શુ તમને ભૂખ લાગી છે? Dr.Chetan Anghan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શુ તમને ભૂખ લાગી છે?

                       શું તમને ભૂખ લાગી છે??

            એકવાર એક યુવાન સોક્રેટિસ પાસે આવ્યો. તેણે સોક્રેટિસને પૂછ્યું “ સફળતા કેવી રીતે મળે છે?” સોક્રેટિસે તેને કહ્યું“ મારી સાથે નદી પર ચાલ.”
તે બંને નદી પાસે આવ્યા. સોક્રેટિસ તે યુવાનને નદી ની અંદર દોરી ગયો, થોડા અંદર ગયા પછી સોક્રેટિસે તે માણસ ને માથા ના પાછળ ના ભાગે થી પકડી ને તેના માથા ને નદી ની અંદર ડુબાડી દીધું. પેલો માણસ થોડીવાર શ્વાસ રોક્યા પછી તડપવા લાગ્યો અને થોડીવાર પછી તેને બહાર કાઢ્યો. તે યુવાન બહાર નીકળ્યા પછી જોરથી ઊંડા શ્વાસ લેવા માંડ્યો. થોડીવાર પછી સોક્રેટિસે પૂછ્યું“ તું અંદર હતો તયારે તને સૌથી વધારે કઈ વસ્તુ ની જરૂર હતી?”
“હવા.” પેલા માણસે જવાબ આપ્યો.
“બસ આ જ સફળતા નું રહસ્ય છે કે જયારે તમને સફળતા ની હવા જેટલી ખરાબ રીતે જરૂર પડે ત્યારે સફળતા મળે છે"

