સંગતી 'સાચુ સુખ તારો સાથ' - 3 - છેલ્લો ભાગ Bhagirath Gondaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગતી 'સાચુ સુખ તારો સાથ' - 3 - છેલ્લો ભાગ

વીતી ગયેલી ક્ષણો :-
ડિંપલ ના લગ્ન માં મયુર નું શીતલ મળવું ,બેય ની દોસ્તી બંધાવી,અવાર-નવાર બાના બનાવી શીતલ નું મયુર ને મળવું,બંને નું પ્રેમ માં પડવું પણ આ બધી વાત બીજા બધા થી છુપાયેલી હતી
હવે આગળ;-
આજ શીતલ ના કપાળ પર ચિંતા ની રેખા ઊંડી ઉતરી આવી છે.લગ-ભગ સાત દિવસ થયા હસે અમદાવાદ થી પાછા આયે.પણ પાછા આવ્યા પછી તો નથી મયુર નો કોય ફોન આયો કે નથી મયુર સાથે કોય જાત ની વાત થય.મયુર નો આવો વ્યવહાર જોય શીતલ મનોમન મુંજાવા લાગી હતી
''કા'તક એને મારી કોય વાત નું ખોટું તો નય લાગ્યું હોય ને?,ના,પણ મે તો એવી કોય વાત કરીજ નથી કે એને ખોટું લાગે!,કા'તક કામ માં બિજી હશે?,હા પણ એક વાર મારો ફોન તો ઉઠાવવોતો !એટલોય ટાઈમ નય હોય?કા'તક આમ કા'તક તેમ''
નત-નવા સવાલો એના મન માં ઘુમવા લાગ્યા પણ જવાબ એક પણ નથી.
સાંજ નો સમય થયો ડિંપલ ને શીતલ બાલ્કની માં ચા-નાસ્તો કરવા બેઠા.ચા પીતા-પીતા બન્ને એ ગપશપ ચાલુ કરી.પણ શીતલ ની અંદર ચાલતું વાવાજોડું એને માનોમન ગૂંથતું હતું.ડિંપલ ની વાતું માં એ હાકારોં તો કરતી પણ પછી બિલકુલ ગુમસુમ થય જતી.ડિંપલ એ એને આમ નિરાશ જોય ને એની પરેશાની જાણવા પ્રયાસ કર્યો.
ડિંપલ:-(શીતલ ના હાથ પર હાથ મૂકી ને)શું થયું યાર ?કેમ આમ સાવ ગુમસુમ બેઠી છો?'અહી મજા નથી આવતી?'
શીતલ:-ના,,, ના,,,એવું કઈ નથી!આતો બસ ચિંતા થતી'તિ કે આ ફય ને એ કોની સગાય માં ગયા છે?કે આટલા બધા દિવસ રોકાય ગ્યાં.!
ડિંપલ:-લે તને નથી ખબર ?
શીતલ:-નઇ!
ડિંપલ:-તને કોય એ નથી કીધું?
શીતલ:-ના પણ મેતો કોય ને પૂછ્યુજ નથી!
ડિંપલ:-અરે,,,આપના મયુર ની સગાય છે.
''મયુર'' બસ આટલું સાંભળતા તો શીતલ નું તો જાણે દિમાંગજ કામ કરતું બંધ થય ગયું.
''ક્યો મયુર?''શીતલે ડરતા ડરતા પૂછ્યું.
ડિંપલ:-અરે મારો ભાઈ મયુર બીજું કોણ ?
શીતલ માથે જાણે વીજળી પડી હોય એમ બિલકુલ સ્તબ્ધ બની ગય.ઘડીક વાર તો એને સુજ્યુજ નહીં કે એને શું કરવું ને શું નય.?એના સવાલો જાણે શંકા માં બદલાવા લાગ્યા.ફરી થી વિચારો નું વાવજોડું ચાલુ થયું એટલા માં મયુર નો સામેથી ફોન આયો.શીતલ ફોન લઈને સીધી રૂમ માં જતી રહી.
''હલ્લો...''
''હા,,,શીતલ ક્યાં છો અત્યારે?''
''સગાય થય ગય?''શીટલે ગુસ્સે થય ને પુછ્યું.
