2.o books and stories free download online pdf in Gujarati

2.o - રોબોટ 2.0







જબરજસ્ત લેટેસ્ટ ટેકનોલોજીથી ભરપૂર ૫૦૦ કરોડથી વધારે ખર્ચ કરીને બનાવેલી ફિલ્મ.અેસ.શંકર દ્ઘારા જોરદાર મેસેજ આપતી ફિલ્મ .આ પિક્ચરમા હોલિવુડ જેવુ 3d અને vfx ઈફેકટ્સ આપવામાં આવેલ છે.મૂળ તો આ  ૨૦૧૦મ‍‍ાં આવેલી ફિલ્મ રોબર્ટ નો બીજો ભાગ છે.રોબોટ અને 2.oનો વિષય બિલકુલ જુદો પડે છે.મગજ ચકરાવે ચડી જાય તે પ્રમાણે સાયન્સ બતાવતી ફિલ્મ છે.

રોબર્ટ,ચિટ્ટી,2.o,3.o અને પક્ષીરાજન બધુ જાત ભાતનુ લઇ આવ્યા છે.બરાબરની તોડ ફોડ કરી નાખી છે

ફિલ્મમાં રજનીકાંત હોય અેટલે મગજને સાઇડમા રાખવુ પડે.આમ તો વિલન અક્ષય કુમાર છે પણ ફિલ્મના પાત્ર પ્રમાણે તેનુ કામ વિલન જેવુ નથી.પિક્ચરમાં અક્કિને પક્ષી પ્રેમી વિલન બતાવ્યો છે.પણ વિલનજ માનવા હોય તો ધણા બધા છે.

ફિલ્મમાં બાધી રાખવાનો સારે પ્રયાસ કરાયો છે.ઈન્ટરવેલ પેહલા મોબાઇલના કારણે થતી હત્યા જોવાની મજા આવશે આખી ફિલ્મમાં  કેટલાય સીન જોઇને "વાહ વાહ જોરદાર" બોલવાનુ મન થઇ જશે.આમતો વિલનની સ્ટોરી ઈમોશનલ પણ કરે છે.અક્ષય કુમારનુ મોઢુજ ઈન્ટરવેલ પછી જોવા મળે છે.અસલી મજા લેવી હોય તો ૧૦૦% 3dમાં જોવાય કારણકે ફિલ્મનુ શુટીંગ  3d કેમેરાથી કરાયું છે.સંગીત  અે આર રેહમાન નુ છે પણ નહિવત છે.વાર્તામા બહુ દમ નથી પણ રજનીકાંત અને અક્ષયકુમારના આશિકોઅે જવુ જ જોઇઅે.ફૂલ ફેમિલિ જોવાય અને બાળકોને જલસો પડશે

