિ આજ તો તારા માટે એક ગ્રામ ગોલ્ડની રિંગ લાવી શકું એટલી જ સેવિંગ્સની હેસિયત છે મારી,બટ આઇ પ્રોમિસ કે એક દિવસ સોનાથી તને મઢી શકું એટલો કાબીલ બનીશ.આઇ પ્રોમિસ"
"ચૂપ,ધીસ ઇઝ પ્રાઇઝલેસ સ્ટુપીડ."આકૃતિએ વિહાનના ગાલ પર હાથ રાખી કહ્યું.
    આકૃતિએ બધા બોક્સ પોતાની બેગમાં મુક્યા અને બંને એકબીજાના હાથમાં હાથ પરોવીને ચાલવા લાગ્યા.
"યુ નૉ વિહાન, સમજણી થઇને ત્યારપછીની પહેલી બર્થડે હું ખુશી વગર મનાવું છું.સવારમાં મેં તેને સાથે આવવા કહ્યું પણ એ બપોરે ફ્રી થશે એવું બહાનું બતાવી છટકી ગઈ.સવારમાં ડર હતો કે એના વગર ગમશે કે કેવો રહેશે મારો દિવસ....પણ હવે કોઈ શંકા નથી...મારો દિવસ બની ગયો યાર." 
    વિહાને કંઈ બોલ્યો નહિ પણ તેની કાન સુધી ખેંચાતી સ્માઈલ ઘણુંબધું બોલતી હતી. 
    પથ્થર એકદમ ઠંડા ઠંડા હતા એટલે બંનેએ એમના શૂઝ કાઢીને ચાલવાનું નક્કી કર્યું. આકૃતીને આ ઠંડકનો અહેસાસ ખૂબ જ ગમ્યો.વચ્ચે વચ્ચે નાના ઝરણાંઓમાં તેઓ પગ ભીના કરતા મોટા ઝરણાં તરફ આગળ વધ્યાં.આકૃતી વિહાનના હાથમાં હાથ પરોવી વારેવારે વિહાનનો હાથ દબાવતી હતી.
      ત્યાં એક નાનું મંદિર પણ હતું.બંનેએ ત્યાં દર્શન કર્યા અને એક ઝાડની નીચે આવીને બેસવાનું નક્કી કર્યું.બંને ઝાડ નીચે ઠંડા ઘાસમાં બેઠા.વિહાન ઝાડનો ટેકો લઇને બેઠો અને આકૃતિ વિહાનની છાતી પર ટેકો લઈને બેઠી.બંનેએ પોતાના બાળપણના તેમ જ સ્કૂલ-કૉલેજના કિસ્સા સંભળાવ્યા.વિહાનના પપ્પાની વાત આવતાં વિહાન થોડો ગંભીર બની ગયો.આકૃતિના ગળે પણ જાણે ડૂમો ભરાઈ આવ્યો.તેણે વિહાનના બંને હાથ પોતાના હાથમાં લઈને તેની સામે બેસીને વિહાનને પંપાળવા લાગી.
    હવે વાતોનો દોર પૂરો થવા આવ્યો હતો,છેલ્લી બે કલાકથી બંને જેની રાહ જોઈ રહ્યા હતા એ સમય નજીક આવતો હતો..બંને ધીમે ધીમે એકબીજાના સ્પર્શની ભાષા સમજવા લાગ્યા.આકૃતિએ ‘વિહાનને કિસ કરતા નહિ આવડતું’ એમ કહ્યું હતું એટલે આ વખતે વિહાને જ પહેલ કરવાનું નક્કી કર્યું હતું.બંને એકબીજાની નજીક આવવા લાગ્યા.વિહાન આકૃતિની એકદમ નજીક આવી ગયો.
    વિહાને આકૃતિના બંને ગાલ પોતાના બંને હાથમાં લીધા.બંનેના શ્વાસ પણ જાણે એક થઇ ગયા.આકૃતિએ આંખો બંધ કરીને મૂક સંમતિ આપી જાણે વિહાનને પોતાની જાત સોંપી દીધી. વિહાને પણ આંખ બંધ કરી અને આકૃતિના કપાળ પર એક નિર્દોષ ચુંબન કર્યું.આકૃતિની આંખમાંથી એક સલામતીનું અશ્રુ ટપકી પડ્યું.આકૃતિએ આંખો ખોલી અને વિહાનને બેઠા બેઠા જ ગળે ચીપકી ગઈ.
“ઓહ..વિક્રમ”આકૃતિએ કહ્યું.
