વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-17 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-17

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-17
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
          વિહાનના મમ્મીને હોસ્પિટલાઈઝ કર્યા પછી વિહાન રૂપિયાની સગવડતા માટે મહેતાભાઈ પાસે જાય છે.મહેતાભાઈ તેને બ્લૅક ચૅક અને રૂપિયા સાથે એક બ્રિફકેસ આપે છે.રિક્ષાની ટક્કર લાગતા બ્રિફકેસ ખુલી જાય છે.વિહાન તેમાં રહેલી ફાઇલ વચ્ચે છે ત્યારે તેના હોશ ઉડી જાય છે અને મહેતાભાઈની ઑફિસ તરફ એક્ટિવા મારી મૂકે છે.હવે આગળ…
      વિહાન મહેતાભાઈને મળીને બહાર નીકળ્યો.તેના ચહેરાનો રંગ બદલાયેલો હતો.કરુણતા અને ગુસ્સા મિશ્રિત ચહેરા પર અત્યારે સપાટ ભાવ હતા.વિહાન ઑફિસની બહાર નીકળી બાજુમાં પાનના ગલ્લે પહોંચ્યો અને એક સિગરેટ લીધી.પહેલીવાર તે વ્યસન કરવા જઈ રહ્યો હતો.મહેતાભાઈની વાતો હાથોડાની માફક તેના મગજમાં ઠોકાતી હતી.તેણે જે નિર્ણય લીધો એ સાચો હતો કે ખોટો એ જાણતો નોહતો. તેણે પોતાની લઘુતાગ્રંથિ છોડી દીધી હતી.તેને ચડેલા જુનુંનનું શું પરિણામ આવશે તેનાથી એ વાફેક હતો પણ એ નિર્ણય લઈ ચુક્યો હતો.
***
    આકૃતિએ આંખો ખોલી ત્યારે એ બેડ પર સૂતી હતી.બાજુમાં ઈશા વિચારમગ્ન બેઠી હતી.વિહાને તેને કૉલ કરી કહ્યું હતું કે આકૃતિને ચક્કર આવી ગયા એટલે એમ્બ્યુલન્સમાં તેને ચિરંજીવી હોસ્પિટલ ખસેડે છે.એ મહેતાભાઈને મળવા જતો હોવાથી થોડું મોડું થશે.આકૃતિને એકવાર ચક્કર આવ્યા હતા એ વાતની ઇશાને ખબર હતી.આકૃતિએ જ તેને કહ્યું હતું.પણ વિહાન શા માટે આકૃતિ સાથે ન આવ્યો એ વાત તેને વિચારવા પર મજબુર કરતી હતી.
     આકૃતિએ આંખો ખોલી એટલે ઇશાએ તેને સહારો આપી બેઠી કરી.
“શું થયું હતું તને?”ઇશાએ કુતુહલથી પૂછ્યું.આકૃતિએ યાદ કર્યું.એ જ્યારે રોડ ક્રોસ કરવા જતી હતી ત્યારે અચાનક એક જોંગા તેની પાસે આવી ઉભી રહી હતી અને બે લોકો તેને ખેંચી ગયા હતાં.
“કોઈએ મને કિડનેપ કરી હતી”આકૃતિએ ગંભીર થઈ કહ્યું. તેના ચહેરા પર અચાનક ડર આવી ગયો.
“શું?,તને કોઈએ કીડનેપ કરી હતી?વિહાને તો એમ કહ્યું કે તને ચક્કર આવી ગયા હતા”
“ના હું આંટી માટે દવા લેવા મેડિકલે ગઈ હતી અને રોડ ક્રોસ કરતી હતી ત્યારે કોઈ મને ખેંચી ગયું હતું”
