Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૧

ગોહીલવાડના એક નાનકડા ગામડાનો યુવાન સ્વયમ ૧૮ વર્ષનો થઇ ગયો હતો. તેના પિતા ગામમાં જ એક પટેલના ખેતરમાં મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સ્વયમના પરિવારમાં તેના દાદી, માતા, પિતા અને નાની બહેન હતા. પિતાની મજુરીમાંથી એટલું મળતું ન હતું કે, તેના પરિવારનું પેટ ભરાય. જેથી સ્વયમે શહેરમાં આવી કામ કરવાની ઇચ્છા તેના પિતા પાસે વ્યક્ત કરી. પિતાએ પણ તેને શહેરમાં જઇ કમાવવાની છુટ આપી અને ગામડામાં ઉછરી મોટા થયેલા સ્વયમે એક નાનકડી પેટીમાં પોતાના કપડા, માતાજીનો ફોટો અને થોડાક રૂપિયા લઇ શહેર તરફથી વાટ પકડી.

થોડાક કલાકો થયા એટલે શહેરના બસ ડેપો પર બસ આવી અને ટિકીટ ચેકરે સ્વયમ સહિત તમામ મુસાફરોને ઉતરી જવાનો આદેશ કર્યો. બધા મુસાફરોની સાથે સ્વયમ પણ ત્યાં ઉતરી ગયો. શહેરમાં ખાસ તેને ઓળખતું કોઇ ન હતું જેથી તેને ક્યાં જવું તેનો કોઇ ખ્યાલ ન હતો. પણ તેને મન એક જ વિચાર હતો કે મારે વહેલી તકે નોકરી શોધવી છે જેથી હું ઘરે કાંઇક મોકલી શકું અને મારા પરિવારનું ગુજરાન ચાલે. એક સપ્તાહ જેટલો સમય વિતી ગયો પણ તેને કોઇ નોકરી ન મળી. તેની પાસે હતાં તેટલા રૂપિયા પણ પતી ગયા હતા. તેને હવે શું કરવું તેની ચિંતા થવા લાગી હતી. એવામાં એક રાતે તે રસ્તાની બાજુમાં આવેલા ફુટપાથ પર બેસી વિચારોમાં ખોવાયેલો હતો. તેનાથી થોડા અંતરે કેટલાક યુવાનો મોટરબાઇક લઇને ઊભા હતા. જોકે, સ્વયમ તેમને ઓળખતો ન હોય તેને કોઇ ફરક પડતો ન હતો.

થોડી વારમાં જ એક કાળા રંગની કાર ત્યાં આવીને ઊભી રહી. નજીકમાં ઊભેલા યુવાનોની નજીકમાં જઇ ઊભી રહેલી કારનો કાચ અડધો ખુલ્યો અને એક વ્યક્તિએ યુવાનો પૈકીના એક સાથે કંઇક વાત કરી. થોડી વાતમાં દૂરથી એક સફેદ રંગની પુરપાટ આવતી કાર પર સ્વયમની નજર પડી. કારને જોઇને જ પેલા યુવાનો પણ આઘા પાછા થવા લાગ્યા અને જેવી પેલી કાર તેમની નજીક આવી એટલે યુવાનોએ કાર પર અંધાધુંધ ગોળીઓ વરસાવવાની શરૂઆત કરી. જેનાથી સ્વયમ પણ ગભરાઇ ગયો અને નજીકમાં પડેલા એક ટ્રકની પાછળ સંતાઇ ગયો. ગોળીઓનો વરસાદ કરી પેલા યુવાનો ત્યાંથી ભાગી ગયા. પછી થોડીવારે ત્યાં કોઇ ન હોવાની ખાતરી થતાં સ્વયમ ટ્રક પાછળથી બહાર નિકળ્યો અને તેને પેલી સફેદ રંગની કાર પાસે જઇ જોવાની હિંમત કરી. કારના આગળ ભાગે બેઠેલો વ્યક્તિ લોહી લુહાણ હાલતમાં હતો. તેનામાં કોઇ હલનચલન ન થતું હોય તે મૃત હોવાનું સ્વયમને લાગ્યું, પણ પાછળના ભાગે બેઠલા વ્યક્તિના સફેદ કપડા લોહીના કારણે લાલ થઇ ગયા હતા. પરંતુ તેનામાં હલનચલન દેખાતા તે જીવતો હોવાનું સ્વયમને લાગ્યું.

