sangati -sachu sukh taro sath books and stories free download online pdf in Gujarati

સંગતી 'સાચુ સુખ તારો સાથ'

સંગતિ


આમ, જો! આપણે ધ્યાન થી વિચાર કરીએ કે માણસ ને જીવવા માટે શું જોઈએ?
તો આના ઘણા જવાબ મળી જશે
કોઈક કેશે કે ખાવા માટે પૂરતું ભોજન ,કોઈક કહેશે કે સારા કપડાં તો કોઇક કહે કે રેવા માટે મકાન,ગાડી,બંગલા,પૈસા... વગેરે-વગેરે .પણ જો આ બધુ આપની પાસે હોય તો શું આપણે સારી રીતે જીવી શકીએ ?
હાં,,, જીવી તો શકીએ.
પણ આ બધી વસ્તુ થી આપણને ખુશી મળે ખરી જો કોય આપની સાથે જ ના હોય? કોય હોય જ નય જેની હારે આપણે વાત કરી શકીએ ,ના કોય ની સાથે ખુશી ની વાત કરાય કે નાતો કોઈ ની જોડે રોય શકાય.બસ હશે તો માટી ના દેહ ને રિજવી શકે એવું કાલ્પનિક સુ:ખ . તો શું આપણે સુ:ખી કેવઈએ?
''નાં''. બધુ હસે તોય જીવવાની મજા નય આવે.!
કેમ 'કે, માણસ નું સાચું સુખ છે "સંગતિ". એટ્લે કે કોક નો સથવારો .આપણી પાસે જો કશું જ નાં હોય! નો ખાવા માટે હોય કે નાં હોય સારા કપડાં ને રેવા માટે પણ સારું ઠેકાણું નો હોય ,પણ જો કોય એવું વ્યક્તિ હશે ને જે તમારા આવા કઠિન દિવસો માંય તમારો સાથ આપે તો આ પીડા ક્યારે જતી રેશે એની ખબર ભી નય પડે.તો શું આને જ સાચું સુખ નો કેવાય?
આવીજ એક કહાની છે . મયુર અને શીતલ ની.
મયુર એક મોટા દોલતમંદ ઘર નો યુવક અને શીતલ એક સામાન્ય મધ્યમ વર્ગ ની simple છોકરી .મયુર ના ઘર માં બધીજ સુખ સુવિધા હતી પણ કોય એવું હતુજ નય જે એને સમજતું હોય .બધા હતા પણ બસ પૈસાદાર છોકરા ની ચાકરી કરવા વાળા લુચ્ચા. એવું કોય નોતું જે એની ઉદાસી ના સમય માં એને સાથ આપે .એની એકલતા એને મનોમન મારતી .આખો દિવસ બસ કારણ વિનાના ખોટા વિચારો આઈવા કરતાં સુખ તો હતું પણ ખુશી નોતી॰ મયુર ની એકલતા એ મયુર ને એક ગુમસુમ વ્યક્તિ બનાવી દીધો તો.નાતો કોય ની સાથે વાત કરતો કે નાતો કારણ વિના કોય સાથે બોલતો બસ પોતાની જ દુનિયા માં ખોવાયેલો રહેતો.
એક દિવસ મયુર અને આખું ઘર કોય સંબંધી ની દીકરી ના લગ્નમાં મેહમાન બની ને ગયા .યજમાન આમતો મયુર ના સગા કાકા હતા પણ એટલા બધા સારા સંબંધ પણ નોતા આતો બસ સમાજ ને બતાવવા આવવું પડે એમ,! લગ્ન ને હજી ત્રણ દિવસ ની વાર હતી .લગ્નની પૂર્વ વિધી ચાલુ થય ગય હતી.કન્યા એટ્લે કે વધુ કે જેના લગ્ન હતા એ ''ડિંપલ'' એટ્લે કે મયુર ની બેન .આમતો બેય ના પાપા ને એકબીજા જોડે નોતું બનતું પણ ડિંપલ અને મયુર એ ક્યારેય આ વાત નો વિચાર નોતો કર્યો એ બેય તો સગા ભાઈ બેન ની જેમજ રેહતાં.
