કવિની કલ્પના BINAL PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કવિની કલ્પના

કાવ્યસંગ્રહ

અનુક્રમણિકા

૧) પ્રેમ ની વાત દિલ થી કે દિમાગ થી?

૨) સમય રોકાઈ જા ને!

૩) એકવાર, બસ એકવાર!

૪) ક્યાં સુધી લઇને ફરું?

૫) જરૂરી છે ભણતર એનું પ્રેમે કરો ચણતર

૬) કઈ રીતે?

૭) આવું તે કાંઈ હોય??" & "આવું પણ કંઈક હોય ને?

૮) વિચારી લેજો..

૯) ને મનમાંને મનમાં હું હસી ગઈ.

૧૦) જીવન માં સંગીતની રેલમછેલ

૧) "પ્રેમ ની વાત દિલ થી કે દિમાગ થી?

વાત છે આ દરેક પ્રેમીઓના દિલ ની,

પ્રેમીઓ માટે પ્રેમ ને દુનિયા માટે વહેમ,

પ્રેમ કરતા થઇ જાય ને પછી લોકો રોતાં થઇ જાય,

પ્રેમ થાય આંખોથી એ દિલ માં ઉતરી જાય,

પ્રેમ કરે દિલ ને પાગલ થાય દિમાગ,

ઊંઘ ઉડે રાતની ને દુખે દિમાગ દિવસે,

તારા વગર હું શું ને મારા વગર તું, કહેતા તું-તારી થઇ જાય,

ધીમે-ધીમે વીતે દિવસો, પ્રેમ માં વીતે વસંત,

આવે વાત લગ્નની પર ને TENSION અપાર

વાત ચાલે ઘરમાં ને Case જાય court માં,

પપ્પા બને JUDGE ને થાય કચકચ,

નાત-જાતના Problem ને ભાત-ભાતના Claim ,

પ્રેમીઓ માટે નાત શું ને જાત શું?

દિલ કહે પ્રેમ સાચો ને દિમાગ કહે દુનિયા,

Judge થાય Confuse પછી બાજી મારે કોણ?

Question છે મોટો ને Answer કોની પાસ?

આપો ને કોઈ રસ્તો કે દિલની થઇ જાય જીત,

બાજી જીતે પ્રેમીઓ ને હારે નહિ Judge .

સંબંધ બંધાય દિલથી ને હારે નહિ દિમાગ,

"Judge " કરે સમાધાન તો કરે કન્યાદાન.

૨) "સમય રોકાઈ જા ને!"

"કહેવું છે ઘણું પણ શબ્દો ખૂટી ગયા,

પ્રીત છે દિલ ની ને હાથ છૂટી ગયા.

પ્યાસ છે પાણીની ને ઘડા તૂટી ગયા,

ખોબો ભરી પી લઉં પણ એ હાથ છૂટી ગયા.

ખાવો છે રોટલો પ્રેમ નો પણ દિન ખૂટી ગયા,

નીંદર ની માજા લઇ લઉં પણ એ ખોળા છૂટી ગયા.

થોડી વાર રોકાઈ જા "સમય" મારા "વ્હાલા" છૂટી ગયા."

૩) "એકવાર, બસ એકવાર!"

"એકવાર મનની વાત કહી તો જોવો!

કહી નથી શકતા તો લખી તો જોવો!

એકવાર મારી વાત સમજી તો જોવો!

સમજી નથી શકતા તો સાંભળી તો જોવો!

એકવાર લાગણીઓ માં ભીંજાઈ તો જોવો!

ભીંજાઈ નથી શકતા તો પલળી તો જોવો!

એકવાર કવિતા ગાઈ તો જોવો!

ગાઈ નથી શકતા તો વાંચી તો જોવો!"

૪) "ક્યાં સુધી લઇને ફરું????"

"દિલ માં દર્દ ને આંખોમાં હર્ષ,

ક્યાં સુધી લઇ ને ફરું?

મનમાં મૂંઝવણ ને જીવનની સમજણ

ક્યાં સુધી લઇ ને ફરું?

