આત્મીય સંબંધ Dr Sejal Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મીય સંબંધ

"૧૦૦% બર્ન્સ છે, બચવા ની શક્યતા નહિવત્ છે." હોસ્પિટલ ના બર્ન્સ વૉર્ડ ના ઇન્ચાર્જ ડૉક્ટરે મીરાં ને બોલાવી, માધવની ગંભીર હાલતના સમાચાર આપ્યા.માધવ બેંગલુરુ ની એક મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી કરતો હતો.બુધવાર તારીખ ૧૭ મી ના એ દિવસે અચાનક શોર્ટ સર્કિટ થવાથી એના ડિપાર્ટમેન્ટ માં‌‌ ભયંકર આગ લાગી હતી એટલે માધવ આખા શરીર પર ખૂબજ દાઝી ગયેલ હતો.એનો ચહેરો પણ ઓળખાતો ન હતો.મીરા ને આ દુઃખદ સમાચાર મળતાં એ હાંફળી ફાંફળી બની ગયી.એ વખતે મીરાં એક વર્કશોપ માટે મૈસુર ગયેલ હતી.એ તાત્કાલિક ટેક્સી કરીને બેંગલુરુ હોસ્પિટલમાં પહોંચી જ્યાં માધવ ને દાખલ કરવામાં આવ્યો હતો. માધવ સલામત તો હશે ને ? એને શું થયું હશે? એને બરાબર સારવાર તો મળી હશે ને ? હું એની સાથે વાત કરવા માગું છું પણ મને કોઈ એમ શા માટે કરવા દેતું નથી? આ થયું ત્યારે હું તેની પાસે કેમ નથી? શું મને પણ હમણાં જ મૈસુર જવા નું હતું? હું ન ગયી હોત તો કેવું સારું થાત? રસ્તામાં આવા તો કેટલાય વિચારો એના મનમાં આવી ગયા.એણે ભગવાન ને મનોમન પ્રાર્થના કરી કે મારા માધવ ની રક્ષા કરજો.


ડૉક્ટર ની વાત સાંભળી મીરાં નાં હૃદય પર જાણે કે વજ્ર ઘાત થયો.એ સૂનમૂન બની હોસ્પિટલ ના બાંકડા પર બેસી પડી. ૨૪ કલાક વિત્યા છતાં પણ એ તો ત્યાં જ બેઠી હતી.એક નર્સે એને ઉઠાડી કહ્યું કે મીરાં બેન , બધું સારું થઈ જશે તમે ચિંતા ન કરો. પણ મીરાં એ એની કોઈ વાત સાંભળી નહીં.એ તો બસ માધવ માધવ નું નામ રટણ કરી રહી.માધવ સાથે વિતાવેલી દરેક પળ એક પછી એક ફિલ્મ ની જેમ એની નજર સામે તરવરી ઊઠી.


માધવ અને મીરાં engineering college ના ખુબ જ હોંશિયાર વિદ્યાર્થીઓ હતાં.માધવ મુંબઈ નો હતો અને મીરાં બેંગલુરુ શહેર ની.બંને બેંગલુરુ કોલેજમાં અભ્યાસ કરતા હતા. બંને જણા inter college quiz contest માં ભાગ લીધા બાદ એકબીજાની ખૂબ નજીક આવી ગયેલા.તેમની જોડીએ કોલેજ ને ઘણાં ઇનામો અપાવેલા . બંને જણા કોલેજ ની લાયબ્રેરી માં સાથે વાંચતા.એક દિવસ પણ મીરાં ન દેખાય તો માધવ બેબાકળો બની જતો. એનું મન કોઈ વાત માં લાગતું નહીં." કાલે કેમ ન આવી? મેં તારી કેટલી રાહ જોઈ ? " આવતાં જ માધવે મીરાં પર પ્રશ્નો નો વરસાદ કર્યો."અરે, માધવ, સાંભળ તો ખરો! હું આવતી જ હતી ત્યાં મારા દાદી માં બાથરૂમમાં પડી ગયા પછી એમને હોસ્પિટલ માં દાખલ કરવા પડ્યા.હમણા પણ હું હોસ્પિટલ માંથી જ આવું છું." આ સાંભળી માધવ છોભીલો પડી ગયો. એ બોલ્યો"મીરાં! મને માફ કરી દે. મેં તારી પરિસ્થિતિ જાણ્યા વગર જ તને સવાલો પૂછ્યા.ચાલ, હવે ચિંતા કરીશ નહીં.એક કપ કોફી થઈ જાય?"આ સાંભળી મીરાં હસી પડતી. આવું તો અનેકવાર બનતું.માધવ સાથે વાતો કરતા મીરાં એટલી હદે ખોવાઈ જતી કે એ પોતાનું બધું દુઃખ ભૂલી જતી.માધવ ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થી હતો.એ સ્વભાવે શાંત અને ધીર ગંભીર હતો.અને મીરાં ચુલબુલી હતી.મીરા માધવ થી ખૂબ જ પ્રભાવિત હતી. અને માધવને મીરાં વગર ચાલતું નહોતું.બંને જણા એક બીજા વગર અધૂરાં હતાં.


