એક બીજા નો સ્વીકાર Chandni Ramanandi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક બીજા નો સ્વીકાર

સવાર નાં 9 વાગ્યા હતાં ... ઘરમાં હું અને મારાં સાસુ જ હતાં... મારાં પતિ જોબ પર જવા નીકળી ગયેલા અને સસરા નજીક આવેલાં ગાર્ડન માં આંટો મારવાં... 3 વર્ષે ની બેબી હજું સૂતી હતી... મારાં સાસુ નાય ને પૂજા કરતાં હતાં અને હું રસોડા માં કામ.. આ અમારાં ઘર નું 5 વર્ષ થી હું પરણી ને આવી ત્યાર થી ચાલું થયેલું રૂટીન હતું... હા એક રવિવાર એમાં થોડાં ઘણાં ફેરફાર થતાં....                                                                

"કીર્તિ બેટા, પપ્પા આવ્યાં ચાલવા ગયેલાં તે?" મારાં સાસુ સુમિત્રા બેન એ રોજ ની જેમ પૂજા પતાવી ને બૂમ પાડી..                                                        

"નાં મમ્મી, તમને ખબર જ છે પપ્પા ચાલી ને સામે લારી પર એમનાં મિત્રો સાથે બેસી ને ચા રોજ પીય ને આવે છે... તો પણ તમે રોજે એમની રાહ જોવ છો... અને આવી ને પપ્પા કઈ દે છે કે તું તારી રીતે ચા નાસ્તો કરી લે મને ભૂખ નથી.."
મેં મમ્મી ને સમજાવતા કહ્યું.                                                       

" હા બેટા, એતો એવાં જ છે... એમનું તો કાયમ નું આજ..." મારાં સાસુ એ વાત પતાવતા કહ્યું.                                                                        

" અરે શું મમ્મી એ એવાં જ છે તમને ખબર છે તો પણ રોજે એમની રાહ જોઈ 10 વાગ્યા સુધી ભૂખા બેસી રો છો. તમારે ચા નાસ્તો કરી લેવાનો એમની બહુ ચિંતા ના કરવાની..."                                                                                                                    

અમારાં ઘર માં દરેક બાબત માં આજ વાત થતી મમ્મી હમેશાં પપ્પા ની રાહ જોતાં... પપ્પા ને એ વાત ખબર હતી પણ એ રોજ બહાર મિત્રો સાથે ચા પીય ને જ આવતાં... બહાર જવાનું હોય તો હમેશાં મમ્મી ને બને ત્યાં સુધી નહીં લઇ જતાં અને એકલાં જ કામ પતાવી આવતાં... કોઈ પણ નાની નાની વાતે અકળાઈ જતાં.. મમ્મી ને કોઈ વાતે કશું પૂછાતાં નહીં બધાં નિર્ણય પોતે કરતાં... મને લાગતું કે મમ્મી કેમ આટલું સહન કરે છે કેમ કશું કેહતા નથી... હું કોઈક વાર મમ્મી ને પૂછી પણ લેતી કે એમને દુઃખ નથી થતું પપ્પા નાં આવા વર્તનથી... તો એ એક જ જવાબ અપાતાં "એતો એવાં જ છે"... અને વાત ત્યાં જ પતી જતી. આજે પણ એજ બન્યું અને હું મારી ટેવ મુજબ મમ્મી ને સમજાવા લાગી..                                                                                                     

"બેટા તને ખબર તો છે એમની રાહ જોયાં વગર મારાં થી નાં ખવાય...અને કોઈ દિવસ તો એ ચા પીધા વગર આવશે તો એમને કંપની નાં જોઈએ મારી?" મમ્મી એ હસતાં હસતાં કહ્યું એટલાં મા પપ્પા આવ્યાં.. રોજ ની જેમ મમ્મી એ ચા નાસ્તા નું પૂછ્યું અને પપ્પા નાં કહીં છાપું લઈ ને બેસી ગયાં.. અને મમ્મી એમની સામે ચા નાસ્તો લઈ ને બેઠાં.. બંને કોઈ ખાસ વાત ના કરતાં પણ આ જ રીતે બેસતા... એવી રીતે બીજાં 2 મહિના નીકળી ગયાં...                                                                                       


"બેટા કીર્તિ, પપ્પા આવી ગયાં ચાલી ને?" રોજ ની જેમ જ મમ્મી એ મંદિર માંથી નિકળી બૂમ પાડી.. પરંતુ આજે હું કોઈ જવાબ આપું એ પહેલાં પપ્પા એ કહ્યું હા આવી ગયો છું... અને હું નવાઈ થી જોઈ રહી...                                                              