શીતલ ને આમ ગુસ્સે જોય મયુર સમજી ગયો
''તને કોણે વાત કરી ?''
''એનથી તારે શું મતલબ તું ખાલી એમ કહે કે તારી સગાય થય કે નય ?''
''હા પણ તું પેલા મારી વાત તો સાંભળ.''
''કાય નથી સંભાળવું મારે !''
આટલું કહી શીતલે ફોન કાપી ને ફેકી દીધો ને પલંગ માથે ઊંધી પડી. એની આંખ આંસુ થી ભીની થય.ને છાના અવાજે ઓશિકા વચે મોઢું નાખી રડવા લાગી.આ પરિસ્થિતી ખુબજ પીડાદાય હતી કે નાતો કોય ને કહી શકાય કે નાતો સહી શકાય શું કરવું શું નય એ કઈ પણ ન સમજાય.જાણે કોઈ એ સીધો સળગતો સરીયો છાતી પર માર્યો હોય એવું લાગતું.એક બાજુ મન સમજવાનું નામ ના લે ને બીજી બાજુ આંસુ બંધ થવા નું નામ ના લે.બસ મન અને આંખ ની આ બાધણ માં આખરે તન થાંકી ને બેભાન થય ગયું.
બીજા દિવસે આંખ ઊઘડી.પરાણે પગલાં માંડીને માંડ-માંડ નાઈ-ધોય ને તૈયાર થય પોતાનો ચેહરો ઠીક કર્યો.મન ના ભાવ ને અંદર દબાવી ને રૂમ ની બહાર આવી.એને જોતાં એવું લાગતું કે જાણે એને કશું થયુજ ના હોય.નાસ્તો કરવા ટેબલ પર બેઠી ત્યાં દરવાજા ની બેલ સંભળાય શીતલે દરવાજો ખોલ્યો તો શું જોવે છે કે ખુદ મયુર ઊભો છે.મયુરે થેલો તેના હાથમાં પકડાવ્યો.શીતલ એને જોય ચિડાય ગય ને સીધી એના રૂમ તરફ ભાગી ત્યાં મયુરે તેનો હાથ પકડી લીધો.
''ઊભી રેહ.પેલા મારી આખી વાત સાંભળ પછી જા.''
શીતલ મયુર પર ત્રાડકી અને કટાક્ષ માં બોલી
''તે સગાય કરી લીધી?''
''પેલા મારી વાત તો સાંભળ''
''નથી સાંભળવું મારે કાય''
આટલું કહી શીતલે જટ્કા થી પોતાનો હાથ છોડાવ્યો ને ગુસ્સામાં ને ગુસ્સામાં મયુર પર થેલો ફેંકી ને ચાલતી થય
મયુર પણ તેને મનાવવા પાછળ-પાછળ ગયો.
''શીતલ....ક્યાં જાસો.?ઊભી તો રેહ...શીતલ....શીતલ.''
એટલા માં ડિંપલ પણ અંદરથી બહાર આવી.ડિંપલ ને જોય શીતલ ઊભી રઈ ગય.ને એને બાથ ભરીન રો'વા મંડી.મયુરે પહલેથી જ આખી વાત ડિંપલ ને સમજાવી હતી
હકીકત માં આ સગાય માં મયુર નો કોય રસ નતો.ઘર ના દબાણ ને લીધે એણે સગાય કરી.એણે ના પાડવા ના ઘણા બાના બતાવ્યા પણ કોય ન માન્યુ અને સાચી વાત કેહવા ની એની હીમ્મત જ નો ચાલી. છેવટે પાછળ થી એણે બધુ ડિંપલ ને કહ્યું.બધી વાત ચતી પડતાં શીતલ ને પણ શ્વાસ માં શ્વાસ આવ્યો.હવે ડિંપલે બધા ને મનાવવા ની જવાબદારી પોતાને માથે લીધી.
