કવિની કલ્પના-૬ BINAL PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કવિની કલ્પના-૬

કવિની કલ્પના-૬

'ઝાકમઝોળ ઝગારા મારતી આ જિંદગી,
વીજળીના ઝબકાર સમું જીવન,
મોંસૂંઝણાં સમી આસ,
જિંદગીમાં ઉજાસ,જીવવાની જિંદાદિલી,
અસ્ત થતા સૂરજ સમી નિરાશ,
સપનાની પરી મીઠી નિંદરમાં ગરી,
કળિયુગનું કામણ, તકનિકોનું તોરણ,
ધબકતું હ્દય ને દીવા પેઠે હાલત જીવમાં
આ,
સંબંધોની સૂરીલી સોય ને 'વિશ્વાસ'નો વજનદાર દોર,
ક્યાં જડે? ક્યાં જડે? ક્યાં જડે?'

**************************************************


મને રોજ આવે છે ને એ 'સપના',
આવીની મને જગાડે છે ને એ 'સપના',
જગ્યા પછી સૂવા નથી દેતા ને એ 'સપના',
સૂવા જાઉં ત્યારે ફરી ને ફરી આવે છે ને એ 'સપના',
જેને જોવામાં હું રોજ ખોવાઈ જાઉં છું ને એ 'સપના',
મને રોજ આવે છે ને એ 'સપના'
મારા કાલ્પનિક વિચારોમાં બિરાજમાન થાય ને એ 'સપના',
કાપનાશક્તિની એ દરેક દીવાર તોડી દે ને એ 'સપના',
મને મારા સપનાના ના રાજકુમાર સાથે ભેટો કરાવી દે ને એ 'સપના',
મને હસાવી દે, ક્યારેક રડાવી પણ દે, ક્યારેક એકદમ ખુશ કરી દે ને ક્યારેક એકદમ માયુસ કરી દે ને એ 'સપના',
મને રોજ આવે છે ને એ 'સપના'
જેને પુરા કરવા માટે હું હાર-હંમેશ દોડ્યા કરું ને એ 'સપના',
દોડતા-દોડતા હું થાકી જાઉં ને પછી સુઈ જાઉં ત્યારે ફરી મને જગાડે ને એ 'સપના',
જે આમ દિલની નજીક અને પોતીકા લાગે ને એ 'સપના' અને છેલ્લે,,,,,,,,,,,
જે પુરા થયા પછી પણ અધૂરા રહે ને એ 'સપના',
મને રોજ આવે છે ને એ 'સપના'..........

**************************************************

"મઝા છે એક અલગ જ દુનિયામાં રેહવાની,
ક્યારેક પોતાની સાથે જ વાર્તાલાપ કરવાની,
પોતાની જાતને જ સમજવાની,
પોતાના જ સવાલોના જવાબ પોતે જ આપીને એકલામાં જ હસી લેવાની,
મનને અમથું જ માનવી લેવાની, દિલને થોડું ફોસલાવી લેવાની,
પોતાની જ જૂની સારો-નરસી યાદોમાં એકલા જ પ્રયાણ કરી જવાની,
યાદો સારી-નરસી નથી બસ યાદો તો બસ યાદો છે, જેને વણસી ના શકાય,
પોતાના જુના દિવસોની, સફળતાની,નિષ્ફળતાની, નવી શરૂઆતની,
પોતાની નવી ઓળખની, પોતાના પર જ થોડું હસી લેવાની,
પોતાના જ ચર્ચેલા લેખ, કવિતાઓને, વાર્તાઓને થોડું વધારે ઊંડાણથી સમજી લેવાની,
પોતાની જ જાતને થોડો ઠપકો આપવાની, પોતાની જ જાતને અંદરખાને શાબાશી આપવાની,
બસ એ અંતરમન સાથેના મેળાપની........

