Featured Books
શ્રેણી
શેયર કરો

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૬

ઘરે ગયો એટલે તેન બોક્સને સોફાની નજીકમાં પડેલા કાચના ટેબરલ પર મૂક્યુ. થોડી જ વારમાં તેના બધા જ માણસો પણ ભેગા થઇ ગયા હતા. સ્વયમને બોક્સ ખોલ્યું તેમાંથી એક પેન ડ્રાઇવ નિકળી. સ્વયમને પેન ડ્રાઇવ ટીવીમાં લગાવવાના આદેશ કર્યો અને ટીવી ચાલુ કર્યુ. ટીવીના રીમોર્ટમાં કમાન્ડ આપતાની સાથે જ પેન ડ્રાઇવમાં રહેલો વીડિયો પ્લે થવા લાગ્યો. જેમાં રાકાભાઇની હત્યાની સોપારી લેનાર કેટલાક લોકો દેખાતા હતા. તેમની સાથે વાત કરનાર વ્યક્તિ મિત્તલ જ હોવાનું તેના અવાજ પરથી લાગ્યું. 
મિત્તલ તેમને હત્યા કેવી રીતે કરવી તેની માહિતી આપી રહી હતી. તેવામાં જ વીડિયોમાં રૂમનો દરવાજે ખૂલવાનો અવાજ આવ્યો. તેમાંથી એક વ્યક્તિ રૂમમાં આવી રહી હતી. તેને સફેદ રંગનો જ શર્ટ અને પેન્ટ પહેર્યા હતા. તેંનું મોઢું દેખાય તે પહેલા જ ફરી એક વખત સ્વયમના મોબાઇલની રિંગ વાગી, તેના પર કોઇ નંબર દેખાતો ન હતો તેથી માહિતી આપનારનો જ ફોન હતો. તેને કહ્યું કે, વીડિયોમાં દેખાય રહેલા વ્યક્તિઓ હાલ વડોદરામાં એક જગ્યાએ છુપાયેલા છે. જેની લોકેશન તારા ફોન પર મોકલી આપી છે. તેમની પાસેથી જ તને મિત્તલને માહિતી મળી જશે. પરંતુ વીડિયોમાં દેખાતો સફેદ કપડા વાળો વ્યક્તિ કોણ છે તેની માહિતી તને મિત્તલ જ આપી શકશે એટલે બને તેટલો જલ્દી વડોદરા પહોંચ અને તેમને પકડ.
એક તરફ ફોન કપાયો અને બીજી તરફ વીડિયો પણ પુરો થઇ ગયો. જેમાં પેલા સફેદ કપડા પહેરેલી વ્યક્તિ કોણ હતી તેની પણ ખબર ન પડી પણ મોબાઇલ પર આવેલી લોકેશન સ્વયયમે જોઇ અને માણસોને તૈયાર થવા માટે આદેશ કર્યો. સ્વયમને કોઇને ફોન કર્યો અને કહ્યું કે, એક લોકેશન અને કેટલાક ફોટ મોકલાવું છું નજર રાખજો હું વડોદરા આવું છું. તેને સામે છેડે ફોન પર વાત કરી રહેલી વ્યક્તિને સ્થળનું લોકેશન અને ત્યાં રોકાયેલા વ્યક્તિના ફોટો મોકલાવ્યા અને માણસો સાથે વડોદરા જવા રવાના થયો. અમદાવાદથી હજી સ્વયમ એક્સપ્રેસ હાઇવે પર આવ્યો જ હતોને તેના મોબાઇલ પર વડોદરાથી માણસનો ફોન આવ્યો કે પેલા માણસોની લોકેશન ટ્રેસ થઇ ગઇ છે. તેઓ અમારી નજરની સામે જ છે. તેમની સાથે એક છોકરી પણ છે. તે કોણ છે તેની ખબર નથી. એટલે સ્વયમને મિત્તલનો ફોટો મોકલાવ્યો. વડોદારાના વ્યક્તિએ સાથે મિત્તલ હોવાની પુષ્ટી કરી એટલે સ્વયમની ઉત્તેજનતા વધવા લાગી હતી.