    એટલામાં જ વિહાન ત્યાં આવી પહોંચ્યો.આકૃતિની પાસે આવી તેને ભેટી ગયો.આકૃતિ સમજી ના શકી પણ વિહાન જાણતો હતો આકૃતિ સાથે શું થઈ શકેત.
“તને કેટલીવાર કહ્યું કે એકલી ના ફર.જો ફરી ચક્કર આવી ગયાને”આકૃતિને ખિજાતા વિહાને કહ્યું.
“ના મને ચક્કર નોહતા આવ્યા”આકૃતિએ એ વાત યાદ કરતા કહ્યું.
“હું ત્યાં જ હતો ત્યારે,તું મેડિકલેથી બહાર આવતી હતી અને અચાનક રસ્તા વચ્ચે પડી ગઈ.સારું થયું ત્યારે બે વ્યક્તિ ત્યાં ઉભા હતા અને તને પકડી લીધી.હું હતો ત્યાં નહિતર?”વિહાને કહાની ઘડીને આકૃતિને સમજાવી.
“ના,મને ચક્કર નોહતા આવ્યા”આકૃતિએ કહ્યું.
“હવે તું ઠીક છે ને બસ”વિહાને આકૃતિનો હાથ હાથમાં લઈ કહ્યું.એટલામાં ડૉક્ટર ત્રિવેદી બેડ પાસે આવ્યા અને વિહાન સામે જોઈ મલકાયા.
***
“મહેતાભાઈ આ બધું શું છે?”વિહાન ગુસ્સામાં ધુંઆપુંઆ થઈ મહેતાભાઈની કેબિનમાં ઘુસ્યો હતો.મહેતાભાઈના મોઢામાં ત્યારે સિગાર હતો અને કમ્પ્યુટરમાં કંઈક જોઈ રહ્યા હતા.
“ઓહ,આવ બચ્ચા”મહેતાભાઈએ નજર ઉંચી કરી સ્મિત વેર્યું.
“આ બધું શું છે?”વિહાને બ્રિફકેસ મહેતાભાઈ તરફ ફેંકી,બ્રિફકેસ ખુલી ગઈ અને તેમાં રહેલી ફાઇલ ફર્શ પર પડી.મહેતાભાઈ તરત ઉભા થયા અને ફાઇલ ઉઠાવી લીધી.
“આ બિઝનેસ છે બચ્ચા”મહેતાભાઈ હસીને બોલ્યા.
“દેહવ્યાપાર જ ને?”વિહાને પૂછ્યું.મહેતાભાઈ મલકાયા.
“તને પણ મજા આવશે”મહેતાભાઈએ વિહાનને પોતાના ધંધામાં લાવવાની પુરી તૈયારી કરી લીધી હતી.
“મારે નહિ કરવો ધંધો અને તમે આકૃતિને છોડી દ્યો નહીંતર…”વિહાનને કંઈ સુજ્યું નહી એટલે અટકીને બોલ્યો, “હું પોલીસને કહી દઈશ”
      મહેતાભાઈ ફરી હસ્યા, તેનું અટ્ટહાસ્ય જોઈ વિહાન સમજી ગયો હતો કે આવા ધંધા એકલા ખભે ના થાય.
“એમ પણ કહેજે કે મહેતાનો આ મહિનાનો હપ્તો બે દિવસમાં મળી જશે અને હપ્તાની રકમ વધારી છે”મહેતાભાઈ ફરી હસ્યા, “મારી વાત સમજ,આ ધંધામાં અઢળક રૂપિયા છે,મારો ધંધો વિસ્તરે છે એટલે માણસોની જરૂર છે.તું આવીશ તો મારું કામ આસાન રહેશે,આમ પણ તારું આંકડામાં ભેજું જબરું ચાલે છે”સિગાર ખેંચી મહેતાભાઈ બોલ્યા.
“હું તૈયાર નથી.જેટલા રૂપિયા કમાઈશ એ ઈમાનદારી અને પ્રામાણિકતાથી જ કમાઈશ”વિહાને મક્કમ અવાજે કહ્યું.
