Featured Books
શ્રેણી
શેયર કરો

ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૭

અમારા પ્લાન પ્રમાણે હું રાકાને રૂમમાં લાવું એટલે પાછળથી રમેશ અને તેના માણસો તેને પકડી તેનું મોં દબાવી તેની હત્યા કરવાના હતા. પરંતુ તે દિવસે રાકા થિયેટર રૂમમાં જ બેસી રહ્યો અને દારૂ પી રહ્યો હતો. એટલે અમે બીજો પ્લાન બનાવ્યો તેની શરાબમાં બેભાન કરવાની દવા નાંખી તેને બેભાન કરી દીધો. તે બાદ રમેશે તેનું ગળું કાપ્યું અને મે તેનો **** કાપી નાખ્યો. હું તેને એટલી નફરત કરતી હતી જેનો મેં બદલો લઇ લીધો હતો. હત્યા થયાની બીજી જ ક્ષણે હું, રમેશ અને બાકીના પાછળના દરવાજેથી ભાગી ગયા.

સ્વયમ મિત્તલની વાતો ધ્યાનથી સાંભળતો હતો અને સિગરેટના દમ પર દમ ખેંચી રહ્યો હતો. સ્વયમ તો માત્ર તે વ્યક્તિનું નામ જાણવા માંગતો હતો જેણે રાકાની સોપારી આપી અને જેના કહેવા પર મિત્તલ, તેના પ્રેમી રમેશ અને તેના સાથીઓએ રાકાની હત્યા કરી. મિત્તલે તેની વાત આગળ વધારતાં કહેવાની શરૂઆત કરી. અમે ફાર્મ હાઉસથી ભાગી સીધા જ વડોદરા આવી ગયા. જયાં અમે એક પાર્ટી પ્લોટમાં ગયા જ્યાં અમને અમારા કામના રૂપિયા મળવાના હતા. હરણી રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં ગયા ત્યારે પેલી વ્યક્તિ પહેલાથી જ ત્યાં હાજર હતી. તેને એક માણસને આદેશ કરતાંની સાથે જ પેલા માણસે એક લાલ રંગનો થોલો અને કાળી બેગ આપી. જેમાં અમારા કામની રકમ બે ભાગમાં વેંચાયેલી હતી. બે ભાગ પૈકે એક મારો અને રમેશનો હતો જ્યારે બીજો રમેશના ચાર સાથીઓનો હતો.

કામના રૂપિયા મળ્યા પરંતુ અમે પકડાઇ જઇએ તેનો ડર પણ પેલા માણસને હતો એટલે એમને અમને તેમાન મિત્રની આ ફેક્ટરીમાં રોકવા માટે આદેશ કર્યો. તો બીજી તરફ અમે અમારા એજન્ટને દેશની બહાર જવા માટેની વ્યવસ્થા કરવા કહ્યું હતું અમે તેની રાહ જોઇને જ બેઠા હતા અને તું આવી ગયો. મિત્તલની વાત તો પતી ગઇ પરંતુ રાકાભાઇની સોપારી આપનાર તે વ્યક્તિનું નામ જાહેર ન થયું. એટલે સ્વયમને ગુસ્સો આવ્યો અને તેને રમેશના સાથી ભૂરાને પગમાં ગોળી મારી દીધી. સ્વયમે ભૂરાને ગોળી મારતાની સાથે જ બધા ગભરાઇ ગયા હતા. પરંતુ મિત્તલ અને રમેશ શું કોઇને પણ સોપારી આપનાર માણસનું નામ ખબર ન હતી. તો સ્વયમને કહે શું ? પણ તેઓને એટલી ખબર હતી કે તે વ્યક્તિ સુધી પહોંચવું કઇ રીતે. તેમને સ્વયમને કહ્યું કે, અમને તેનું નામ નથી ખબર પણ અમારી પાસે તેનો એક ફોન નંબર છે. જેના પર ફોન કરી તો તે મળી શકે છે.

સોપારી આપનાર સાથે વાત કરવા માટે મિત્તલને ફોન આપવામાં આવ્યો અને તેને સ્વયમના કહેવા પર ફોન પણ લગાવ્યો હતો. સ્વયમનો એક માણસ રમેશના માથા પર બંદુક લગાવીને ઊભો હતો. મિત્તલ જો સહેજ પણ ચાલાકી કરે તો રમેશને ગોળી મારી દેવાનો આદેશ સ્વયમે આપેલો હતો. જેની મિત્તલને પણ જાણ હતી અને સ્વયમ શું કરી શકે છે તે તેણે પહેલા જ જોઇ લીધુ હતુ. સ્વયમ ગુસ્સાથી મિત્તલ તરફ જોઇ રહ્યો હતો. મિત્તલ પણ ગભરાઇ રહી હતી. તેને પેલા વ્યક્તિને ફોન કર્યો પણ ફોન બંધ આવ્યો એટલે મિત્તલ વધારે ગભરાવા લાગી. તેની પાસે સ્વયમને આપવા માટે કોઇ જવાબ ન હતો. મિત્તલ સીધી જ સ્વયમના પગમાં પડી ગઇ અને જાનની ભીખ માગવા લાગી. સ્વયમને એક વિચાર આવ્યો એટલે સ્વયમને મિત્તલ અને રમેશને પુછયું વડોદરાના કયાં પાર્ટી પ્લોટમાં ગયા હતા ત્યાં લઇ જાવ. પછી બાકીનું અમે જોઇ લઇશું. રમેશ અને મિત્તલને લઇને સ્વયમ પાર્ટી પ્લોટ પર જવા નિકળ્યો. તેના સાથીઓનોને સ્વયમે આંખના ઇશારે આદેશ આપી દીધો હતો. સ્વયમના આદેશથી કેટલાક માણસો રમેશના ચાર સાથીઓ સાથે પાછળ રોકાયા હતા. જેવો સ્વયમ રમેશ અને મિત્તલને લઇને ફેક્ટરીમાંથી બહાર નિકળ્યો એટલે પાછળ તેના માણસોએ રમેશના ચારેય સાથીઓને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બાદ તેઓ પણ પોતાની કારમાં સ્વયમની કારની પાછળ આવી ગયા હતા.