             દરેક શક્ય કામ કરવા માટે એકાદ વિચાર અને થોડી ઈચ્છા હોવી જોઈએ પણ અશક્ય કામ કરવા માટે ધગધગતા ઇરાદાઓ, અમાપ ભૂખ અને ઝનૂન જોઈએ. જરૂરિયાત કાર્યો ની જનની છે એ હવે જૂનું અને "આઉટડેટેડ" થઇ ગયું છે, નવા શબ્દો માં કહેવું હોય તો ભૂખ ભવ્યતા ની ધરોહર છે એમ કહીં શકાય. કેમકે જ્યાં ઘર થી નીકળતો દરેક માણસ મહાન બનવાના સપના લઇ ને નીકળે એ "એરા"માં એકલો "વિલપાવર" ખાલી ખાલી લાગે છે, એમાં ઝનૂન ભળે ત્યારે ભૂખ બની જતી હોય છે.
                 રસ્તા પર ચાલી જતી ભીડ એ પરિસ્થિતિ ને સ્વીકારી લીધેલા માણસોની છે, એમાંથી કોઈ ને પરિસ્થિતિ ની સામે બંડ હોય છે, ગરીબી, સામાજિક સ્થિતિ, કોઈપણ સ્તરે એનો અસંતોષ એક કશ્મકશ જગાવે છે અને અંતે ભૂખ માં પરિણમે છે, વિશ્વ ના અનેક મહાન વિજ્ઞાનીઓ અને મોટિવેશન ગુરુ ઓ માને છે કે કોઈ ખુબ જ પ્રતિભાવાન  પણ સંતૃપ્ત માણસો પ્રમાણ માં ઓછા સફળ થાય છે જયારે  જલદ ભૂખ વાળા, પ્રબળ ઇરાદાવાળા પ્રતિભાવિહીન માણસ ખુબ જ સફળ થાય છે, એની ભૂખ એની આવડતો ના દ્વાર ખોલે છે, એની પ્રતિભાઓ ને ખીલવે છે, એની નકારાત્મકતાઓ ને ઝડપ થી ભૂલે છે, એના અવરોધો એના ઇરાદા ઓ ને ઇંધણ પૂરું પાડે છે. એના અવરોધો એને વધારે કટિબદ્ધ બનાવે છે કે બદલાવ જરૂરી છે, ભૂખ વ્યક્તિ ને  દરેક પરિસ્થિતિ ને અનુકૂળ બનાવે છે, પોતાને વારંવાર બદલાવે છે, ભૂખ માણસ ને પોતાની સાથે બીજા ની ભૂલોમાંથી પણ શીખવે છે, એ વ્યક્તિ  સમય ની મર્યાદાઓ ને સ્વીકારી ને તેનો મહત્તમ ઉપયોગ કરાવે છે, તેની અંદર "ઇનર ઇન્સ્ટીકટ" ઉપન્ન કરે છે, જે ભૂતકાળ નું મૂલ્યાંકન કરી ને ભવિષ્ય ને બદલે છે. એ હારી જાય છે પણ હતાશ થવા દેતી નથી, એ કમ્ફર્ટ ઝોન ના પરપોટા ને સર્જવા નથી દેતી,   એ બિયોન્ડ લિમિટેશન વિચારવા પ્રતિબદ્ધ બનાવે છે.
      ભૂખ્યો વ્યક્તિ કોઈ નાની સફળતા થી અટકી જતો નથી પણ એને મેળવી બીજી સફળતા ઓ તરફ દોડવા માંડે છે.દર વર્ષે લાખો લોકો બોર્ડ પરીક્ષા આપે છે. બારમા તથા દસમા ધોરણ ની બોર્ડ પરીક્ષા ના ટોપટેનર્સ ની સામે તકો નો પટારો ખોલી દેવામાં આવે છે પણ  વર્ષો પછી એક પણ ટોપટેનર્સ કોઈપણ ક્ષેત્ર માં સૌથી ઊંચા સ્થાને દેખાતા નથી, એ પોતાની જિંદગી ની આર્થિક પરિસ્થિતિ માં થોડો બદલાવ સિવાય કંઇજ કરી શકતા નથી, અને સામે સાવ જ નિષ્ફળ લાગતા વિદ્યાર્થીઓ સફળતા ના શિખરે જોવા મળે છે આ ક્યાંક પ્રતિભા કરતા બદલાવ ની ભૂખ કરાવે છે.                        બર્નિંગ ડિઝાયર માણસ માં બે રીતે આવે છે એક જન્મજાત હોય છે જે જન્મ થી કોઈ વિષય માં ઊંચા સપના જોવાનું ચાલુ કરી દે છે, વિષય ને ઊંડાણપૂર્વક જાણવાનું ચાલુ કરી દે છે,જ્યારે કેટલીક વ્યક્તિઓ માં કોઈ નિઃચ્છીત પળે કે પરિસ્થિતિ એ નિર્માણ થાય છે. કોઈ ક્ષણે માણસ ની બધી જ પરિસ્થિતિ નું આપોઆપ મૂલ્યાંકન થઇ જાય છે અને એ બદલાવ ને લાવવા કૃતનિશ્ચયી બને છે, બર્નિંગ ડિઝાયર વાળા વ્યક્તિ ઓ ઝડપથી પ્રતિભાવ આપતા નથી, ઝડપ થી થાકતા નથી, શરીર ની મર્યાદાઓ ની પેલે પાર કાર્ય કરે છે, એ સામાજિક મેળાવડાઓમાં જલ્દી જોવા મળતા નથી, એ ટોળાઓમાં તાળીઓ પાડતા જોવા નથી મળતા.તે દરેક ક્ષણ નો ઉપયોગ ધ્યેય તરફ જવા માટે કરે છે.તે ખુબ જ્ઞાની હોય છે, તેઓ ચિક્કાર વાંચે છે,તેઓ દરેક પરિસ્થિતિએ બધી જ શક્યતાઓ ને ચકાસે છે. તે પોતાની વિચારશીલતા અને કાર્યક્ષમતા ને ઝડપ થી બદલે છે, તે પોતાના વીશાળ ધ્યેય ની સાપેક્ષ માં સામાન્ય લાગતી ખુશીઓ ને વ્યક્ત કરતા નથી. એ દરેક ને સાંભળે છે. એ દલીલ કરતા નથી. તમે ક્યારેય મેચ જીત્યા પછી ધોની ને સ્મિત સાથે પેવેલીયન તરફ જતા જોયો છે?

