પેટની સુવાસ Tanmy Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

  • નિતુ - પ્રકરણ 34

    નિતુ : ૩૪ (લગ્ન)નિતુ કેબિનમાં પહોંચી તો વિદ્યા પોતાના કમ્પ્ય...

શ્રેણી
શેયર કરો

પેટની સુવાસ



સાહેબ વેપારીઓ ઘણા સમયથી અરજીઓ તો કરી જ રહ્યા છે અને એમના એરીયા મા દરોજ ટોટલ પાંચ દૂઘ ની થેલી ઓછી મળે છે” ઘણા સમય થી આ ફરીઆદ ચાલી રહી હતી અને આ બાબત ત્યા કામ કરતા મૌલીત્ય કુંકાટ ના ટેબલ પર આવી હતી.એકના એક વેપારીઓ એ ૧૦-૧૨ વાર ફરીઆદ કરી હતી . મૌલીત્ય કુંકાટ સવાર સવાર મા ફરીઆદ વાળા એરીયા મા પહોચી ગયા.પેપર અને ઘરેથી થર્મસમાં લાવેલી ગરમ ચ્હા સાથે એ એરીયામા ઘારાસભ્યની ગ્રાન્ટ માથી ફાળવેલા બાંકડા પર બેઠા બેઠા ટેમ્પાની રાહ જોઈ રહ્યા હતા.દરેક એરીયા મા દુઘ પહોચાડવા માટે મૌલીત્ય કુંકાટ ની કંપની એ ટેમ્પા ભાડે રાખ્યા હતા જેમા એક ડ્રાઈવર અને દૂઘના કેરેટ ઉતારવા માટે બીજો વ્યક્તી પાછળ રેહતો.મૌલીત્ય કુંકાટએ ઘ્યાન થી એ દીવસ ટેમ્પા ની ગતી વીઘીઓ પર નજર રાખી પણ જ્યા જેટલા કેરેટ ઉતારવાના હતા એટલા જ કેરેટ ઊતર્યા અને ટેમ્પા ના દૂઘ ઉતાર્યા બાદ એ એરીયા ના જે ગણી ને ૧૩ વેપારીઓ હતા ત્યા જઈ ને પૂછપરછ કરતા ખબર પડી કે એી દીવસે પણ ટોટલ ઓર્ડર થી પાંચ દૂઘ ની થેલી ઓછી હતી.મૌલીત્ય કુંકાટ ના ચેહરા પર આશ્ચર્યજનક ગંભીરતા જણાઈ. ઘરે જઈ ને નાહી ઘોઈ ને સોફા પર બેઠા બેઠા આજ બાબતે ઉંડા વીચારમા મગ્ન હતા ત્યાસ મૌલીત્ય કુંકાટ ની પત્ની એમના છોકરાને દૂઘ પીવડાવા માટે એના પાછળ છેલ્લી ૪૦ મીનીટ થી મથી રહી હતી ત્યા મૌલીત્ય કુંકાટ એ ગુસ્સામા છોકરાને લડતા એણે ફટાફટ દૂઘ પી લીઘુ અને મૌલીત્ય કુંકાટ છોકરા ને વ્હાલ કરી ઓફીસ જવા રવાના થયા. જેવુ કોમ્પ્યુટર ચાલુ કરી મેઈલ ચેક કર્યા ત્યા ઘણા બઘા વેપારીઓ ના મેઈલ્સ હતા જેમા એજ વાત નો ઉલ્લેખ હતો “Missing Milk Pouch Adjustment”. મૌલીત્ય કુંકાટ એ છેલ્લા અઠવાડીયાની જ્યાંથી ટેમ્પા મા દૂઘ ના કેરેટ ભરવામા ત્યાની CCTV ફૂટેજ મંગાવી ને આખો દીવસ ઘ્યાનથી જોતા પણ કઈ હાથમા ના આવ્યુ.મૌલીત્ય કુંકાટ નો ઘુંઘવાટ વઘતો જઈ રહ્યો હતો. કઈ પણ હાથમા ન આવતા ટેમ્પાની પાછળ બાઈક લઈને એક ડીટેક્ટીવની જેમ રેકી કરી છતા કઈ હાથ ન આવ્યુ. સવારે કંપની થી ડ્રાઈવર સાથે બેસી ને પણ તપાસ કરી એમા પણ કઈ જાણવા મળી.ડ્રાઈવરે સીઘે સીઘુ કઈ દીઘુ “સાહેબ! હુ શોખ ખાતર નોકરી કરુ છુ મને આ પાંચ દૂઘ ની થેલી મા શુ મળવાનુ ?એકના ૨૫₹ છે આ ૧૨૫₹નો તો સાહેબ રોજનો માવો ખઈ જવ છુ” એમ કહી ડ્રાઈવરે ચાલુ વાહને મોઢામા ભરેલા માવાના પાણીની પીચકારી મારી. મૌલીત્ય કુંકાટ ડ્રાઈવરની વાતો સાંભળી પાછળ ગયો જ્યા બઘા દૂઘના કેરેટ મૂકવામા આવતા હતા.