સ્ટોરી(પિકચર ન જોવાનુ હોય તો વાંચો)-ટાવર ઉપર લટકી આત્માહત્યા થાય છે અને અેક અદ્ભૂત વૈજ્ઞાનિક લેબોરેટરીથી ફિલ્મ શરુ થાય છે.ત્યાર બાદ અેક અેક કરી ને દરેક લોકોના મોબાઇલ ફોન હવામાં ઉડતા ઉડતા ગાયબ થઇ જાય છે.બધા ફોન ગાયબ થઇ જાય છે હવે માત્ર શહેરમાં લેન્ડ લાઇનજ બાકી રહે છે.તેમા ટેલિકોમ ફિલ્ડના કેટલાક લોકોની હત્યા કરવામાં આવે છે.હવે સમગ્ર તંત્ર,પોલીસ,મોટા મોટા વૈજ્ઞાનિક રોજ બરોજ સાથે બેઠકો કરી ને વિચારણા કરે છે.કેવી રીતે આ હત્યાઅો અને ફોન ગાયબ થાય છે.થોડી શોધખોળ કરી ને વૈજ્ઞાનિક વશીકરણ (રજનીકાંત) અને વશીકરણ ની રોબોર્ટ આસિસ્ટન્ટ  નીલા (અેમી જેકસન)બધી પોલ બહાર લાવે છે.કે બધુ પક્ષીરાજન (અક્ષયકુમાર) કરી રહ્યાં છે.પાછી બેઠક કરવામાં આવે છે અને જુનો ચિટ્ટી બહાર લાવવા ની વાત વશીકરણ કરે છે પણ ચિટ્ટી ની છાપ ખરાબ સાથે (સુધાંશુ પાંડે -રોબર્ટ ફિલ્મ ના ડો.ભોરા(ડેની)નો દિકરો) ધિરેદ્વ ભોરા નો વિરોધ તેના કારણે વૈજ્ઞાનિક ની વાત ને માન્યતા મળી નહિ.પણ વશીકરણ ખાનગી રીતે ચિટ્ટીને બહાર લાવતા હતા તેજ સમયે અેક નેતા ના મોત થવાના કારણે સરકાર દ્વારા રજનીકાંત ને ચિટ્ટી ને જીવતો કરવાની પરમિશન આપે છે.ચિટ્ટી બહાર આવે છે.પક્ષીરાજન સાથે લડે છે.લડાઇના મધ્ય માં ખબર પડે છે કે કયા કારણે પક્ષીરાજન આમ કરી રહ્યાં છે.આમ વિલનની ભૂમિકા પક્ષી બચાવ ની છે.મોબાઇલ સીમના ટાવરના રેડિયેશનના લીધે પશુ પક્ષી ને પડતી તકલીફ ના કારણે પક્ષીરાજન અહિંસાથી જીવતા જીવ ઘણુ બધુ કરે છે લોકો ને સમજાવે છે નેતા પાસે જાય છે ટાવર કંપનીઓ પાસે જાય છે કોર્ટ ના દ્ઘારે પણ જાય છે પણ બધે થી નિરાશા.પણ પક્ષીરાજનના ધર આગળ જયારે ટાવર આવે છે ત્યારે તેના પક્ષીઓના મુત્યુ ના આધાત ના કારણે ટાવર ઉપર ચડીને આત્માહત્યા કરે છે (જે ફિલ્મની શરુઆતમાં આત્માહત્યા બતાવે છે તે).પછી તેનો આત્મા પણ પક્ષી બચાવ અભિયાન માં જોડાયછે પણ હિંસા દ્ઘારા.પછી ચિટ્ટી અને વશિકરણ ધ્વારા પછી તને કેદ કરવામાં આવે છે.તેમા વશીકરણની ખુબ વાહ વાહ થાય છે તેથી ડો.ભોરાથી જોવાતુ નથી તેથી તે ચોરી છુપે પક્ષીરાજન ને છોડી છે.પક્ષીરાજન વશીકરણના શરીર મા જાય છે.પાછુ લોકોના ફોન ગાયબ મારા મારી ચાલુ તેમા ચિટ્ટીના પાવર ખલાસ થી જાય છે.તેમા વશીકરણ સેકન્ડ ચિટ્ટીને બહાર કાઠવાનુ જણાવે છે.તે ચિટ્ટી અેટલે રોબર્ટ ફિલ્મનો ખરાબ ચિટ્ટી (2.o)અને મોબાઇલ રોબોર્ટ(3.o) તેની સાથે હજારો રોબોર્ટ પક્ષી અોના સહારે વિલનને હરાવે છે.આ સ્ટેડિયમમાં ચાલતી  લડાઇ જોવાની મઝા આવે છે હજારો રોબર્ટ હજારો પક્ષીરાજન, કબુતરો અને હજારો પબ્લિક .આ લડાઇમાં વશીકરણને ગોળી વાગે છે.પણ તે બચી જાય છે.પછી વૈજ્ઞાનિક અને તંત્ર ભાષણમાં પક્ષી બચાવો બોલે છે અને પિક્ચર પુરુ..................

             
તીર્થ વ્યાસ


બીજા રસપ્રદ વિકલ્પો