ઠંડી સવારના હૂંફાળા સપના Kinjal Dipesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ઠંડી સવારના હૂંફાળા સપના

આજની સવાર જ કંઈક અલગ છે. ગુલાબી ઠંડી ની મીઠી લહેરો જાણે મને ઉઠાડતી  ન હોય?હાથ માં કોફી નો મગ પકડીને વરંડા માં શાંતિ થી બેઠી બેઠી ગુલાબી ઠંડી માણી રહી હતી.બહારની ઠંડી મારા આત્મા સુધી ઠંડક પહોંચાડતી હતી.ઠંડીનો આનંદ માણતાં માણતાં હું કયારે વિચારોમાં ખોવાઈ ગઈ ખબર જ ના પડી.?
      કિંજલી.. ઓ..કિંજલી..ચાલ હવે ઘરેેે, બહુ મોડું થઈ ગયુંં, અંધારુ થવા આવ્યું છે ..ચાલ જલદી..નિલેશ ભાઈ ઓટલા ઉપર ઊભા રહી પોતાના કાળજા ના ટુકડો,પોતાની રમવા ગયેેલી દિકરી ને બોલાવી રહયા હતા.એ..આવું પપ્પા..એમ કહેતા દોડી ને કુંંજ     નિલેશ ભાઈ  ના ખભે ટીંગાય જાય છે.પપ્પા મને ઉંચકો ને...નિલેશ ભાઈ પોતાની પંદર વર્ષ ની દીકરી ને ખભે ઉંચકીને ઘરમાં લાવે છે.
        ચાલ જટ હાથ પગ ધોઈ લે,જમવાનું તૈયાર છે,તુ જાણે છે ને હુંં  તારા વિના જમવા નથી બેસતો. આમ બોલતા બોલતા કુંજ  ના હાથ પગ ધોઈ છે. આ બાપ દીકરી ની વાતો સાંભળતા જ રસોડે થી નિલેશ ભાઈ ની પત્ની નો અવાજ આવે છે.."હા હા અવે આવી જાઓ બંને,સાસરે પણ જજો એની સાથે.."એમ  કહી ને નિરંજના બહેન બાપ દીકરી બંનેની થાળી પીરસે છે. શૌયઁ કયાં છે? નિલેશ ભાઈ  પૂછે છે,એ તમારી દીકરી જેવો થોડો છે કે આખો દિ ભટક્યા કરે, એ તો મારો દીકરો છે,કયારનો વાંચવા બેસી ગયો.. નિલેશ ભાઈ વચ્ચે જ બોલી પડે છે,રહેવા દે. તારો દીકરો..મારી કુંજ તો મારો મોટો દીકરો છે..પછી તરત શૌયઁ ને બૂમ પાડી ને..દિકરા તું જમ્યો?બાપ ને મન તો બંને આંખો સરખી..કુંજ મારી દીકરી,મેં તને ફ્યુઝ ચેક કરવા કહ્યું હતુ તે કર્યો?હા પપ્પા ફ્યુઝ પણ ચેક કર્યો અને મંદિર નો
 ઉડી ગયેલો બલ્બ પણ બદલ્યો છે.
       કુંજ જમતી જમતી એના પિતા તરફ જોઈ ને,"પપ્પા તમે તો કહેતા હતા ને કે સાથે ખાઈશુ!આ તો તમે મને જ ખવડાવ્યા કરો છો.તમે કેમ નથી ખાતા?આમ કહી કુંજ પોતાના પિતાના મોમાં કોળિયો મૂકે છે. પપ્પા એક વાત પૂછું? હા પૂછને મારી વહાલી...પપ્પા..પપ્પા..હા બોલ મારી દીકરી..ખંચકાય છે કેમ? પપ્પા મારે પણ સાસરે જવું જ પડશે?તમારા વિના રહેવું જ પડશે?? નહીં જાઉં તો ના ચાલે???નિર્દોષ દીકરી ના સવાલથી એક બાપ હલી જાય છે. નિલેશ ભાઈ અને નિરંજના બહેન એકબીજા ને જોય છે.નિલેશ ભાઈ ની આંખો માં જળજળીયા આવી જાય છે..ના મારી દીકરી ના..એમ કહી કુંજ ને ભેટી પડે છે..
           મમ્મી..મમ્મી...તારી કોફી ઠંડી પડી થઈ ગઈ! તું કયાં ખોવાઈ ગઈ?મમ્મી તારી આંખો માં આંસુ કેમ? એકદમ જ હર્ષ આવી ને મને હલાવે છે,જાણે કે મને ચીર નિદ્રામાંથી ઉડાડે છે. સાચે જ..આજે હું કયાંક ખોવાય ગઈ તી..પાછા પપ્પા મને યાદ આવી ગયા.આજે મને ઉંચકનાર ખભો પણ નથી રહ્યો કે નથી રહ્યો એ હાથ જે મને પ્રેમથી વહાલથી જમાડતો ..કારણ ત્રણ વર્ષ પહેલાં જ મેં  જ એમને ખભો આપ્યો છે..એક પણ દિવસ તમારી યાદો વિના નથી ગયો પપ્પા..કાનાએ સર્વસ્વ છીનવ્યુ મારું પણ હવે મારો જીવ મારા પર્વ..શૌયઁ ના દિકરા માં છે..હવે બધા ભેગા મળી ને પર્વ ઉજવીએ છીએ..
         કુંજદીપ.