પછી એક દિવસ માધવે‌ મીરાં સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.મીરા તો જાણે આ ઘડી ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી.ત્યારબાદ અભ્યાસ પૂરો કર્યા પછી બંને જણા વડીલો ની સંમતિથી લગ્નગ્રંથિથી જોડાઈ ગયા. બંને બેંગલુરુ માં જ સ્થાયી થઈ ગયા.એમના દિવસો હસતાં રમતાં પસાર થતા હતા.જોતજોતા માં ત્રણ વર્ષ વિતી ગયા.બંને પોતાની કારકિર્દી ઘડવા માટે મહેનત કરી રહ્યા હતા.અને અચાનક આવી ઘટના બની.જેની કલ્પના પણ કોઈ એ કરી ન હોય.


"મીરાં બેન, ઉઠો ! ડૉક્ટર વિઝિટ પર આવ્યા છે." મીરાં ને ઢંઢોળી ને નર્સે કહ્યું.મીરાની આંખ માં આંસુ તો ન હતાં પરંતુ એની આંખો એનું દુઃખ છુપાવી શકતી ન હતી.ડોકટર માધવ ને તપાસી જરૂરી દવાઓ લખી ચાલ્યા ગયા.મીરાને માધવ સાથે વાતો કરવી હતી, એનાં માથા પર હાથ ફેરવીને એને સાંત્વના આપવી હતી પરંતુ માધવ નું આખું શરીર પાટાથી બંધાયું હતું.ફકત એની આંખો જ દેખાતી હતી.માધવ પણ મીરાં ને કંઇક કહેવા માંગતો હતો, પરંતુ બોલી શકે તેવી સ્થિતિમાં ન હતો.એની આવી કરૂણ હાલત જોઈને મીરાં બેકાબુ બની ગયી અને જોર જોર થી ચીસો પાડવા લાગી પછી ત્યાં જ બેભાન થઈ ગઈ.એને હોસ્પિટલ ના ઈમરજન્સી રૂમમાં લઈ જવા માં આવી.એ સતત માનસિક તાણ અનુભવતી હોય બિમાર પડી હતી.


એક બાજુ માધવ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હતો, અને બીજી બાજુ મીરાં! ઈશ્વર પણ કેવી કસોટી કરતો હોય છે ! આથી જ તો કહેવાય છે કે સંજોગો સામે સહુ કોઈ લાચાર છે !


એ રાત્રે મીરાં ને થોડું ભાન આવે છે ત્યારે એની નજર સમક્ષ માધવ બેઠેલો દેખાય છે. એ વાંસળી વગાડતો હોય છે.મીરા બંધ આંખે એની વાંસળીના સૂર સાંભળવા માં તલ્લીન થઈ જાય છે.એ એક જ જગ્યાએ બેસી રહે છે. ન તો એને દિવસ રાત નું ભાન રહે છે કે ન ખાવા પીવાનું ! બીજી તરફ માધવ ની હાલત હજુ વધારે ગંભીર બને છે .એનો શ્વાસ રૂંધાવા લાગે છે.ડૉકટરો એને બચાવવા માટે દોડી રહ્યા હોય છે ત્યારે જ બીજી તરફ મીરાં ને પણ હૃદય રોગનો હુમલો આવે છે.અને એક સાથે બંને જણ આ દુનિયામાં થી વિદાય લે છે.દિલનો સંબંધ અનેરો હોય છે જે આત્મા નો સંબંધ હોય છે.એકમેકના પ્રેમમાં બંને એટલા ડુબી જાય છે કે બીજા વગર જીવી શકે નહીં.કદાચ બીજા જન્મમાં ફરી થી સાથે રહેવા માટે!