                                                                                 

"સારું કર્યું..." બોલતાં મમ્મી રસોડા માં આવ્યા અને પોતાનો ચા નાસ્તો લઈ જ્યાં રોજ બેસતા ત્યાં બેસી ને ખાવા લાગ્યાં.. મને એ પણ નવાઈ લાગી કે આજે જ્યારે પપ્પા જલ્દી ઘરે આવ્યાં ત્યારે મમ્મી એ નાસ્તા નું કેમ ના પૂછ્યું... હું વિચારતી જ હતી કે પપ્પા નો અવાજ સંભળાયો.                          " કેમ સુમિત્રા આજે મને નાસ્તા નું ના પૂછયું... રોજે તો રાહ જોતી બેઠી હોય"                                                                                                      

"તમે તો રોજે બહાર કરી ને આવો છો એટલે મને થયું કે આજે પણ કરી ને આવ્યાં હશો.. હું લઈ આવ ઊભા રો" મમ્મી એ કહ્યું.. એ ઊભા થતાં જ હતાં કે પપ્પા એ એમનો હાથ પકડી બેસાડ્યા અને કહ્યું..                                                                                   

"હું આજે પણ નાસ્તો કરી ને જ આવ્યો છું.. આતો રોજે તું મારી રાહ જોઈ છે એટલે મને ગમે કે કોઈ છે મારું... " પપ્પા એ હસતાં કહ્યું અને મમ્મી શરમાઈ ગયાં..." પણ તે આજે કેમ ના પૂછયું મને? રોજે મારી રાહ જોઈ જોઈ ને હવે કંટાળી તો નથી ગઈ ને?" પપ્પા એ લાડ થી પૂછ્યું... એટલે મમ્મી એ મારી સામે જોયું પછી જવાબ અપાતાં કહ્યું.                     


" હોય કઈ... આતો આજે વહુ નાં રોજ નાં થતાં પ્રશ્નો નો જવાબ એને સમજાવો હતો એટલે નાં પૂછ્યું.." મમ્મી એ હસતાં કીધું અને મારાં તરફ આવ્યાં.. મારાં માથે હાથ મુક્યો અને કહ્યું...                       

" તને ખબર છે એક પત્ની પતિ માટે " એતો એવાં જ છે " એ વાક્ય ક્યારે કહીં શકે?"                                                                                                 


મેં નાં માં માથું હલાવ્યુ... એટલે એમને હસતાં મને સમજાવ્યું..                                                                 


" જ્યારે પત્ની પોતાનાં પતિ ને પૂરે પૂરા એ જેવાં છે એવાં સ્વીકારી લે.. અને એમની સારી ખરાબ આદતો ને અપનાવી લે ત્યારે જ એ કહે કે "એતો એવાં જ છે" એટલે એમ કે મને કોઈ ફરક નથી પડતો એમનાં એ જેવાં છે તેવાં હોવાથી.. હું તો એમને એટલો જ પ્રેમ કરું છું... અને કરીશ... અને તને ભલે ના દેખાય વહુ પણ તારાં પપ્પા પણ રોજ મારાં સવાલ થી ટેવાય ગયાં છે એટલે જ આજે મેં ચા નાસ્તા નું ના પૂછ્યું તો તરત એમને મને સવાલ કરેલો.. સબંધ સચ્ચો હોય તો લાગણી બંને તરફ થી જ હોય છે.. કોઈ બતાવે છે કોઈ છુપાવીને રાખે છે "                                                                                    

હું આશ્ચર્ય થી મારાં સાસુ સામે જોઈ રહી કેટલી સાચ્ચી વાત હતી એમની જે હું સમજી જ ના શકી...                                                                                                                                     

1 મહિના પછી...                                                                                                                                       

" જલ્દી ચાલ લેટ થાય છે યાર કીર્તિ.. તારું દર વખત નું આજ હોય " રાજ એ બહાર કાર માંથી બૂમ પાડી..                                                             

" જા બેટા જલ્દી નીકળ તને ખબર છે એનો સ્વભાવ એને મોડું કરે એ પસંદ નથી... તારે જલ્દી રેડી થવું જોઈએ ને" મમ્મી એ કહ્યું..                                                                                

"એતો એવાં જ છે મમ્મી જી" મેં મમ્મી ની આંખો માં જોતાં કહ્યું.. અને અમે બંને હસી પડ્યાં...