ડિંપલ બસ એક સારા મોકા ની વાટે બેઠી હતી ને એમાં ને એમાં બે મહિના વીતી ગયા પણ એ મોકો ના મળ્યો પણ ''ઈશ્ક અને મુશ્ક થોડા સંતાય ને રહે!''આખરે બધી વાત સમય પહેલાજ બહાર આવી ગય.કોય સંબંધી એ આ પ્રેમપ્રક્ર્ણ ની વાત મયુર ના સાસરી વાળાને કહી દીધી.હવે બોવ મોટુ આખેટ રમાયું એક બાજુ મયુર ને કોય પણ હાલાતે બસ શીતલ જોતી છે.બીજી બાજુ મયુર ના પપ્પા એક વેપારી બુદ્ધિ જેને નફા-નુકસાન સીવાય કાય નથી દેખાતું.મયુર ના સગપણ એક બહુજ દોલતમંદ માંભાદાર પરીવાર ની એક માત્ર દીકરી સાથે થયું હતું. એમના વિચાર પ્રમાણે જો આ સગપણ ટકી રહે તો એમની દોલત બમણી થય જાય માટે તે કોય પણ સંજોગે આ સંબંધ તોડવા નથી માંગતા.
બાપ-બેટા ની આ લડાય વચે કેટલાય પરીવારો સંપડાયેલા છે.એક બાજુ વર્ષો પછી સુધરતા બે ભાઈઓ ના સંબંધ છે જે ફરી તલવાર ની અણી પર આવી અટક્યા છે.બીજી બાજુ મયુર નું પરીવાર છે જ્યાં લાલચે આંધળા પીતા એ પોતા ના દીકરાને પૈસે તોલયો છે.પૈસા અને પ્રેમ ની આ લડાય માં કોણ જીતે શું ખબર?
આખરે મયુરે સંબંધ તોડી જ નાખ્યો.પરીણામે મયુર ને ઘર ની બહાર કાઢી મૂકવામાં આવ્યો.બેઘર થયેલા મયુર ને શીતલ ના પરિવારે એટલેકે એના કાકા એ હરખ થી આશરો આપ્યો.મયુરે સમય ને સમજતા એક નાની એવી નોકરી પકડી લીધી અને નવેસર થી જીવન જીવવાનું ચાલુ કર્યું.જ્યાં પૈસા ભલે વધુ ઓછા થયા કરતાં પણ ખુશી હમેશા રહેતી.જીવન જાણે ખૂસનુમાં હોય એવું લાગતું.વધુ ને વધુ જીવવાનું મન થતું.પેહલા જ્યાં તમામ સુખ હોવા છતાં નાખુશ રહેતો મયુર બધી સુવિધા ને છોડીને પણ એટલો ખુશ હતો જાણે લાગે એને કોય ખજાનો મળીગ્યો હોય.
હવે આજ :-
મયુર ઘરે પાછો આવ્યો.મો-હાથ ધોય ને જમવા બેઠો.શીતલ પણ એની પાસે જય ને બેસી.થાળી ખોલી ને જોયું તો બોલ્યો
''એલયો ભીંડા નું શાખ?''
''કેમ નથી ભાવતું?''શીટલે ચીડવતા કહ્યું
''તું મને દરરોજ આમજ ભીંડા નું શાક ખવરાય-ખવરાય કરીને તો હું હકીકત માં પાછો પેલી જોડે લગ્ન કર્યાવીશ હો.''
''તો કર્યાવ ને કોણે રોક્યો છે?''
''કરી તો નાખું પણ પછી મને તારી બહુ ચિંતા થાય,કે મારી પછી તને ગાંડી ને સાચવશે કોણ?''
''શું હું ગાંડી છુ એમ?''......................
ફરી મીઠો જઘડો ચાલુ...........
*****************************************
આપણે લોકો હમેશા પૈસાનેજ સુખ માનવી છવી.જે માણસ પાસે જેટલો વધારે પૈસો એ માણસ એટલો વધારે સુખી.પણ શું એજ સુખ ની પરિભાષા છે?
''ના...!''
સુખ એ ખુશી નું નામ છે.જે પૈસા ને આપણે સુખ સમજવી છીએ એ હકીકત માં સુખ નય પણ સમૃદ્ધિ છે.સમૃદ્ધિ એ બહારની વસ્તુ છે જે સમય સાથે વધુ ઓછી થતી રહે. જ્યારે સુખ એ આપણી અંદર જ છે.બસ એને ગોતવા ની જરૂર છે.
ભગીરથ m૨૫૦