પ્રિત ની રીત Kinjal Dipesh Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત ની રીત

રાધા કૃષ્ણમાં કે કૃષ્ણ રાધામાં...!?

રાધા કૃષ્ણ કહો કે કૃષ્ણ રાધા બધું સરખું છે. રાધા કૃષ્ણ માં છે તો કૃષ્ણ રાધા માં. વિચારું આજે આ બંને ના મનમાં ફરી જોઉં. પણ શું હોવાનું હતું નવું!!??..

બસ રાધા કૃષ્ણ. બંને ના હ્રદય ના ધબકાર એક લયમાં ચાલે અને અવિરત નામસ્મરણ કરે રાધા કૃષ્ણ. છતાં પણ મારું મન ન માન્યું ને જાણવા ગઈ.

એકવાર રાધા બ્રિજવન માં કાનાની રાહ જોતી બેઠી હતી. શાંત ચિત્તે. બસ એનું મન કાના કાના પુકારતું હતું. એની સખીઓએ આવીને પૂછ્યું...

સખી: તું આમ અહીં રોજ આવીને કાના ની રાહ જુએ છે, અને એ આવતો જ નથી. તારું દિલડુ નથી દુખતું?? જોને તારી જાતને કેવી થઈ ગઈ છો.

રાધા: શું થયું છે મને!!?? જોને કેવી સરસ લાગું છું. મારા કાળિયા ને ગમે એવી જ તો રહું છું. એવા જ વાળ રાખું છું. એવી જ તૈયાર થાઉં છું. જોને હું કેટલી ખુશ છું. સાથે એટલીજ ક્યૂટ છું.

સખી: પણ રાધા!!! રાધા તારી આંખો તો કંઈક જુદી જ ભાષા બોલે છે.

રાધા: એ બસ મારા કૃષ્ણની જ ભાષા બોલે છે. એ રોજ મને મળવા નથી આવતો એથી શું થયું?? એની મોરલી ના સુર હજી કાનમાં ગુંજે છે. એ રોજ મને મળવા નથી આવતો શું થયું? એના સ્પર્શનો અહેસાસ થાય છે હજી મને. એ રોજ મને મળવા નથી આવતો શું થયું? એની વાતો હજી મારા મનને ભીંજવ છે. બસ આજ એહસાસ થી હું રોજ અહીં આવું છું. એ શ્વસે છે મારા માં અને હું જીવું છું એનામાં. એ નથી સાથે તો શું થયું?? અમે જીવીએ છીએ એકબીજામાં.

સખી: ઘેલી છે તું ઘેલી રાધિકા, આમ ગાંડપણ ન કરાય. આમ ન જીવાય. પણ તને સમજાવવું વ્યર્થ છે.

રાધા: તું ના સમજે અમારા પ્રેમની વાત. એના પણ દૂર રહીને કંઈક આવા જ હાલ છે. એ પણ વિરહ માં તડપે જ છે.

રાધાની યાદ માં માધવ પણ રડ્યો હશે
વિરહની આગમાં એ પણ બળ્યો જ હશે
દબાવી લીધી હશે દિલ માં લાગણીઓ
જ્યારે એ જગ ને જઈને મળ્યો હશે..
-કુંજદીપ.

જરુરી નથી કે પ્રેમમાં બધું મેળવવાનું જ હોય... કોઈ દિવસ તું પણ કંઈ ગુમાવી જો એની મજા જ કંઈ જુદી છે.
પણ હા રાહ તો હું જોઉં જ છું એની.. એક દિવસ એ જરૂર આવશે અને મને એનામાં સંપૂર્ણ પણે સમાવી જશે. બસ એ રાહમાં હું બેઠી છું.

બસ મને એક જ બીક છે કે કયાંક મારી આ ખ્વાહિશ અધૂરી રહી જશે તો.!??

?????????????????


કાના ઓ કાના.. બધા સખા કાના ને શોધતા શોધતા છેક જંગલ સુધી આવી પહોંચે છે.

સખા: કાના આમ કંઈ ગાઢ જંગલમાં બેસાય?? ચાલ ગામમાં બધા તને કયારથી શોધે છે. ચાલ જલ્દી. તું આમ રોજ કશે ને કશે જતો રહે છે. હંમેશા નદી કિનારે જ બેસી રહે છે. કેમ તું તારી જાતને કષ્ટ આપે છે. હું જાણું છું કે તું રાધા ની યાદ માં તડપે છે.

કૃષ્ણ : હા મને મારી રાધા ની યાદ આવે છે. હું અને મારી આ બાંસુરી પણ એની યાદ માં તડપે છે. પણ શું કરું??અમારી પ્રિત ની રીત જ જુદી છે તો.

સખા : તો તડપે છે શું કામ જા જઈને મળી આવ.

કૃષ્ણ : હું એ જ તો નથી કરી શકતો. મારે જગની રીત પણ નિભાવવાની છે.

સખા : પણ તું આમ રોજ નદી કિનારે આવી ને કેમ બેસી રહે છે?? એ જ મને સમજાતું નથી.

કૃષ્ણ : આ નદી મારી રાધા છે. મસ્ત ઉછળતી, કૂદતી પ્રકૃતિ ની ગોદ માંથી બહાર નીકળી દરિયામાં સમાવવા જાય છે.

એ વિશાલ સાગર એટલે હું. એ મારા માં સમાવવા વિહવળ બનેલી મારી પાસે આવીને શાંત થઈ જાય છે અને મારામાં વિલિન થઇ જાય છે. બસ એ જ મારી રાધા.
પણ ડરુ છું મારા સુધી આવતા માં આકરા તાપના લીધે રસ્તા માં જ સૂકાઈ ન જાય. એટલે જ કયારેક હું મેઘ બનીને વરસી પડું છું ને એ ઘેલી મારા સ્પર્શથી ઉત્સાહ માં આવી બેઉ કાંઠે વહેવા માંડે છે.

સખા : કૃષ્ણ મને તારી એક પણ વાત ન સમજાય.

કૃષ્ણ: એ ન જ સમજાય તને કે સામાન્ય લોકો ને. આ પ્રેમ ની ભાષા છે.બસ હવે તો રાહ એ જ દિવસ ની જોઉં છું કે

એક દિવસ એ જરૂર આવશે અને મને એનામાં સંપૂર્ણ પણે સમાવી જશે. બસ એ રાહમાં હું બેઠો છું.
બસ મને એક જ બીક છે કે કયાંક મારી આ ખ્વાહિશ અધૂરી રહી જશે તો?
કહેવું છે મારે રાધા ને...

આંખ બઁધ કર લે શ્વાસ બે ઊંડા,
એકમેક ના હાથ માં હાથ ને આવ તું બાહો માં,
કરી અન્નત આલિંગન પ્રેમ અપાર,
સ્પર્શી તારા અંગ ને માણ્યો એ આનંદ અપાર,
જીવ્યો તને મેં દિલમાં કર્યો પ્રણય અપાર,
તારા શ્વાસ મારામાં નાખ એમ કરી આપ પ્રેમ આકાર,
તારા હોઠની ગુલાબી કોમળતા મારા શરીરે પ્રગટાવ,
અને કર એ ચિનગારી પ્રેમની તો માણું અન્નત અપાર.
-કૃષ્ણ (કુંજદીપ)

??????????????????


આજે સમજાય ગયો મને પ્રેમ નો સાચો અર્થ. રાધા ને કૃષ્ણ ...નહીં..રાધાકૃષ્ણ... એક આત્મા બે શરીર. પવિત્ર પ્રેમની મૂર્તિ સમાન દૂર છતાં એકબીજામાં જ વસતાં... ધન્ય છે આ પ્રેમને. બસ એક જ પ્રાર્થના ભોળાનાથ ને કે રાધાકૃષ્ણ ને દૂર રહી ને પણ પ્રેમને જીવંત રાખી જીવવાની જે શક્તિ આપી એ આજના પ્રેમીઓને પણ આપજો.

??જયશ્રી રાધા કૃષ્ણ ??

-કુંજદીપ.