સંગતી 'સાચુ સુખ તારો સાથ' - 2

વિતી ગયેલી ક્ષણો:-
ધનિક ઘરનો દીકરો મયુર બધુ હોવા છતાં એકલવાયું જીવન જીવતો.એની પાસે આમ તો બધુજ હતું પણ હમેશા એને એક ખાલીપણ સતાવતું.એને એક એવા વ્યક્તિની જરૂર હતી જેની સાથે એ પોતાની બધી વાત કરી શકે, જેની જોડે હસી શકે,રોય શકે પણ એની પાસે એવું કોય હતું જ નય!એવામાં એની મુલાકાત ''શીતલ'' સાથે થાય છે.શીતલ એક ખુશ્મીજાજ છોકરી છે જેને બધાજ હાલાત માં ખુશ રે'તા આવડે છે.બન્ને ની ઓળખાણ મયુર ના કાકા ની છોકરી ''ડિંપલ''ના લગ્ન માં થાય છે.
હવે આગળ :-
રાત થય ને બધા માંડ-માંડ નવરા પડ્યા.આદમી લોકો બધા બાર જ્યાં જગ્યા મળે ત્યાં ખુરશી નાખી-નાખી ત્યાં બેસી ગ્યા ગપ્પાં મારવા, એમાં તો બૈરાં ભી કેમ બાકી રહે?એણેય ઘરની અંદર પંગત માંડી ચોવટુ ચાલી કરી દીધી.બાકી વધ્યા એ જુવાનયા આમ તેમ રખડી ટાઈમ-પાસ કરે છે.થાક ને ટેન્શન વાળો માહોલ સાવ હળવોફૂલ બની ગ્યો .
આ બધા ની વચ્ચે મયુરનેય એક નાનો એવો દોસ્ત મળીજ ગયો.એક નાનો માસૂમ એવો પાંચ-ચાર વરસ નો પારસ બેચારો એકલો-એકલો ઉપરની લોબીની દીવાલ પર દડો ફેંકે અને પાછો પોતેનેપોતે લેવા દોડી જાય. મયુર બેઠો-બેઠો આ દૃશ્ય શાંતિ થી જોતો. થોડી વાર પછી તો એને પણ રસ જાગ્યો તો એ પણ એની હારે રમવા કૂદી પડ્યો.મયુર ભી એની ભેળો નાનો એવો છોકરા જેવો બની ગ્યો.ને બેય ની રમત ધીમે-ધીમે જામવા લાગી.
એટલામાં શીતલ ઉપર આવી ને પેલા નાના એવા છોકરા ને રીજવતા સ્વર માં બોલી
'' પારસ અહી શું કરે છો?''
''રમુ છુ....''બાળકે કાલા-વાલા કરતાં જવાબ આપ્યો
''ઓહહ,,,રમે છો.... !તો હવે રમવાનું થય ગયું હોય તો ચાલો નીચે .સૂવું નથી?''
''ના...રમવું...છે.''
''અરે,,,હાલ હવે હો,,, બોવ રમી લીધું.બાકી નું સવારે રમજો હો અત્યારે સૂઈ જાવ''
શીતલ પારસ ને મનાવા મથે છે.પણ બાળકે તો રમવા જીદ પકડી.બન્ને એક મીટ્ઠી લડાઈ પર ઉતરી પડ્યા શીતલ એને અત્યારે ને અત્યારે લઈ જવા માંગે છે પણ પારસ નો જીવ તો એવો રમત માં ઘૂસી ગ્યો કે એ રમત છોડવા માનતોજ નથી છેલે પછી મયુર ને જ વચ્ચે ઊતરવું પડ્યું
''અરે,,,એને રમવું હોય તો રમવા દેને બેચારાને .ઘડીક રમસે પછી થાકી જાતેજ સૂઈ જસે અને હુય આયાજ છુ ને આનુ ધ્યાન રાખવા.''
''ઠીક છે કઈ વાંધો નય''આટલું કહી શીતલ પણ મયુર ની પાસે બેસી ગય.
''તમતારે,તારે જવું હોય તો જા હું પછી આને નીચે મૂકી જઈશ.''મયુરે આશ્વાસન આપતા કહ્યું.
''ના-ના કઈ વાંધો નઇ,ઘડીક વાટે બેસું તો એ બાને હું ભી થોડીક તાજી હવા ખાઈ લવ ને''
''સારું કઈ વાંધો નઇ.''
મયુરને પારસ સાથે આમ નાના છોકરા ની જેમ રમતા જોય શીતલ ને ખબર નઇ શું સુજયું કે તરત બોલી ઉઠી
''બધા નીચે બેઠા છે તો તું અહી ઉપર એકલો બેઠો-બેઠો શું કરે છો? ''
''નીચે બધા લોકો ની સાચી-ખોટી વાતું સાંભળવી એના કરતાં તો મને આની જોડે રમવા માં વધારે મજા આવે છે.''