ડિંપલ તો મયુર ને જોતાં સીધી ભેટીજ પડી .ખુશી માં ને ખુશી માં એ ભૂલીજ ગય કે એના હાથ માં મેહન્દિ લાગી છે મયુર નો આખો સફેદ શર્ટ બગડી ગ્યો .ને આખું ટોળું આ દ્રશ્ય જોય ખખડી ઉઠ્યું.એવા માં એક જીણી હસી સંભળાઈ.આ હસી હતી શીતલ ની.શીતલ એ ડિંપલ ના મામા ની છોકરી હતી .નાને થી એક એવા માહોલ માં મોટી થયેલી જ્યાં ભલે એક બે દિવસ સારા નરસા આવે પણ કોઈ પણ સંજોગો માં એ ખુશ જ રેહતી.થોડીક ચુલબુલી થોડીક શરમાળ એટ્લે કે ટૂંક માં ખુશ મિજાજ કહી શકાય એવી.મયુર એક નજરે એને જોતો જ રહ્યો શીતળ થોડીક ઘબરાય ને નીચું જોય ગય.
ડિંપલ એ ટોળાં ને શાંત કરવા નો પ્રયાસ કર્યો
''અરે ,,,બસ બસ હવે બધા બંધ થાવ !''ને શીતલ ને આગ્રહ કર્યો
''શીતલ,,,આને ઓલા મેહમાન માટેના રૂમ બતાવી આવ તો.''
હુકમ આપતા જ શીતલ અને બે -ત્રણ નાની નાની છોકરિયું મયુર ને રૂમ તરફ લય ગયા.રસ્તા માં બધી છોકરિયું એ એક એક કરીન મયુર ને પૂછવા નું ચાલુ કરયુ .
''તમે અમદાવાદ માં રહો છો?''
''હમ્મ....''
''તમે ત્યાં નવરંગ પૂરા જોયું? મારો ભય ત્યાજ રહે છે.''
''હમમ...''
કોય ગમે એટલા સવાલ પૂછે પણ જવાબ માં તો કાય રસ વિનાનું ''હમ્મ...'' જ મળતું ...
રૂમ આવિ ગયો ઠેલા રૂમ માં મુકાવ્યા અને બધી બેનપાણિયું ત્યાથી જતી રહી.મયુરે બારી ખોલી ને આજુ-બાજુ નજર કરી એટલામાં પાછળ થી શીતલે ટહુકો કર્યો
''હમણાં જમવા નું તૈયાર થય જસે આવી જજો''
પણ હજી જવાબ તો એનો એજ હતો
''હમ્મ...''
શીતલ તો ચિડાય ને સીધી ડિંપલ પાસે ગય .બધી બહેનપણીયૂ બેઠી-બેઠી ગપ્પાં મારતી હતી. શીતલ આવી અને ડિંપલ પાસે બેઠી ડિંપલે તેની સામે સ્મિત કર્યું ને પુછ્યું.
''રૂમ બતાડી દીધો ને?''
''હા બતાડી દીધો હો તારા ભાઈ ને રૂમ અને થેલાય મૂકવી દીધા''
''સારું''
''પણ તારો આ ભાઈ શું મૂંગો છે?''
''નારેના,,,આવું તને કોણે કીધું?''
''ના ,કોય એ કીધું નથી પણ હમણાં અમે એને રૂમ માં મૂકવા ગ્યાં ને ત્યારે બધા એને સવાલ કરતાં પણ જવાબ માં ખાલી 'હમ્મ' ને 'હા' ને એમ જ કરતો જાણે જવાબ આપવા માં એને કાય રસ જ નો હોય''
''ઠીક એમ વાત છે....!એમાં એવું છે ને શીતલ કે એનો સ્વભાવ્ જ એવો છે કોય ની હારે બોવ બોલતો નથી.નાને થી એકલો એકલો રહેલો એટ્લે આખો દિવસ આમ ગુમસુમ જ રેય.કોય હારે આમ ખોટી લપછપ નય કરે.એવો થોડો શાંત છે.''
ડિંપલ ની વાત પૂરી થય ત્યાં પાછી બધીજણી મજાક મશકરી કરવા મંડિયું.ટોળાં માં ફરી હસી કિલકારી ગુંજવા લાગી. હસતાં હસતાં દિવસ ક્યાં જતો રહ્યો ખબર જ નો પડી.ને થાકી ગયેલા સૌ ક્યારે ઊંઘિ ગયા એનીય ખબર નો પડી.જેને જ્યાં જગ્યા મળતી ત્યાં ચાદર ઓઢીને સૂઈ ગ્યાં.