પૂછો મને કયારેક ને બેસો મારી પાસે

મનની આ વ્યથા કોને જઈ કહું?"

૫) "જરૂરી છે ભણતર એનું પ્રેમે કરો ચણતર"

"ભણતરની ભીતિ"

" Dady કહે "Doctor " ને MOM કહે "Engineer ",

જન્મ પહેલા બની જઈએ "ડૉક્ટર ને Engineer ",

સપના જોવે અત્યારથી, પૂછે નહિ પ્યારથી,

થઇ જાય "Emotional ", આપે નહિ "Inspiration ",

બાળક 10th માં, "Parents " "Tension " માં,

વડલા જેવું "Tree ", સલાહ મળે "Free "

"System " તો, વાહ!

"Money " હોય તો મળે "Honey ",

નહિ તો બની જઈએ "Funny ",

હાજર "Stream ", લાગે બધું "Ice -Cream "

ભણતર લાગે "Bore ", આવે નહિ "Score ",

દિલ થી "Artist ", "Degree " થી "Doctor ",

આંખોમાં "Tear "ને દિલ માં "Fear ",

" સમજીને કરીએ જતન તો ના થાય પતન"

૬) "કઈ રીતે??"

"તારી ને મારી વાત અનોખી,

કલમ થી લખું કઈ રીતે?

દોસ્તી તો દિલના ઊંડાણમાં,

પણ આપણી દોસ્તી ને ચીતરું કઈ રીતે?

સબંધો છે અંતરના

પણ અંતર ને કાગળ પર પાથરું કઈ રીતે?

શબ્દો તો જાય ભૂંસાઈ,

પણ ભૂંસાઈ જાય તેને પાછા લાવું કઈ રીતે?

સામે હોય તો માનવી લઉં

પણ દૂર રહીને સતાવે એને મનાવું કઈ રીતે?"

૭) "ભાષા મારી ગુજરાતી એને કેમ કરી ભૂલું?

શીખ્યું બધું ગુજરાતી માં હવે આવ્યું અંગ્રેજી, કેમ કરી ભૂલું?"

"આવું તે કાંઈ હોય??" & "આવું પણ કંઈક હોય ને?"

"આવું તે કાંઈ હોય??"

"જન્મ ગુજરાત માં ને ભણે અંગ્રેજી માં,

બોલે ગુજરાતી ને લખે અંગ્રેજી?

"આવું તે કાંઈ હોય?"

"આવડે ગુજરાતી તો ના બને લાખેશરી

આવડે અંગ્રેજી તો કહેવાય ભણેશરી?

"આવું તે કાંઈ હોય?"

"જમવાનું ગુજરાતી ને "Menu " અંગ્રેજી,

ચૂકવાય "રોકડા" ને કહેવાય એને "Bill "?

"આવું તે કાંઈ હોય?"

"કરે પ્રેમ ને બોલે "I LOVE YOU "

લખે પ્રેમપત્ર ને કહેવાય "MESSAGE "?

"આવું તે કાંઈ હોય?"

"આવું પણ કંઈક હોય ને?"

"ભાષા બધી "સારી" ને લઇ જાય "તારી"

ભાષા મારી "ગુજરાતી" ને પ્રેમ લાવે તાણી

"આવું પણ કંઈક હોય ને?"

"ગુજરાતી બધે આગળ ને લાગે "Line " પાછળ,

કરે કામ ગજબ ને કમાય એ અબજ."

"આવું પણ કંઈક હોય ને?"

"આવો ભાનમાં ને સમજો શાનમાં,

હશે મન કામમાં તો સફળતા તમારા હાથમાં."

"આવું પણ કંઈક હોય ને?"

"HEY -BYE " બોલાય પણ પ્રેમ તો "કેમ છો" માં,

"FEELING " અંગ્રેજી પણ પ્રેમ તો "લાગણીઓ"માં જ.

"આવું પણ કંઈક હોય ને?"

૮) "વિચારી લેજો...."

"સમય સારો છે કે ખરાબ એ નક્કી કરી લેજો,

શું શીખ્યા સમય પાસે થી એ જરા જાણી લેજો.