''મને એક વાત નઇ ખબર પડતી કે તારે બધા લોકો હારે વાંધો શું છે?''
''વાંધો કાઇ નથી પણ એક વાત સમજાય ગય કે માણસો ત્યાં સુધીજ તમારી સાથે રહે જ્યા સુધી એને ગરજ છે.જે દિવસે એની ગરજ પૂરી થાય એટ્લે તમને ઓળખેય નય.અને મને આજ સુધી જેટલા માણસો મળ્યા ને એ બધા મારા બાપા ના પૈસા ને લીધેજ મારી સાથે રે એવા છે બાકી સમયે કામ લાગે એવું આજ સુધી કોઈ નથી મળ્યું.''
''પણ બધા થોડા સરખા હોય!''
''આ ખાલી કેવા ની વાત છે બાકી 'બધા કાગડા કાળાજ હોય!'તે હજી એવા લોકો જોયાજ નય હોય એટ્લે તો તારે કોય જાત ની તકલીફ નથી?''
''વાંધો તો બધા ને હોય જ મયુર....,પણ બધા કઈ તારી જેમ માથે લાઇન નો ફરે.બે વર્ષ પેલા એક એક્સિડેંટ માં મારા મમ્મી-પપ્પા એક્સપાયર થય ગ્યાં.હવે એ સમયે મારી જોડે ખાલી બે રસ્તા હતા.એક કા'તો ભગવાન ને ગાળો બોલીન મરી જવ કે કા'તો બધુ ભૂલીન આગળ વધી જવ અને મે આગળ વધવા નું નક્કી કર્યું.પછી ફય મને પોતાની સાથે અહિ લેતા આવયા ને મારા ભણવા,ગણવા બધોજ ખર્ચો એને ઉઠાવી લીધો.ડિંપલ પણ મને સગી બેનની જેમજ રાખે છે.આ ઘરે ક્યારેય મને મારા માં-બાપ ની કમી મેહસૂસ નથી થવા દીધી.તો ભી જો ક્યારેક-ક્યારેક મમ્મી-પપ્પા સાંભરેને તો એકલી-એકલી બાથરૂમ માં જઇને રોય લવ.એમાં તું એમ કેછો કે મારે કોઈ તકલીફ નથી!''
આટલું કહી શીતલે ભીની આંખે મયુર સામે નજર કરી.મયુર અપરાધી બોલ્યો.
''સોરી,મને નોતી ખબર કે તારી સાથે આવું-બધુ થયું છે.''
શીતલ આંખો લૂંછી પાછી નોર્મલ થય
''ના-ના કાઇ વાંધો નઇ 'ઇટ્સ ઓકે '.હવે એ વાત જવાદે. તું કા'ક તારું કે... તારી લાઈફ માં કઈ ઇન્ટરેસ્ટિંગ જેવુ કાઇ છે કે નય? જેમ...કે,,,ગર્લ ફ્રેન્ડ-બલ્ફ્રેંડ છે કે નઇ?''
''ના કોઈ નથી,એટ્લે હતી પણ પૈસા એ એને ભી લઈ લીધી ''
''ઓહો,,,તો-તો આ વાત તો જરૂર થી સાંભળવી પડશે ,હાલ પેલે થી ચાલુ કર.''
મયુરે પહલે થી વાત માંડી ને શીતળ હોશે-હોશે સાંભળતી રહી પછી તો એનેય એની વાત કરવા નું ચાલુ કર્યું . બેય લોકો ધીમે-ધીમે એક બીજા ની અંગત વાતો જાણવા અને જણાવવા માંડ્યા.કોય ને કંટાળો નતો આવતો એની જગ્યા એ વધારે ને વધારે સાંભળવાનું મન થતું.વાતૂ-માંને-વાતુમાં સમય ક્યાં જતો રહ્યો ખબર જ નો પડી .શીતલે જોયું તો મોડીરાત થય હતી એણે પારસ ને ઉઠાવ્યો.પારસ તો થાકી ને કયાર નો ત્યાંનો ત્યાંજ સૂઈ ગ્યો.શીતલ સાગર ને લઇન નીચે જતી રહી ને જતાં જતાં મયુર ને એક મીઠી એવી મુસ્કાન્ન આપતી ગય.મયુર તો એના ગયા પછી પણ ત્યાં જોતોજ રહી ગ્યો.એની માટે આ ઘડી એના જીવન ની સૌથી સારી પળો હતી.વર્ષો થી દબાયેલી એની વાતું ના પટારા જાણે આજ કોઈ ખાલી કરી ગયું અને બદલામાં લાટબધી એટ્લે લાટ બ...ધી નિરાંત આપતું ગયું હોય.મયુર તો સીધો પથારી માં ઊંધો પડ્યો એવી તરત જ ઊંઘ આવી ગય.