         દુનિયા જયારે હેતુવિહીન ઉજવણી કરતા હોય છે ત્યારે તે કોઈ ખૂણામાં પોતાની સફળતા નો ગ્રાફ બનાવતો હોય છે. તેઓની નિર્બળતા તેમના પગથિયાં બની જાય છે અને નિષ્ફળતા સફળતા નું ટોનિક. દુનિયા નો સૌથી ટેલેન્ટેડ હાઈએસ્ટ પેઈડ સ્પોર્ટપર્સન એવો સચિન તેની કારકિર્દી ની અંતિમ દિવસ સુધી દરરોજ સવારે પાંચ વાગે ઉઠીને ક્રિકેટ પ્રેક્ટિસ કરતો રહ્યો હતો.
        "આર્ટ ઓફ વોર" પુસ્તક ના લેખક લખે છે કે દરેક સૈનિક ત્યારે જીતે છે જયારે એ વિચારે કે તેને
સામેના સૈન્ય સામે નહિ પણ મૃત્યુ સામે લડવાનું છે. એક્ટર બનવાની ઘેલછા સાથે 1970 માં હોલિવૂડ ની ગલી ગલી એ ઘુમનાર અને રાત પડે પબ્લિક બેન્ચ પર સુઈ જનાર સિલ્વર સ્ટેલોન ને લોકો એ એમ કહી ને રિજેક્ટ કર્યો હતો કે યુ આર ટોક્ડ ફની, યુ આર  વોક્ડ ફની,કેન્ટ એક્ટ.
      ટેન્સિંગ હિલેરી માઉન્ટ એવરેસ્ટ સર કર્યો એની પહેલા એક વાર મુશ્કેલી ને કારણે અડધે થી પાછો આવી ગયો હતો ત્યારે તેણે માઉન્ટ એવરેસ્ટ ને પડકાર કહેતા કીધેલું"એ એવરેસ્ટ તું તો એક પડકાર છે હું માણસ છું હું વિચારી શકું છું હું બદલી શકું છું,હું વિકસી શકું છું. હું મારી મર્યાદા ઓ ને વિસ્તરી ને આવીશ ત્યારે તું એક ઇંચ પણ બદલી નહિ શકે કારણ કે તું પડકાર છે અને પછી હિલેરી તેનશીંગ સાથે મળી ને એવરેસ્ટ સર કરે છે તે ઇતિહાસ છે. એડિસન ની હજારો એક્સપેરિયન્સ ની લાયબ્રેરી એકવાર બળી ને ભસ્મ થઇ ગઈ અને એડિસન એ આકાશ તરફ જોઈ ને કીધું કે ohh! God you want fresh experience?.

    રામચરિતમાનસ માં તુલસીદાસ લખે છે કે.
"जेहिके जेहि पर सत्य सनेहू, 

सो तेहि मिलय न कछु सन्देहू."
એટલે કે
"કોઈ વસ્તુ ને પુરી નિષ્ઠા થી ઈચ્છો તો નિઃશંકપણે તમને મળે છે"
       દરેક માણસ ની અંદર કંઈક બનવાની,મેળવવાની, બદલવાની કે પોતાની જાત ને સાબિત કરવાની ઈચ્છા  હોય છે, એકાદ ટકા લોકો પોતાની મૂળભૂત ઇચ્છા ને સાકાર કરી શકે છે કારણ કે તેઓ પોતાના સપના ને પોતાનુ ઝનૂન બનાવી લે છે આવું ઝનૂન જ કોઈ સેલ્સમેન ને આલ્બર્ટ આઇસ્ટાઇન બનાવી દે છે.લોકો નિષ્ફળ જાય છે કારણ કે પોતાના બદલાતા સંજોગો સાથે ઈચ્છાઓ નબળી પડતી જાય છે અને પોતે "નવ્વાણું" ની ભીડ માં ભળી જાય છે.
        આશરે સવા બસ્સો વર્ષ પહેલા એલોપેથી MD ડિગ્રીધારક એક ડોક્ટર ને એમ લાગે છે તેના દ્વારા અપાતી સારવાર ક્રૂર અને નિર્દય છે, તેનાથી દર્દી ની તકલીફ ઓછી ના થતા વધે છે,તેથી તે પોતાની પ્રેક્ટિસ છોડી દે છે, તેને ભૂખ લાગે છે એક એવી ચિકિત્સાપઘ્ધતિ ની જે દર્દી સાથે હમદર્દી ધરાવે અને શોધી કાઢે છે એક નવીનતમ ક્રાંતિકારી ચિકિત્સા પદ્ધતિ. નામ છે હોમિયોપેથી. અને તે મહાનત્તમ ડોક્ટર નું નામ છે હેહનેમેન.
     અધૂરા મહિને ઓછા વજન સાથે જન્મેલી ચાર વર્ષ ની બાળકી ને પોલિયો માં ડાબો પગમાં લકવા થઈ જાય છે અને ડોકટર કહી દે છે કે તે તેના જીવનભર ક્યારેય ચલી નહીં શકે. પગ ને બ્રેસ ના આધારે ટેકો આપી ઉભી થઈ શકતી બાળકી એક દિવસ એની માં ને કહે છે મારે દોડવીર બનવું છે.એ બાળકી પોતાના ઝનૂન અને ભૂખથી ત્રણ ત્રણ ઓલમ્પિક ગોલ્ડમેડલ જીતે છે.નામ છે.વિલ્મા રૂડોલ્ફ.
     પ્રબળ ભૂખ ધરાવતા લોકો  એકસ્ટ્રા માઇલ કામ કરે છે, તે તેની જાતને નીચોવી દે છે. તે કોઈ નાનકડા માઈલસ્ટોને સંતૃપ્ત થતા નથી. તે તેના શરીર ની ક્ષમતાઓને પડકારે છે, તે તેના વિચારોની ક્ષિતિઝોને વિસ્તારે છે.    
            ક્રિકેટના સ્ફોટક બેટ્સમેન અને પોતાની અલ્લડ બેફિકર બેટિંગ માટે જાણીતા વીરેન્દ્ર સહેવાગ ને એકવાર કોઈ પત્રકારે પૂછ્યું "તમે તમારું શતક થઈ જાય પછી શું વિચારો છો."

સહેવાગે હસીને જવાબ આપ્યો."ડબલ સેન્ચ્યુરી."

 
          તમારી આસપાસ નિહાળો. તમે જિંદગી માં એ બધું જ મેળવ્યું છે જે તમે ઇચ્છયું છે?.શું તમને તમારા સપનાઓ જગાડે છે?, તમને દરેક મહિને એક નવો વિચાર આવે છે?, શું તમે હંમેશા એવું વિચારો છો કે આ એ જગ્યા નથી જ્યાં પહોંચવા હું નીકળ્યો હતો?,  તમને ક્યાંક લાગે છે કે તમે હજુ પૂર્ણ રીતે સંતૃપ્ત નથી. અને એટલે જ તમે કંઈક નવું કરવા પ્રેરાવ છો?. તમને તમારી આસપાસ ની શાંતિ આભાસી લાગે છે તો તમારી અંદર ક્યાંક સળગતી ચિનગારી હાજર છે, રોજ સવારે ઉઠી ને તમે તમને જ પૂછજો શું તમને ભૂખ લાગી છે???



ઇનસાઇડ ઍડ્ઝ ::: કુલું ના ઇન્ડિયન આર્મી ના હેડક્વાર્ટર ની બહાર એક બોર્ડ છે “ હું મારા(દેશ ની રક્ષા કરવાના)  કાર્ય ને પુરવાર નહિ કરું ત્યાં સુધી મોત તું પણ રસ્તા માં આવીશ  તો નિઃચ્છીત હું તને મારી નાખીશ."