બાળપણ ગયું, જુવાની આવશે, સાંભળી લેજો,

શું કર્યું જુવાનીમાં એનો હિસાબ લગાવી લેજો.

ઉંમર થશે સગપણની દિલને સમજાવી લેજો,

શું કરશે દિલ એનું જરા માની લેજો.

સમય આવશે છોડવું પડશે એ સમજી લેજો,

શું છોડ્યું ને શું રહ્યું એ જરા જોઈ લેજો.

લગ્ન થાય દીકરી ના ત્યારે માં-બાપને સાંભળી લેજો,

વહુઆરુ થઇને આવે એને દીકરી બનાવી લેજો,

શું છોડ્યું વહુએ એ જરા વિચારી લેજો.

દીકરી બની ઘર સજાવે એને સમજાવી જોજો,

ભૂલ થાય કાંઈ તો એકવાર જરા માફ કરી જોજો.

દીકરો થાય વહુની તો પ્રેમથી સ્વીકારી લેજો,

અને વહુ થાય દીકરી તો પુણ્ય છે તમારા, સમજી લેજો.

વહુ કરે નોકરી તો ઘર તમે સાંભળી લેજો,

શાંતિ રહે ઘરમાં, સુખી રહે ઘરના, એ જરા જોઈ લેજો.

સપનાઓ જોવાશે મનની આંખોથી એને હકીકત બનાવી લેજો,

હકીકતમાં થઇ જાય તબદીલ તો એને અપનાવી લેજો"

૯) "ને મનમાંને મનમાં હું હસી ગઈ......"

"પ્રેમ શું છે ખબર નથી પણ

કોઈક વાર પ્રેમનું સપનું જોઈ લઉં છું."

"આંખોના અફીણનો જામ દિલના દરિયામાં સમાઈ ગયો,

જોયું નજર ઉઠાવી એને,

"ને મનમાંને મનમાં હું હસી ગઈ......"

"આંખથી પ્રેમ દિલમાં ઉતરી ગયો,

પ્રેમથી કાંઈક પૂછ્યું,

"ને મનમાંને મનમાં હું હસી ગઈ......"

"શબ્દોનો સ્પર્શ એવો તે વાગ્યો,

વાગ્યા પર એને મલમ લગાડ્યું,

"ને મનમાંને મનમાં હું હસી ગઈ......"

"હું કાન્હો દિલવાળો ને તું રાધા રૂપાળી,

એના શબ્દોના તીરે હું ઘાયલ થઇ,

"ને મનમાંને મનમાં હું હસી ગઈ......"

"આગળ કાંઈ વાત ચાલે એ પહેલા "ALARM " એ મને જગાડી,

અરે!!! સપનું હતું સોનેરી મારુ, વિચારી વિચારી,

"ને મનમાંને મનમાં હું હસી ગઈ......"

૧૦) "જીવન માં સંગીતની રેલમછેલ"

"સંગીત ના સુરીલા સૂરો, મીઠો તાલ,

શબ્દોની ગોઠવણ, લાગણીઓની લહેર.

"SONG " નું "SELECTION ",

"MOOD " સાથેનું "MATCHING ".

એકલા હોઈએ તો મનમાં હસીયે,

સાથ હોય કોઈનો તો પ્રેમમાં રમીએ.

યોગદાન મોટું સંગીતનું જીવનમાં,

એકલતામાં લાગે એ સાથી, આપે સાથ હંમેશ.

સાથ હોય કોઈનો તો લાગે ચાર-ચાંદ,

એકલા હોઈએ તો આવે કોઈની યાદ.

બોલો, થયું છે આવું કોઈ વાર?

અનુભવ્યું ના હોય તો કરજો "TRY " એકવાર."

શબ્દોને કવિતાના લહેકામાં ઢાળવાની કોશિશ પ્રથમ વાર કરી છે આશા છે આપ સહુનો સાથ-સહકાર મળશે અને અભિપ્રાય.. જરૂર થી લખી મોકલો મને આપના વિચારો.. આભાર..

-બિનલ પટેલ.

૮૭૫૮૫૩૬૨૪૨

BINALPATEL200@YAHOO.IN