સ્વયમને લઇ રમેશ અને મિત્તલ વડોદરાના હરણી રોડ ખાતે આવેલા પાર્ટી પ્લોટ પર પહોંચ્યા હતા. જ્યાં તે વખતે તો કોઇ ન હતું, પણ મિત્તલને ફોન પર રીંગ વાગી. મિત્તલે સ્વયમને જણાવ્યું કે, પેલા વ્યક્તિનો જ ફોન છે. સ્વયમે ફોન ઉપાડવા અને તેને મળવા બોલાવવા માટે કહ્યું. મિત્તલે ફોન ઉપાડી વાત કરવાની શરૂઆત કરી. તેને પેલા વ્યક્તિને કહ્યુ કે, અમારી નેપાળ જવાની વ્યવસ્થા થઇ ગઇ છે. પરંતુ ગુજરાતની તમામ બોર્ડર પર રાકાના માણસો વોચ ગોઠવીને બેઠા છે. અમારાથી નિકળાય એમ નથી. જેથી તમારે અમેન અહીંથી બહાર કાઢી ગુજરાતની બોર્ડર પાર કરાવવાની છે. અમારા ચાર માણસો તો રવાના થઇ ગયા છે. પરંતુ તમારે મારી અને રમેશની વ્યવસ્થા કરવાની છે. અમે પેલા પાર્ટી પ્લોટ પર કાલે સાંજે ચાર વાગે આવીશું. સ્વયમના માણસો હાલ બધે જ અમને શોધી રહ્યા છે. જેથી અમે હવે ફેક્ટરીમાં નથી. હું અને રમેશ નજીકના એક ગામમાં છુપાયેલા છીએ કાલે સાંજે ચાર વાગ્યે પાર્ટી પ્લોટ પર મળીશું.

બીજા દિસવે સવારથી જ સ્વયમના માણસો પાર્ટી પ્લોટ પર તેમજ આસપાસ ગોઠવાઇ ગયા હતા. સાંજે ચાર વાગવા આવ્યા અને એક કાર પાર્ટી પ્લોટ તરફ આવતી દેખાય. એટલે સ્વયમના માણસે તેનો ઇશારો કરી કાર આવવાની જાણ કરી. તે કારમાં પાછળી સીટ પર એક સફેદ કપડા પહેરેલો એક માણસ બેઠો હતો. પાર્ટી પ્લોટની નજીક આવીને કાર ઊભી રહી. બીજી તરફ પાર્ટી પ્લોટમાં સ્વયમ, મિત્તલ અને રમેશ પણ રાહ જોઇ રહ્યા હતા. પેલા વ્યક્તિએ કારમાંથી જ મિત્તલને ફોન કર્યો અને તે આવી ગયાની જાણ કરી. એટલે મિત્તલે તેને પાર્ટી પ્લોટમાં આવે જાવા કહ્યું. વ્યક્તિ કારમાંથી ઉત્તરી પાર્ટી પ્લોટમાં આવ્યો. સફેદ કપડામાં વ્યક્તિ પાર્ટી પ્લોટમાં આવતાને સાથે જ મિત્તલ, રમેશ અને સ્વયમ તેની સામે આવીને ઊભા થઇ ગયા. એટલામાં પેલા વ્યક્તિએ પાછળ ફરી બહાર નિકળવાનો પ્રયાસ કર્યો પણ તેટલી વાતમાં સ્વયમના માણસોએ તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો.

સ્વયમ પેલા વ્યક્તિને ઓળખતો ન હતો, પરંતુ તેના માણસો પૈકી એક વ્યક્તિએ તેની ઓળખ આપતા કહ્યુ કે, ભાઇ આ તો નેતાનો જમણો હાથ છે. રાકા ભાઇને કામના રૂપિયા આપવા આજ આવતો હતો. હું તેને ઓળખું છે. હવે સ્વયમને પણ વિચાર આવ્યો કે આ બાબતે તો રાકા ભાઇએ તેને પણ કશું કહ્યું ન હતું. રાકા સ્વયમને નાનો ભાઇ સમય તો હતો પણ વેપારના કેટલાક રાઝ તેને સ્વયમને પણ કહ્યા ન હતા. સ્વયમ નેતાના ખાસ માણસને લઇને પાર્ટી પ્લોટની ઓફિસમાં પહોંચ્યા જ્યાં પહેલાથી જ બધી તૈયારી કરી રાખવામાં આવી હતી. ખુરશી પર તેને બેસાડી બાંધી દેવામાં આવ્યો અને તેના ફોન પરથી જ સોપારી આપનાર રાજકીય નેતાને ફોન લાગવવામાં આવ્યો. ફોનની રીંગ વાગી થોડીક વારમાં સામે છેડીથી અવાજ આવ્યો. હા બોલ, શું થયું ? પેલી મિત્તલ અને તેના આશીકને ઠેકાણે લગાવી દીધા કે નહીં. બન્ને જણા માથે પડી રહ્યા છે.