“વિક્રમ નહીં વિહાન,વિહાન પણ નહીં વિક્કી પાગલ”વિહાને આકૃતિને માથામાં ટપલી મારતાં વધુ ટાઈટ હગ કર્યો.
***
    ઈશા પણ પુરી રાત જાગી હતી.તેણે આકૃતિને રાત્રે બર્થડે વિશ કરી સુવાની કોશિશ કરી પણ ઊંઘ ન આવી.સવારે ચાર વાગ્યે એ બાલ્કનીમાં આવી તો છેલ્લો પહોર ઠંડક પ્રસરાવી રહ્યો હતો.અદબવાળી બાલ્કનીની બહાર નજર કરી એ ભૂતકાળમાં સરી પડી.
    ઇશાના પપ્પા અને હરકિશન મહેતાં એક સમયે બિઝનેસમાં પાર્ટનર હતા.બંનેએ મળી બિઝનેસની વ્યાખ્યા જ પલટી દીધી હતી.રાતને દિવસ અને દિવસને રાત ગણી બંનેએ ટૂંક સમયમાં જ પોતાનો બિઝનેસ ચાર ગણો કરી દીધો હતો.
      ઈશા ત્યારે ચૌદ વર્ષની હતી.એક દિવસ ઇશાના પપ્પા નિરાશ થઈ ઘરે આવ્યા.તેની અને હરકિશન મહેતાં વચ્ચે મોટો ઝઘડો થયો હતો. હરકિશન મહેતાએ તેના પપ્પા સાથે છળ કર્યું હતું.ઇશાના પપ્પાનું નામ આગળ રાખી એ બુકી,સટ્ટો,જુગાર જેવા ધંધા કરતો.જ્યારે દેવું વધી ગયું ત્યારે ઇશાના પપ્પાને જાણ થઈ.
    ઇશાના પપ્પાએ તરત જ હરકિશન મહેતાં સાથે પાર્ટનરશિપ તોડી પોતાનો જુદો ધંધો શરૂ કરી લીધો.એ દિવસથી ઇશાના પપ્પા બદલાયા હતા.ફૅમેલીને ટાઈમ આપવા કરતાં એ પોતાનાં બિઝનેસને વધુ મહત્વ આપવા લાગ્યા હતાં.
       મહેતા વારંવાર તેના આદમીઓ દ્વારા ઇશાના પપ્પાને મનાવવા પ્રયાસ કરતો પણ ઇશાના પપ્પા ટસના મસ ના થયા.એ સમયે રાજુ હજી મહેતાનાં ધંધામાં નવો જ હતો.રાજુ ઘણીવાર મહેતાના કહેવાથી ભેટ અને ઉપહાર લઈ ઇશાના પપ્પાને મનાવવા ઇશાના ઘરે આવતો.રાજુએ ત્યારે ઇશાને નોટિસ કરેલી.યુવાનીમાં પગલાં ભરતી ઈશા તેના મનમાં વસી ગઈ હતી.ઇશાના પપ્પા હરવખતે તેને અપમાનિત કરી વિલાયેલા મોઢે કાઢતા.રાજુએ જ્યારે ઇશાને હોસ્પિટલમાં જોઈ ત્યારે એ ફરી વિચારમાં પડ્યો હતો.
      ઇશા પણ રાજુને ઓળખી ગઇ હતી.એટલે જ જ્યારે વિહાન અને આકૃતિ તેને ના દેખાયા એટલે તરત ડૉક્ટર ત્રિવેદીને શોધતી તેની કેબિન પાસે પહોંચી હતી.
“તું ચિંતા ના કર મહેતા,હું એ છોકરાને એટલો ડરાવીશ કે એને એની મમ્મીનું મૌત સામે ઊભેલું જ દેખાશે,તું બસ એ લિસ્ટ મને મોકલાવી આપ”ત્રિવેદીની વાતો સાંભળી ઇશાને એકના બે કરતાં વાર નોહતી લાગી.ત્રિવેદી રાઉન્ડ ઉપર ગયો એટલે ઇશાએ પોતાનાં મોબાઈલમાં રેકોર્ડિંગ શરૂ મોબાઈલ ત્રિવેદીના ટેબલ નીચે છુપાવી દીધો.એમાં ત્રિવેદી અને વિહાનની બધી જ વાતો રેકોર્ડ થઈ હતી.