“લો કરીને ગાજર-મૂળા જેવી વાત,મારે તને કેમ સમજાવવું”મહેતાભાઈએ હસીને કહ્યું.તેના હાસ્યમાં કટાક્ષ હતું.તેણે મોબાઈલ લીધો અને તેના આદમીને વીડિયો કૉલ કર્યો.કૉલ રિસીવ થતા આકૃતિનો બેહોશ ચહેરો સ્ક્રીનમાં દેખાયો.મહેતભાઈએ એ આદમીને ઈશારો કર્યો એટલે તેણે આકૃતિના ઉરોજ પર બંદૂકનું નાળચુ રગડ્યું.
“તેની સાથે ઘણુંબધું થઈ શકે છે,તું તો સમજદાર છો”મહેતાભાઈએ કડકાઇથી કહ્યું.વિહાન હચમચી ગયો.તેણે મોબાઈલ હાથમાં લીધો અને ગુસ્સામાં બરાડ્યો, “છોડ એને નહીંતર તારી ખેર નહિ”
“કામ ડાઉન બોય,હજુ તારા માટે કંઈક છે.”કહી તેણે ત્રિવેદીને વીડિયો કૉલ કર્યો.ત્રિવેદી અરુણાબેનના બેડ પાસે જ ઉભો હતો.
“જો તારી મમ્મી,કેવી નિરાંતે સૂતી છે.એ કદાચ હવે આંખો પણ ના ખોલે.મૌત કંઈ સરનામું પૂછીને નથી આવતી, એ તો પોતાનો શીકન્જો કસે છે અને પ્રાણપંખીડું લઈ ઉડી જાય છે.હા તારા મમ્મીનું જીવન મારા હાથમાં છે પણ..”મહેતાભાઈ થોડીવાર અટક્યા, “પણ હું એવું નહિ કરું,તું બસ મારા ધંધામાં આવી જા. બધું ઠીક થઈ જશે”
     વિહાન વિચારે ચડ્યો.જો અત્યારે મહેતાભાઈની વાત ન માની તો એ કંઈ પણ કરી શકે એ વિહાન જાણતો હતો પણ મહેતાભાઈનો સાથ આપવા એ તૈયાર નોહતો.
“તારે કઈ જ નહીં કરવાનું,હું કહું એ કામ કરી આપવાનું.છોકરા જેમ સાચવીશ તને”મહેતાભાઈએ વિહાનના વિચારોને વધુ ગતિ આપવા નિશાન સાધ્યું.
“પહેલાં આકૃતિને છોડો અને એ આદમીને અહીં બોલાવો”વિહાને કંઈક વિચારીને કહ્યું.
“શું?”મહેતાભાઈએ આશ્ચર્યથી પૂછ્યું.એ સમજ્યા નોહતા કે વિહાન વાત માની ગયો કે બીજું કંઈ વિચારે છે.
“પહેલાં આકૃતિને છોડ અને પછી એ આદમીને અહીં બોલાવ એમ”વિહાને ગુસ્સામાં કહ્યું.તેણે હવે મહેતાભાઈને આદર આપવાનું માંડી વાળ્યું હતું.
“ઑકે”કહી તેણે ત્રિવેદીનો કૉલ કટ કરી એ આદમીને કૉલ લગાવ્યો અને આકૃતિને છોડી ઑફિસે આવવા કહ્યું.
     પંદર મિનિટમાં એ આદમી ઑફિસે પહોંચી ગયો.ત્યાં સુધીમાં મહેતાભાઈએ કેવી રીતે વિહાનને અહીંયા સુધી ખેંચી લાવ્યા એ વાત જણાવી.વિહાને જ્યારે મહેતાભાઈને પોતાની કહાની સંભળાવી હતી ત્યારે જ એ સમજી ગયા હતા કે વિહાન કામનો માણસ છે.જો એ વિહાનને સીધી વાત કરે તો વિહાન ત્યારે વાત માનવા તૈયાર ન થાત.એટલે તેણે વિહાનનો વિશ્વાસ જીત્યો અને પોતાના ધંધાની ગંધ ના આવે એટલે ઑફિસનું કામ ઘરે શિફ્ટ કરાવી આપ્યું.હેન્ડસેટનો બિઝનેસ તો તેના કાળા કામને છુપાવવા માટે જ હતો.એ બિઝનેસની આડમાં પોતાના કાળા કામો કરીને તેણે મબલખ સંપત્તિ ઉભી કરી હતી.