નવો દિવસ આવય્યો તો નવી ઉપાદીય સાથે આવી. બધા લગન ની તૈયારી માં અટવાયેલા પડેલા .કોઈ આમ દોડે છે મંડપ વાળા ને લઈને ને કોઈ જમવા નું તૈયાર કરાવે,કોય બેચારુ મેમાન ને લેવા જાય ને બધા બસ આમતેમ દોડ દોડ જ કરે છે.આવામાં મયુરેય ક્યાથી બચવાનો એનેય કામ મળી જ ગયું .
ડિંપલ ને બજાર કામે થી જવા નું હતું એટલે એને લઈને મયુર ને ભી જવું પડ્યું ને પાછી હારે શીતલ તો ખરીજ .ત્રણે જણા ગાડી માં બેઠા મયુરે ગાડી ચાલુ કરી ને પૂછ્યું .
''ક્યાં જવાનું છે?''
''મોલ માં જાવાનું છે ,તું એક કામ કઈર હું તને કઉ ગાડી ને એમ લેતો જજે''ડિમ્પલે જવાબ આપ્યો.
ગાડી મોલ પર પોહચી ત્રણે મોલ ની અંદર ગયા.આમ-તેમ બે ત્રણ દુકાનુમાં રખડ્યા ને થાકી ગયા તો કેફે માં જય ને બેઠા.શીતલ એ વાત કરવાનું ચાલુ કર્યું આમ-તેમ ની વાતું કરી ત્યાં કોય યુવક સામે થી આવતો દેખાયો .શીતળ તો એને જોતીજ રહી ને ડોળા ફાડે એક નજરે ડિંપલ ને જોય આંગળિયો થી ''વાહ'' જેવો ઈશારો કર્યો.ને બોલી ઉઠી
''ઠીક એટ્લે કાલની મોલ જવું મોલ જવું કરે સો એમને?''
ડિંપલ થોડી શરમાય ને નીચું જોય ગય,હકીકત માં એ યુવા બીજું કોય નય પણ ડિંપલ નો થવા વાળો પતિ હતો.શીતલે ઊભા થય ને એમને બેસવા માટે આગ્રહ કર્યો.ને જ્યાં એ બેસે ત્યાં તરત બોલી ઉઠી
''અરે જીજુ તમે બને તો બોવ ચાલાક છો!બારોબાર મળવા પ્લાન બનાવી નાખ્યો ને કોયને ખબર ભી ના પડવા દીધી.''
''એમાં મારો કોય વાંક નથી .તમારા બેહન ને જ ઘબરામણ થતું હતું.એટ્લે મે કીધું કે એને જરા મલીન એને થોડી સમજાવી લવ''
''હા ,,,હા ,,,તમતારે અમનેય બધી ખબર પડે છે! કે શેની ઘબરામણ થાય છે ને શું સમજાવવા આવ્યા છો!''આટલું કહી શીતલ હસી પડી ને બેય વર-વધુ શરમાય ગ્યાં.શીતલ ઊભી થય ને બોલી
'' તો હાલો તમે બેય એકબીજા ને સમજી-સમજાવી લ્યો ત્યાં અમે વધેલું ઘટેલું લઈ આવી એ''
''અરે તું ક્યાં જય છે? બેસ ને તમતારે ''જીજુ એ સાળી ને ખોટો આગ્રહ કર્યો.
''ઠીક છે તો કાય વાંધો નય''કહીન શીતલ પાછી બેસી ગય.
બેય જણા ના મોઢા ઉતરી ગ્યાં .પેલું નય કેતા ''अपने पेरो पर खुद कुलहाड़ी मारना''જેવુ થયું.
શીતલ પાછી ચેહકી ઉઠી
''અરે હાલ ...!મયુર આપણે હવે આયથી નિકળીએ .નકર આ બેય ની હાય લાગશે.''