વડોદરાથી સાવલી તરફ મંજુસર જીઆઇડીસીની એક બંધ ફેકટરીમાં સોપારી લેનાર અને મિત્તલ છુપાયેલા હતા. ત્યાં તેઓ સ્વયમની આવવાની વાતથી અજાણ હોય જલસા કરી રહ્યા હતા અને સ્વયમના માણસો બહારથી તેમના પર નજર રાખી રહ્યા હતા. અંદાજે એક કલાકમાં જ સ્વયમ તેના માણસો સાથે મંજુસરની બંધ ફેકટરીમાં આવી ચઢયો હતો. સ્વયમ અને તેના માણસોએ બંધ ફેક્ટરીને ચારે તરફથી ઘેરી લીધી હતી. સ્વયમ આગળના ભાગથી અંદર જતો હતો. જ્યારે તેની સાથેના કેટલાક માણસો પાછળના ભાગેથી અંદર જવા લાગ્યા હતા. અંદર જવાના પાછળના રસ્તે માણસોને અંદર જવાનો નહીં પરતું તે દરવાજો માત્ર કવર કરવાનો આદેશ સ્વયમે આપ્યો હતો. જેથી માણસો દરવાજો કવર કરી ત્યાં જ ઉભા રહ્યા. સ્વયમે બિલ્લીપગે ફેક્ટરીમાં પ્રવેશ કર્યો. તેને જોયું કે, સોપારી લેનાર અને મિત્તલ બધા ત્યાં જ હતા અને જલસા કરી રહ્યા હતા. તેમના હથિયારો પણ તેમની સાથે ન હતા. થોડેક દૂર એક ટેબલ પર તેમના હથિયારો સ્વયમ જોઇ શકતો હતો.
સ્વયમે એક માણસને ઇશારો કરી હથિયારો તરફ જવાનો આદેશ કર્યો. ઇશારો સમજી ગયેલો માણસ લપાતો છૂપાતો ટેબલ તરફ ગયો અને કોઇને જાણ ન થાય તે રીતે હથિયારો પોતાના કબજામાં લઇ લીધા. આ જ ક્ષણની સ્વયમ રાહ જોઇ રહ્યો હોય તેમ સ્વયમ તરત જ તેમની સામે આવ્યો. સ્વયમને જોઇ મિત્તલ અને સોપારી લેનાર તમામ ચોંકી ઉઠયા હતા. તેમાથી એકે તો હથિયાર તરફ નજર કરી પણ હથિયાર ન દેખાતા તે સમજી ગયો. થોડીવારમાં ફેક્ટરીની પાછળના ભાગેથી પણ બધા માણસો અંદર આવી ગયા હતા. તેમાંથી જ એક માણસ મિત્તલની સાથેના સોપારી લેનારાઓને ઓળખી ગયો. તેને સ્વયમને માહિતી આપતા કહ્યું, ભાઇ આ પેલો ઝાડીયો રમેશ કાણીયો, તેની બાજુમાં છે તે ભીમો, રામજી ભૂરો અને ગણપત છે. 
હવે સ્વયમ બધાને ઓળખતો હતો. તેને સામે પડેલી એક ખુરશી પર પગ મુકતા મિત્તલને સવાલ કર્યો, તને તો રાકાભાઇ આટલો પ્રેમ કરતાં હતા પછી તે કેમ આવું કર્યુ ? તને રૂપિયાની પણ કોઇ કમી ન હતી તો પછી આવું કરવા પાછળનું કારણ શું છે ? મિત્તલ કઇ પણ જવાબ આપે તે પહેલા જ સ્વયમને સોપારી લેનાર રમેશ કાણીયાને સવાલ કર્યો તારે ભાઇ સાથે શું દુશ્મની હતી કે તે આ સોપારી લીધી ? સીધો જ ભાઇ પાસે આવી ગયો હતો તો તને ભાઇ હંમેશા માટે પાલવતે તને કોઇ દિવસ કોઇ વસ્તુની કમી આવવા ન દેતે. પણ હવે શું તમે કરેલી ભૂલ તમારે ભોગવવાની જ છે. પરંતુ તે પહેલા મારે એટલું જ જાણવું છે કે, તમારી પાસે આ કામ કરનાર વ્યક્તિ કોણ છે ? જો તમે મારા પ્રશ્નનો જવાબ આપો તો હું કદાચ તમને જીવતા પણ છોડી દઇશ.