બીજા દિવસ થી લગ્ન ની વિધિઑ ચાલુ થવા લાગી.માંડવા રોપાયા,રુડી પીઠી ચોળાણી,સામે થી હર્ષ ઘેલા ગાંડાતુર થય ને નાચતા-નાચતા જાનૈયા આવ્યા.મનમોહક રીતે શણગારેલી ચોરી વચ્ચે નવસુંદરી ડિંપલ એ વેવાહિત જીવન માં પોતાના પ્રથમ પગલાં માંડયા. રો'તા લોકો ની ભીડ માંથી થય ડિંપલ પોતાના સાસરે જવા પીયર માંથી હમેશ માટે ની વિદાય લીધી.
પાછળ પાછળ લોકો ની ભીડ પણ જવા માંડી.ઘડિક વાર પહેલા નું હસતું-ગાતું કલરવ કરતું ફળિયું એક દમ શાંત વિરાન મેદાન જેવુ થય ગયું.મેહમાનો ઘટવા લાગયા.સંબંધીઑ પોતાના ઘર તરફ રવાના થવા લાગ્યા.બે-ચાર ઘર ના લોકો સિવાય બધુ હજૂમ્મ જતું રહ્યું.બધા વહીવટ-વેહવાર પતી ગ્યાં ને જેમતેમ કરી ને આખરે ડિંપલ ના લગ્ન સંપૂર્ણ થયા.
{---{}---{}---{}---{}---{}---{}---{}---{}---{}---{}---{}---{}---}
ડિંપલ ના લગ્ન ને હવે અઠવાડીયા જેવુ થય ગયું હસે પણ લગ્ન ની મીઠી યાદુ હજી મયુર ના મન માં ઘૂમયા જ કરે છે.બધી યાદ એક મુસ્કાન આપતી જાય ને દરેક મુસ્કાન ફરી એક નવી યાદ આપતી જાય.વારાઘડીએ શીતલ ની નાની-નાની નાદાની ને નખરાં એને હસાવિ દેતા.પણ ખાલીપણ હજી ઉદાસી ભરી દેતું.પણ હવે એ એકલો ક્યાં હતો હવે તો એની પાસે વાતું કરવા માટે એક સારી દોસ્ત તો હતી?
મયુરે ડિંપલ ને ફોન કર્યો
''હેલ્લો...ડિંપલ''
''હાલો,,,હા ,બોલો,,''
''મયુર બોલું''
''હા...બોલ.ને!''
''તારી પાસે પેલી શીતલ નો નંબર છે?''
''હા છે ને!પણ તારે એનું શું કામ છે ?''ડિંપલ શંકાસ્પદ ભાવે પુછ્યું .
ડિંપલ નો સવાલ સાંભળી ને તો જાણે મયુર નું મગજ જ ધીમું થય ગયું.હવે ડિંપલ ને એનો જવાબ કઈ રીતે આપવો કે એ મનોમન શીતલ ને પસંદ કરવા લાગ્યો છે.પણ હવે કઈક તો બાનું બનાવુજ પડશે ને !મયુરે ખોટા બાના બનાવા નું ચાલુ કર્યું....
''એ...એતો....હા...મારો !સામાન ત્યાં રય ગ્યો છે એ મંગાવો તો.''
''તો મારા પપ્પા નો નંબર નથી તારી પાસે?''
''છે!પણ એ ફોન નથી ઉઠાવતા"
''તો મારા મમ્મી ને કર!''
''હવે નાની એવી વાત માં કાકી ને શું કામ હેરાન કરવા?''
''ઓહો,,,કાકી ની આટલી બધી ચિંતા થવા લાગી?''
''થાય જ ને લાડકી દીકરી ને સાસરે મોકલી એકલા આખું ઘર સંભાળે છે બેચરા.''
"હા,,,હા,,,ઠીક છે હવે બોવ માખણ મરમાં.મોકલું છૂ!''
''થેંક્યું...પણ જલ્દી મોકલ જે હો.''
ડિંપલ મયુર ની ચાલાકી ને સમજી ગય પણ તોય એને શીતલ નો નંબર મોકલી દીધો .આખરે શીતલ નો નંબર હાથ આવીજ ગ્યો.મયુર ની ખુશી નો તો ઠેકાણુંજ નો રહ્યું. જુમતો જાય નાચતો જાય. હરખ તો જાણે ઉછાળા મારતું હોય એવું લાગતું.રાતે ખાલી પડતાંજ તરત એણે શીતલને ફોન લગાવ્યો.
''હલ્લો,,,શીતલ?''મયુરે પૂછ્યું.
''હા...તમે કોણ?''શીતલે સામો સવાલ કર્યો
''મયુર બોલું!''
''મ...યુર...!ઓહો...!આજ અમારી યાદ કેમ આવી?''
