સિમ્બા vyas tirth દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિમ્બા

સિમ્બા

ગોલમાલ,સિઘંમ જેવી ધણી બધી ફિલ્મો બનાવનાર રોહિત શેટ્ટી ની નવી ફિલ્મ આવી ગઇ છે.રોહિત શેટ્ટીની ફિલ્મ હોય અેટલે ગોવા,ફાઇટ,હવા માં ઉડતી ગાડી અો જોવા મળે અે નક્કી હોય છે.રોહિત શેટ્ટી માત્ર મનોરંજન માટે જ ફિલ્મ બનાવે છે તેવો વિચાર રાખી નેજ ફિલ્મ જોવી મગજ બહુ દોડાવવામાં કંટાળી જશો 

બાજીરાવ,ખિલ્જી જેવા રોલ બાદ રણબીર અેક ભ્રષ્ટ પોલિસ અધિકારીના રોલ માં જોવા મળે છે.રણબીર આ ફિલ્મની જાન છે,નાની નાની વાત ઉપર ખુબ ધ્યાન રાખ્યુ છે.જેમા મરાઠી બોલી પોલીસ જેવો ચાલ,દેખાવ,ફાઇટ વગેરે મહત્વનું સાબિત થાય છે.કેટલીક વખત અોવર પણ લાગે.

સારા અલી ખાનની આ બીજી ફિલ્મ છે.તેમા અેક્ટિંગ સારી છે પણ તે ફિલ્મમાં વધારે સમય પડદામાં જોવા મળશે નહિ.આગળ ના સમયમાં ફિલ્મી દુનિયામાં તેનુ અલગ સ્થાન જોવા મળે તો નવાઇ નહિ.

સોનુ સૂદ રોલ જોવો ગમે છે.તે રણબીરને વિલન તરિકે સરસ ટક્કર આપી છે.

મસાલેદાર,કોમેડી,ઇમોશનલ વાળી ફિલ્મ ઈન્ટરવેલ પેહલા ભરપુર કોમેડી,સાથે રેપ જેવો ગંભીર વિષય ફિલ્મમાં છે.મૂળ તો સિમ્બા તેલુગુ ફિલ્મની રીમેક છે જેમા જુનિયર  અને.ટી.આર અે રોલ કર્યો હતો.સિમ્બાનુ શુટીંગ હૈદરાબાદના રામૌઝી ફિલ્મ સિટીમા થયુ હતુ.તેમા ધણા ફેરફારો જેવા મળશે.ફિલ્મનો વિષય અલગ કહી શકાય .દેશમાં થઇ ચુકેલા બળાત્કારની વાત કરી છે.જેમા અેક સીનમાં રણબીર છેલ્લા ચાર વર્ષમાં રેપની ધટનાના આંકડાઓ બોલે છે જેમાં નિર્ભયા કાંડની પણ વાત કરે છે.આવા કેટલાક સીન છે.જેમા ઇમોશન જોવા મળે છે.ફિલ્મના અંતમાં સામાન્ય માણસની માનસિકતા જોવા મળે છે કે બળાત્કારની ધટના બાદ ગુનેગારોને કેવી સજા થવી જોઇઅે.ફિલ્મમાં નાના કેરેક્ટરોને પણ પૂરતો ન્ય‍ાય આપ્યો છે.જેમા ફિરોઇનની જોડે કામ કરતી વ્યક્તિ,રણબીરે માનેલી બેનની ફ્રેન્ડ કેટલાક હવલદારો વગેરેનો સમાવેશ થાય છે.કોમેડીમા પણ ફિલ્મ સારી છે તે પોલીસ સ્ટેશનની હોય કે પછી આશુતોષરાણાના (જે અેક ઇમાનદાર પોલિસ કોન્સટેબલ હોય છે તને રણબીરના કામથી ખુબ વાંધો હોય છે.) ઘરમાં તથા ઘરના ટેરેસ પર થતી દારુ પાર્ટીમાં,સોનુ સૂદ સાથે ઘરમાં,બહાર,કોર્ટમાં અને સારા અને તેના મિત્ર ના સબંધથી રણબીરને પડતા વાંધામાં પણ કોમેડી જોવા મળે છે.ફિલ્મનુ સંગીત અેવરેજ છે અાંખ મારે અે ગીત મહત્વનું સાબિત થાય પણ ગીતો અને ફિલ્મ અલગ અલગ દિશામાં હોય તેવુ લાગી શકે છે.ફિલ્મ થોડી જલ્દી પણ પુરી થઇ શકે હોત ખેચતાણ જોવા મળે છે.કેટલાક સીન બાદ અેમજ લાગે કે હવે પિક્ચર પુરુ થઇ ગયુ પણ તેમ હોતુ નથી.અજય દેવગણના આવતાં પેહલા પણ અેમ લાગે કે ફિલ્મ પુરી થઇ ગઇ.અજયની અેન્ટ્રીમાં ફાઇટ છે.આખુ પિક્ચર પુરુ થયા બાદ અેમ કહી શકાય કે સિમ્બા,સિઘંમ ‍અને સિંધમ ના ઉપરી અધિકારી(કોણ છે -ફિલ્મ જોવો અને જાણો) ત્રણેયને સાથે જોવા મળી શકે છે