સ્વયમને આસપાસ જોયું પણ તેની મદદે આવે તેવું કોઇ ન હતું. હવે, શું કરવું તેના વિચારમાં સ્વયમ પણ ગભરાઇ રહ્યો હતો. એવામાં જ પેલા માણસે પોતાની પાસે પડેલો મોબાઇલ ફોન સ્વયમના હાથમાં આપ્યો. તેમાંથી કોઇ વ્યક્તિનો અવાજ આવતો હતો. જેની સાથે સ્વયમે વાત કરી અને સમગ્ર ઘટના કહી. થોડી વારમાં જ આઠથી દસ જેટલી ગાડીમાં કેટલાક માણસો ત્યાં આવી પહોંચ્યા અને ગોળીઓથી ઘવાયેલી પેલી વ્યક્તિને લઇ ત્યાંથી નિકળી ગયા. સ્વયમ પણ બધુ જોતો રહ્યો. આ વાતને દસ દિવસ જેટલો સમય થઇ ગયો હતો. સ્વયમ પણ કોઇકને કોઇ રીતે મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. પરંતુ તેને સારૂ કમાઇ શકે તેવી નોકરી હજી મળી ન હતી.

થોડા દિવસ પછીની વાત છે, ગોળીબારીની ઘટના બની હતી તે જ જગ્યાએ સ્યયમ એક રાતે સુઇ રહ્યો હતો. ત્યાં અચાનક એક કાર આવીને ઊભી રહી. સ્વયમને જ શોધતો હોય તેમ એક યુવાન તે કારમાંથી બહાર નિકળ્યો. વિરલ શાંતિ વાળી જગ્યાએ સુસવાટા બંધ આવીને ઊભી રહેલી કારના અવાજને કારણે સ્વયમ પણ જાગી ગયો હતો. તે પેલા યુવાનને ઓળખી ગયો. ગોળીબારીની ઘટનમાં ઘવાયેલા વ્યક્તિને લેવા આવેલી કાર પૈકીની એક કારમાં બેઠેલો તે યુવાનને સ્વયમે જોયો હતો. યુવાને સ્વયમને આવીને પુછયું કે, ગોળીબારી થઇ તે દિવસે ભાઇના ફોન પર વાત કરનાર તું જ હતો ને ? સ્વયમને ગભરાતા અવાજે જવાબ આપ્યો હાં હુંજ હતો. શું થયું ? પેલા ભાઇની તબીયત કેવી છે ? તેઓ જીવે તો છેને ? પેલા યુવાને સ્વયમને કારમાં બેસી જવા આદેશ કર્યો એટલે સ્વયમ પોતાની પેટી લઇ કારમાં બેસી ગયો. બીજા દિવસે સ્વયમને એક ભવ્ય હોટલ જેવા દેખાતા દવાખાનામાં લઇ જવામાં આવ્યો.