**************************************************

બાળપણની એ બોધકથાઓ વાંચીને તો મોટો થયો,
વાર્તાનો સાચો બોધ તો આજે સમજાણો,
સપનામાં સોનપરી તો પહેલીથી આવતી'તી,
આજે એ સોનપરીએ નીંદર ઉડાડી ત્યારે સમજાણું,
વાતો કરતા-કરતા સમય તો વીતી ગયો,
સમયની એ શાણપણ મને આજે સમજાણી,
બોલ્યા વિના તો હું રહી શકતી'તી પરંતુ,
મારી ચુપકીદી એને ખલતી'તી એ આજે સમજાણું..

**************************

નિષ્ફળતાની નિસરણી પર નેણ ટેકવી હું જોયા કરું,
આ સફળતાનો સિતારો આટલો દૂર કેમ લાગે છે??
દૂર સિતારો નથી દોસ્ત,
કદાચ મહેનતની માંજરી નજર થોડી ઝાંખી પડે છે!

***************************

એકાંતમાં મને ક્યારેક એકલી રહેવા દે,
મારી કલમમાં મને જીવંત રહેવા દે,
ખૂબ ગમે એ યાદોને વાગોળવું,
જેમાં મારા અને તારી વાતોના આવરણ હોય,
બસ ક્યારેક એ જ યાદોમાં મને મશગુલ રહેવા દે,
યાદોને મનના પિંજરામાં પાળી લેવા દે,
જિંદગી જીવવી છે મને તારી સંગ,
સરકી જતા સમયને જરા રોકી લેવા દે,
જીવનભરના સાથની આ વાત છે દોસ્ત,
એમાં વિશ્વાસની ડોર મને ખેંચી લેવા દે,
શબ્દોની રમત ક્યાં સુધી રમીશું સાહેબ,
મૌનની ભાષા મને સમજી જવા દે,
અસ્તિત્વની ઓળખાણ તો દુનિયા માટે છે!
આજે મને તારા અંતરમાં સમાઈ જવા દે..

*********************************

આખું વિશ્વ્ ભમવું છે ને ભોમિયા બનવું છે,
દીપકની જેમ પ્રકાશવું છે ને કુળદિપક બનવું છે,
ચાંદ સંગ પ્રીત કરી ચાંદની બની ચમકવું છે,
પુષ્પની કોમળ પાંખડી બની સુવાસ બની પ્રસરવું છે,
મોરપંખ લઇ મને દૂર આકાશમાં વિહરવું છે,
જલપ્રપાત થઇ જીવનભર વહેવું છે,
મારા શબ્દોની શ્રેણી બનાવી, માનનાં અવાજ સંગ,
કલમની તીક્ષણ ધાર સહ,
જિંદગીની દરેક જંગથી પાર ઉતરવું છે.

***********************************
શબ્દોની સેર આજે છૂટી પડે છે,
વિચારોના વેલા વીંટળાતા નથી,
કલમને કાટ તો નથી આવી ગયો ને??
કાગળ આજે કરચલી બની ગયું છે!
શું કરું એ ક્યાં સમજાવે છે આ સમય!
બસ ધીમે-ધીમે ઠપકારે છે આ સમય..

***********************************
લાગણીઓને શબ્દોની સરગમ ના મળે તો!
મનના ખૂણામાં ખુંપેલા એ અઢળક સવાલો,
સવાલોને સમજણની સાચી રાહ ના મળે તો!
આશા-અપેક્ષાની એ હારમાળાઓ,
સપનાની એ સીડીને સમયનો સાથ ના મળે તો!
નકારત્મક નિશાનીઓની નોંધણી,
એને હકારાત્મક હોડીના હલેસા ના મળે તો!

***********************************

કવિ,લેખક,સંગીતકાર કે નૃત્યકાર,
સહુ કોઈ જીવે કલાને આધાર,
અપમાનના ઘૂંટ તો પીવાય જાય દોસ્ત,
કળાની કદર ના થાય ત્યારે કાળજું ઘવાય!

-બિનલ પટેલ