વાર્તા-અેક નાનકડો અનાથ બાળક અેટલે સંગ્રામ ભાલેરાવ સિમ્બા (રણબીર સિંગ).જે પેહલે થી ચોરી ચકારી સાથે જડાયેલો હોય છે.તેનુ સપનુ હોય છે કે મોટો થઇને પોલિસ અધિકારી બને જે બને પણ છે.તે નાનપણમાં  દુર્વા રાનાડે (સોનુ સૂદ) સાથે અેક વખત ટિકિટ બ્લેક કરવામાં આમને સામને આવે છે.ત્યારે વર્ષોથી ચાલતો ડાઇલોગ સાંભળવા મળે છે"બડે હોકે બડા ધમાકા કરેગા" જે સાબિત થાય છે.સમય જતાં અેક મોટો ભ્રષ્ટ પોલીસ અધિકારી બને છે.તેની પોસ્ટ ગોવા ના અેક પોશ વિસ્તારમાં (મિરામાર) થાય છે.તે પોલીસ સ્ટેશનમાં મોહિતે (આશુતોષ રાણા)કોન્સટેબલ હોય છે જે વર્ધી વગરના અને ભ્રષ્ટ અધિકારીને સલામ પણ કરતો નથી.પોલીસ સ્ટેશનમાં ટીફીન પોહચાડતી અેક અેન્કાઉ્ટર સ્પેશ્યલ શહિદની દિકરી  શગુન સાથે પ્રેમ થાય છે.તે વિસ્તારમાં બે નંબર ના કામ કરનાર નો મુખ્યા દુર્વા રાનાડે હોય છે.જેની પાસેથી સિમ્બ‍ા અવરનવાર હપ્તા લીધા હતા.તથા નાના મોટા કામ પણ કરતો અેક સીન છે તેમા દુર્વા રાનાડે માટે પોલીસની તાકાત નો દુરઉપયોગ કરી જમીન પચાવે છે.પણ તેનુ દુખ તેને થાય છે.તે અનાથ હોવાના કારણે તેમા તે પોતાના પિતા જોવે છે.અને મોહિતે પરિવારને પોતાનો પરિવાર માને છે.મૂળતો વાર્તા તેને બનાવેલી બહેનની છે.તે અેક મેડિકલ સ્ટુડન્ટ હોય છે અને ફ્રી સમયમાં કેટલાક વિધાર્થીઓને ભણાવવાનુ કામ કરતી હતી.તેની દુર્વા રાનાડે ભાઇ સાથે ડ્રગના કારણે તકરાર થાય છે.તેમા દુર્વાના ભાઇ તેની ઉપર રેપ કરે છે.અને અે હદે રેપ કરે છે કે d.n.a રીપોર્ટ નીકળેતો પણ સાબિતના થઇ શકે કે ગુનેગાર કોણ છે.પણ અેક મોબાઇલમાં વિડિયો રેકોર્ડિંગ હોય છે.સિમ્બાને ખબર પડે છે.ત્યાર બાદ બધુ દુર્વાના બન્નેભાઇ ને પકડે છે.કોર્ટના ધ્વારે જાય છે.પણ રાનાડેના પાવરથી તે બધા સબુત નષ્ટ કરે છે.બાદ મા સામાન્ય માણસ તથા શગુનનો અવાજ સાંભળીને સિમ્બા ફેક અેન્કાઉન્ટર કરે છે.સાચા ખોટા ની તપાસ કરવા સિંઘમ(અજય દેવગણ)આવે છે.તે રાનાડે પણ ખોટા કામોની સજા અપાવે છે.મનોરંજન માટે ૧૦૦ટકા ખરી ઉતરશે ફિલ્મ.૨૦૧૮ના અંતની અેક ૧૫૯ મિનિટની સારી ફિલ્મ કેહવાશે.