દવાખાનામાં એક લીફ્ટ હતી જેમાં સ્વયમને ૧૦માં માળે લઇ જવામાં આવ્યો. લીફ્ટ ખુલતાની સાથે જ ત્યાં બંદુકથી સજજ માણસો જઇ સ્વયમ ગભરાઇ ગયો. છતાં પણ પેલા યુવાનની પાછળ પાછળ સ્વયમ ચાલવા લાગ્યો. ગભરાતા દબાતા પગે યુવાનની પાછળ ચાલતા સ્વયમની આંખો આસપાસ ઉભેલા અને બેઠલા પેલા હટ્ટાકટ્ટા બંદુક વાળા લોકોને જોઇ રહી હતી. યુવાન સ્વયમને લઇને એક રૂમમાં પહોંચ્યો જ્યાં પેલો ગોળીઓથી ઘવાયેલો વ્યક્તિ પથારીમાં પડેલો સ્વયમને દેખાયો. તે વ્યક્તિએ સ્વયમને ઇશારાથી નજીક બોલાવ્યો એટલે સ્વયમ ગભરાતો ગભરાતો તેની પાસે ગયો. તેને સ્વયમને પછયું કોણે છે તું ? સ્વયમને પોતાનું નામ તેમજ તે ક્યાંથી આવ્યો છે, શું કામ આવ્યો છે, તે દિવસે રાતે તે શું કરતો હતો સઘળી હકીકત તે વ્યક્તિને કહી સભળાવી. પેલા ઇજાગ્રસ્ત વ્યક્તિએ સ્વયમને બહાર બેસાડવા માટે તેના માણસને ઇશારો કર્યો અને પછી પોતાની પાસે ઊભેલા બીજા માણસ સાથે કંઇક વાત કરી.

ઇજાગ્રસ્ત વ્યક્તિ પાસે ઊભેલો માણસ બહાર આવ્યો અને તેને સ્વયમને કહ્યું કે, ભાઇએ તને તેમના બંગલે જવા કહ્યું છે. બે દિવસમાં તે સાજા થઇ ઘરે આવશે પછી તારી સાથે બીજી વાત કરશે. આટલું સાંભળી સ્વયમને એમ કે તેની નોકરીનો મેળ પડી ગયો. સ્વયમને દવાખાને લઇ આવનાર યુવાન તેને ભાઇના બંગલે લઇ ગયો. બે દિવસમાં સ્વયમને એક મહેમાનની જેમ તે બંગલામાં રાખવામાં આવ્યો. તેને નવા કપડાં, જ્યારે માગે ત્યારે અને જે માગે તે જમવાનું આપવામાં આવ્યું. સુવા માટે તેના ગામડાના ઘર કરતાં પણ મોટો એક રૂમ આપવામાં આવ્યો. સ્વયમ પણ છેલ્લા એક મહિનામાં ગામડે આવીને પડેલા તેના તમામ દુઃખ બે જ દિવસમાં ભૂલી ગયો.

બે દિવસ પછી ભાઇ ઘરે આવ્યા. ઘરની બહાર જ સ્વયમ તેમની રાહ જોઇને ઊભો હતો. કારમાંથી ઉતરતાંજ ભાઇએ તેના ખભે હાથ મુક્યો અને પોતાની સાથે તેને બંગલાની અંદર લઇ આવ્યા. દિવાન ખંડમાં એક સોફા પર ભાઇ બેઠા અને બાજુમાં બેસવા માટે સ્વયમને કહ્યું, પણ સ્વયમ તેમના પગ આગળ જ નીચે બેસી ગયો. ભાઇએ બોલવાની શરૂઆત કરી....

સ્વયમ મારૂ નામ રાકેશ છે, પરંતુ શહેરમાં બધા મને રાકા ભાઇના નામથી ઓળખે છે. મારો ધંધો લોકોને ડરાવવાનો અને કામ કઢાવવાનો છે. તે કીધું હતુંને કે તારે નોકરી જોઇએ છે, બોલ મારે ત્યાં નોકરી કરીશ. તારે નોકરી ન કરવી હોય તો આ સુટકેસમાં ઢગલો રૂપિયા છે તેમાંથી તારે જોઇતા હોય તેટલા લઇને તું અહીંથી જઇ શકે છે. રાકા ભાઇને શું જવાબ આપવો તેનો એક ક્ષણ પણ વિચાર કર્યા વિના સ્વયમે સુટકેસ બંધ કરી અને ભાઇને તેમનો જવાબ મળી ગયો.