     પેલો આદમી ઓફીસમાં આવ્યો એટલે વિહાન મહેતાભાઈની વાત સાંભળતો જ ના હોય એમ ઉભો થયો અને એ આદમીને બે તમાચા લગાવી દીધા.વિહાન એટલો આક્રમ થઈ હશે તેની જાણ પોતાને પણ નોહતી.બે તમાચા મારી તેને સંતોષ ન થયો હોય તેમ વિહાને એ આદમીના ગુડદામાં એક લાત મારી,એ બિચારો દીવાલ પાસે રહેલા કબાટ સાથે અથડાઈ ગાંસડીની જેમ ગૂંડલું વળી ગયો.
“હવે તેને હાથ લગાવ્યો તો જાનથી જઈશ”દાંત ભીંસી વિહાને ધમકી આપી.મહેતાભાઈ આ બધું જોઈ હસી રહ્યા હતા.એક રીતે તો એ ખુશ જ હતા.વિહાન આક્રમ થઈ ગયો એ વાત તેને બરફી જેવી મીઠી લાગી.પેલો આદમી પેટમાં બે હાથ ભીંસી કણસતો હતો.તેણે તો તેના બોસે જે રીતે કરવાનું કહ્યું હતું એ જ કર્યું હતું.
“વિહાન બસ હવે,તારી માશૂકાને કોઈ અડશે પણ નહીં, જો તું આવો આક્રમક રહીશ.નહીંતર આની જેવા લાખો ભૂખ્યા પડ્યા છે.”
“હું મારી રીતોથી કામ કરીશ, તને પોસાય તો હા કહે નહિતર હાથ-પગ ચલાવતા મને પણ આવડે છે”એકાએક વિહાનને જુનુંન ચડી ગયું હતું.એ ક્યાં આવેશમાં દોરાઈ ગયો તેની જાણ ખુદને નોહતી પણ એ સ્વસ્થ હતો.આ ગુસ્સો તેને પસંદ આવ્યો.
“મને બધી રીતો મંજુર છે બસ કામ થવું જોઈએ”મહેતાભાઈ બાજી જીતી ગયા હોય તેમ ખુશ થતા હતા.
“પહેલા શરત સાંભળ,પછી હા કે ના કહેજે”વિહાને ગુસ્સામાં કહ્યું.મહેતાભાઈએ મલકાતાં મલકાતાં ડોકું ધુણાવ્યું.
“તું મારો બૉસ નથી.હું ઈચ્છું તો જ કામ કરીશ.ના કહું તેનો મતલબ ના જ.એ કામ બીજા કોઈ પાસે કરાવી લે મને કોઈ વાંધો નથી.”વિહાન કોઈ બિઝનેસ ડિલ કરતો હોય તેમ બોલ્યો.મહેતાભાઈએ ફરી ડોકું ધુણાવ્યું.
“બીજીવાત તું કોઈ દિવસ મારી ફૅમેલી સાથે આવી હરકત નહિ કરે,નહીંતર હવે મને કોઈના બાપની બીક નથી.સમજે છે ને?” પિસ્તાલીસ વર્ષના આધેડ વ્યક્તિ સાથે વિહાન વિશ વર્ષના છોકરા જેવું વર્તન કરતો હતો.તેણે કહેલી બધી વાતોમાં મહેતાભાઈએ હામી ભરી દીધી પણ વિહાનને ક્યાં ખબર હતી કે મહેતાના મનમાં શું રમત ચાલતી હતી.
     વિહાન જાણતો હતો એ રસ્તો ખોટો છે પણ એ ગરીબીની જિંદગીથી કંટાળી ગયો હતો.મહેતા પણ ખુશ હતો.તેના હાથમાં વજીર આવી ગયો હતો. વિહાનને ખુદની તાકાતનો અંદાજો નથી એમ વિચારી એ વિહાનનો ઉપયોગ કરી પોતાના ધંધાને વધુ વિસ્તારવા માંગતો હતો.