આટલું કહી શીતલ ને મયુર ઊભા થયા ને જતા-જતા ટહુકો કરતી ગય
''સમજાય જાય તો પછી ફોન કરજે ત્યાં આવિન તને લઈ જાશું''
શીતલ ને મયુર આગળ વધ્યા.શીતલે ધીમે ધીમે ચાલતા ચાલતા મયુર સાથે વાતું કરવાનું ચાલુ કર્યું .
''તો! મજા આવે છે ને ?''
''હમ્મ...''
''આમ બોલવામાં એટલી કંજૂચાય કેમ કરો?તમારા બોલવા પર ભી ટેક્સ લાગે છે?''
''ના એવું કઈ નથી,પણ મને તમારી જેમ બોલતા નથી આવડતું.''આટલું કહી થોડું મલકાયો.
''ઓહો... જનાબ ને હસતાં આવડે છે?''
આમ નાની મોટી મજાક મસ્તી કરતાં-કરતાં બેય લોકો એ બધી વસ્તુ યાદ કરીન લઈ લીધી .ડિંપલ ને બહાર થી PICK-UP કરી ને ગાડી આગળ વધારી.ઘર નજીક પોહચવા જ આવ્યા ત્યાં રસ્તા માં શીતલ એક દમ થી ત્રાડ પાડી.
''ગાડી ઊભી રાખ-ગાડી ઊભી રાખ...''
મયુરે તરત ગાડી ઊભી રાખી ને હાફડો-ફાફડો થય ને બોલ્યો''શું થયું?''
''હાલો પાણી-પૂરી ખાતા જાવી.''
બેય ભારું એ એકબીજા સામું જોયું ને સામેસામું હસ્યાં.
''પાણી-પૂરી ખાવા આટલી જોર-જોર થી બૂમો પાડત્તિ હતી?''ડિંપલે આત્ચર્ય થી પુછ્યું
''હાસ્તો વળી..! છેલી વખત અમારી હારે ખાય લે ખબર નય બીજી વખત ક્યારે આવો મોકો મળશે?''આટલું કહી શીતલ એ ડિંપલ નો હાથ પકડ્યો ને પોતાની સાથે લઈ ગય.
ગાડી માથી બહાર નીકળતાજ મયુરે ટોંટ માર્યો
''ડિંપલ આ શું છે?''
શીતલે વાત કાપી''પાણી-પૂરી ની લારી છે બીજું શું છે?તમારે અમદાવાદ માં નથી હોતી?''
''નઇ-નય આ નઇ (શીતલ તરફ ઈશારો કરીન)આ શું છે?''
બન્ને ભારું પાછા એક બીજા સામે જોય મંદ-મંદ હસવા લાગ્યા.
''આમ હસવું નથી! છાના માના ખાવા માંડો બેય.''શીતલ ચિડાય ને બોલી
પણ બેય શીતલ ને જોય ને હસ-હસ જ કરે.
ડિંપલ એ પેલી વાર મયુર ને આટલો ખુશ જોયો હસે.અને મયુર પણ પેહલીજ વાર આટલો હસ્યો હસે શીતલ ની આ ગાંડી ઘેલી વાતો એના મન માં એક ખુશી ભરી દેતી.શીતલ ને મલીન એને લાગ્યુજ નહીં કે એ એને પહલીજ વાર મળ્યો છે.એકજ મુલાકાત માં શીતલે એના મન પર ઉંડી છાપ છોડી દીધી હતી હવે ખબર નય આ છાપ કેટલી ઊંડી ઉતરવાની હતી.
જૂની યાદૂ માં મયુર ખોવાતોજ જતો હતો ત્યાં શીતલ આવીને એને જગાડી દે છે.ને જૂની યાદું ની ગાસડી પાછી વાળી ને મયુર OFICE એ જવા નીકળે છે એ ઇંતેજાર માં કે ક્યારે પાછો આવે અને એની પત્ની એટલે કે શીતલ ને પાછો મળે.
પણ આ બેય સાવ વિપરીત દિશા એક કઇ રીતે થાય?પોતાનો ધંધો હોવા છ્તા કેમ નોકરી કરે છે?પેલા તો એ કે આ બેય ના લગ્ન ક્યારે થયા ?
આ બધા જવાબ મળશે બીજા અને છેલા ભાગ માં....
-:ભગીરથ મ250

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED