Stri books and stories free download online pdf in Gujarati

સ્ત્રી...

હું એટલે કિંજલ દિપેષ પંડયા.."કુંજદિપ" આપની સમક્ષ એક નાની એવી કૃતિ રજૂ કરવા જઈ રહી છું. આપ બધા ને ગમશે એવી આશા છે.
આપ બધાને રીવ્યુ આપવા વિનંતી.
જય શ્રી કૃષ્ણ

*************** ***************** 
પૂછાય છે સવાલો જે સ્ત્રીઓને,

તે શું બધા પુરષોને   પણ પૂછાતા  હશે ?? ?? ??

અપાય છે વાતે વાતે સમજણ એને

તો આ બધું પુરુષો ને    ય અપાતું હશે ને નેઈ ?? ?? ??

તું કયાં જાય છે ?  કયારે આવીશ ?

કોની સાથે જાય છે? 

જો જે ઘરની મર્યાદા    

તારા હાથ માં છે!!!

શું આ બધા જ સવાલો એક 

સ્ત્રી માટે જ બનતા હોય છે??

આપી દે છે સર્વસ્વ એનું..

એ કંઈ માંગતી યે નથી,!

છતાં પણ શક ની નજર થી 

 જ જોવાય છે.. 

શું એની પોતાનું  કોઈ 

 અસ્તિત્વ નથી ?? ?? ??

શું એની પોતાની કોઈ     જ ઓળખ નથી ?? ?? ??

જન્મે ત્યારથી જ એના      નામ ની પાછળ એના પિતા નું 

નામ હોય છે,. .

પરણ્યા પછી એના પતિ       નું નામ  હોય છે ..

તો એના પોતાના નામનું   શુ ?? ?? ??

એક દિકરી-બહેન-પત્ની -માં......

આનાથી પણ વધુ નામોના      સંબંધોથી એ 

ઘેરાયેલી હોય છે ...       ઓળખાતી હોય છે ..

છતાં ,એની ઓળખ નું     શું ?? ?? ??

એજ સ્ત્રી જયારે         મૃત્યુ પામે છે ત્યારે 

એનો પતિ એનો સ્મશાન સુધી પણ સાથ નથી દેતો...

કેમ ?? ?? ?? પણ કેમ?? ?? ??

શું સ્ત્રી બનવું એ         ગુનો છે ?? ?? ??

માં-બહેન-પત્ની  થી        ઘર શોભે છે..

છતાં લોકોએ જ ભૂલે છે..

21મી સદી માં જીવનાર          વ્યક્તિઓ 

સ્ત્રી ને પાછળ ધકેલતા હોય છે..

આજે   સ્ત્રી પુરુષો      કરતાં પણ આગળ છે! ?? ??

છતાં એ એક સ્ત્રી જ     છે.. !! ??

કોણ સમજશે ?? ?? કયારે સમજશે ?? ?? ??

કે એ   સ્ત્રી પાસે      પણ એક જ હદય હોય છે..!

એને પણ પોતાનુ  સ્વમાન હોય છે..! ..!

વાતે વાતે એનું પણ 

માન હણાય છે.. .. ..

છતાં પણ હસતી હસતી બધા     ની પાછળ ગાંડી થઈ ને 

ફરતી હોય છે. ..

     પરંતુ..... બસ .......હવે .....

સાંભળ ,,,, ઓ      સ્ત્રી!!!!!

તૂં  ગાંડી થા માં...

ઓળખ તારી જાત..

    તૂં પણ તૈયાર થા..

તું દુગાઁ છે..તુ    જ શક્તિ છે...

તું જ સર્જન કરનારી      છે...

હંફાવી દે તું દુનિયા    ને , ના    કર કોઈ ની પરવાહ...

ના મળે તને તારા     હક નું,તો આંચકવાનું        ભૂલીશ નહીં..

છે તારુ પણ સર્વસ્વ્.......

      ઝૂકવાનુ     કદી શીખીશ    નહીં...

છે "કુંજ " પણ એક    સ્ત્રી,

શક્તિ "દીપ "પ્રજવલિત      રાખીશ.

એક કાવ્ય..દીકરી માટે...

"નથી ખબર"

નથી ખબર મને કે,

આવું કેમ થાય છે!?? ?? ??

દીકરી હોય છે આપણી,

તો પારકી કેમ થાય છે?? ?? ??

મોટી કરી માં બાપ 

ઉછેરે છે એને,

તો શું આ બધું બીજાને સોંપવા જ હોય છે??

નથી ખબર મને કે 

આવું કેમ થાય છે!?

કેટલા જતન વેઠી જન્મ 

આપે છે માં જેને,

આખરે એ માં ને છોડી 

બીજા ની માં ને અપનાવે છે...

આટલા જતન કર્યા બાદ 

કહેવાય છે તો એ પારકી જ.!??  ?? ??

નથી ખબર મને કે 

આવું કેમ થાય છે!?

આમ જાણવા છતાં દીકરીની

ઈચ્છા થાય છે..

આખરે એ જ બે કુળને તારનારી પણ 

હોય છે...

આટલું કરવા છતાં 

હોદ્દો મળે છે દિકરા ને જ. 

નથી ખબર મને કે 

આવું કેમ થાય છે..

દીકરી હોય છે આપણી 

તો પારકી કેમ થાય છે!?? ? ??

કુંજદીપ 


 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED