હવસ-It Cause Death ભાગ-2 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવસ-It Cause Death ભાગ-2

હવસ :-IT CAUSE DEATH-ભાગ 2

દાદરનાં દરેક પગથિયાંનું ચડાણ અનિકેત નાં મગજમાં એક ચક્રવાત મચાવી રહ્યું હતું.કોણ જાણે શું ચાલતું હતું એનાં મનમાં પણ કંઈક તો હતું જે એને આટલી હસીન પત્ની નો સાથ અને આટલી ખુબસુરત પળનો અહેસાસ જોડે હોવાં છતાં ગહન વિચારતાં કરી મુકવા કાફી હતું.સામે પક્ષે જાનકી નાં ચહેરા પરથી એનાં મનમાં ચાલતાં ભાવ કળવા મુશ્કેલ નહીં પણ અતિ મુશ્કેલ હતાં.

દાદરો ચડીને એની ડાબી તરફ વળતાં જે પ્રથમ રૂમ આવ્યો એ હતો અનિકેત અને જાનકી નો બેડરૂમ..જાનકી એ પોતાનાં હાથે બેડરૂમનું લોક ખોલી અનિકેતને અંદર પ્રવેશવા ઈશારો કર્યો.જાનકી નાં ઈશારાની ચુંબકીય શક્તિ નીચે ખેંચાણ અનુભવતો અનિકેત એની પાછળ-પાછળ પોતાનાં બેડરૂમમાં પ્રવેશ્યો.

બેડરૂમની અંદરનો નજારો જોઈને અનિકેત તો આભો જ બની ગયો.એનો બેડરૂમ અત્યારે જે રીતે સજાવાયો હતો એ જોતાં જ એનાં ચહેરા પર નાં ઉચાટ નાં ભાવો અત્યારે એક સુકુન ભર્યાં ભાવોમાં તબદીલ થઈ ગયાં હતાં.જાનકી એ આખો બેડરૂમ ડેઈઝી અને વહાઈટ રોઝ ફ્લાવર્સ થી સજાવ્યો હતો.રૂમની દીવાલો પર અત્યારે જુદી-જુદી ફોટો લગાવેલી હતી જે એમનાં લગ્નજીવન નાં અલગ અલગ પ્રસંગો ને તબક્કાવાર દર્શાવી રહી હતી.

અનિકેતે એ ફોટો ગેલેરી જોતાં પોતાની જાત ને મુલવવાની ઈચ્છા થઈ આવી..ક્યાં લગ્ન વખત નો સ્લિમ એન્ડ ફિટ અનિકેત અને ક્યાં અત્યારનો અનિકેત.કામ નાં બોજ હેઠળ અનિકેત જાણે પોતાની જાતની પરવાહ કરવાની ભૂલી જ ગયો હતો.જ્યાં જાનકી એ હજુ પણ પોતાની જવાની અને રૂપ મહદઅંશે સાચવી રાખ્યાં હતાં ત્યાં અનિકેત ની ઉંમર ની ખબર એનાં શરીર અને ચહેરા દ્વારા સરળતાથી લગાવી શકાય એમ હતું.

અનિકેત નું પેટ થોડું બહાર આવી ચૂક્યું હતું અને શરીર નું વજન પણ ઘણુંખરું વધી ચૂક્યું હતું.માથાની આગળનાં ભાગમાં હેરફોલ ની અસર નાં લીધે હવેતો ટાલ પણ થોડી ઘણી ચમકવાં લાગી હતી.ચહેરા પર ઉંમરની અસર રૂપે થોડી ફિકાશ આવી ગઈ હતી.જાનકી હજુ ત્રીસ વર્ષની હોય એવું એને જોઈને લાગતું જ્યારે અનિકેત પિસ્તાલીસ વર્ષ વટાવી ચુક્યો હોય એવું સહેજે સમજી શકાતું હતું.જ્યારે અનિકેત કોઈ પાર્ટી માં જાનકી સાથે જતો ત્યારે લોકોની નજર એમને જોઈ મુક ભાષામાં આ ઘરડાં ને શું મસ્ત બૈરું મળ્યું છે એવું બોલતી હોય એવું અનિકેત ને લાગતું.

આજેપણ બેડરૂમમાં રાખેલાં એ ફોટોગ્રાફ્સ અનિકેત ને પોતાનાં દેખાવ ની સરખામણી જાનકી સાથે કરવા મજબુર કરી રહ્યું હતું.અનિકેત હજુ એ વિશે વધુ કંઈપણ વિચારે એ પહેલાં જાનકી બેડરૂમને અંદરથી લોક કરીને અનિકેત નો હાથ પકડી એને બેડ પર બેસાડતાં બોલી.

"તો કેવું લાગ્યું તને અનિકેત..?"

જાનકી ની મૃગનયની આંખો ની તરફ જોઈને અનિકેત બોલ્યો.

"તું શેની વાત કરે છે..જો આ બેડરૂમની સજાવટની વાત કરતી હોય તો એ ખૂબ સરસ છે..અને જો તું.."આટલું કહેતાં અનિકેત અટકી ગયો અને પોતાનાં હાથની હથેળીને જાનકીનાં ચહેરા ફરતે રાખી દીધી.

"અને શું અનિકેત..?"અનિકેત ની અધૂરી મુકાયેલી વાત ને પૂર્ણતા મળી જાય એ હેતુથી નજરો ઝુકાવી જાનકી બોલી ઉઠી.

"અને જો તું મારી જીવ થી પણ વધુ વ્હાલી પત્નીની વાત કરતી હોય તો એનું વર્ણન કરવાં મારાં જોડે શબ્દો નથી..એ છે જ એટલી સુંદર કે એની સુંદરતા ને શબ્દોમાં કેદ કરવી શક્ય નથી.બસ એક કવિ ની કલ્પનાથી પણ વધુ મનમોહક છે એ.."આટલું કહી અનિકેતે જાનકીનાં ધ્રુજતાં અધરોને હળવેકથી ચુમી લીધાં.

અનિકેત નાં શબ્દોની સાથે એની આ હરકત જાનકી નાં સમગ્ર દેહમાં મીઠી સિરહન દોડાવી ગઈ.આવી જ સિરહન એને લગ્નની પહેલી રાતે પણ અનિકેતનાં આગોશમાં અનુભવી હતી.જાનકી આમ થતાં જ અનિકેત ને વળગી પડી,અનિકેત નાં હાથ પણ અનાયાસે જાનકીની ફરતે વીંટળાઈ ગયાં.લગભગ પાંચેક મિનિટ એમજ રહ્યાં બાદ અનિકેત અને જાનકી એકબીજાથી અલગ થયાં.

"અનિકેત..વાઈન નાં ગ્લાસ તૈયાર કરું..?"મદહોશ કરી દેતાં સુરમાં જાનકી બોલી.

અનિકેતે કંઈ બોલવાનાં બદલે આંખોનાં ઈશારાથી જ જાનકી ને વાઈન નાં પેગ તૈયાર કરવા માટે હામી ભરી દીધી.જાનકી એ વાઈન ની બોટલમાંથી બે ગ્લાસ માં વાઈન કાઢી અને એમાંથી એક ગ્લાસ અનિકેત ને આપ્યો જ્યારે બીજો પોતાનાં હાથની નાજુક આંગળીઓની વચ્ચે રાખ્યો.

"Cheears.."એકબીજાનાં ગ્લાસ ને હળવેકથી ટકરાવી બંને એ ધીરે ધીરે વાઈન નાં ઘૂંટ ભરવાનાં શરૂ કરી દીધાં.

વાઈન પીતાં પીતાં અનિકેત અને જાનકી ની નજરો જ્યારે જ્યારે ટકરાતી ત્યારે અનિકેત તો જાનકી ની કેફિયત ભરેલી આંખોને મનભરીને પી લેતો જેનાંથી એનો નશો બેવડાઈ જતો.પચાસ વર્ષથી પણ જૂની એ વાઈન ની બોટલ અત્યારે અનિકેત નાં મગજ ઉપર એટલી હાવી નહોતી થઈ શકી જેટલી હાવી એની પત્ની જાનકી ની નજર થઈ હતી.

જાનકી એ તો વાઈન નો બીજો પેગ ખતમ કર્યાં બાદ પોતે હવે ત્રીજો પેગ નહીં પીવે એવું કહી દીધું..તો અનિકેતે દબાણ કરી જાનકી ને ત્રીજો પેગ બનાવી આપ્યો.અનિકેત ની વાત ને જાનકી ટાળી ના શકી અને એનો સહર્ષ વાઈન નો ત્રીજો પેગ પણ અનિકેત ની સાથે સાથે ગટગટાવી દીધો.

વાઈન પૂર્ણ થતાં જ જાનકી ની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ કેમકે એ ગ્લાસની અંદર ડાયમંડ નેકલેસ હતો.આ એજ નેકલેસ હતો જે અનિકેત જાનકી માટે મેરેજ એનેવર્સરી ની ભેટ સ્વરૂપે લાવ્યો હતો.જાનકી ની નજર ચૂકવી ત્રીજો પેગ ભરતી વખતે અનિકેતે ધીરેથી એ નેકલેસ ગ્લાસ નાં અંદર રાખી દીધો હતો.ગ્લાસ ની અંદરથી ડાયમંડ નેકલેસ કાઢી એને નીરખીને જોઈ જાનકી બોલી ઉઠી.

"Wow.. its look so expensive.."

"Not much.. just 1.5 crore.."અનિકેત કોઈ ભાવ વગર સરળતાથી બોલી ગયો.

"દોઢ કરોડ..અને તું કહે છે વધારે નથી..thanks.."નેકલેસ તરફ જોતાં અનિકેત ને ઉદ્દેશીને જાનકી બોલી.

"જો યાર..તારી આ ચહેરા પર આવેલી અબજો રૂપિયાની સ્માઈલ આગળ આ હાર ની કિંમત સામાન્ય જ છે."જાનકી નો હાથ પોતાનાં હાથમાં લઈને અનિકેત મૃદુતાથી બોલ્યો.

"તું અને તારી વાતો..તને હું એમાં તો હરાવી નહીં શકું..હવે તું તારાં હાથે જ આ નેકલેસ મારાં ગળામાં પહેરાવી દે.."નેકલેસ ને અનિકેત ની તરફ ધરતાં જાનકી બોલી.

જાનકી નાં કહ્યાં મુજબ અનિકેતે પોતાનાં હાથે જાનકી ની ડોકમાં એ ડાયમંડ નેકલેસ પહેરાવી હકીકતમાં નેકલેસની શોભા વધારી દીધી..પોતાની જાત ને અરીસામાં નિરખતાં જાનકી અરીસામાં દેખાતાં અનિકેત નાં પ્રતિબિંબ તરફ નજર કરી બોલી.

"Aniket.. thanks again for this beautiful gift."

જાનકી નો અવાજ એટલો નશીલો હતો કે અનિકેત એ સાંભળી અનાયાસે જ ઉભો થઈ ગયો અને જાનકી જ્યાં ઉભી હતી ત્યાં એની પાછળ જઈને ઉભો રહ્યો..અનિકેતે ધીરેથી પોતાનાં હાથને જાનકી ની નાજુક કમર ફરતે વીંટાળી દીધાં.

"શું કરે છે અનુ..?"જાનકી કમર ફરતે વીંટાળેલાં અનિકેત નાં હાથ ને છોડાવવાની વ્યર્થ કોશિશ કરતાં બોલી.

જાનકી જ્યારે લાગણી નાં અતિરેક માં તણાઈ જતી અને સ્ત્રીસહજ ઈચ્છાઓ જ્યારે ઘોડાપુર બની એનાં મનમાં ઉભરાતી ત્યારે એ અનિકેત ને અનુ કહીને બોલાવતી એ બાબતથી વાકેફ અનિકેત એનાં કહેવાનો મતલબ સમજી ચુક્યો હતો.

અનિકેતે જાનકી નાં રેશમી કેશ ને ગરદન ની એકતરફ કરીને ખુલ્લી થયેલી ગરદનની ઉપર પોતાનાં અધરોને મૂકી ને એક ચુંબન કર્યું..આ ચુંબનની અસરમાંથી જાનકી બહાર આવે એ પહેલાં અનિકેતે જાનકી ની ગરદન પર દાંત ગડાવીને એક લવ-બાઈટ ભરી લીધી.

અનિકેત ની આ હરકતે જાનકી નાં આખાં શરીરને ધ્રુજાવી મૂક્યું અને એ અનિકેત ની તરફ ઘુમી એને વળગી પડી..અનિકેતે પોતાનાં હાથ વડે જાનકી ને પોતાનાંથી થોડી અળગી કરી અને એનો ચહેરો ઊંચો કરી એની ઝુકેલી આંખોના ભાવ વાંચવાની કોશિશ કરી જોઈ..એ ભાવ અનિકેત વાંચી શકતો હતો જે કહી રહ્યાં હતાં કે અનિકેત આજે મને તારામાં સમાવી લે..આજની રાત મને તારામાં સમાવી ને મને તૃપ્તિનો એવો મીઠો અહેસાસ કરાવ જેની તપીશમાં હું મહિનાઓ સુધી પરિતૃપ્ત થઈ જાઉં.

હવે વધુ બોલવું જરૂરી નહોતું બસ હવે તો આંખો બોલવાની હતી અને એનાં ઈશારે અનિકેત અને જાનકી એકબીજાનાં મનની વાત જાણી એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનાં હતાં.જેની શરૂવાત અનિકેતે પોતાનાં અધરો નો ભાર જાનકીનાં કોમલ અધરો પર મુકતાં થઈ ગઈ હતી.પંદર મિનિટ સુધી બંને એકબીજાનાં અધરો ને એ રીતે ચુમતાં રહ્યાં જેમ ભમરો સુમનમાંથી રસ ચૂસતો હોય.

ચુંબનની સાથે-સાથે જાનકી ની સાડીનો પાલવ સરકીને નીચે આવી ગયો હતો..અને અનિકેત નો શૂટ પણ નીચે બેડરૂમની ફર્શ પર પડ્યો હતો..જેવાં બંને એકબીજાથી અલગ થયાં એજ સમયે અનિકેતે જાનકીને ઊંચકી ને પલંગ પર લાવીને સુવડાવી દીધી.

જાનકી ની આંખો અત્યારે આવનારાં હસીન સમયની ગણતરીએ બંધ થઈ ચૂકી હતી જ્યારે અનિકેત ની આંખો હજુપણ પોતાની પત્ની નાં શરીરનાં નાજુક અંગોની બનાવટ ને નીરખી રહી હતી.અનિકેત અને જાનકી નો આ બેડરૂમ અત્યારે આવનારાં તોફાનનો મુક સાક્ષી બનવાનો હતો જેમાં કોઈ મીનમેખ નહોતો.

ધીરે-ધીરે એક પછી એક પરિધાન હટતાં ગયાં અને બેડરૂમની ફર્શ પર તથા ટેબલ પર અહીં તહીં પડતાં ગયાં.. હોશ ભૂલીને આજે બંને પતિ-પત્ની પોતાની પ્રથમ સુહાગરાત મનાવી રહ્યાં હોય એમ એકબીજાને તૃપ્ત કરવાની હોડમાં લાગી ચૂક્યાં હતાં.પણ કહ્યું છે ને પ્રેમ એ અહેસાસ છે જેમાં જેટલું વધારે પાણી પીવાનું થાય એટલી જ તરસ વધુ લાગે.

આજે પણ લગભગ કલાક જેટલી પ્રેમ-ચેષ્ઠાઓ અને અંતરંગ પળોની મજા માણ્યા બાદ અનિકેત અને જાનકી અત્યારે પરસેવેથી રેબઝેબ એકબીજાની જોડે સૂતાં હતાં.. હજુપણ બંને નાં શ્વાસ અસ્થિર હતાં અને છાતી નો ભાગ ઉપર નીચે થઈને એની સાબિતી પણ આપી રહ્યો હતો.થાક ની અસર બંનેના ચહેરા પર વર્તાતી હતી..દસ મિનિટ સુધી બંને જણાં મૌન રહ્યાં બાદ અનિકેત હતાશાનાં ભાવ સાથે બોલી ઉઠ્યો.

"Sorry.. જાનકી..આજેપણ હું તને એ સંતોષ આપી ના શક્યો જેની તું હકદાર છે અને જેની તારે સ્ત્રીસહજ જરૂર પણ છે."

અનિકેત નો ઉદાસ ચહેરો જોઈ જાનકી એની તરફ જોઈ એનો હાથ ચુમતાં બોલી.

"અનિકેત..એમાં તારો કોઈ વાંક નથી.તું આમ નિરાશ ના થઈશ. હું બહુ જ ખુશ છું યાર.તું એ બધું વિચારી પોતાની જાત ને દોષ ના આપ."

"પણ જાનકી જે સત્ય છે જ એ જ કહ્યું.. મારામાં પુરુષજન્ય ખામી છે એ વાત ની મને ખબર છે એટલે તું કંઈપણ સફાઈ આપીશ છતાં પણ મારાં મનનો વિષાદ શાંત નહીં કરી શકે."પોતે હવે પુરુષત્વ ની ઉણપથી પીડાતો હોવાંની વાતથી વાકેફ અનિકેત નંખાયેલાં અવાજે બોલ્યો.

"અનુ..તું આમ પોતાની જાત ને બ્લેમ ના કર..આ ઉંમરે મોટાભાગનાં પુરુષો આવી તકલીફ થી પીડાય છે..અને તું તો બહુ સ્ટ્રોંગ છે કેમકે તે પોતાની ખામી નો સ્વીકાર કરી લીધો અને એની સારવાર માટેનાં પ્રયાસ પણ કરી જોયાં.."અનિકેત ને હિંમત આપતાં જાનકી બોલી.

"હા મેં બધું કરી જોયું આ તકલીફ નું નિવારણ કરવા માટે..શીલાજીત થી લઈને વાઈબ્રેટર,જાપાની તેલ થી લઈને યોગા..આયુર્વેદ થી લઈને મેડિકલ ટ્રીટમેન્ટ છતાં અંતે બધું વ્યર્થ.પરિણામ આખરે શૂન્ય જ આવ્યું."રડમસ સ્વરે બોલતો હોય એમ અનિકેત બોલ્યો.

"ડાર્લિંગ..આમ અપસેટ ના થઈશ.હું તારાંથી ખૂબ જ ખુશ છું.તારી આ તકલીફ નું નિવારણ આપણે સાથે મળીને કરીશું.. તું નાહકમાં આટલું ચિંતિત થવાનું રહેવા દે.હું બે દિવસ પહેલાં જ એક મનોચિકિત્સક ને પણ આ માટે મળી હતી પણ એમને જે કહ્યું એ મને ઉચિત ના લાગ્યું..હું બે દિવસ પછી કોઈ અન્ય મનોચિકિત્સક ને મળતી આવીશ."અનિકેત નાં ગળા ફરતે હાથ વીંટાળી જાનકી બોલી.

જાનકી પોતાને કેટલો બધો પ્રેમ કરતી હતી એ જોઈ અનિકેત ને અત્યારે રાહત થઈ રહી હતી..છેલ્લાં ઘણાં સમયથી અનિકેત નાં શરીરમાં જાતીગત સમસ્યાઓ માથું ઊંચકી રહી હતી.સેક્સ દરમિયાન એ પૂર્ણપણે ઉત્તેજિત જ નહોતો થઈ શકતો જેની ગ્લાની એને વારંવાર સતાવી રહી હતી.ઘણાં બધાં ડોકટરોને બતાવ્યાં બાદ પણ કોઈ અસરકારક નિવારણ ના મળતાં અનિકેત ડિપ્રેશનમાં આવી જવાની અણી પર હતો.અનિકેત ડિપ્રેશનમાં સરી પડે એ પહેલાં એની પ્રેમાળ પત્ની જાનકી નાં સાથ તથા સથવારે એ ડિપ્રેશનમાં જતાં માંડ બચ્યો હતો.

"જાનકી તું કોને મળી હતી...??અને એને તને શું ઉપાય બતાવ્યો જે ઉચિત ના લાગ્યો..?"જાનકી કોઈ મનોચિકિત્સક ને જઈને પોતાની સમસ્યાનો ઉકેલ શોધવા ગઈ હતી એ વાત સાંભળતાં જ જાણસારું અનિકેતે સવાલ કર્યો.

"અનુ..મને કહેવામાં આવ્યું કે જો તમારાં પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધે અને તમારી જાણ બહાર ચોરી-છુપીથી ફિઝિકલ રિલેશન બાંધે તો એનાંથી ઉત્તપન્ન થતો રોમાંચ નો અહેસાસ એમની જાતીગત ઈચ્છાઓને ફરીવાર જાગૃત કરવાનું કામ કરી શકે છે.."અનિકેત નાં સવાલનાં જવાબમાં જાનકી બોલી.

"What rubbish.. હું બીજી કોઈ પારકી સ્ત્રી જોડે ફિઝિકલ રિલેશન બાંધવાની વાત તો દૂર રહી એ વિશે વિચારી પણ ના શકું.."પથારીમાંથી બેઠાં થતાં અનિકેત અણગમાનાં ભાવ સાથે બોલી ઉઠ્યો.

જાનકી પણ બેઠી થઈ અને અનિકેત નાં ખભે પોતાનું માથું મૂકી પ્રેમથી બોલી..

"અનુ..મને ખબર છે કે તું ક્યારે મારાં સિવાય અન્ય કોઈ સ્ત્રી તરફ નજર ઉઠાવીને જોવે પણ નહીં..છતાંપણ જો તું કોઈ અન્ય સ્ત્રી સાથે ફિઝિકલ થાય તો મને કંઈપણ વાંધો નથી.."

"What.. શું બોલી..?"જાનકી ની વાત સાંભળી ભારે વિસ્મય સાથે અનિકેત બોલી ઉઠ્યો.

"એ બેબી..હું તો જસ્ટ મજાક કરતી હતી."અનિકેતનાં ચહેરા પર તંગ રેખાઓને જોતાં જાનકી હસતાં હસતાં બોલી.

"આવી મજાક કોઈ કરતું હશે.."જાનકી નાં માથામાં ધીરેથી ટપલી મારતાં અનિકેત હસીને બોલ્યો.

"એ બહાને તારાં મુરઝાયેલાં ચહેરા પર મુસ્કાન તો આવી ગઈ.."જાનકી એ કહ્યું.

"હા અને એ પણ બહુ મોટી.."આટલું કહી અનિકેત જાનકી ને ભેટી પડ્યો..અને બંને ફરીવાર લાગી ગયાં પ્રેમસાગરમાં ડૂબકી લગાવવાની ભરપૂર કોશિશમાં.

જાનકી અને અનિકેત બંનેના આશ્ચર્ય વચ્ચે અનિકેત આ વખતે જાનકી ને પૂર્ણ સંતૃપ્ત કરી શક્યો..છેલ્લાં બે વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું હતું કે અનિકેત જાનકી ને અંતરિમ સુખ પહોંચાડવામાં સફળ રહ્યો હતો.

એકબીજાને શુભ રાત્રી કહી અનિકેત અને જાનકી એકબીજાને લપાઈને સુઈ જરૂર ગયાં પણ અનિકેત નું મન હજુપણ જાગ્રત હતું..પોતે અત્યારે કઈ રીતે પોતાની જાતીગત સમસ્યાઓ ને હરાવવામાં સફળ રહ્યો એ વિચારતાં અનિકેત નું મગજ ચકરાવે ચડી ગયું..વિચારતાં વિચારતાં અનિકેત ને એક એવો વિચાર સ્ફુર્યો જે એની સાથે ઘણાં લોકોની જીંદગી બદલી નાંખવનો હતો.

"શું જાનકી ને મનોચિકિત્સક દ્વારા કહેવામાં આવેલી વાત મુજબ હું કોઈ પર સ્ત્રી જોડે જાનકી ની જાણ બહાર જાતીગત સુખ માણું તો મારી પ્રોબ્લેમ નું નિવારણ આવી શકે?કેમકે અત્યારે એ વિષયમાં વિચારતાં જ મારું પુરુષત્વ જાગૃત થઈ ઉઠ્યું તો અન્ય સ્ત્રી સાથેનાં સંબંધો મારી ડખે પડેલી સેક્સ લાઈફને નવો ઓક્સીજન આપી જાય..પણ મારું આવું કરવું ઉચિત કહેવાય..?એવું કરવું એતો જાનકી જોડે વિશ્વાસઘાત સમાન છે પણ આખરે હું એવું કરીશ એમાં જાનકી નો જ ફાયદો છે તો પછી એ ખોટું તો નથી જ..?"

વિચારોનું એક વંટોળીયું અત્યારે અનિકેત ને આજની રાત સુવા નહોતું દેવાનું અને અમુક સમય બાદ એની સાથે બીજાં ઘણાં લોકોની રાત ની ઊંઘ અને દિવસોની ચેન પણ હરામ કરી દેવાનું હતું એ નિયતી એ નક્કી કરી લીધું હતું.!!

★★★★★★

વધુ આવતાં અંકે.

અનિકેત અને જાનકીનાં વૈવાહિક જીવનમાં કયો નવો ભૂકંપ આવવાનો હતો એ જાણવા વાંચતાં રહો આ નોવેલ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

આ નોવેલ નો વિષય થોડો બોલ્ડ છે એટલે અમુક રૂઢિવાદી લોકો એ સરળતાથી સ્વીકારી ના પણ શકે..પણ હું એક નવી પેઢીનો લેખક હોવાનાં નાતે સમાજનો સાચો અરીસો આપની સામે લાવવાનો પ્રયત્ન કરતો રહીશ.ઘણાં બધાં ચડાવ-ઉતાર તથા ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે સમય જતાં મારી આ નોવેલ "હવસ" તમારાં દિલ અને દિમાગ પર છવાઈ જશે એની ગેરંટી.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ

~જતીન.આર.પટેલ (શિવાય)