રમેશ કાણીયા અને મિત્તલને પહેલા તો સ્વયમ પર વિશ્વાસ ન આવ્યો પણ તેમની પાસે સ્વયમ પર વિશ્વાસ કરવા સીવાય કોઇ રસ્તો ન હતો. જેથી કાણીયાના ઇશારા પર મિત્તલે વાત કરવાની શરૂઆત કરી. સ્વયમ રાકા મને પ્રેમ કરતો હતો, પરંતુ મને કોઇ જ વાતની સ્વતંત્રતા ન હતી. હું છૂટથી શ્વાસ પણ લઇ શકતી ન હટી. મને રૂપિયાની કમી ન હતી પરંતુ રાકાના રૂપિયાના ઢગાલા નીચે હું દબાઇ ગઇ હતી, મારો શ્વાસ રુંધાતો હતો. એટલે જે જ્યારે મને રાકાની હત્યાનો પ્લાન કરવાની ઓફર મળી હું તૈયાર થઇ ગઇ હતી. મને રાકા જેવા રાક્ષસના ચૂંગાલમાંથી છૂટકારો મળે અને હું મારા પ્રેમી રમેશ સાથે રહી શકું તે માટે જ મેં પ્લાન પણ ઘડી કાઢયો. મેં અને રમેશે સાથે મળી ભીમો, રામજી અને ગણપતને પણ સાથે લીધા. અમને જે રૂપિયા મળવાના હતા તેમાથી હું અને રમેશ અડધા અને બાકીના અડધા આ ત્રણને આપવાના હતા. જોકે, ખરેખર હત્યાની ઓફર કોણે આપી તે વિષે મિત્તલ કશું જ બોલી ન હતી. 
સ્વયમને પણ તે વ્યક્તિનું નામ સાંભળવામાં જ રસ હતો. એટલે તે પણ શાંતિથી મિત્તલની વાતો સાંભળી રહ્યો હતો. સ્વયમે જેકેટના ખીસ્સામાં હાથ નાંખી એક સિગરેટ કાઢી અને તેને લાઇટરથી સળગાવી ખુરશી પર બેસી કસ પર કસ ખેંચવા લાગ્યો હતો. બીજી તરફ એક તરફ કુવો અને બીજી તરફ ખાઇ જેવી સ્થિતીમાં મિત્તલ બધી જ ઘટના વર્ણવી રહી હતી. મિત્તલે આગળ કહેવાની શરૂઆત કરી, રાકા ઘરે આવે છે તેવો ફોન આવતા જ મેં રમેશનો ફોન કર્યો. જેથી રમેશ થોડી જ વારમાં તેના માણસોને લઇને પાછળથી બંગલામાં અંદર આવી ગયો હતો. અમારા પ્લાન પ્રમાણે હું રાકાને રૂમમાં લાવું એટલે પાછળથી રમેશ અને તેના માણસો તેને પકડી તેનું મોં દબાવી તેની હત્યા કરવાના હતા. પરંતુ તે દિવસે રાકા થિયેટર રૂમમાં જ બેસી રહ્યો અને દારૂ પી રહ્યો હતો. એટલે અમે બીજો પ્લાન બનાવ્યો તેની શરાબમાં બેભાન કરવાની દવા નાંખી તેને બેભાન કરી દીધો. તે બાદ રમેશે તેનું ગળું કાપ્યું અને મે તેનો **** કાપી નાખ્યો. હું તને એટલી નફરત કરતી હતી તીનો મેં બદલો લઇ લીધો હતો. હું રાકાને તડપતો જોઈ ખુશ થઈ રહી હતી. તેનો અવાજ બહાર ન જાય તે માટે થિયેટરના સ્પીકરનો અવાજ મોટો કરી નાખ્યો હતો.  હત્યા થયાની બીજી જ ક્ષણે હું, રમેશ અને બાકીના પાછળના દરવાજેથી ભાગી ગયા.