''બસ!ખાલી બેઠો તો થયું કે કોક સારા માણસ ની હારે વાત કરી લવ.''
''એમ...!પણ ,ડિંપલ તો કેતીતી કે તારો કા'ક સમાન ભૂલાય ગ્યો છે.''
''ઠીક...તો એનો ફોન આવી ગ્યો લાગે?''
''હમ્મ....''
''ભૂલાય ગ્યોતો પણ પછી ગાડી માં એક વાર જોયું તો મળીગ્યો.''
''ઠીક તો મળી ગયો ને?''
''હા મળી ગ્યો હો.''
''આમ બાનુ બનાવતા સારું આવડે હો...''
''હે....ના...ના... એવું કઈ નથી!હકીકત માં થેલો ખોવાય ગ્યો તો.''
''જો મયુર તારે વાત કરવી હોય તો કઈ બાના બનાવવા ની જરૂર નથી.''
''સોરી''
''અરે કાય વાંધો નય યારર. હવે બોલ બીજું...''
આમ ધીમે-ધીમે બેય લોકો ની નાની-નાની વાતું ચાલુ થય.નાની વાતું માંથી પછી મૂલકાતું પણ થવા લાગી.અવાર-નવાર પરીક્ષા ને માટે શીતલ અહમદાવાદ આવતી અને મયુર મોકો જોય એને દર વખતે ક્યાંક ને ક્યાંક ફરવા લઈ જતો.બેય લોકો એક બીજાને જાણવા-સમજવા લાગ્યા.જે પેહલા એક બીજા ને ઓળખતાય નોહતા એ હવે એક-બીજા ની વિના તો રહી પણ નો'તા શકતા.એક બાજુ મયુર ની માયૂસી બિલકુલ ગાયબ થય ગય તો બીજી બાજુ શીતલ નો ચંચળ સ્વભાવ પણ શાંત શરમાળ થવા લાગ્યો બેફામ બોલતી શીતલ જાણે એક-એક શબ્દ હવે વિચારી-વિચારી બોલવા લાગી.બધુ શાંતિ થી છુપાતા-છુપાતા ચાલતું રેહતું.બેય નું જીવાન જાણે નવા વળાંક લેતું હોય પણ.....?????
એક દિવસ ની વાત છે.શીતલ મયુર ને અલવિદા કહી બસ માં બેઠી રસ્તા માં ફય નો ફોન આવ્યો કે તેમને કોય સંબંધી ની સગાય માં જવાનું થયું છે માટે તેને સીધી ડિંપલ ના સાસરે જવા કહ્યું.કેહવા પ્રમાણે શીતલ સીધી ડિંપલ ના ઘરે જતી રહી.મયુર ના વિચારો માં ખોવાયેલી શીતલે જરાય પણ પૂછવા નો આગ્રહ ના કર્યો કે કોની સગાય છે પણ જો તે પૂછી લેતને તો જાણી ને એના પગ નીચે થી જમીન ખસી જાત.
ટ્રીન્ન,,,,,ટ્રીન્ન.......
ઓફિસ બંધ કરવા ની ઘંટી વાગી. મયૂર ફરી ને પાછો યાદોની દુનિયા માંથી હકીકત માં આવ્યો.
''અરે,ટાઈમ થય ગ્યો?જલ્દી ઘરે પોહચું શીતલ વાટ જોતી હસે!''
મયુરે પોતાનો થેલો ખભે નાખ્યો ને ઘરે જવા રવાના થયો...
***************************
આગળ ના ભાગ માં;-
રાતો રાત મયુર ની સગાય થય ગય ને ખબર નય આ વાત શીતલ ને ક્યાંથી ખબર પડી.શીતલે તેને મળવા બોલાવ્યો.
શીતલ મયુર પર ત્રાડકી
''તે સગાય કરી લીધી?''
મયુર :-''પેલા મારી વાત તો સાંભળ''
શીતલ:-''નથી સાંભળવું મારે કાય''
આટલું કહી શીતલ ગુસ્સામાં ને ગુસ્સામાં મયુર પર થેલો ફેંકી ને ચાલતી થય
મયુર પણ તેને મનાવવા પાછળ-પાછળ ગયો.
''શીતલ....ક્યાં જાસો.?ઊભી તો રેહ...શીતલ....શીતલ.''

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

nihi honey 9 માસ પહેલા

Verified icon

Bhumi Jadav Tank 9 માસ પહેલા

Verified icon

Ravi Marakana 9 માસ પહેલા

Verified icon

Janki 9 માસ પહેલા

Verified icon

DEV Dhruve 9 માસ પહેલા