     વિહાને હામી ભરી એટલે મહેતાએ પોકેટમાંથી એક બંડલ કાઢ્યું અને વિહાનને ધર્યું.
“મહોર લઈશ તો શહોરત સાથે જ”એમ કહી વિહાને તેના પોકેટમાંથી ચૅક અને રૂપિયા કાઢી મહેતાના ટેબલ પર ફેંક્યા.ટેબલ પર પડેલી ફાઇલ ખોલી અને તેના પાંચમાં પૅજ પર નીચે આકૃતિ અગરવાલનું નામ ભૂંસી નાખ્યું.ફાઇલ બ્રિફકેસમાં રાખી ચાલતી પકડી.રૂમની બહાર નીકળતા પહેલા તેણે ફરી એકવાર પેલા આદમીના પેટમાં લાત મારી.એ આદમી ચીસ પાડી ફરી અંગ્રેજી આઠડો થઈ ગયો.વિહાને બારણું ખોલ્યું એટલે મહેતાએ તેને રોક્યો, “વિહાન આપણા ધંધાનો નિયમ છે,જબાનની કિંમત જાન કરતા પણ ઉંચી હોય છે.કોઈપણ પ્રકારની ચાલાકી કરી તો આ વખતે અરુણાબેનને એટેક જ આવ્યો હતો,પછી કંઈ પણ થઈ શકે છે”
       વિહાને જોરથી બારણું બંધ કર્યું.તેને મહેતાની વાત બરોબર ગળે ઉતરી ગઈ હતી. અત્યારે વિહાન બને તેમ શાંત રહેવાનો પ્રયાસ કરતો હતો પણ આકૃતિ અને માંની ચિંતા તેને શાંત નોહતી રહેવા દેતી.બહાર નીકળી તેણે ઇશાને કૉલ કર્યો.એ જાણતો હતો ઈશા હોસ્પિટલે આવશે અને માં પાસે કોઈને નહિ જુએ એટલે ચિંતા કરશે.
     ઇશાને આકૃતિને ચક્કર આવ્યા છે અને પોતે પૈસાની સગવડ માટે મહેતાભાઈ પાસે જાય છે તેવું બહાનું બતાવ્યુ.બાજુમાં પાનનો ગલ્લો હતો ત્યાંથી સિગરેટ લીધી અને બાંકડા પર બેસી ગયો.
    બાજુમાં મોઢા પર સ્કાફ બાંધેલી એક છોકરી આવી અને સિગરેટ સળગાવી વિહાન પાસે ઉભી રહી.તેણે પોતાના બેગમાંથી બે ચિઠ્ઠી કાઢી અને વિહાનના હાથમાં પકડાવી પવન વેગે ત્યાંથી નીકળી ગઈ.
(ક્રમશઃ)
     કોણ હશે એ છોકરી અને ચિઠ્ઠીમાં શું લખ્યું હશે? મહેતાએ ક્યાં પ્રકારના ધંધા માટે વિહાન પાછળ આટલું મોટું ષડયંત્ર રચ્યું હશે.ઈશા જ્યારે વિહાનને સવાલ કરશે ત્યારે વિહાન પાસે શું જવાબ હશે? જાણવા વાંચતા રહો.વિકૃતિ.
      Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
      સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 1 વર્ષ પહેલા

Bhakti

Bhakti 1 વર્ષ પહેલા

Jainish Dudhat JD

Jainish Dudhat JD માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Ami

Ami 2 વર્ષ પહેલા

Heena Suchak

Heena Suchak 2 વર્ષ પહેલા

શેયર કરો