      એ રેકોર્ડીંગમાં ‘મહેતા અને ત્રિવેદી ડિલ કરવા હોટેલ ગેલોર્ડના રૂમ નંબર-17માં મળવાના છે’એવું ઇશાને જાણવા મળ્યું.ઇશાએ તરત જ પોતાનાં એક ફ્રેન્ડને કૉલ કર્યો જે હોટેલ ગેલોર્ડ નજીક રહેતો હતો.તેની મદદથી મહેતાં ત્રિવેદી સાથે કોઈ ચર્ચા કરે એ પહેલાં રૂમમાં છુપી જગ્યાએ કેમેરો લગાવી દીધો.જેમાં મહેતાં અને ત્રિવેદી વચ્ચે થયેલી બધી વાતો રેકોર્ડ થઈ ગઇ.
      ઇશા ઘણા દિવસથી કૌશિકના કોન્ટેકમાં હતી.ઈશા આજે એ વિડીયો કૌશિકને આપવાની હતી.ભૂલથી એ વીડિયો મિસ ન થઈ જાય અને સેફટી માટે ઇશાએ એ વીડિયોની એક કૉપી તેના લેપટોપમાં અને એક કૉપી બીજી પેન્ડ્રાઈવમાં કરી લીધી હતી.
‘કૌશિકને વીડિયો આપી,આકૃતિ અને વિહાનને સરપ્રાઈઝ આપીશ’ એમ વિચારી ઈશા ઘરેથી નીકળી.ઇશાએ ખુશીને આકૃતિ માટે ગિફ્ટ લઈ લેવા કહ્યું જેથી એ અને ખુશી સમયસર આકૃતિ પાસે પહોંચી શકે.
‘પોતાનું નામ આ કેસમાં ક્યાંય નહિ આવે’ એ શરતે ઇશાએ કૌશિકને વિશ્વાસમાં લીધો.કૌશિકે પણ હામી ભરી ઈશા પાસેથી એ વીડિયો લઈ લીધો.
    કૌશિકને મળી ઈશા ખુશી પાસે પહોંચી.ખુશી આકૃતિનું એક્ટિવા લઈ ઇશાની રાહ જોઇને જ ઉભી હતી,ખુશી પાસે આકૃતિના બર્થડેની કેક અને બે ગિફ્ટ હતા.વિહાન ક્યાં જાય છે એ વાત વિહાને ખુશીને કહેલી એટલે ખુશી ઇશાને લઈ સીધી ત્યાં જ પહોંચી.આમ પણ ખુશીએ બીજા એક વ્યક્તિને પણ આકૃતિ ક્યાં ગઈ છે એ જણાવ્યું હતું.
    રસ્તાની સાઈડમાં એક્ટિવા પાર્ક કરી કેક અને ગિફ્ટ લઈ બંને એ જગ્યા તરફ આગળ વધી.બંને થોડી આગળ ચાલી એટલે તેણે વિહાન એક પથ્થર બેઠેલો નજરે ચડ્યો.વિહાનના હાથમાં સળગતી સિગરેટ હતી અને વારંવાર ક્રશ ખેંચી ઉધરસ ખાતો હતો.
(ક્રમશઃ)
     વિહાન આકૃતિને છોડીને કેમ અહીં સિગરેટ પી રહ્યો હતો?ઇશાએ કૌશિકને વીડિયો આપી દીધો છે તો શું મહેતાંને જેલ થશે કે પોતાના જોરે એ બચી જશે?
     વિહાનને હગ કરી આકૃતિએ વિક્રમનું નામ કેમ લીધું?શું આકૃતિ અને વિક્રમ વચ્ચે ભૂતકાળમાં કોઈ સંબંધ રહ્યા હશે?આકૃતિએ વિક્રમ વિશે વાત કરી હશે એટલે તો જ વિહાન ગુસ્સે થઈ સિગરેટ નહિ પીતો હોયને?
      અમને નહિ ખબર કંઈ,હવે એ તો વિકૃતિના આગળના ભાગમાં જ ખબર પડે કે ચક્કર શું હતું?તો વાંચતા રહો.વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)
રેટ કરો અને રિવ્યુ આપો

yogesh dubal

yogesh dubal 6 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 1 વર્ષ પહેલા

Fallu Thakor

Fallu Thakor 1 વર્ષ પહેલા

Usha

Usha 2 વર્ષ પહેલા

Jainish Dudhat JD

Jainish Dudhat JD માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

શેયર કરો