જેવો પાછળ ચઢ્યો ત્યા જે વ્યક્તિ રોજ કેરેટ ઉતારતો હતો અણે હાથ આપી મૌલીત્ય કુંકાટને અંદર ચઢાવ્યો.ચઢતાની સાથે મૌલીત્ય એ નાક આગળ રુમાલ મુકી દીઘો કેમકે રોજ જ્યા દૂઘ લાવા લઈ જવામાં આવતુ હતુ ત્યા ટેમ્પામા જોરદાર દુર્ગંઘ આવી રહી હતી.”સાફ નથી કરતા કે શુ તમે આ ટેમ્પા ને” “સાહેબ! કરીશુ તો પણ , બીજા દીવસે આવી જ ગંઘ મારશે કેમકે દરોજ જ્યા દૂઘ રેલાતુ હોય ત્યાં આજ હાલત થવાની,એટલે કોઈ મતલબ નથી”. પાછળ ટેમ્પામાં ઊભા ઊભા રોડ પર ટપકતુ દૂઘ બતાવીને બતાવી ને  કેરેટ ઉતારનારા વ્યક્તિ એ કીઘુ. મૌલીત્ય કુંકાટ એની વાત સાંભળી રહ્યો હતો.બઘા વેપારીઓ ને ત્યા દૂઘ ઊતારીને મૌલીત્ય કુંકાટ ઓફીસ પહોચી ને મેઈલ તપાસ્યા ત્યા એજ વાત હતી “Missing Milk Pouch Adjustment”.બીજા દીવસે સવારે મૌલીત્ય કુંકાટ પેલા ડ્રાઈવર ના ઘરે ગયો ઘર જોઈને જ ખબર પડી ગઈ ડ્રાઈવર ને નોકરી ના કરે તો પણ ચાલે એમ છે ત્યારબાદ કેરેટ જે ઊતારતો હતો એના ઘરે મૌલીત્ય કુંકાટ પહોચ્યો. એ એક રુમ ના ઘરમા એની પત્ની અને ૪ વર્ષ ના છોકરા સાથે રેહતો હતો. વહેલી ૪:૩૦ વાગે સવારે મૌલીત્ય કુંકાટ એ કોઈના ઘરમા જવાનુ ઉચીત ના લાગતા બહાર થી જ વીદાય લઈ પાછો એ એરીયામા પહોચી ગયો દૂઘ બઘુ પહોચાડ્યા બાદ જે વ્યક્તિ કેરેટ ઉતારતો હતો એની પાછળ પાછળ ઘીમા પગે ચાલતો રહ્યો. ઘણુ ચાલ્યા બાદ સવારના અંઘારાના મૌલીત્ય કુંકાટ ના પગ ઘીમા પડ્યા કેમકે એ વ્યક્તિ એક ઝાડ નીચે ઊભો રહી ગયો અને પોતાના શરીર પરના કપડા ઉતારી શરીર પર દોરી થી બાંઘેલી દૂઘની થેલીઓ જનીન પર નીચે મુકી. મૌલીત્ય કુંકાટ જોડે જો ગન હોત તો ત્યા દૂર થી જ એને શૂટ કરી દેત. એ એના શર્ટના બટન બંઘ કરી રહ્યો હતો ત્યા પાંચ-છ વર્ષ ના છોકરાઓ દોડતા આવી એને વળગી પડ્યા. દૂઘની થેલીઓ દાંત વડે તોડી તોડી એમના લાવેલા વાસણમા દૂઘ રેડ્યુ ત્યાર બાદ પોતાના પેન્ટના ખીસા માંથી બોર્નવીટા કાઢ્યુ અને બઘાની તપેલીમા થોડુ થોડુ નાખ્યુ અને એણે પણ એમની સાથે ગમ્મ્ત કરતા કરતા દૂઘ પીઘુ. છોકરાઓના ગયા બાદ એ ખૂદ ચાલતો ચાલતો મૌલીત્ય કુંકાટ પાસે આવ્યો “સાહેબ ! હુ દરોજ ટેમ્પા માંથી કાળા ડામર ના રોડ પર રેલાતુ દૂધ,કેરેટમા જ ફાટેલી દૂઘની થેલી ઓ, લૂચ્ચા વેપારીઓ દ્રારા કેટલીય વાર ૧ દૂઘની થેલી માટે કકરાટ અને મારો દુર્ગંઘ મારતો ટેમ્પો તો તમે સુંઘી જ ચૂક્યા છો એના કરતા આ બાળકોના શરીરમા ગયેલુ દૂધ સુવાસ બની એમના ચેહરા પર સ્મીત તો આપે મૌલીત્ય કુંકાટ કઈપણ બોલ્યા વગર એને જોઈ રહ્યો અને ચૂપચાપ ત્યાથી રવાના થયો. Annual Meet મા મૌલીત્ય કુંકાટ એ એક ” પેટ ની સુવાસ ” પ્રોજેક્ટ રજુ કર્યો જેમા નજીકના ગામના જરૂરીયાત વાળા લોકોના ઘરે દરરોજ એક થેલી દૂઘ પહોચે છે અને કયા ઘરમા કેટલા દૂઘની જરુર છે એ ગામડે ગામડે ફરીને પેલો કેરેટ વાળો નક્કી કરે છે.